Laal Kaptaan

લાલ કપ્તાનઃ સાધુ તો લડતા ભલા સ્ક્રીન પર ક્ષિતિજ સુધી ફેલાયેલો ધૂળિયો વગડાઉ વિસ્તાર દેખાય છે. ટેકરી પર ગોઠવાયેલો કેમેરા શિકારની શોધમાં બેઠેલા કોઈ વાઘની જેમ એકાગ્રતાથી જોઈ રહ્યો છે. કેમેરાની ભાષામાં એક્સ્ટ્રીમ વાઈડ એન્ગલ શોટ પ્રકારના આ દૃશ્યમાં એક ઘોડેસવાર સ્ક્રીનની ડાબી બાજુએથી પ્રવેશે છે. ઘોડાને ધીમે ધીમે હંકારતો એ સ્ક્રીનની વચ્ચે પહોંચે છે. … Continue reading Laal Kaptaan

Advertisements

The Sky Is Pink

ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં Spoilers Ahead ‘ધ સ્કાય ઈઝ પિંક’માં એક પણ શબ્દ વિનાનો એક નાનકડો સીન છે, જેમાં થોડા સમય પહેલાં મૃત્યુ પામેલી પોતાની ટીનએજ દીકરીની કબર પર એની માતા ડિસઈન્ફેક્ટન્ટ સ્પ્રે છાંટે છે. સાવ સાઇલન્ટ્લી આવીને જતો રહેતો આ નાનકડો સીન અંગત મતે આખી ફિલ્મના સૌથી … Continue reading The Sky Is Pink

Bard Of Blood

મિશન કમ્પ્લિટ ફેલ્યોર યુવા રાઈટર બિલાલ સિદ્દીકીએ ‘બાર્ડ ઓફ બ્લડ’ નામની સ્પાય-થ્રિલર નવલકથા 19 વર્ષની ઉંમરે (2015માં) લખી હતી (બિલાલ સિદ્દીકીની તસવીરો જોઈએ તો લાગે કે બસમાં કન્ડક્ટર આજે પણ એની હાફ ટિકિટ જ લેતા હશે!). તેના પરથી બનેલી અને 27 સપ્ટેમ્બરે ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ‘નેટફ્લિક્સ’ પર એ જ નામથી રિલીઝ થયેલી વેબ સિરીઝ … Continue reading Bard Of Blood

War: સિર્ફ દિખાવોં પે જાઓ, અપની અકલ મત લગાઓ!

‘યે સવાલ તુમ આઠ પોર્ટુગિઝ પુલિસ ઓફિસર કી લાશોં સે પૂછના…’ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની હૃતિક રોશન-ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘વૉર’માં આ ડાયલોગ બોલાય છે તેની માંડ પાંચ-સાત મિનિટ પહેલાં આપણા દેશી ટોમ ક્રૂઝે એક વ્યક્તિને જેર કરવા માટે ભારતીય વાયુસેનાનું આખે આખું (ચાર એન્જિનવાળું બોઈંગ ગ્લોબમાસ્ટર-3) કાર્ગો વિમાન, તેમાં રહેલા સંખ્યાબંધ સૈનિકો અને માલસામાન સાથે … Continue reading War: સિર્ફ દિખાવોં પે જાઓ, અપની અકલ મત લગાઓ!

વિજુ ખોટેઃ ચરિત્ર અભિનેતાઓ પાછળના માણસોને આપણે ઓળખવાનો પ્રયાસ ક્યારે કરીશું?

પોતાની મનપસંદ ટેલિવિઝન ચેનલ તરીકે કોઈ ‘રાજ્યસભા’ ટીવીનું નામ ન લે તે સમજી શકાય તેવું છે. પરંતુ તેની પાંત્રીસ લાખ કરતાં પણ વધુ ફોલોઅર્સ ધરાવતી યુટ્યૂબ ચેનલને કારણે આ ચેનલનો એક પ્રોગ્રામ શોખીનોમાં ખાસ્સો લોકપ્રિય થયો છે. પ્રોગ્રામનું નામ છે, ‘ગુફ્તગૂ’. નામ જ કહી આપે છે તેમ આ પ્રોગ્રામ મોટે ભાગે ફિલ્મી હસ્તીઓના ઈન્ટરવ્યૂઝનો કાર્યક્રમ … Continue reading વિજુ ખોટેઃ ચરિત્ર અભિનેતાઓ પાછળના માણસોને આપણે ઓળખવાનો પ્રયાસ ક્યારે કરીશું?

અર્જુન રેડ્ડી aka કબીર સિંઘઃ એક Jerkની પરીકથા

Spoilers Warning: નીચેના આર્ટિકલમાં કબીર સિંઘ (અર્જુન રેડ્ડી)ની કોઈપણ સ્પોઈલરની સાડાબારી રાખ્યા વિના વાત કરવામાં આવી છે. ફિલ્મ જોયા પછી જ વાંચશો.  અત્યારે એક વરસાદી સાંજે અમો આ લખી રહ્યા છીએ ત્યારે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રિમેક ‘કબીર સિંઘ’ વિશે એટલું બધું કહેવાઈ-લખાઈ ચૂક્યું છે કે હવે કબીર સિંઘની ટીકા … Continue reading અર્જુન રેડ્ડી aka કબીર સિંઘઃ એક Jerkની પરીકથા

‘દો ગઝ ઝમીન કે નીચે’: ભારતની પહેલી ‘હોરર’ ફિલ્મના શૂટિંગમાં કબ્રસ્તાનમાં એક લાશે ક્રૂ મેમ્બરનો પગ ખેંચી લીધેલો!

18 સપ્ટેમ્બરે બીજા ‘નેશનલ ઈન્ટરેસ્ટ’ના સમાચારોની વચ્ચે એક ન્યૂઝ દબાઈને ભુલાઈ ગયા. ભારતમાં પ્રોપર હોરર ફિલ્મોના યુગની શરૂઆત કરનારા ‘રામસે બ્રધર્સ’ના શ્યામ રામસેનું મુંબઈ ખાતે 67 વર્ષની ઉંમરે અવસાન થયું. હોરર યાને કે ભૂત-પ્રેતની ડરામણી ફિલ્મોનો પર્યાય બની ગયેલા ‘રામસે બ્રધર્સ’ને એમના કન્ટેન્ટ અને ખાસ તો ટ્રીટમેન્ટને કારણે ક્યારેય મેઈનસ્ટ્રીમ મેકર્સ ગણવામાં નથી આવ્યા. તેમ … Continue reading ‘દો ગઝ ઝમીન કે નીચે’: ભારતની પહેલી ‘હોરર’ ફિલ્મના શૂટિંગમાં કબ્રસ્તાનમાં એક લાશે ક્રૂ મેમ્બરનો પગ ખેંચી લીધેલો!