Badla

વ્હોટ ઈઝ ધેર ઈન અ નેમ? સ્પોઈલર્સ! રેટિંગઃ *** (ત્રણ સ્ટાર) 12 ફેબ્રુઆરીએ સુજોય ઘોષની ‘બદલા’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું તેના થોડા કલાકોમાં જ અમારા એક મિત્રે માત્ર ટ્રેલર પરથી ફિલ્મના સસ્પેન્સનું એક્ઝેક્ટ અનુમાન લગાવેલું. ના, એમણે ‘બદલા’ જેના પરથી બની છે તે સ્પેનિશ મિસ્ટ્રી મુવી ‘કોન્ટ્રાટિએમ્પો’ (ધ ઈન્વિઝિબલ ગેસ્ટ) નહોતી જોઈ (કોન્ટ્રાટિએમ્પો એટલે . … Continue reading Badla

અલવિદા મૃણાલ સેનઃ મુવીઝ, માટી, માનુષના મેગા મુવીસર્જકની વિદાય

ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘રોકસ્ટાર’ને કારણે જાણીતો થયેલો 13મી સદીના શાયર રુમીનો એક ક્વોટ છેઃ ‘યહાં સે બહોત દૂર, ગલત ઔર સહી કે પાર એક મૈદાન હૈ, મૈં વહાં મિલુંગા તુઝે.’ આ ક્વોટને સિનેમા માટે લાગુ પાડીએ તો કંઈક આવું કહી શકાયઃ ‘યહાં સે બહોત દૂર, હિટ-ફ્લોપ 100 કરોડ ક્લબ કે પાર એક મૈદાન હૈ, મૈં … Continue reading અલવિદા મૃણાલ સેનઃ મુવીઝ, માટી, માનુષના મેગા મુવીસર્જકની વિદાય

ઠગ્સ ઑફ હિન્દોસ્તાન

રેટિંગઃ * (એક સ્ટાર) ભાઈ શ્રી આદિત્ય ‘અદૃશ્ય’ ચોપરા, અમે તમારી ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’ (TOH) પહેલે જ દિવસે જોઈ નાખેલી. પરંતુ જોયા પછી અમારા જ્ઞાનતંતુઓ બહેર મારી ગયેલા, તે છેક હવે કામ કરતા થયા છે. એટલે પહેલું કામ તમને આ ખુલ્લો પત્ર લખવાનું કરી રહ્યા છીએ. અમને ખબર છે જે રીતે તમે ક્યાંય દેખાતા … Continue reading ઠગ્સ ઑફ હિન્દોસ્તાન

102 નોટ આઉટ

બુઢ્ઢા હોગા તેરા બાપ! રેટિંગઃ **½ (અઢી સ્ટાર)   એક બાપ ઊઠીને દીકરાને વૃદ્ધાશ્રમમાં મોકલે તો? નાટ્યકાર સૌમ્ય જોશીએ ક્યારેય ખૂલીને ફોડ પાડ્યો નથી, પણ બની શકે કે એમનું સુપરહિટ નાટક ‘102 નોટ આઉટ’ એમને આ એક સિંગલ લાઈન થોટમાંથી સૂઝ્યું હોઈ શકે. જે હોય તે, પણ આપણી ભાષાની કોઈ કૃતિ પરથી મલ્ટિસ્ટારર ફિલ્મ બને … Continue reading 102 નોટ આઉટ

સરકાર-3

ઇડિયટ્સ-૩ *** જૂની ગુડવિલ, ગળે ન ઊતરે તેવો પ્લોટ, પૂરતું ન દેખાય તેવા કેમેરા ઍન્ગલ્સ અને બહેરા કરી મૂકે તેવું બૅકગ્રાઉન્ડ મ્યુઝિકનો સરવાળો એટલે રામ ગોપાલ વર્માની આ નવી ફિલ્મ. *** http://images.indianexpress.com/2017/02/sarkar-3-759.jpg વિવિધ અવાજોને તીવ્રતાના ચડતા ક્રમમાં કંઇક આમ ગોઠવી શકાયઃ મચ્છરનો ગણગણાટ, પક્ષીઓનો કલબલાટ, માણસનો અવાજ, ટેલિવિઝનનો સાઉન્ડ, પાટા પર દોડતી ટ્રેન, જસ્ટિન બીબરના … Continue reading સરકાર-3

તમ્મા તમ્મા, જુમ્મા ચુમ્મા, હમ્મા હમ્મા… ખમ્મા ખમ્મા!

