Breathe (Web Series)

mv5bmtcznjiznjk5n15bml5banbnxkftztgwntaymdk1ndm-_v1_uy1200_cr9006301200_al_ખેર, ‘પદ્માવત’ જોવાનું તો હવે બડે લોગ-પાવરફુલ લોગ નક્કી કરશે ત્યારે જ શક્ય બનશે. આ વીકએન્ડ પર શું જોવું એ વિચારતા હો તો જોવા જેવી એક મસ્ત ચીજ આજે શુક્રવારથી જ રિલીઝ થઈ છે. ના, થિયેટરમાં નહીં, જ્યાં કહેવાતા સંસ્કૃતિ રક્ષકોનાં ટોળાં-એમના પથ્થરો પહોંચી ન શકે તેવી સ્પેસ એટલે કે સાઇબર સ્પેસ પર રિલીઝ થઈ છે. વાત થઈ રહી છે ‘એમેઝોન પ્રાઇમ વીડિયો’ પર રિલીઝ થયેલી નવી વેબ સિરીઝ ‘બ્રીધ’ (Breathe)ની.

મુખ્ય કલાકારો છે આર. માધવન અને ‘કાઈપો છે’ ફૅમ અમિત સાધ. ‘ખામોશિયાં’ નામનું હોરર મુવી જોવાની હિંમત કરી હશે તો કદાચ સપના પબ્બીને પણ ઓળખતા હશો. અત્યારે ચાર એપિસોડની પહેલી સિઝન રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મની ઝોનરા એટલે કે પ્રકાર છે થ્રિલર.

આમ તો આ સિરીઝના ટ્રેલરમાં મોટાભાગની સ્ટોરી રિવીલ કરી દીધી છે. એક તરફ છે એક લાચાર બાપ. બીજી બાજુ છે એક ગિલ્ટી બાપ. એક તરફથી શરૂ થાય છે ‘પર્ફેક્ટ મર્ડર’ લાગતી હત્યાઓનો સિલસિલો. ત્યારપછી કૅટ એન્ડ માઉસ ચેઝ પણ સ્ટાર્ટ થશે.

ઇન્ટરનેશનલ વેબ સિરીઝના બાશિંદાઓને આમાં ‘બ્રેકિંગ બૅડ’ કે ‘24’ જેવી ફીલ આવી શકે. ઇવન આમિર ખાન સ્ટારર ‘તલાશ’ના પણ સહેજ શૅડ્સ છે (ના, આ સ્પોઇલર નથી. ડૉન્ટ વરી!). પરંતુ આ ‘બ્રીધ’ની ટ્રીટમેન્ટ એકદમ સિન્સિયર અને મૅચ્યોર છે. ક્યાંય કોઈ ખોટી ચરબી નહીં, ફાલતુ સીન્સ નહીં. સીધી બાત, નો બકવાસ. કેમેરા વર્ક અને એડિટિંગ પણ એકદમ મસ્ત છે. ડિરેક્ટરે સિનેમાના બેઝિક અને મારા મનપસંદ ‘શૉ, ડોન્ટ ટેલ’ રુલનો પણ મસ્ત ઉપયોગ કર્યો છે. માધવન અને અમિત સાધની એક્ટિંગ માશાઅલ્લાહ શુભાનઅલ્લાહ છે! ખાસ્સી રિયલિસ્ટિક. દર થોડી વારે કંઇક ને કંઇક બનતું રહે એટલે આપણને કંટાળવાનું યાદ પણ ન આવે. એપિસોડ્સને પણ ખોટા ખેંચ્યા નથી એટલે સ્ટોરીની પૅસ પણ જળવાઈ રહી છે. સૌથી વધુ ધ્યાન ખેંચે છે સિરીઝનું રાઇટિંગ. નાનું લાગતું એકેએક કેરેક્ટર સરસ રીતે લખાયું અને ડેવલપ થયું છે. ખાસ કરીને રિપીટેડલી આવતાં પાત્રો. આવું થોડું થાય એવો સવાલ થાય તો વિચારી લેજો કે એના કરતાં ક્યાંય વધુ વિચિત્ર અને એબ્સર્ડ વસ્તુઓ આપણે ત્યાં રિયલ લાઇફમાં થઈ જ રહી છે!

વાંક કહો કે પ્રોબ્લેમ માત્ર એટલો જ છે કે પહેલી સિઝન તરીકે ઓન્લી ચાર એપિસોડ જ રિલીઝ કર્યા છે. સ્ટોરી મસ્ત જામી છે અને આગળ શું થશે તેની ક્યુરિયોસિટીનો પતંગ હવામાં ચડ્યો છે, ત્યાં જ લટકાવી દીધું છે. અધૂરામાં પૂરું બીજી સિઝન ક્યારે આવશે એ પણ જાહેર નથી કર્યું. કંઈ નહીં, આવશે એ તો. તમતમારે આ પહેલા ચાર એપિસોડ્સની જ્યાફત ઉડાવી લો!

ઠેકાણાનું નામ છે, ‘એમેઝોન પ્રાઇમ વીડિયો’, સિરીઝનું નામ છે ‘બ્રીધ’ (Breath)! એન્જોય વૉચિંગ!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Headshot (Indonesian Movie)

 • tiff-2016-headshot-posterએક્શન ફિલ્મોના દીવાનાઓ રિસ્પેક્ટિવલી 2011 અને 2014માં આવેલી ઇન્ડોનેશિયન મુવીઝ ‘ધ રેઇડઃ રિડેમ્પ્શન’ અને ‘રેઇડ-2’ પર સ્વાભાવિક રીતે જ બ્રુસ લી-જૅકી ચેન ઓવારી ગયેલા. એ પછી (મારા સહિત!) બહુ બધા લોકોનો તામસિક રસ વોલ્કેનોની જેમ ઊછળી ઊઠેલો કે આવી બીજી ફિલ્મો હોય તો શોધો. એ તમામ ‘લોહિયાળ ફિલ્મપ્રેમી’ઓએ વહેલી તકે આ વર્ષે માર્ચમાં આવેલી (અગેઇન) ઇન્ડોનેશિયન ફિલ્મ ‘હેડશોટ’ (Headshot) ડાઉનલોડમાં મૂકી દેવી જોઇએ. ‘ટોરેન્ટ’ પર આ ફિલ્મની સબટાઇટલ્સ સાથેની ચકાચક પ્રિન્ટ આવી ગઈ છે (લૂટ લો!). [ઑરિજિન મળે તો ક્યા કહેને!] અને બેસ્ટ પાર્ટ, આ ફિલ્મનો હીરો પણ ‘રેઇડ’ સિરીઝમાં હતો એ જ ઇકો ઉવૈસ છે. સો, એક્સાઇટેડ?!

