Ghost Stories (Netflix)

બોરિંગ ‘લોસ્ટ સ્ટોરીઝ’ વર્ષો થયે આપણે એવી હોરર ફિલ્મો જોવા ટેવાયેલા છીએ જેમાં ભૂત-પ્રેત જેવી પારલૌકિક કાળી શક્તિઓનું અસ્તિત્વ હોય અને તે નિર્દોષ માનવીઓને રંજાડતી હોય. ધીમે ધીમે હોરરનો પ્રવાહ પણ બદલાયો અને હવે આપણાં મનમાં જ રહેલા ડર, અસલામતી, અધૂરી ઈચ્છાઓ, દુઃખ, વિષાદ, પીડા, જાતભાતની ગ્રંથિઓ, એકલતા વગેરે નકારાત્મક લાગણીઓનું પ્રમાણ હદ બહાર વધી … Continue reading Ghost Stories (Netflix)

Mardaani 2

કાશ, મર્દાની-2 એ તમિળ ફિલ્મની રિમેક હોત... પાંચ વર્ષ પહેલાં ગોપી પુથરને લખેલી અને (‘પરિણીતા’ ફેમ) પ્રદીપ સરકારે ડિરેક્ટ કરેલી ‘મર્દાની’ આવી ત્યારે તેમાં જે બેઝિક પ્લસ-માઈનસ પોઈન્ટ્સ હતા, તે હવે આવેલી ‘મર્દાની 2’માં પણ છે. અગાઉની જેમ જ રાની મુખર્જી ‘શિવાની શિવાજી રોય’ નામની નો-નોનસેન્સ ટફ પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. આ વખતે પણ ફિલ્મની … Continue reading Mardaani 2

Jallikattu (Malayalam Movie)

અમે આંધી વચ્ચે અંધાધૂંધીના માણસ આપણે એવું માનીએ છીએ કે અત્યારનો યુગ કમ્યુનિકેશનનો છે અને દુનિયાની તમામ માહિતી આપણને એક જ ક્લિકમાં મળી જાય છે. લેકિન આપણા જ દેશમાં અફલાતૂન ફિલ્મો બને છે ને આપણને એની જાણ સુદ્ધાં થતી નથી. દુનિયાભરની ફિલ્મો ‘નેટફ્લિક્સ’, ‘પ્રાઈમ વીડિયો’ જેવી વીડિયો સ્ટ્રીમિંગ સાઈટ્સ થકી આપણા મોબાઈલવગી છે, છતાં આપણે … Continue reading Jallikattu (Malayalam Movie)

Ujda Chaman

બાલ કે આગે જહાં ઔર ભી હૈ! બોલિવૂડની ઘંટી જાડું દળે છે. અને લોકો પણ એ ‘કકરા’ લોટની બનેલી ‘વાનગીઓ’ ઝાપટવા જ ટેવાયેલા છે. અથવા તો લોકોને જાડા લોટની વાનગીઓ જ માફક આવે છે એટલે જ બોલિવૂડિયન પ્રોડક્ટ્સ પણ એવું જ દળે છે. આ વાત દર વર્ષે સૌથી વધુ કમાણી કરતી હિન્દી ફિલ્મોનું લિસ્ટ ચેક … Continue reading Ujda Chaman

Laal Kaptaan

લાલ કપ્તાનઃ સાધુ તો લડતા ભલા સ્ક્રીન પર ક્ષિતિજ સુધી ફેલાયેલો ધૂળિયો વગડાઉ વિસ્તાર દેખાય છે. ટેકરી પર ગોઠવાયેલો કેમેરા શિકારની શોધમાં બેઠેલા કોઈ વાઘની જેમ એકાગ્રતાથી જોઈ રહ્યો છે. કેમેરાની ભાષામાં એક્સ્ટ્રીમ વાઈડ એન્ગલ શોટ પ્રકારના આ દૃશ્યમાં એક ઘોડેસવાર સ્ક્રીનની ડાબી બાજુએથી પ્રવેશે છે. ઘોડાને ધીમે ધીમે હંકારતો એ સ્ક્રીનની વચ્ચે પહોંચે છે. … Continue reading Laal Kaptaan

The Sky Is Pink

ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં Spoilers Ahead ‘ધ સ્કાય ઈઝ પિંક’માં એક પણ શબ્દ વિનાનો એક નાનકડો સીન છે, જેમાં થોડા સમય પહેલાં મૃત્યુ પામેલી પોતાની ટીનએજ દીકરીની કબર પર એની માતા ડિસઈન્ફેક્ટન્ટ સ્પ્રે છાંટે છે. સાવ સાઇલન્ટ્લી આવીને જતો રહેતો આ નાનકડો સીન અંગત મતે આખી ફિલ્મના સૌથી … Continue reading The Sky Is Pink

Bard Of Blood

મિશન કમ્પ્લિટ ફેલ્યોર યુવા રાઈટર બિલાલ સિદ્દીકીએ ‘બાર્ડ ઓફ બ્લડ’ નામની સ્પાય-થ્રિલર નવલકથા 19 વર્ષની ઉંમરે (2015માં) લખી હતી (બિલાલ સિદ્દીકીની તસવીરો જોઈએ તો લાગે કે બસમાં કન્ડક્ટર આજે પણ એની હાફ ટિકિટ જ લેતા હશે!). તેના પરથી બનેલી અને 27 સપ્ટેમ્બરે ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ‘નેટફ્લિક્સ’ પર એ જ નામથી રિલીઝ થયેલી વેબ સિરીઝ … Continue reading Bard Of Blood