હની સિંઘ, બાદશાહ આણિ મંડળીએ અન્નુ મલિક-કોપીતમદાના કસમ ખાધા લાગે છે કે અમ ૯૦ના દાયકામાં ઊછરેલાઓની ગોલ્ડન યાદો પર રેસ્ટોરાંનું ગંદું વાસ મારતું પોતું ફેરવીને જ રહેશે. ‘ધીરે ધીરે’ અને ‘હમ્મા હમ્મા’નું બમ્બુ ફિટ કર્યા પછી હવે ‘તમ્મા તમ્મા’નાં નામનાં તમ્મર ચડાવ્યાં છે. એક તો મને એ સમજાતું નથી કે નાઇન્ટીઝનો જમાનો એવો તે કેવો … Continue reading તમ્મા તમ્મા, જુમ્મા ચુમ્મા, હમ્મા હમ્મા… ખમ્મા ખમ્મા!

પિંક

સ્ત્રી વિરુદ્ધ સમાજ *** આ જબરદસ્ત ફિલ્મ આપણી પછાત પુરુષવાદી મૅન્ટાલિટી અને દેશમાં સ્ત્રીઓની સ્થિતિ વિશે એકદમ બોલ્ડ સ્ટેટમેન્ટ છે. *** પરંપરાગત અર્થમાં જોઇએ તો ‘પિંક’ હૉરર ફિલ્મ નથી. તેમ છતાં ફિલ્મની શરૂઆતથી જ જ્યારે પણ ડૉરબેલ-મોબાઇલની રિંગ વાગે છે, દૂરથી કોઈ ગાડી આવતી દેખાય છે, ફિલ્મની ત્રણ લીડિંગ લૅડીઝમાંથી એક પણ છોકરીને આપણે ધોળે … Continue reading પિંક

Te3n

કોલમઃ ફિલ્મ રિવ્યૂ ફિલ્મઃ તીન હેડિંગઃ બિગ બચ્ચન, સ્મૉલ સિક્રેટ ઇન્ટ્રોઃ ઠંડું સસ્પેન્સ અને ધીમી ગતિ છતાં સુપર્બ અભિનયને કારણે વન ટાઇમ વૉચ બની રહેલી ફિલ્મ. ક્યારેક એવું બને કે સામેવાળા વડીલ આપણને લાંબી લાંબી વાતો કરીને બોર કરતા હોય, આપણને બગાસાંનો અટેક આવી રહ્યો હોય, પરંતુ વડીલનું માન જાળવીને આપણે એમની વાતમાં રસ લેતા રહીએ. … Continue reading Te3n

વઝીર

ચૅકમેટ *** થોડાં ગાબડાં છતાં સરસ પરફોર્મન્સ અને મ્યુઝિકને કારણે આ ફિલ્મ એક ટાઇમપાસ ક્વિક થ્રિલર બની રહી છે. *** સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બનાવવી એ પાકિસ્તાન સાથે દોસ્તી કરવા જેવું જોખમી કામ છે. એક તો છેક છેલ્લા સીન સુધી સસ્પેન્સનું તત્ત્વ અને લોકોની ઉત્કંઠા બરકરાર રાખવાં અઘરાં છે. બીજું, સોડાવૉટરની જેમ સસ્પેન્સ ફિલ્મોની મજા એનું … Continue reading વઝીર

Amitabh Bachchan – A Fountain Of Youth

Boss, I like this man. I'd like to grow old just like THIS man. એમના નવા શરૂ થઈ રહેલા શૉ 'આજ કી રાત હૈ ઝિંદગી'ના પ્રોમો જેટલી વાર જોઉં છું એટલી વાર હું આ 72 વર્ષના માણસને ડાન્સ કરતા જોઉં છું, અને બસ, જોતો જ રહું છું. શું એનર્જી છે યાર એમની! શું મસ્ત યુથફુલ … Continue reading Amitabh Bachchan – A Fountain Of Youth