***

 • પ્રવાસીઓથી ભરેલી એક બસ છે, પરંતુ બધી સીટો પર લાશો ઢળેલી છે. થોડી વાર પહેલાં જ બેફામ શબ્દ પણ નાનો પડે એવા ગોળીબારથી આખી બસ લોહીઝાણ થઈ ગઈ છે. પાછળથી આવેલો હીરો તે બસમાં પ્રવેશે છે. કોઇકને શોધવા માટે. ત્યાં જ પાછળથી બે આતંકી અંદર પ્રવેશે છે અને ફરી પાછું લોહી રેડાય છે. ત્યાં જ બસમાં કેરોસીન છાંટી ને આગ લગાવી દેવાય છે. દરવાજો પણ લૉક. આપણો હીરો અંદર. એ ઓલરેડી ઘવાયેલો છે. હવે એનાં કપડાંને પણ ઝાળ લાગી ચૂકી છે. છતાં જોશભેર પાટું મારીને એ બસનો પાછળનો કાચ તોડીને નીચે કૂદે છે. એકેય કટ વગર કેમેરા પણ એની સાથે જ બસમાંથી જમ્પ લગાવે છે. હજી એનું જૅકેટ સળગી રહ્યું છે અને કેમેરાના કટ વિના જ એ પોતાનું સળગતું જૅકેટ કાઢે છે. એનો શ્વાસ હજી હેઠે બેઠો નથી, ત્યાં ફરી પાછા કેટલાક દૈત્યો એના પર હુમલો કરી દે છે. {હીરોની સાથે જ કેમેરા પણ જમ્પ મારે તેવો સીન કોરિયન ફિલ્મ ‘અ મેન ફ્રોમ નોવ્હેર’ અને તેના પરથી બનેલી ‘રૉકી હેન્ડસમ’માં પણ હતો.}
 • ‘હૅડશોટ’ ફિલ્મમાં તમે કેવા પ્રકારની ઍક્શન એક્સપેક્ટ કરી શકો તેનું આ અત્યંત માઇલ્ડ અને ભારતનાiko-uwais સેન્સર બૉર્ડમાંથી પણ પાસ થઈ જાય તેવું સેમ્પલ વાંચ્યું. સાઉથ કોરિયન ફિલ્મોની જેમ એક્સ્ટ્રીમ વાયોલન્સથી ભરેલી અમુક ઇન્ડોનેશિયન ક્રાઇમ ફિલ્મો કશું જ છુપાવવામાં કે આપણી કલ્પના પર છોડવા માગતી નથી. જેની ડિક્શનેરીમાં દયા-માણસાઈ જેવા શબ્દો જ ન હોય એવા ક્રૂર-અતિ ક્રૂર લોકો જ્યારે ખૂન કી હોલી ખેલે ત્યારે કેવી સિચ્યુએશન થાય તે આ ‘રેઇડ’ કે ‘હેડશૉટ’ જેવી ફિલ્મો બધું જ ડિસેક્ટ કરીને આપણી સામે મૂકી દે છે.
 • ‘હેડશૉટ’માં સ્ટોરી છે એક યુવાનની. ઇન્ડોનેશિયાના કોઈ દરિયા કિનારે તણાતો આવી પહોંચે છે. એના માથા પર ગોળી વાગી છે (એટલે જ ટાઇટલ છે, ‘હેડશૉટ’), પરંતુ જીવતો છે. બે મહિના કોમામાં રહ્યા બાદ એ ભાનમાં આવે છે, પણ એની યાદશક્તિ ડિલીટ થઈ ગઈ છે. પોતાનું નામ પણ એને યાદ નથી. માત્ર કેટલાક અલપ ઝલપ દૃશ્યો જ એની આંખ સામે આવે છે, એટલું જ. આ બે મહિના દરમ્યાન એક યંગ ફિમેલ ડૉક્ટર એની સારવાર કરી રહી છે. અફ કોર્સ, એને આ યંગ પેશન્ટ પ્રત્યે ફીલિંગ પણ ક્રિએટ થઈ છે. અઠંગ વાચક અત્યારે અમેરિકન રાઇટર હર્મન મેલવિલની નોવેલ ‘મોબિ-ડિક’ વાંચી રહી છે. એટલે તેના મુખ્ય પાત્રની જેમ આ રહસ્યમયી પેશન્ટને પણ એ નામ આપે છે ‘ઇશ્માઇલ’.બીજી બાજુ, ભયાનક બ્લડબાથ પછી જેલમાંથી એક ડ્રગ લૉર્ડ નામે ‘લી’ને ભગાડી દેવામાં આવે છે. હવે લી પોતાના માણસોને આ ઇશ્માઇલને પતાવી દેવા માટે મોકલે છે (‘બૉર્ન’ સિરીઝ યાદ આવી ને?!). ધીમે ધીમે એની યાદદાસ્ત પાછી આવે છે અને એ સાથે એને એ પણ યાદ આવે છે કે હજી જૂનો હિસાબ પતાવવાનો છે ને એક અમૂલ્ય ચીજ પણ છોડાવવાની છે. થોડી મિનિટોની રોમેન્ટિક પળો સિવાયની આ આખી ફિલ્મમાં ઍક્શન-ઍક્શન અને ઍક્શન જ ભરી છે.
 • વેલ, ‘હેડશૉટ’માં ઘણે ઠેકાણે ક્લિશૅ ફિલ્મી લિબર્ટીઝ લેવાઈ છે. જેમ કે, ટાણે જ વિલનલોગની બંદૂકોની ગોળીઓ ખાલી થઈ જાય, ઑટોમેટિક ગન્સમાંથી સૅકન્ડના ડઝનબંધના હિસાબે ગોળીઓ વછૂટતી હોય પણ સાહેબોને એકેય ન લાગે, નાની અમથી વાતમાં માણસોને મૂળાની જેમ સમારી નાખતો વિલન અણીના સમયે કશું રિએક્ટ ન કરે, ટાણે વિલનલોગ બંદૂકો ફગાવીને મુષ્ટિયુદ્ધ-લાતયુદ્ધ કરવાનો ફેંસલો કરે, ગોળીઓના વરસાદમાં માણસની ડૅડબૉડીની આડશ લઇને ફરતી વ્યક્તિને એકેય ગોળી ન વાગે વગેરે. સ્ટોરી પણ ઘણે અંશે પ્રીડિક્ટેબલ છે અને ‘બૉર્ન’ સિરીઝ જોયેલી હોય તો તેના જેટલી સ્માર્ટ પણ ન લાગે. છતાં બે કલાક કરતાં પણ ઓછા સમયની ‘હેડશૉટ’ પાંચ મિનિટ માટે પણ આપણને જગ્યાએથી ચસકવા દેતી નથી. તેનું કારણ છે આ ફિલ્મની ટ્રીટમેન્ટ અને એક પછી એક સતત ચાલ્યા કરતી અનબિલિવેબલ ઍક્શન સિક્વન્સીસ.
 • જૅકી ચૅનની જેમ આ ઇન્ડોનેશિયન સ્ટાર ઇકો ઉવૈસ પણ પોતાની ઍક્શન જાતે જ કોરિયોગ્રાફ કરે છે અને પોતાની સ્ટન્ટ ટીમને પણ સાથે રાખે છે. એટલે જ અહીં સતત એક રિધમમાં ચાલતી અફલાતૂન માર્શલ આર્ટ જોવા મળે છે. આગળ કહ્યું તેમ, આ ફિલ્મમાં એટલી બ્રુટાલિટી છે કે ગમે તેવું કઠણ કાળજું હોય તોય બે-એક ઠેકાણે આપણે પણ આંખો બંધ કરી દેવાની ઇચ્છા થાય. હિંસામાં પણ કેવું ઇમેજિનેશન હોઈ શકે તેનું આ ફિલ્મ મસ્ત એક્ઝામ્પલ છે. અહીં ગરદનમાં ધારદાર ચપ્પુ કે ચોપસ્ટિક ઘુસાડી દેવામાં આવે તો લોહીના ફુવારા છૂટે છે, હાડકું ભાંગે તો હાથ કે પગ બૅન્ડ થતાં દેખાય, માથામાં ટાઇપરાઇટર છૂટ્ટું મારવામાં આવે તો આંખમાં તેની કીઝ ખૂંપેલી હોય, બંદૂકની છૂટ્ટી ગોળી આંખમાં ધરબી દેવાય, કોઇની ગરદનમાં છરો વાગે તો છરો ગરદન-ચામડીની આરપાર નીકળતો દેખાય, હાથમાં લોઢાનો સળિયો ખૂંપેલો હોય અને મહાશય ફાઇટ કરતા હોય, માણસના ચહેરા પર મુક્કા મારવાનું શરૂ થાય તો ચહેરાનો છુંદો ન થઈ જાય ત્યાં સુધી બ્લોઝ ચાલુ રહે… રિમેમ્બર, આ બધાં સૅમ્પલ માત્ર છે!
 • ‘હેડશૉટ’ને એકદમ ફ્રેશ બનાવતું તેનું વધુ એક સ્ટ્રોંગ પાસું છે તેનું કેમેરા વર્ક. મોટાભાગની ફિલ્મ સ્ટેડીકેમ એટલે કે હાથમાં પકડીને હલકડોલક થતા કેમેરાથી શૂટ થઈ છે. મોટાભાગી ફાઇટ સિક્વન્સીસ વખતે પણ હૉલિવૂડની ફિલ્મોની જેમ દર સેકન્ડે કટ્સ વાગવાને બદલે સીન સળંગ ચાલતો રહે. એટલું જ નહીં, હીરો-વિલન અને ફંગોળાતા મનુષ્યોની સાથેસાથે કેમેરા પણ ફંગોળાતો અને વિવિધ ઠેકાણે ફોકસ થતો રહે. એટલે આપણને ત્યાં એમની વચ્ચે રહીને જ જોતા હોઇએ એવી જ ફીલ આવે.
 • આટલી બ્રુટલ અને મસાલા ફિલ્મ હોવા છતાં તેમાં મૅટાફર અને સિમ્બોલ પણ શોધી શકો (જોકે તે કહેવામાં સ્પોઇલરનું જોખમ છે!). મિનિમમ ડાયલોગ્સ સાથે માત્ર સીનની મદદથી જ સ્ટોરી કહેવાની કળા પણ આ ફિલ્મમાં તમે જોઈ શકો.
 • ઓલમોસ્ટ આખી ફિલ્મમાં હીરો ઇકો ઉવૈસ જેટલી ફાઇટ કરે છે એ દરમ્યાન એ ઘવાયેલો છે, ઇજામાંથીheadshot-movie-poster-2-india-release-2017 બહાર નથી આવ્યો અને છતાં વધુ ને વધુ લોહી રેડતો રહે છે. બે ફાઇટ વચ્ચે જરાય સમય આપ્યા વિના સતત ચાલતી રહેતી ‘હેડશૉટ’ જોઇને હીરો થાકતો કેમ નથી એવો સવાલ થાય તો તે તદ્દન સ્વાભાવિક છે. હીરોની સામે એવી ચૅલેન્જ ઊભી કરો અને એવો વિલન એની સામે લાવીને મૂકી દો, જેને પરાસ્ત કર્યા પછી આપણને પણ એક તામસિક સંતોષ મળે. એવો જ ખૂંખાર વિલન અહીં પણ છે. એ શાંત હોય ત્યારે પણ એની અનપ્રીડિક્ટેબિલિટી આપણને ડરાવતી રહે.
 • રિમેમ્બર, ‘હેડશૉટ’ એ ‘રેઇડ’ નથી. છતાં તેનાથી ખાસ ઊતરતી પણ નથી. ભયંકર ક્રૂરતા અને લોહીની નદીઓ જોવામાં ચીતરી ન ચડતી હોય કે ધ્રૂજી ન ઊઠતા હો તો આ ફિલ્મ તમારા માટે છે.

રેટિંગઃ ***1/2 (સાડાત્રણ સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Maanagaram (Tamil Movie)

maxresdefault‘આ હાળા ફિલમવાળા મુરખ જ બનાવવા બેઠા છે ને!’

જ્યારે પણ કોઈ ફિલ્મમાં કોઇન્સિડન્સ કે સિનેમેટિક લિબર્ટીવાળો સીન આવે એટલે અમારા એક વડીલ સ્વજન અચૂક આ વાક્ય બોલે. હિરોઇનને કેટલાક મવાલીઓ છેડતા હોય, દૂર દૂર સુધી કોઈ કાગડો પણ દેખાતો ન હોય. તોય ગમે ત્યાંથી હીરો મૌકા-એ-વારદાત પર પહોંચી જાય. હીરો-હિરોઇન એક જ બસ-ટ્રેક-પ્લેનમાં જતા હોય અને બંનેની સીટો પણ અડી અડીને જ આવે. અને મનમોહન દેસાઈ સ્પેશિયલઃ ત્રણ ભાઈ બચપનમાં બિછડી ગયા હોય, છતાં એક જ શહેરમાં હોય. એકબીજાની સાથે રોજ અથડાતા હોય. એનો બિછડેલો બાપ પણ એ જ શહેરમાં હોય. નોટ ઓન્લી બાપ, માં પણ ત્યાં જ આંટા મારતી ફૂલ વેચતી-વહેંચતી હોય. ફિલ્મોમાં આવતા આવા કોઇન્સિડન્સીસનું લિસ્ટ બનાવવા બેસીએ તો પાર ન આવે. પણ રિયલ લાઇફમાં કોઇન્સિડન્સ થવાની શક્યતા કેટલી? પરમ્યુટેશન-કોમ્બિનેશનની ગણતરીઓ કરીએ તો હજારોમાં કે લાખોમાં એકનો આંકડો મળે. લેકિન, આ કોઇન્સિડન્સીસના જ પાયા પર એક ફિલ્મ બનાવવી હોય તો?

