સ્ત્રી

એક નારી, સબ પે ભારી! રેટિંગઃ ***½ (સાડા ત્રણ સ્ટાર) ‘સ્ત્રી’ ફિલ્મના એક સીનમાં બે યુવાન ઘોર અંધારિયા રસ્તા પર ડરતાં ડરતાં વાતો કરતાં જઈ રહ્યા છે. ત્યાં જ અચાનક બૅકગ્રાઉન્ડમાંથી એક સોલિડ અવાજ આવે છે. થિયેટરનું આખું ઓડિયન્સ પણ એ ‘જમ્પ સ્કેર’થી ડરીને આંચકો ખાઈ જાય છે. પણ ત્યાં ખબર પડે છે કે એ … Continue reading સ્ત્રી

હાફ ગર્લફ્રેન્ડ

Fake ગર્લફ્રેન્ડ *** જૂની, ચવાયેલી, ઢીલી અને પ્રીડિક્ટેબલ સ્ટોરી ધરાવતી આ ફિલ્મ એટલી લાંબી લાગે છે કે તેને ‘હાફ’ નહીં, બલકે ‘હાંફ ગર્લફ્રેન્ડ’ કહેવાની ઇચ્છા થઈ આવે. *** ચેતન ભગતનાં પુસ્તકોની ટીકા કરીને ઇન્ટલેક્ચ્યુઅલ દેખાવું એ ઘણા બધા લોકોનો ફેવરિટ પાસટાઇમ છે. પરંતુ ચેતન ભાઉ નબળી નવલકથા લખે અને પોતે જ પૈસા ઓરીને તેના પરથી … Continue reading હાફ ગર્લફ્રેન્ડ

OK Jaanu

નૉટ ઓકે, મણિ સર *** તમિળમાંથી હિન્દીમાં આવતાં સુધીમાં આ ફિલ્મમાં રહેલો મણિ રત્નમ અને એ. આર. રહેમાનનો મૅજિકલ ટચ ક્યાંય ખોવાઈ ગયો છે. *** ડિયર મણિ સર, ભારતમાં ફિલ્મ જોનારાઓની એક આખી પેઢીની જેમ અમે પણ તમારી ફિલ્મો જોઈ જોઈને મોટા થયા છીએ. જે રીતે તમે અઘરામાં અઘરી વાતને પણ હળવાશથી કહી દો છો, … Continue reading OK Jaanu

Rock On 2

પુરાની જિન્સ ઔર ગિટાર *** આ ફેઇથફુલ મ્યુઝિકલ સિક્વલ સાથે આઠ વર્ષ જૂનું બૅન્ડ તો રિયુનાઇટ થયું છે, પણ તેમાં અગાઉના જેવો ‘મૅજિક’ નથી. *** દક્ષિણ કોરિયાની ‘ધ હૅપી લાઇફ’ પરથી પોસ્ટર સહિત ઇન્સ્પાયર થઇને અભિષેક કપૂરે આઠ વર્ષ પહેલાં ‘રૉક ઑન’ બનાવેલી. ઑફ બીટ સ્ટોરી અને સ્ટારકાસ્ટ, રિયલ બૅન્ડની ફીલ, ખરેખરી મ્યુઝિકલ મુવી અને … Continue reading Rock On 2

બાગી

હેડિંગઃ પ્રોજેક્ટ ટાઇગર *** ઇન્ટ્રોઃ ટાઇગર શ્રોફના માર્શલ આર્ટ્સ સિવાય કોઈ નવિનતા વિનાની આ ફિલ્મના ખરા બાગીઓ તો તેના મૅકર છે, જેમણે ઉઠાંતરી કરવામાં કશું જ બાકી નથી રાખ્યું. *** ચવાણા વિશે એવી દંતકથા છે કે ફરસાણની દુકાનમાં તમામ સામગ્રીઓના વધેલા માલને મિક્સ કરીને વેચવાની સિસ્ટમથી ‘ચવાણા’ શોધ થઈ. ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સ્ટારર … Continue reading બાગી

ABCD-2

ડાન્સ ઇન્ડિયા ડાન્સ *** એક ટિપિકલ ફોર્મ્યૂલાવાળી અન્ડરડૉગ સ્ટોરી, જોવા-સાંભળવાં ગમે એવાં ગીતો અને ખૂબ બધો ડાન્સ રિયાલિટી શૉનો મસાલો. બસ, આ જ છે અઢી કલાકની આ ફિલ્મમાં. *** બે વર્ષ પહેલાં કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ બીજા જાણીતા ડાન્સ ડિરેક્ટરો અને રિયાલિટી શોઝથી સ્ટાર બની ગયેલા ડાન્સરોને લઇને ‘એબીસીડીઃ એનીબડી કેન ડાન્સ’ ફિલ્મ બનાવેલી ત્યારે એ … Continue reading ABCD-2

હૈદર

ન શમે વેર વેરથી *** શેક્સપિયરની કૃતિને કાશ્મીરના વાઘા પહેરાવીને રજૂ કરાયેલી આ ફિલ્મ ક્લાસિક સિનેમાનું ઝળહળતું ઉદાહરણ છે. *** બહુ ઓછી એવી ફિલ્મો બનતી હોય છે જે સિનેમાની દૃષ્ટિએ એટલી સમૃદ્ધ હોય કે એક બાજુ બત્રીસે કોઠે આનંદ આપી જાય, તો સાથોસાથ આપણા મનને ખળભળાવી મૂકે, વિચારતા કરી મૂકે. વિશાલ ભારદ્વાજની શેક્સપિયરના નાટક ‘હેમલેટ’નું … Continue reading હૈદર

એક વિલન

ફટા પોસ્ટર નિકલા વિલન *** બધા જ ભારતીય ફિલ્મી મસાલાઓથી ભરપુર આ ફિલ્મ એક ટાઇમપાસ વીકએન્ડ એન્ટરટેઇનર છે. *** આપણી એક ખાસિયત છે, ચાઈનીઝ, ઈટાલિયન, થાઈ... કોઈપણ વાનગી હોય, આપણા દેશમાં આવે એટલે તે ટિપિકલ દેશી બની જાય. તેમાં આપણા મસાલા અને આપણી ફ્લેવર એવી ભળે કે સૌને ઓરિજિનલ વાનગી કરતાં આપણું દેશી વર્ઝન જ … Continue reading એક વિલન