રામ ગોપાલ વર્મા કે સાઇડ ઇફેક્ટ્સ!

ram-gopal-varma-asks-allah-jesus-and-balaji-to-discuss-on-terrorists

એક જમાનો હતો, ‘અ રામ ગોપાલ વર્મા ફિલ્મ’ લખેલું મુવી રિલીઝ થાય એટલે અમે દોસ્તારો ક્લાસમાં બંક મારીએ અને હડી કાઢતાં થિયેટરે પહોંચી જઇએ. હવે આવું જ લખાણ ધરાવતી ફિલ્મ આવે એટલે ભરઉનાળે ટાઢનું લખલખું પસાર થઈ જાય છે, કે મરી ગ્યા, આ પાછો ‘આઈ જ્યો’! છતાં અમારે બચ્ચન સાહેબની જરાક શરમ ભરવી પડે એટલે આજે અભિષેક બચ્ચનની કરિયરબેસ્ટ એક્ટિંગવાળી ફિલ્મ જોવા પોગી ગ્યા! પણ પછી અમારી જે હાલત થઈ છે, એ તમે જ હોંભરો, આઈ મીન વોંચો…

***

132 મિનિટની આ ફિલ્મ પત્યા પછી મારા કાનમાં સતત ‘સિટોટી’ જ વાગતી રહી. અંધારાવાળી ફ્રેમો અને આડાતેડા કેમેરા એન્ગલ્સને કારણે આંખના ડોળાય કેરમની કૂકરીની જેમ ફરતા રહ્યા (એમાં ને એમાં જ ઓલા કેરીવાળા રોયાએ કેસરને બદલે તોતાપુરી પકડાવી દીધી!). ઘરે આવ્યો, ગરમ તેલમાં લસણ કકડાવીને કાનમાં ટીપાં નાખ્યાં ત્યારે સિટોટી બંધ થઈ ને અવાજનો વાહનવ્યવહાર ચાલુ થયો. પણ ના, હજી ઑલ ઇઝ વેલ નો’તું!

મમ્મીને પૂછ્યું કે આજે જમવામાં શું બનાવ્યું છે? ત્યારે મમ્મીએ મારી સામે એસિડ નજરે જોયું (એમાં જ મારા શર્ટની બાંયમાં કાણું પડી ગ્યું). પપ્પાએ બૅકગ્રાઉન્ડમાં રકાબીમાં કાઢેલી ચાનો પ્રચંડ સબડકો બોલાવ્યો, અને બૅકગ્રાઉન્ડમાં મને મોટા અવાજે સંભળાવા લાગ્યું, ‘શાક, દાળ, ભાત, છાશ.. શાક, દાળ, ભાત, છાશ…’ મેં (તેલવાળા) કાનમાં આંગળીઓ ખોંસી ને પૂછ્યું, ‘ને સંભારામાં?’ ત્યાં દીવાલમાંથી બે પોપડા ખરી પડે એવા વોલ્યુમ પર વાગ્યું, ‘ટિંડોળા, ટિંડોળા, ટિંડોળા, ટિંડોળાઆઆઆ…!’

મને થયું જ કે આજે મારા પર કોઇક ભેદી માઠી બેઠી છે. એટલે છાનોમાનો જમવા બેસી ગ્યો. થોડીવાર થઈ ત્યાં કપડાંનો ગાંસડો લઇને ધોબી આવ્યો. મારા નવેનવા ટીશર્ટ પર એણે કંઇક ભેદી ડાઘો પાડેલો અને એના પર ઇસ્ત્રીય ફેરવી દીધેલી. મેં ખખડાવ્યો, તો મારી સામે એણે અમિત સાધ જેવા ડોળા કાઢ્યા, ને કહે, ‘સાય્બ, બેદાગ કપડે એક સોચ હૈ! કપડે ઇસ્ત્રી મેં દેને સે પહલે આપકો ઇસ સોચ કો બદલના પડેગા!’ મકું, તારી ભલી થાય. ‘હમારે યહાં ગલતી પહલી બાર નહીં, આખરી બાર હોતી હૈ’ બોલીને એને કાઢ્યો.

પછી લુસ લુસ જમ્યો (એમાં જ પેલી તોતાપુરીની ચાંચ તાળવામાં વાગી ગઈ!). જમતી વખતે સતત એવો ભાસ થતો રહ્યો કે બાથરૂમના હૅન્ડલમાંથી, ખુરશીના બે પાયા વચ્ચેથી, બાલ્કનીમાં સૂકવેલા બાજુવાળાના ગંજીનાં કાણાંમાંથી, સામેના બ્લૉકની બાલ્કનીની દોરી પર સૂકવવા મૂકેલી દૂધની ધોયેલી કોથળીઓમાંથી કો’ક મને જોઈ રહ્યું છે!

જમીને ફોન હાથમાં લીધો તો એક ચિબાવલા દોસ્તારનો વ્હોટ્સએપ આવેલો પડ્યો હતોઃ ‘આજ તો તમારા જૂના ફેવરિટ રામુનું ને ઑલ ટાઇમ ફેવરિટ અમિતાભનું ફિલમ. એટલે દોથા ભરી ભરીને સ્ટાર દેહો ને, કાં?!’