જસ્ટ ચૅક ઇન ટુ માર્ચ, 2017માં આવેલી તમિળ ફિલ્મ ‘માનગરમ’ (Maanagaram-માને, ધ બિગ સિટી). લોકેશ 1471694880_maanagaram-upcoming-tamil-movie-directed-by-lokesh-kanagaraj-produced-by-sr-prabhu-underકનગરાજ નામના મરોડદાર મુછો ધરાવતા યંગમેને આ ફિલ્મ લખી અને ડિરેક્ટ કરી છે. સ્વભાવે આ ફિલ્મ ડાર્ક થ્રિલર અને બ્લૅક હ્યુમરની કેટેગરીમાં આવે. ફિલ્મ જોતાં જોતાં આપણને સતત ‘દિલ્લી બેલી’ યાદ આવતી રહે (માઇનસ તમામ અશ્લીલતા).

ફિલ્મના કેન્દ્રમાં છે ત્રણ પાત્ર. એક જુવાનિયો નાનકડા ગામમાંથી ચેન્નઈ આવ્યો છે, BPOમાં જોબ કરવા. એની જોબ ફાઇનલ થઈ ગઈ છે, માત્ર બેએક દિવસની અંદર ઑરિજિનલ ડૉક્યુમેન્ટ્સ સબમિટ કરવાના છે. એનો ઇન્ટરવ્યૂ લેનારી ક્યુટ HR હેડની પાછળ બીજો એક જુવાનિયો પડ્યો છે. ઇન ફૅક્ટ, કોલેજકાળથી એના પર લટ્ટુ છે. ભાઈ દિલથી એકદમ સલમાન ભાઈ જેવો ગોલ્ડન હાર્ટ, પણ ગરમ થાય તો સીધો કલર બદલ્યા વિનાનો હલ્ક બની જાય. એ કશો કામધંધો કરતો નથી. જો પોતાની સ્વીટહાર્ટના BPOમાં જ જોબ લઈ લે તો એને રોજ મળવા મળે એ વિચારે એ પણ ત્યાં ઇન્ટરવ્યૂ આપવા જવાની ફિરાકમાં છે. ત્રીજા એક આધેડ વયના ભાઈ પણ થોડાં વર્ષથી ચેન્નઈ આવ્યા છે. એ ટેક્સી ભાડે લઇને એ જ BPOમાં ડ્રાઇવર તરીકે લાગે છે. એમણે જેની પાસેથી ટેક્સી ભાડે લીધી છે એ છે P.K.P, ચેન્નઈનો સૌથી મોટો ડૉન. એને ત્યાં કામ કરનારા લોકો માટેનો એલિજિબિલિટી ક્રાઇટેરિયા મિનિમમ ચાર ખૂન કરવાનો છે! આપણા હલ્કભાઈએ એક પાર્ટી સાથે પંગો લઈ લીધો છે, એટલે પાર્ટી એને ટીપી નાખવા માટે પૂરા પ્લાનિંગ સાથે ઊભી છે. એ પ્લાનિંગવાલી પાર્ટીમાં પણ એક નવા પાત્રની એન્ટ્રી થવાની છે, જે બધા સાથે મળીને એક કિડનેપિંગને અંજામ આપવાના છે. આમાંથી બેએકને બાદ કરતાં બધાં જ પાત્રો એક જ સસ્તા ઠેકા પર દારૂ પીતા બેઠા છે. પ્લાનિંગવાલી પાર્ટીને સૂચના અપાઈ છે કે લાલ ચૅક્સવાળો શર્ટ પહેરીને જે નીકળે એ જ તમારો શિકાર છે. લેકિન, ત્રણેય મુખ્ય પાત્રોએ લાલ ચૅક્સવાળો શર્ટ પહેર્યો છે. એમાં જ પેલા હલ્કને બદલે BPOવાળો કુટાઈ જાય છે.

કન્ફ્યુઝિંગ લાગ્યું? સોરી, માય ફૉલ્ટ, નોટ ઑફ ધ મુવી! ફિલ્મની પહેલી પંદર જ મિનિટમાં બધાં પાત્રોનો સુપર્બ પરિચય, પ્લોટ, બધાંની બૅકસ્ટોરી બધું જ એસ્ટાબ્લિશ થઈ જાય છે. શરૂઆતમાં સહેજ કન્ફ્યુઝિંગ લાગશે, પરંતુ ગડ બેસતાં વાર નહીં લાગે. જો આ શરૂઆતી કોઇન્સિડન્સથી ધરાઈ ગયા હો તો સબુર, અહીંયા દર પાંચ-દસ મિનિટે કોઇન્સિડન્સ આવશે. ફિલ્મનાં બધાં જ પાત્રો પર ‘મર્ફીઝ લૉ’નો કોપ ઊતર્યો હોય એમ બધાંની વાટ લાગે છે, બધાં ખોટા સમયે ખોટી જગ્યાએ પહોંચી જાય છે, કરવા જાય કંઇક અને થઈ જાય કંઇક ભળતું જ અને ડિસિઝન લે તેમાંય ઊંધું વાગે. દર વખતે તમે ધારો કે અચ્છા હવે આવું થશે, એટલે ડિરેક્ટર પાસે તરત જ તમને ખોટા પાડવા માટે અથવા તો સરપ્રાઇઝ કરવા માટે નવો ટ્વિસ્ટ-નવો કોઇન્સિડન્સ તૈયાર જ હોય. ફિલ્મની સ્ક્રિપ્ટ લખતાં પહેલાં ડિરેક્ટરે જાણે એક મોટો ફ્લૉચાર્ટ બનાવ્યો હોય એમ બધાં પાછાં એકબીજા સાથે કોઈ ને કોઈ રીતે કનેક્ટેડ પણ હોય (આવી ફિલ્મોને ‘હાઇપરલિંક સિનેમા’ પણ કહે છે).

આટલા બધા જોગાનુજોગ હોવા છતાં ફિલ્મ તમને ક્યાંય નકલી કે ફિલ્મી લાગતી નથી, એનું કારણ એકદમ રિયલિસ્ટિક પાત્રો, ફિલ્મની ટ્રીટમેન્ટ અને ફિલ્મનું ફાસ્ટ પૅસિંગ છે. ડિરેક્ટરની ક્રિએટિવિટી જોવી હોય તો તેનાં ઇનોવેટિવ ટાઇટલ ક્રેડિટ્સ જ પૂરતાં છે, ત્યાંય પાછી સ્ટોરી તો આગળ વધતી જ રહે. ફિલ્મમાં મુઠ્ઠા ભરી ભરીને ડાર્ક હ્યુમર છે, એટલે અત્યંત ટેન્સ સિચ્યુએશનમાં પણ આપણે હસતા જ રહીએ. બીજી રસપ્રદ વાત એ છે કે અહીં ત્રણમાંથી એકેય મુખ્ય કેરેક્ટરને કોઈ નામ જ આપવામાં નથી આવ્યું. ફિલ્મના કોઈ ને કોઈ તબક્કે આ ત્રણેય પાત્રો બીજાને મદદ કરવા જાય છે અને ભાઠે ભરાય છે. મતલબ કે જરૂર પડ્યે આપણને મદદ કરવા માટે આવી જતા આપણા જ શહેરના લોકોને આપણે નામથી ઓળખીએ છીએ? (યાદ કરો, ‘અ વેન્સડે’નો ડાયલોગ, ‘હમ એકદૂસરે કો સિર્ફ ‘હલો’ સે જાનતે હૈ…’)

‘માનગરમ’માં એના નામ પ્રમાણે ખુદ ચેન્નઈ શહેર પણ એક પાત્ર તરીકે છે. ત્રણમાંથી બહારથી આવેલાં બે પાત્રોને તો આ શહેર ગમતું જ નથી. ત્રીજો (પેલો હલ્ક) સિટીના એવા પ્રેમમાં છે કે એને શહેર છોડીને જતા રહેવાનો હુકમ થાય તોય જવાનું નામ લેતો નથી. છતાં શહેર કેટલું બ્રુટલ-ક્રૂર છે તે આપણે અલગ અલગ પાત્રોનાં મોઢે કે સ્ક્રીન પર આકાર લેતી ઘટનાઓ તરીકે જોવા મળતું રહે છે. આઇરની તરીકે ફિલ્મમાં બૅકગ્રાઉન્ડમાં FM સ્ટેશનનો RJ ચેન્નઈ શહેર કેટલું સલામત છે તેનો મહિમા ગાતો હોય અને એક જુવાન લોહીલુહાણ હાલતમાં રસ્તાની વચ્ચે પડ્યો હોય, રાતની સવાર થઈ જાય, લોકો સાઇડમાંથી વાહન તારવીને જાય પણ કોઈ એને ઊભું કરવા ન આવે (અને બૅકગ્રાઉન્ડમાં રજનીકાંતની ફિલ્મોનાં ગીત વાગતાં હોય. કર્ટસીઃ સબટાઇટલ્સ+ગૂગલ!). આપણે પણ અનુભવ કર્યો હોય તેવા બીજા એક સીનમાં ભિખારીને બદલે મિડલક્લાસનો લાગતો કોઈ માણસ આવીને કહે કે મારું પાકિટ ખોવાઈ ગયું છે, મને પ્લીઝ થોડા રૂપિયાની મદદ કરો ને? ત્યારે બધા એને કાઢી મૂકે છે. એ ઘટનાનો સાક્ષી બનેલો BPO કુમાર જ્યારે એ જ સ્થિતિમાં મુકાય ત્યારે એની સ્થિતિ જોવા જેવી થાય છે. મીન્સ, મોટું શહેર વિશાળ ડાયનોસોર જેવું છે, એક્ઝેક્ટ્લી કેવું છે તેનો આધાર તમને કેવા લોકો ભટકાય છે તેના પર છે.

