દૂરદર્શન @ 60: રામાયણના હપ્તા જ્યારે પ્રસારિત થયા પહેલાં જ પાછા મોકલવામાં આવેલા

દૂરદર્શનને 60 વર્ષ પૂરાં થવાં નિમિત્તે DDના જ ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ રહી ચૂકેલા ભાસ્કર ઘોષના સંસ્મરણાત્મક પુસ્તક ‘દૂરદર્શન ડેય્ઝ’માંથી ચૂંટેલા રસપ્રદ પ્રસંગોનું આચમન આપણે કરી રહ્યા હતા. ભાસ્કર ઘોષ ઈ.સ. 1986-88ના સમયગાળામાં DDના DG હતા. દૂરદર્શનનો પર્યાય બની ગયેલી ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવી આઈકોનિક સિરિયલો પણ ભાસ્કર ઘોષના કાર્યકાળમાં જ આવેલી. ઘોષ લખે છેઃ  સોશિયલ … Continue reading દૂરદર્શન @ 60: રામાયણના હપ્તા જ્યારે પ્રસારિત થયા પહેલાં જ પાછા મોકલવામાં આવેલા

દૂરદર્શન @ 60

ડીડીના DGને જ્યારે ખુદ કેન્દ્રિય મંત્રીએ સિરિયલ લંબાવવાનું દબાણ કર્યું આજથી ત્રણ દિવસ પહેલાં યાને કે 15 સપ્ટેમ્બરે ‘દૂરદર્શન’ને 60 વર્ષ પૂરાં થયાં. જો આ વાક્ય વાંચીને તમારા શરીરના એકેય અંગમાં જરા સરખી પણ ઝણઝણાટી ન થઈ હોય કે ‘સો વ્હોટ?’ જેવો સવાલ થઈ આવ્યો હોય તો સમજો કે દૂરદર્શનના સુવર્ણ કાળ સાથે તમારે ક્યારેય … Continue reading દૂરદર્શન @ 60

Oxford Book Store, Darjeeling

દાર્જીલિંગનાં ‘સાઇટ સીઇંગ’ના ફિક્સ્ડ પોઇન્ટ્સ, હેરિટેજ ‘ટોય ટ્રેન’ અને શોપિંગમાંથી ટાઇમ કાઢીને મૉલ રોડ કહેતા નેહરુ રોડ પર ટહેલવા નીકળો એટલે રોડના સામેના છેડે એક જબરદસ્ત ચોક આવે. ત્યાં એને ‘ચૌરસ્તા’ નામ અપાયું છે. ચીનના ‘ટિયાનનમેન સ્ક્વેર’ કરતાં સહેજ જ નાનો હશે! એયને મોટો ચોક, ચોકના એક છેડે વિશાળ એમ્ફિ થિયેટર, તેને અડીને અમદાવાદના કોઈ … Continue reading Oxford Book Store, Darjeeling

બસ ને મહેતા સાહેબ, આવી કિટ્ટા કરી દેવાની?

‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના સર્જક તારક મહેતાને શ્રદ્ધાંજલિ *** ઇન્ટ્રોવર્ટ બાળકોનું એક લક્ષણ હોય, એમને સાચુકલા મિત્રો ઓછા ને કાલ્પનિક મિત્રો વધારે હોય. મારુંય એવું જ હતું. પણ મારે કાલ્પનિક મિત્રો બનાવવા માટે કલ્પના કરવાની જરૂર નહોતી. કેમકે મારા માટે તારકભાઈએ કલ્પના કરીને આખેઆખી સૃષ્ટિ ખડી કરી દીધેલી. એ જ મારાં મિત્રો અને એ જ મારું … Continue reading બસ ને મહેતા સાહેબ, આવી કિટ્ટા કરી દેવાની?

Ved Prakash Sharma: Obituary

મને યાદ છે, 1993નું વર્ષ હતું. પાંચમા ધોરણથી અમને સ્કૂલમાં હિન્દી ભણાવવાની જસ્ટ શરૂઆત થઈ હતી. મને રોમાંચ થતો કે આ તો એ જ ભાષા છે જે ટીવીમાં ને પિક્ચરોમાં બોલે છે. એ જ વખતે જૂનાગઢમાં મારા કાકા ક્યાંકથી થેલો ભરીને ચોપડીઓ લઈ આવેલા. થેલો એટલે લિટરલી વિદેશ જવા માટે લોકો જેવડી સૂટકેસો લાવે છે … Continue reading Ved Prakash Sharma: Obituary

Inferno

‘ધ બિગ બૅંગ થિયરી’ના એક ઍપિસોડમાં ગીક ઍમી શૅલ્ડન કૂપર સામે એક બોમ્બ ફોડે છે, જેની અસરથી બાકીની નર્ડમંડળી ઘાયલ થઈ જાય છે. બોમ્બ એવો કે, ‘ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ રેઇડર્સ ઑફ ધ લૉસ્ટ આર્કમાં ઇન્ડિયાના જોન્સનો કોઈ ફાળો હતો જ નહીં. જો એ ન હોત તોય નાઝીઓ આર્ક શોધી જ લેવાના હતા.’ રૉન હૉવાર્ડની … Continue reading Inferno

The Sialkot Saga

- અશ્વિન સાંઘીની આ લેટેસ્ટ બુક ‘ધ સિયાલકોટ સાગા’ વાંચતાં હું જેટલો ફ્રસ્ટ્રેટ થયો છું, એટલો અગાઉ ક્યારેય કોઈ બુકમાં નથી થયો. ખરેખર! જો આગળ-પાછળનાં પેજીસ બાદ કરી નાખો, તો પૂરાં ૫૮૨ પાનાંની આ દળદાર નવલકથામાંથી પસાર થતી વખતે મારી હાલત રીતસર ‘ન નિગલી જાયે ન ઉગલી જાયે’ પ્રકારની જ હતી (કે પૂરી થતી નથી, … Continue reading The Sialkot Saga