સવા બે કલાકની આ ફિલ્મનો એકમાત્ર મોટો માઇનસ પોઇન્ટ છે તેમાં વચ્ચે ટપકી પડતાં બે લવ સોંગ્સ. કમર્શિયલ ઍન્ગલ ઍનકેશ કરવા માટે જ નખાયેલાં આ સોંગ્સ ફિલ્મની ઝોનરા સાથે પણ ફિટ બેસતાં નથી.

***

લાંબી વાતનાં ગાડાં ભરાય. એના કરતાં તમે જાતે જ આ અફલાતૂન થ્રિલર ફિલ્મ જોઈ કાઢો. ‘એમેઝોન પ્રાઇમ’માં આખી ફિલ્મ પર્ફેક્ટ સબટાઇટલ્સ સાથે પડી છે. ઑપન એન્ડિંગ ધરાવતી ‘માનગરમ’ જોઇને સુખદ આશ્ચર્ય થશે કે આની તો સિક્વલ આવે તેવી પણ પૂરેપૂરી ગુંજાઇશ છે. એટલિસ્ટ એની ગંદીગોબરી હિન્દી રિમેક આવે તે પહેલાં તો જોઈ જ કાઢજો.

રેટિંગઃ **** (ચાર સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

નામ શબાના

એન્ગ્રી યંગ વુમન

***

ગીતો કાપીને ફિલ્મ વધુ ટાઇટ બનાવાઈ હોત, તો આ પ્રિક્વલ ઓર જામત. પરંતુ લાંબા સમય સુધી જલસો કરાવે તેવા ‘બૅબી યુનિવર્સ’નાં મંડાણ તો થઈ જ ચૂક્યાં છે.

***

naamshabanafirstlookposterઆપણે ત્યાં હૉલીવુડની જેમ ‘પ્રિક્વલ’ કે ‘સ્પિન ઑફ’ પ્રકારની ફિલ્મો બનાવવાનો ખાસ રિવાજ નથી. ફોર એક્ઝામ્પલ, ‘શોલે’માં ઠાકુરને મળતાં પહેલાં જય-વીરુનું કોઈ બીજું જ ઍડવેન્ચર પ્લાન કરીને ફિલ્મ બનાવવામાં આવે, તો તે થઈ ‘પ્રિક્વલ’ કમ ‘સ્પિન ઑફ’ ફિલ્મ. પરંતુ આવી ફિલ્મો બનાવવા માટે મૂળ ફિલ્મની ઝીણામાં ઝીણી ડિટેઇલનું ધ્યાન રાખીને એક સ્વતંત્ર ફિલ્મ તૈયાર કરવી પડે, જેનું મૂળ ફિલ્મ સાથે સીધું અનુસંધાન જોડી શકાય. હૉલીવુડમાં ‘માર્વેલ’ અને ‘DC’ કોમિક્સનાં સિનેમેટિક યુનિવર્સની આવી અનેક સુપરહીરો ફિલ્મો આવતી રહે છે. આપણે ત્યાં સુરેન્દ્ર મોહન પાઠક, વેદ પ્રકાશ શર્મા અને આપણા તારક મહેતા જેવા લેખકોએ તથા ‘રાજ કોમિક્સ’એ ‘નાગરાજ’, ‘ડોગા’, ‘સુપર કમાન્ડો ધ્રુવ’ વગેરે પાત્રો સાથે પોતાનાં આગવાં યુનિવર્સ સરજ્યાં છે, પરંતુ તેના પરથી ફેઇથફુલ ફિલ્મ ફ્રેન્ચાઇઝ સર્જવાની હિંમત કોઇએ કરી નથી. ડિરેક્ટર નીરજ પાંડે તેમાં અપવાદ છે. એમણે બે વર્ષ પહેલાંની પોતાની સ્પાય થ્રિલર ફિલ્મ ‘બૅબી’ના એક પાત્રની બૅક સ્ટોરી સર્જીને હવે ‘નામ શબાના’ રૂપે ‘સ્પિન ઑફ’ ફિલ્મ બનાવી છે. નીરજ પાંડે પોતાનું લોંગ લાસ્ટિંગ ‘બૅબી યુનિવર્સ’ સર્જવામાં સફળ થશે તેવી આશા રાખવામાં કંઈ વધારે પડતું નથી જ.

ઘાયલ શેરની ઑન અ મિશન

‘બૅબી’માં આપણે જોયેલું કે એક મોટું ઑપરેશન પાર પાડવા નીકળેલી ભારતની ખૂફિયા સિક્રેટ ઍજન્સી ટીમ ‘બૅબી’ના ઍજન્ટ અજય સિંઘ રાજપુત (અક્ષય કુમાર)ને નેપાળમાં એક ત્રાસવાદીને પકડવામાં શબાના ખાન (તાપસી પન્નુ)ની મદદ મળે છે. જબરદસ્ત કિલર ઇન્સ્ટિંક્ટ ધરાવતી શબાના ખાન કેવી રીતે સિક્રેટ સર્વિસમાં આવી? તેની સ્ટોરી એટલે ‘નામ શબાના’ ફિલ્મ. કૉમર્સ કોલેજના બીજા વર્ષમાં ભણતી શબાના મુંબઈમાં પોતાની વિધવા માતા સાથે રહે છે. સતત સિરિયસ રહેતી શબાના નીડર છે, ‘કુડો’ માર્શલ આર્ટની પણ ચૅમ્પિયન છે, જબરદસ્ત ફાઇટિંગ સ્પિરિટ ધરાવે છે અને પોતાની સાથે થતો સહેજ પણ અન્યાય સાંખી શકતી નથી. ભૂતકાળનું એક કરુણ ચૅપ્ટર અને વર્તમાનમાં બનતી વધુ એક કરુણ ઘટના એને અન્ડરગ્રાઉન્ડ રહીને દેશ માટે કામ કરતી ખૂફિયા ઍજન્સીના અધિકારી રણવીર સિંહ (મનોજ બાજપાઈ)ની સામે લાવીને મૂકી દે છે. એક પર્સનલ ઑપરેશન પાર પાડ્યા પછી હવે શબાના દેશ માટે કંઇક કરી છૂટવા માટે તૈયાર છે અને એની મદદ માટે હાજર છે ભવિષ્યમાં બનનારી ‘બૅબી’ ટીમના બે જાંબાઝ અધિકારી અજય અને ઓમ પ્રકાશ શુક્લા (અનુપમ ખેર). હવે એમના રડાર પર છે મલેશિયામાં ફરતો ખૂંખાર વુમન ટ્રાફિકર ટોની (પૃથ્વીરાજ).

યુનિવર્સમાં બાકોરાં

સૌપ્રથમ તો નામ અને ગ્લોરીની અપેક્ષા રાખ્યા વિના ‘મોસાદ’ ટાઇપની એક ખૂફિયા સિક્યોરિટી ઍજન્સી અન્ડરગ્રાઉન્ડ રહીને દેશની સલામતી માટે ખતરનાક મિશન પાર પાડતી હોય તે કલ્પના જ રોમાંચક છે. નીરજ પાંડેએ સર્જેલી ‘બૅબી’નાં પાત્રોની એ દુનિયામાં ‘જેમ્સ બોન્ડ’, ‘બોર્ન સિરીઝ’ કે ‘મિશન ઇમ્પોસિબલ’ જેવી મુવી ફ્રેન્ચાઇઝ બનવાનો તમામ મસાલો પડ્યો છે.

આમેય ક્રાઇમ થ્રિલર કથાઓ લખવામાં નીરજ પાંડેની માસ્ટરી છે. ‘અ વેન્સડે’, ‘સ્પેશ્યલ 26’ અને ‘બૅબી’ લખવા ઉપરાંતghalibdanger એમણે એક ક્રાઇમ નોવેલ ‘ગાલિબ ડૅન્જર’ પણ લખી છે. ‘નામ શબાના’માં નીરજ પાંડેએ માત્ર રાઇટિંગ ડિપાર્ટમેન્ટ સંભાળ્યો છે અને ડિરેક્શન ‘આહિસ્તા આહિસ્તા’ ફેમ શિવમ નાયરને સોંપ્યું છે. એક પ્રિક્વલ કે સ્પિન ઑફ ફિલ્મને છાજે તેવું તમામ ડિટેઇલિંગ પાંડેજીના રાઇટિંગમાં દેખાય છે. ‘બૅબી’ની સ્ટાઇલમાં જ આ ફિલ્મનાં ક્રેડિટ્સનાં તમામ નામ ડિસ્પ્લે થાય છે. બૅબીનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સંભળાય છે. તાપસીથી લઇને અક્ષય, અનુપમ ખેર, ડૅનીના લુક પણ એ જ રખાયા છે. સતત ‘મંત્રીજી બિઝી હૈ’નું રટણ કરતો એમનો સેક્રેટરી ‘મિસ્ટર ગુપ્તા’ (એક્ટર મુરલી શર્મા), ફોન કરીને અક્ષયની ભાળ પૂછતી એની પત્ની ‘અંજલિ’ (મધુરિમા તુલી) અને અક્ષય દ્વારા એને અપાતો સ્ટાન્ડર્ડ જવાબ ‘કૉન્ફરન્સ મેં હૂં’, તાપસીની અંબોડો વાળવાની સ્ટાઇલ, અક્ષય અને અનુપમનાં પાત્રો વચ્ચે સતત ચાલતી એક કૉલ્ડ વૉર વગેરે નાની નાની વિગતોનું ધ્યાન રખાયું છે. એક તબક્કે મનોજ બાજપાઈ પોતાના ઉપરી ડૅનીને પૂછે છે પણ ખરો કે, ‘સર, બૅબી ટાસ્ક ફૉર્સ કા ક્યા હુઆ?’ પ્રિક્વલ છે એટલે સ્ટોરી ઈ.સ. ૨૦૧૧માં બૅઝ્ડ છે અને એટલે જ ટેલિવિઝન પર પ્રધાનમંત્રી તરીકે ડૉ. મનમોહન સિંઘ પણ દેખાય છે (જોકે એક સીનમાં ‘CNN-ન્યુઝ 18’ ચૅનલ પણ દેખાય છે, જે છેક ૨૦૧૬માં અસ્તિત્વમાં આવી). આ બધાંને લીધે ‘નામ શબાના’ એક ફેઇથફુલ પ્રિક્વલ છે તેવું વાતાવરણ જામી જાય છે.

તાપસી પન્નુ દમદાર એક્ટર છે. એના એકદમ રિફ્લેક્ટિવ ચહેરા પર ક્યુટનેસ, ગુસ્સો, ફ્રસ્ટ્રેશન, નિઃસહાયતા, મક્કમતા અને કોરી સ્લૅટ જેવા તમામ હાવભાવ ‘એશિયન પેઇન્ટ્સ’ના શૅડકાર્ડની જેમ બરાબર જોઈ શકાય છે. એને ફાઇટ સીન કરતી જોઇને આપણને એના નખ તૂટવાનો ભય લાગતો નથી. તાપસીના મૅચ વિનિંગ પર્ફોર્મન્સ છતાં આ ફિલ્મમાં સંખ્યાબંધ પ્રોબ્લેમ્સ છે.

એક સ્પાય થ્રિલર ‘ફોર્મ્યુલા-1’ રેસિંગ કારની જેમ સતત ભાગતી રહેવી જોઇએ. ડૅન બ્રાઉન જેવા લેખકો તો આ માટે ચૅપ્ટરોની સાઇઝ પણ માંડ દોઢ-બે પાનાંની જ રાખે છે. પરંતુ એક તો આ ફિલ્મ પૂરી અઢી કલાક લાંબી છે. એમાંય આતંકવાદી હુમલાની જેમ દર થોડી વારે અતિશય કંગાળ ગીતો ટપકી પડે છે. શબાનાની બૅકસ્ટોરીમાં સ્માર્ટનેસના ચમકારા છે, પરંતુ તેની રફ્તાર ભયંકર સ્લો છે. ફર્સ્ટ હાફમાં શબાનાનો ભૂતકાળ અને સૅકન્ડ હાફમાં વિલનને પકડવાનું મિશન એમ બે ક્લિયર કટ ભાગ છે, જેને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. એટલે જ આપણે સવા-સવા કલાકની બે અલગ અલગ ફિલ્મો જોઇને બહાર નીકળ્યા હોઇએ તેવું ફીલ થાય છે. બંનેમાં પ્રોપર સ્ટ્રગલ અને ક્લાઇમેક્સ બધું જ છે. જો બૅકસ્ટોરીમાં થોડા સીન અને તમામ ગીતો કાપી નખાયાં હોત તો આ ફિલ્મ ક્યાંય વધુ ફાસ્ટ અને ટાઇટ બની હોત.

‘મૅકિંગ ઑફ અ સ્પાય’માં ટિપિકલ ટ્રેનિંગ શૉટ્સ નાખવાને બદલે કશુંક ઇનોવેશન કરાયું હોત તો, કોઈ સ્માર્ટ ટેક્નિક અપનાવાઈ હોત તો ફર્સ્ટ હાફ ઓર રસપ્રદ બન્યો હોત. અહીંયા વિલન બનેલો સાઉથનો હીરો પૃથ્વીરાજ મસ્ત એક્ટર છે. અગાઉ એ ‘ઐય્યા’ અને ‘ઔરંગઝેબ’માં પણ ડોકિયું કાઢી ગયેલો. પરંતુ અહીં એનો રોલ એવો ક્લિશૅ અને ફિલ્મી રીતે લખાયો છે કે તેમાં કશું જ એક્સાઇટિંગ નથી. આમ તો એ આખા દેશ માટે જોખમી છે, પણ એના ભયને એસ્ટાબ્લિશ કરતો એકેય સીન જ નથી. એટલે એનો કોઈ ખોફ ઊભો થતો નથી. વળી, એને પકડવાના આખા ઑપરેશનમાં ક્યાંય કશું સસ્પેન્સ અને ‘સેન્સ ઑફ અર્જન્સી’ જેવી થ્રિલ અનુભવાતી નથી. જોકે જેને પકડવા માટે વર્ષોનાં ખૂન-પસીના એક કર્યાં હોય તેવો ખૂંખાર વિલન સાવ ચંબુ જેવી મિસ્ટેકમાં ભાગી છૂટે તે વાત ગળે ઉતારવા માટે લોટો ભરીને પાણી પી જવું પડે. હા, તાપસીએ હૅન્ડ ટુ હૅન્ડ ફાઇટથી વિલનલોગનાં હાડકાં મસ્ત ખોખરાં કર્યાં છે (અક્ષયે પણ પોતાની જૂની ટેવ મુજબ ક્લાઇમૅક્સ હાઇજૅક કર્યો છે). ઑવરઑલ રેસ અગેઇન્સ્ટ ટાઇમની થ્રિલના અભાવે આખા ક્લાઇમેક્સની જ ખાસ ઇમ્પેક્ટ અનુભવાતી નથી. ફિલ્મ ફ્રેન્ચાઇઝ તરીકે હૉલીવુડ સ્ટાઇલમાં હવે આવનારી ફિલ્મની ઝલક આપતો એક પોસ્ટ ક્રેડિટ સીન પણ ઉમેરી શકાયો હોત. લેકિન અફસોસ.

નેક્સ્ટ ટાઇમ, શબાના

એક તબક્કે શબાના સ્પાય તરીકે પોતાની પસંદગીનું કારણ પૂછે છે ત્યારે મનોજ બાજપાઈ એને કહે છે, ‘વિમેન આર બોર્ન સ્પાય્ઝ… એમને ઝાઝું ગાઇડન્સ આપવાની જરૂર પડતી નથી.’ જો ખુદ નીરજ પાંડે એ વાતને વળગી રહ્યા હોત તો આપણને એક ફિમેલ સ્પાય કઈ રીતે પુરુષથી અલગ પડે છે અને કેવી રીતે એકલે હાથે આખું ઑપરેશન પાર પાડે છે તેની દિલધડક સ્ટોરી માણવા મળી હોત. તેમ છતાં ‘બૅબી’ સિરીઝની આ બીજી ફિલ્મ એક વખત જોવાનો મસાલો તો ધરાવે જ છે અને તેમાં આખી મુવી ફ્રેન્ચાઇઝ ઊભી કરવાનો દમ પણ છે જ. બશર્તે તેને નવી રીતે લખવામાં આવે અને ખુદ પાંડેજી ડિરેક્શનની લગામ પોતાના હાથમાં રાખે.

P.S. ‘બેબી’નો રિવ્યુ વાંચો અહીં.

(Reviewed for Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

Take Off (Malayalam Movie)

 • maxresdefaultઈ.સ. ૧૯૯૦માં સદ્દામ હુસૈનના ઇરાકે કુવૈત પર કરેલા હુમલામાં ભારત સરકારે માનવ ઇતિહાસનું સૌથી મોટું રેસ્ક્યુ ઑપરેશન પાર પાડેલું. તે પરથી ગયા વર્ષે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘એરલિફ્ટ’ આવેલી. ડિટ્ટો, એ જ રીતે ત્રણ વર્ષ પહેલાં ઇરાકમાં ઇરાકી સૈન્ય અને ISIS વચ્ચેના જંગમાં ભારતીય (મોસ્ટ્લી કેરળની) નર્સો ISISની ચુંગાલમાં ફસાઈ ગયેલી. અગેઇન ભારત સરકારે વાયા ડિપ્લોમેટિક ચૅનલ એક દિલધડક રેસ્ક્યુ ઑપરેશન આદરીને તે તમામ નર્સોને સહીસલામત ભારત લાવવામાં સફળતા મેળવેલી. તે ઘટનાક્રમ પર એક અફલાતૂન મલયાલમ રેસ્ક્યુ થ્રિલર ફિલ્મ ‘ટૅક ઑફ’ રિલીઝ થઈ છે.
 • મહેશ નારાયણ નામના ડૅબ્યુટન્ટ ડિરેક્ટરની આ ફિલ્મ આપણને એક સેન્ટ્રલ કેરેક્ટર સમીરા (સુપર્બ એક્ટર પાર્વતી)ની લાઇફમાં ડોકિયું કરાવે છે અને તેની આંગળી પકડીને જ આ થ્રિલિંગ ઘટનાક્રમમાં લઈ જાય છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ સંપૂર્ણપણે સમીરાનો છે. સમીરા કેરળની એક ડિવોર્સી મુસ્લિમ નર્સ છે. પોતાના પરિવારને આર્થિક મદદ કર્યા વિના ચાલે તેમ નથી, નહીંતર એમનું ઘર હાથમાંથી જતું રહે તેવી સ્થિતિ છે. હજુ એક નાની બહેન પણ પરણાવવાની બાકી છે. પહેલાં લગ્નથી એને સાતેક વર્ષનો એક દીકરો પણ છે. પ્રમાણમાં રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતા એના પહેલા પતિને જરાય પસંદ નહીં કે એની બેગમ બહાર જઇને નોકરી કરે. એને બદલે એ માથે બુરખો પહેરીને ઘરકામ કરે એ જ એનો આગ્રહ. સમીરાની સ્ટોરીનો પાસ્ટ અને પ્રેઝન્ટ પેરેલલ ચાલ્યા કરે. સમીરાનું પાત્ર એક્ઝેક્ટ્લી મણિ રત્નમનાં પાત્રો જેવું સ્ટ્રોંગ અને અપરાઇટ છે. જેમ કે, ધોધમાર વરસાદમાં પોતાના ઘરના નળિયામાંથી પાણી ટપકતું હોય તો કોઇને મદદ માટે બોલાવવાને બદલે એ જાતે જ ટેબલ પર ખુરશી રાખીને ચડે અને રિપેર કરે.
 • મજાની વાત એ છે કે સમીરાની બૅકસ્ટોરી કહેવા માટે મૂળ વાર્તા ક્યાંય સાઇડમાં ધકેલાતી નથી અને ખોટાં ગીતો હેરાન કરતાં નથી. પહેલા જ સીનમાં સમીરા પોતાની સાથી નર્સોની સાથે ઇરાક જવા માટેની પ્રોસેસની લાઇનમાં ઊભેલી દેખાય છે. અમુક ટેન્સ મોમેન્ટ્સ પછી એને આ મંજૂરી મળી પણ જાય છે. ત્યાં આપણને ખબર પડે છે કે એની જ બૅચમાં રહેલા શહીદ (એક્ટર કુંચાકો બોબન)ને સમીરા ગમે છે (પરંતુ લગ્ન વિચ્છેદની પીડામાંથી પસાર થયેલી સમીરાનું ફોકસ ક્લિયર છે, કોઇપણ ભોગે ઇરાક જવું અને પરિવારને નક્કર વર્તમાન તથા પોતાના દીકરાને એક સલામત ભવિષ્ય આપવું). શહીદ અને સમીરાની મેરેજ પ્રપોઝલનો ક્વિક સીન મણિ રત્નમની આર. માધવન સ્ટારર ‘કન્નથિલ મથમ્મિતાલ’ની યાદ અપાવી દે છે, બસ અહીં જૅન્ડર રિવર્સલ છે અને બૅકગ્રાઉન્ડમાં હૉસ્પિટલ છે. સમીરાનું ફોકસ એ હદે બ્રુટલી ક્લિયર છે કે લગ્ન પછી એને જ્યારે ખબર પડે છે કે પોતે પ્રેગ્નન્ટ છે, ત્યારે એ જાતે પિલ્સ લઇને તેને ટાળવાની પણ કોશિશ કરે છે.
 • સજોડે ઇરાક પહોંચ્યા પછી પાછળથી ત્યાં એનો દીકરો પણ જોડાય છે. ઇન ફેક્ટ, સમીરાનો ભૂતપૂર્વ પતિ જ એને ત્યાં મૂકવા આવે છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે છૂટાછેડા લીધા હોવા છતાં સમીરાનો એ ભૂતપૂર્વ પતિ અબ્યુઝિવ નથી (જેવું આપણને ‘નીરજા’માં બતાવવામાં આવેલું). સમીરાના બીજા-સમજુ પતિનું પાત્ર પણ એવી સરસ રીતે લખાયેલું છે કે આપણને એના પ્રત્યે સહાનુભૂતિ તો નહીં, પણ પ્રેમ જરૂર ઊપજે. બસ, સમીરા અને પહેલા પતિના વિચારો મેળ નહોતા ખાતા. મણિ રત્નમ સ્ટાઇલમાં જ અહીં સ્ટોરીનાં અન્ય લૅયર પણ ઉમેરવામાં આવ્યાં છે. જેમ કે, સમીરાનો નાનકડો દીકરો હજી પોતાની માતાને પરપુરુષ સાથે (પોતાના સાવકા પિતાને) સ્વીકારી શકતો નથી. એક તરફ પૂરા દિવસોની પ્રેગ્નન્ટ સમીરા, બીજી તરફ એના દીકરાની બાળહઠ અને એ જ વખતે ISISના હુમલાને લીધે પેદા થઈ જતું ખોફનાક ટેન્શન. જસ્ટ ઇમેજિન કરો, ગુસ્સે ભરાયેલો નાનકડો દીકરો હૉસ્પિટલમાંથી દોડીને બહાર ભાગી રહ્યો છે. પાછળ પ્રેગ્નન્ટ સમીરા-એનો પતિ દોડી રહ્યાં છે, અને બહાર આર્મીની હાજરીમાં બેફામ પથ્થરમારો થઈ રહ્યો છે.
 • સમીરાનો પતિ શહીદ અન્ય ભારતીય નર્સો સાથે તિકરિતથી મોસુલ જાય અને એ જ વખતે ન્યુઝ બ્રેક થાય કે મોસુલ પર તો ISISએ કબ્જો જમાવી લીધો છે. હવે? ‘રોજા’માં જેમ મધુ પોલીસ અધિકારીઓ પાસે ધક્કા ખાય છે એ જ રીતે અહીં સમીરા ભારતીય એમ્બેસીમાં જાય છે. ત્યાં એન્ટ્રી થાય છે બીજા એક દમદાર એક્ટર ફહદ ફાઝિલની (બાય ધ વે, આ પાર્વતી અને ફહદ બંને એક મસ્ત યુથફુલ મલયાલમ ફિલ્મ ‘બૅંગ્લોર ડેય્ઝ’માં સાથે હતાં). ભારતીય એલચી કચેરીમાં ઉચ્ચાયુક્ત મનોજ (ફહદ ફાઝિલ) દિલ્હીમાં ફોરેન મિનિસ્ટ્રીના બીજા એક ઉપરી અધિકારી (પ્રકાશ બેલાવાડી) સાથે મળીને તે નર્સોના રેક્સ્યુનું ઑપરેશન ડિઝાઇન કરે છે. (‘એરલિફ્ટ’માં ઇરિટેટિંગ અંકલના પાત્રમાં દેખાયેલા પ્રકાશ બેલાવાડી સાઉથ ઇન્ડિયન બ્યુરોક્રેટના રોલમાં ઓલમોસ્ટ ટાઇપકાસ્ટ થઈ ગયા છે.) પ્રોબ્લેમ એ છે કે પતિને શોધવા નીકળેલી સમીરા પણ હવે પોતાના દીકરા સાથે ISISના કબ્જામાં છે.
 • અહીંથી છેક સુધીની ફિલ્મ લિટરલી ઍજ ઑફ ધ સીટ થ્રિલર છે. દુબઈમાં શૂટ થઈ હોવા છતાં આ ફિલ્મની પ્રોડક્શન ડિઝાઇન એટલી ઑથેન્ટિક છે કે એક સૅકન્ડ માટે પણ ફિલ્મ જોતા હોઇએ એવું ફીલ થતું નથી. વળી, નકશા, ડિપ્લોમેટિક વાટાઘાટો, વચ્ચે વચ્ચે આવતાં રિયલ ફૂટેજ અને અન્ય લોજિસ્ટિક બાબતોના મિશ્રણથી આપણે કોઈ ડૉક્યુમેન્ટરી જોતા હોઇએ એવું જ લાગ્યા કરે. એટલે જ વાતાવરણમાં સતત એક ભય તોળાતો રહે. સિનેમેટોગ્રાફી, સ્પેશ્યલ ઇફેક્ટ્સ અને ટાઇમિંગ કેવાં જબરસ્ત છે તેનું એક જ ઉદાહરણ કાફી છે. ISISની કૅપ્ટિવિટીમાં રહેલી નર્સોને હજી તો માંડ થોડી શાંતિની પળો મળી હોય, ત્યાં એવો પ્રચંડ બ્લાસ્ટ થાય કે આપણે રીતસર ખુરશી પરથી ઊછળી પડીએ. આ હદનો રિયલિસ્ટિક બ્લાસ્ટ ભાગ્યે જ જોવા મળે છે. ‘વિકિપીડિયા’ કહે છે કે આ ફિલ્મના સિનેમેટોગ્રાફર સાનુ વર્ગીઝના બાયોડૅટામાં ‘વિશ્વરૂપમ’ પણ બોલે છે.
 • ફિલ્મની શરૂઆતમાં બીજા વિશ્વયુદ્ધથી લઇને મધર ટેરેસા સુધીની પરિચારિકાઓનાં સાચુકલાં ફૂટેજ આપણને બતાવવામાં આવે છે. ફિલ્મમાં પણ એક તબક્કે બોલાય છે કે ભારતમાં નર્સના વ્યવસાયને માનભેર જોવામાં નથી આવતો. એટલે જ એક કરુણાસભર સિગ્નેચર ટ્યુન આખી ફિલ્મમાં સતત ચાલ્યા કરે છે અને આપણને નર્સોના વ્યવસાયને માન આપવાનું યાદ કરાવતી રહે છે.
 • ISIS જેવા રાક્ષસોમાં પણ અમુક લોકો માનવતાવાદી હોઈ શકે, અથવા તો ધર્મ કેવી રીતે માણસને બચાવી શકે વગેરે બાબતો થોડી (એટલે કે ‘ઇત્તુ સી’) ફિલ્મી લાગે છે. છતાં એ વાત અન્ડરલાઇન કરીને નૉટ કરવા જેવી છે કે અહીં પાર્વતીના પાત્રને ‘નીરજા’ની જેમ લીડ કરતું બતાવાયું હોવા છતાં આખી ફિલ્મમાં કોઇપણ ઠેકાણે ખોટી હીરોગીરી બતાવાઈ નથી. ફિલ્મ મૅલોડ્રામેટિક પણ નથી બની. સ્ટાર્ટિંગમાં સખ્ખત લાંબી ‘થૅન્ક્સ’ની નામાવલિ ધરાવતી આ ફિલ્મમાં અવાજ સ્વરૂપે સુષમા સ્વરાજ અને તસવીર સ્વરૂપે નરેન્દ્ર મોદી પણ હાજરી પુરાવે છે. ‘એરલિફ્ટ’ની જેમ અહીં પણ છેલ્લે તિરંગો દેખાય છે, બૅકગ્રાઉન્ડમાં રાષ્ટ્રગીતની ટ્યુન સંભળાય છે અને છેલ્લે રિયલ નર્સોનાં ફૂટેજ પણ આવે છે. નૅચરલી, આ ફિલ્મ ‘સત્યઘટનાથી પ્રેરિત’ છે, એટલે તેમાં સમીરાના પાત્ર જેવી લિબર્ટીઝ ઉમેરવામાં આવી છે. પરંતુ તેનાથી આપણા દેશની જાંબાઝીમાં જરાય ઊણપ આવતી નથી.
 • ‘ટૅક ઑફ’નું સ્ટોરી ટેલિંગ એટલું જબરદસ્ત છે કે મેં સબટાઇટલ્સ વિના આ ફિલ્મ જોઈ હોવા છતાં મારી મજામાં જરાય ઓટ આવી નથી. જો સબટાઇટલ્સ વિના જોઈ શકો તો અત્યારે આ ફિલ્મ થિયેટરોમાં ચાલી રહી છે. નહીંતર થોડા દિવસોમાં DVD બહાર પડી જાય ત્યારે તો અચૂક જોવા જેવી છે. હું દિલથી એક્સપેક્ટ કરું કે આ ફિલ્મની હિન્દી રિમેક બને કોઈ સશક્ત અદાકારા તેમાં સમીરાનું પાત્ર ભજવે.

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

રોંગ સાઇડ રાજુ

wrong_side_raju_poster– શાહબુદ્દીનભાઈ રાઠોડ કહેતા હોય છે કે ‘પ્રિય અસત્ય અને અપ્રિય સત્ય ક્યારેય ન બોલવું.’ પરંતુ સિનેમા અને આપણી ઇન્સ્ટિંક્ટને વફાદાર રહીને રિવ્યૂ કરતા હોઇએ ત્યારે અપ્રિય તો અપ્રિય, પણ આપણને લાગે તે જ બોલ્યા સિવાય છૂટકો નહીં (પ્રિય અસત્ય એટલે કે મસ્કાબાજી તો ક્યારેય આવડી જ નથી અને ક્રેડિબિલિટીના ભોગે એ ધંધો પાલવે પણ નહીં). સો, આ રહ્યો ‘રોંગ સાઇડ રાજુ’ વિશેનો મારો ઓપિનિયન.

– (જો તમે પ્રીમિયરમાં ન ગયા હો તો) ફિલ્મ જોવા માટે તમારે એકદમ સમયસર પહોંચી જવું જોઇએ. ‘વિક્કો વજ્રદંતી’ અને ‘ઇસ શહર કો યે હુઆ ક્યા હૈ’ની ઍડ્સ શરૂ થાય તેની પણ પહેલાં. પરંતુ ધારો કે તમે WSRમાં બે-ત્રણ મિનિટ મોડા પહોંચશો તો પણ બ્લડપ્રેશર ન વધારશો. જ્યાં સુધીમાં ‘અમો આભારી છીએ’ની યાદીઓ પૂરી થશે ત્યાં સુધીમાં તમે તમારી સીટ સુધી પહોંચી જશો.

– ‘અર્બન ગુજરાતી’ ફિલ્મોમાં મૂત્રવિસર્જનનું દૃશ્ય હવે ‘ગુડલક શૉટ’ બનતું જાય છે. અહીં શરૂઆત જ ત્યાંથી થાય છે એટલે એને ‘શુકન’ ગણી લઇએ! ટ્રેલર પરથી એટલું તો ક્લિયર હતું કે ફિલ્મ ઍક્સિડન્ટથી શરૂ થશે, થોડી ફ્લૅશબેકમાં જશે અને યુ ટર્ન મારીને ફરી પાછી પ્રેઝન્ટમાં આવશે. તે ઉપરાંત અહીં પાસ્ટ-પ્રેઝન્ટ વચ્ચે ઝૂલતી રહે છે.

– WSRની સૌથી મોટી સ્ટ્રેન્ગ્થ છે પ્રતીક ગાંધી. મેં એમનું ‘હું ચંદ્રકાંત બક્ષી’ નથી જોયું, પરંતુ ‘બે યાર’ જોયું છે. પોતાની ચાર્મિંગ પર્સનાલિટી, એક્સપ્રેસિવ આંખો, ડાયલોગ ડિલિવરી પર સુપર્બ કમાન્ડ, જબરદસ્ત કોમિક ટાઇમિંગથી એ આખી ફિલ્મને લિટરલી પોતાના ખભા પર ઊંચકી લે છે. પ્રતીક ગાંધી વધુ સારા, વધુ દમદાર અને મોટી રૅન્જવાળા રોલ મેળવવાને હકદાર છે. પરંતુ જે રીતે ઇન્ટરવલ પછી એ લાંબા સમય સુધી ગાયબ રહે છે, આઈ રિયલી હૅટેડ ઇટ. અને એમનું કેરેક્ટર કાઠિયાવાડી-અમદાવાદી મિક્સ શા માટે બોલે છે એ સમજાયું નહીં.

– ફિલ્મનું બીજું સ્ટ્રોંગ પાસું છે સચિન-જિગરનું મ્યુઝિક. આમ તો ફિલ્મને આઉટ એન્ડ આઉટ થ્રિલર રાખી હોત અને એમાં ‘દેશી બાબુ ઇંગ્લિશ મૅમ’નો લવ ટ્રેક ન નાખ્યો હોત તો પણ ફિલ્મને કશો ફરક પડત કે કેમ એ વિશે મને શંકા છે. જો એવું હોત તો ગીતોની પણ જરૂર ન પડી હોત. છતાં રાજુ-શૈલીની લવસ્ટોરી ક્યુટ છે અને તેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફ્રેન્ચ કોમેડી ફિલ્મ ‘એમિલી’ની સિગ્નેચર ટ્યૂનની યાદ અપાવે છે. એની વે, આ ફિલ્મમાં મને ગમેલાં બે ગીતો અરિજિતનું ‘સતરંગી રે’ અને વિશાલ દદલાણીનું ‘ઝિંદાબાદ રે’. ઘરથી ઑફિસ વચ્ચેના ટ્રાફિકમાં ફસાયા હોઇએ તો સાંભળવું ગમે તેવું સરસ આલ્બમ.

– પરંતુ એક થ્રિલર ફિલ્મ તરીકે WSR ભયંકર સ્લો છે. ક્યાંય કોઈ ઠેકાણે એ ઉત્તેજના, રેસ અગેન્સ્ટ ટાઇમ પ્રકારની ઉતાવળ ફીલ થતી જ નથી. નિરાંતે ઍક્સિડન્ટ થાય, પોલીસ નિરાંતે તપાસ ચલાવે, ઍવિડન્સ તરીકે પકડાયેલા દારૂમાંથી ચાંગળું ચાંગળું આચમન લે (કપ-રકાબીમાં દારૂ પીવાનો એ આઇડિયા જબરદસ્ત હતો બાય ધ વે), રાજુ સાથે તોડપાણી કરે, કારણ વગર સેલ્ફીનાં ગુજરાતી ટ્રાન્સલેશનોની ચર્ચા કરે, પરંતુ ભાગ્યે જ લેગવર્ક કરે. આ કૅસ બહુ હાઇપ્રોફાઇલ બની ગયો છે તેની જાણ આપણને મીડિયાના-નેતાઓના ક્લિશે શૉટ્સ પરથી જ થાય. રાજુ-શૈલીની લવસ્ટોરી પણ સારો એવો ટાઇમ ખાઈ જાય છે, જે ફર્સ્ટ હાફને ઓર ધીમો પાડે છે. જો ફિલ્મમાં અમિતાભ શાહ (સુપર્બ આસિફ બસરા) એવો હૉટશૉટ પહોંચેલો વકીલ-ઉદ્યોગપતિ હોય તો એનું પોતાનું કોઈ નેટવર્ક-કનેક્શન્સ ન હોય? એ શા માટે પ્રેશરને આટલી સહેલાઈથી વશ થઈ જાય? એ શા માટે દીકરાને શોધવાની ક્વાયત ન કરે? યે બાત કુછ હઝમ નહીં હુઈ.

– ટ્રેલર રિલીઝ વખતે જ મેં લખેલું કે આ ફિલ્મ પાસેથી મને (અનુરાગ કશ્યપે જ પ્રોડ્યુસ કરેલી, બિજોય નામ્બિઆરની) ‘શૈતાન’ અને ‘જોલી LLB’થી આગળ જઇને કશુંક પીરસે તેવી અપેક્ષા છે. અલબત્ત, મને સૌથી વધુ ગમતા વાર્તાપ્રકાર એવો ટ્વિસ્ટ ઍન્ડિંગ આ ફિલ્મનો USP છે, પરંતુ એ પહેલાંનો કૉર્ટરૂમ ડ્રામા ‘જોલી LLB’ની નજીક પણ પહોંચી શક્યો નથી. ડિરેક્ટરના કહેવા પ્રમાણે અગાઉ સારું એવું રિસર્ચ થયું હોય, સ્ટાર્ટિંગની સ્લાઇડ્સમાં ગુજરાતના જાણીતા વકીલોનાં નામ પણ હોય, ત્યારે આ પરિસ્થિતિ વધુ ફ્રસ્ટ્રેટિંગ છે. જોલી LLBમાં અર્શદ-બમન-સૌરભ શુક્લા ત્રણેય સુપર્બ ઑરેટર-ઍક્ટર હતા. અહીં સિદ્ધાર્થ રાંદેરિયાનો કેમિયો પ્લેઝન્ટ સરપ્રાઇઝ છે, પરંતુ ખબર નહીં કેમ એ અત્યંત થાકેલા અને ઍનર્જીહીન લાગે છે. તેઓ, હેતલ પુણીવાલા અને જજ મળીને પણ આખી કૉર્ટરૂમ સિક્વન્સ ઊંચકી શક્યા નથી. તેમાં કોઈ ધારદાર દલીલો, પંચલાઇન્સ પણ કશું જ નથી. ઊલટું, હિન્દી ફિલ્મોનાં બિનજરૂરી એક્ઝામ્પલ્સ અને ‘મારા કાબિલ દોસ્ત’ જેવી અત્યંત ક્લિશૅ ટ્રાન્સલેટેડ લાઇન્સ છે. બીજું, અહીં એકાએક ટપકી પડેલી એક ગરીબને ન્યાય અપાવવાની અને કૉર્ટ બંધ કરી દેવાની અપીલ કમ્પ્લિટલી આઉટ ઑફ ધ પ્લેસ લાગે છે.

– વધુ પડતા કલાકારોની વચ્ચે સતત જમ્પ થયા કરતી ફિલ્મ ઑવરક્રાઉડેડ લાગે છે. હીરો, હીરોના મિત્ર, પોલીસ, વિલન બધાના અલાયદા સાઇડકિક છે. ઇવન પ્રોડક્ટ પ્લેસમેન્ટ પણ ઑવરક્રાઉડેડ છે. મતલબ કે તમને ખબર પડે કે ભઈ, તમારે કયું ગંજી પહેરવું, ક્યાંથી કૅક ખરીદવી, કયું ખાવાનું તેલ વાપરવું, કઈ હૅરિટેજ હૉટેલમાં ઊતરવું, સ્ક્રીન પર બેઠાં બેઠાં ઑર્કેસ્ટ્રા કન્ડક્ટરની જેમ વધુ પડતાં હાથ હલાવતી ઍન્કરવાળી કઈ ન્યુઝ ચૅનલ જોવી…

– ઘેઘૂર અવાજના માલિક જયેશ મોરેની ઍક્ટિંગ મને ‘૧૦૨ નોટઆઉટ’ અને ‘પોલમપોલ’માં ગમી હતી. આલોક ગાગડેકરના પણ નાના-મોટા રોલ જોયા છે. પરંતુ અહીં એ બંનેની ‘અગ્લી’ સ્ટાઇલની વિકિડ હ્યુમર તદ્દન ફ્લૅટ જાય છે. પછી એ ‘પોત્યું’વાળો સીન હોય કે બીજાં દૃશ્યો.

– હૅન્ડહેલ્ડ કેમેરાની ફીલ આપતું જર્કી કેમેરાવર્ક અમુક દૃશ્યોમાં બરાબર છે, પરંતુ પોલીસ સ્ટેશન, ઑફિસ વગેરેની અંદર કે ખાસ કરીને કૉર્ટરૂમની અંદર ભયંકર ઇરિટેટ કરે છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક મને પ્રોમો વખતે પણ લાઉડ લાગેલું અને લગભગ આખી ફિલ્મમાં તે અત્યંત લાઉડ છે.

– ફિલ્મમાં ટેન્શન ધીમે ધીમે બિલ્ડ થાય, ફિલ્મ દોડતી ભાગતી રહે, ક્લાઇમૅક્સ આવતાં સુધીમાં થ્રિલ-ટેન્શન ચરમસીમાએ પહોંચે અને છેલ્લે ‘દૃશ્યમ’ની જેમ જબરદસ્ત ટ્વિસ્ટ સાથે ફિલ્મ પૂરી થાય અને આપણે લિટરલી સ્પેલબાઉન્ડ થઇને બહાર નીકળીએ એવું અહીં બન્યું નથી. ફિલ્મ (લગભગ વનસાઇડેડ) લવસ્ટોરી અને થ્રિલરની વચ્ચે શટલકોક થતી રહે છે, અહીંથી તહીં અફળાઇને કોઈ જ ઉત્તેજના વગર પૂરી જાહેર કરી દેવાય છે. એ પછીયે કેટલાય પ્રશ્નો વણઊકલ્યા રહે છે અને લોજિક દિમાગની બાઉન્ડરીની બહાર જ રહે છે.

– ઑવરઑલ, ફૂવડ કોમેડીઓના એકધારા મારા વચ્ચે ઝોનરા ચૅન્જ તરીકે ‘રોંગ સાઇડ રાજુ’ રિફ્રેશિંગ છે. નેશનલ લેવલનાં પ્રોડક્શન હાઉસ આપણી ફિલ્મોને સપોર્ટ કરે, આપણી ફિલ્મો નેશનલ લેવલે ચર્ચાતી થાય તે ગમે. પરંતુ એક ફિલ્મ તરીકે ‘WSR’માં હું મહદંશે નિરાશ થયો. મારા મતે આ સ્ટ્રિક્ટ્લી એવરેજ ફિલ્મને ** (બે સ્ટાર) આપી શકાય.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

The Nice Guys

nice_guys_ver2– મકું આવું હારું મુવી જોઇને બેઠા હોઇએ ને આંગળી ચીંધ્યાનું ‘પૂઇન’ ન લઇએ તો ગબ્બરનો આત્મા આવીને ‘ધિક્કાર હૈ’ બોલતો આજુ બાજુ રાહડા લ્યે!

– ક્રાઇમ થ્રિલર કહો, કોમિક થ્રિલર કહો, સસ્પેન્સ થ્રિલર કહો, બડ્ડી મુવી કહો કે પછી નિઓ નુઆર કહો, જે કહો તે પણ આ ફિલ્મમાં એ બધાય મસાલા છે.

– જોવા ગયો ત્યારે મને આ હદનો જલસો પડશે એવી અપેક્ષા નહોતી. જેનાં વળતાં પાણી ચાલે છે, પણ જેને છાંટોપાણી વગર નથી ચાલતું એવો એક પ્રાઇવેટ ડિટેક્ટિવ અને આપણા મુન્નાભાઈ જેવો એક એન્ફોર્સર, બોલે તો ગુંડા, જો કામ સિર્ફ પૈસો કે લિયે કરતા હૈ. સામસામેના છેડેથી એક જ કૅસ સોલ્વ કરતાં કરતાં સાથે કામ કરવા માંડે અને પછી વન બાય વન ક્લ્યુ મેળવતાં મેળવતાં આખી મિસ્ટરી સોલ્વ કરે. આ વાંચવામાં જેટલું બોરિંગ લાગે છે એનાથી એકદમ અપોઝિટ આ ફિલ્મ સુપર હિલેરિયસ છે.

– ‘પિંક પેન્થર’ કે ‘એરપ્લેન’ જેવી ફિલ્મોની જેમ જ ભાગ્યે જ અહીં કોઈ સીન છે જ્યાં બૅકગ્રાઉન્ડમાં કોમેડી ન ચાલતી હોય. ઇવન ફિલ્મનાં પાત્રોને ખબર ન હોય, અને માત્ર આપણને-ઓડિયન્સને જ ખબર હોય એવી વિઝ્યુઅલ હ્યુમર પણ પાર વિનાની છે. એ કોમેડીયે ક્યાંક સ્લૅપસ્ટિક હોય, તો ક્યાંક એકદમ ક્રુર (કોઇકને ભડાકે દેવાની, હાડકાં તોડવાની) હોય, પણ સતત અનઅપોલોજેટિકલી આ ફિલ્મ પેટમાં દુખાડી દે એટલું હસાવતી આગળ વધતી રહે છે. સ્લેપસ્ટિક હોય તોય ક્યાંય ફિલ્મ બાલિશ ન બને, કે ઇવન આપણને હસાવવા માટે ધમપછાડા કરતાં હોય એવુંય જરાય નહીં.

– એનો ઓનસ્ક્રીન પૂરેપૂરો શ્રેય ફિલ્મની લીડ પેર મહા ડૅશિંગ રાયન ગોસ્લિંગ અને સુપર હેન્ડસમ રસેલ ક્રોવને જાય છે. એ

the-nice-guys-angourie-rice
અંગુરી રાઇસ

બંનેની કેમેસ્ટ્રી જાણે હાઇડ્રોજન અને ઑક્સિજન. પર્ફેક્ટ વૉટરી કોમ્બિનેશન. (ખબર નહીં કેમ, પણ મને જાડિયા થયેલા રસેલ ક્રોવમાં મલયાલમ એક્ટર મોહનલાલ જ યાદ આવતા હતા.) અનએક્સપેક્ટેડ સરપ્રાઇઝ તરીકે ફિલ્મમાં ગોસ્લિંગની દીકરી બનતી સુપર ક્યુટ ટીનએજર અંગુરી રાઇસ (હા, અંગુરી રાઇસ!) પણ ફેન્ટાસ્ટિકલી કોન્ફિડન્ટ છે. અ રિયલ ટ્રીટ!

– આખી ફિલ્મ 1977ના લોસ એન્જલસમાં છે એટલે એ વખતની ટાઇમ ટ્રાવેલ પણ ખરી. ઉપરથી ચિત્રવિચિત્ર પાર્ટીઓ, વિચિત્ર કેરેક્ટર્સ, અન્ડરવર્લ્ડ, કોન્સ્પિરસી… કહ્યું ને બધા જ મસાલા આમાં છે. સેન્સર કૃપાથી અમુક ‘જોવા જેવા’ સીન પણ કપાઈ ગયા છે (શીશ… ક્યાંકથી અનસેન્સર્ડ વર્ઝન મેળવી લો! કિસ્સી કો પતા નહીં ચલેગા!).

– ધ હોલ થિંગ ઇઝ ધેટ કે ભૈયા, એકદમ બડે લોગ કા માફિક પલ્પ ફિક્શન ટાઇપની એન્ટરટેનિંગ ફિલ્મ જોવી હોય, તો ‘ધ નાઇસ ગાય્ઝ’ બિલકુલ મતલબ બિલકુલ ચૂકવા જેવી નથી.

– ઐસા લગ રિયા હૈ કિ આની સિક્વલ આવશે ને કદાચ સિરીઝેય થશે. લગ ગઈ પોપટ, તને લાખ રૂપયે કી લોટરી લગ ગઈ!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.