મેં ઈ ગોલકીનાને કચકચાવીને રિપ્લાય કર્યોઃ

‘મુઝે જો સહી લગતા હૈ, મૈં વૈસા હી રિવ્યૂ કરતા હૂં,

વો ચાહે ભગવાન જૈસે સ્ટાર્સ કે ખિલાફ હો,

માર્કેટિંગ-હાઇપ કે ખિલાફ હો,
ફેન્સ, ફેસબુક… યા ફિર પૂરે PR સિસ્ટમ કે ખિલાફ ક્યૂં ના હો…’

(પાછું બૅકગ્રાઉન્ડમાં મને સંભળાયું, ટિંડોળા, ટિંડોળા, ટિંડોળા, ટિંડોળાઆઆઆ…!)

‘ઔર હાઁ, જો ઉસૂલોં કે રાસ્તે પે ચલતે હૈ, ઉસકે દોસ્ત કમ હોતે હૈ ઔર દુશ્મન ઝ્યાદા…’

ત્યાં જ એક ધબાકો થ્યો. બહાર નીકળીને જોયું તો રામાએ વાઘબકરી ચા હાર્યે ફ્રી આવેલો ગ્લાસ ફોડ્યો હતો. હું જરા પાંચેક ડિગ્રી તપી ગ્યો, ‘શાંતિથી કામ કરો ને…’

તો ઈ ડબ્બલ તપ્યો, ‘અબ, મેં યહાં કામ નહીં કરુંગા… ઔર કિસી કો કરને ભી નહીં દૂંગા!’

મેં મારા ચશ્માંમાંથી ઍન્ટિગ્લૅર કાઢી, ‘કોઈ ભી ફૈસલા ચુનાવ સે હોના ચાહિયે, દબાવ સે નહીં! તું મારે ત્યાં પાંચ વર્ષથી કામ કરે છે.’

ઈ મને ક્યે, ‘બાજુના બ્લોકવાળા દોઢો પગાર આપવા રેડી છે.’

મેં કીધું, ‘નઝદીકી ફાયદા દેખને સે પહલે દૂર કા નુકસાન સોચના ચાહિયે. અને તું ગમ્મે એટલા દી’ ખાડા પાડે અમે કોઈ દી’ તને ના પાડી છ? પગાર કાપ્યો છ?’

તો હહરીનો કહે કે, ‘જિસકે પાસ પાવર હૈ, ઉસકા રોંગ ભી રાઇટ હો જાતા હૈ!’

પછી તો મેં લીધો એને, ‘લાલચ ઔર ડર… કિસીકો ભી ગદ્દાર બના દેતે હૈ. ઔર હર અચ્છાઈ કી એક નિર્ધારિત કીમત હોતી હૈ…’

ત્યાં મારાં મમ્મી વચ્ચે પડ્યાં ને મને કહે કે, ‘તું તારું કામ કરને ભાય… હું હમજાવી લઉં છું આને. અમેય મૂળે કાઠિયાવાડી, ઑપરેશન પૂરા અમદાવાદી!’

***

પરંતુ આખી વાત પાંચેક વાગ્યે ભયંકર વણસી ગઈ. મેં આવી ગરમીમાં કાળો ઝભ્ભો પહેર્યો. ગોમુખીમાંથી રુદ્રાક્ષની માળા કાઢીને ગળામાં પહેરી લીધી. જેવો અરીસા સામે ઊભો રહીને અમારાં ‘એ’ની લાલ રંગની લિપસ્ટિકથી કપાળ પર લાંબું તિલક કરવા જતો’તો ત્યાં લાઉડ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે અમારાં ‘એ’નું ‘હાય હાય..’ સંભળાયું. એણે મારા હાથમાંથી લિપસ્ટિક ઝટી લઇને બાવડું ઝાલીને મને બહાર કાઢ્યો. સીધો સ્કૂટરમાં બેસાડીને બાજુના દવાખાને લઈ ગઈ. ડૉક્ટરે અલગ અલગ ઍન્ગલથી લાઇટો મારી ને મને ચૅક કર્યો. બધી પૂછપરછ કરી. છેલ્લે નિદાન કર્યું, ‘તમારા હસબંડને RGV સ્ટ્રોક થયો છે. ઘણા એને ‘રામ ગોપાલ વર્મા કી આગ’ પણ કહે છે. રામુની દરેક ફિલ્મ રિલીઝ વખતે હમ રોઝ કરીબ પચાસ ઐસે નયે કૅસ દેખતે હૈ. યે જયેશ કી કહાની હૈ!’

પછી એમણે પ્રિસ્ક્રિપ્શનમાં કંઇક લખી આપ્યું. દવા લેવાં અમે અમારા રેગ્યુલર વીડિયો લાઇબ્રેરીવાળા પાસે ગયાં. ત્યાં ‘હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ, મૈં પ્રેમ કી દીવાની હૂં’ જેવી ફિલ્મોની થ્રી ઇન વન DVD લીધી (ડૉક્ટરે ઍન્ટિડોટ તરીકે સૂરજ બડજાત્યાની ફિલ્મો જોવાનું કહેલું). ઘરે બેસાડીને પરાણે જોવડાવી.

***

આ ‘ઇમર્જન્સી સારવાર’ પછી માંડ RGV સ્ટ્રોકની અસર દૂર થઈ છે. તમે લોકો ‘સરકાર 3’ જોવા જાઓ તો જરા જાળવજો. આ તો જનહિત મેં જારી.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Aiyya (Song Parody)

(રાની મુખર્જી સ્ટારર ‘ઐય્યા’ ફિલ્મના ટાઇટલ સોંગની મેં સપ્ટેમ્બર, 2012માં રચેલી પૅરોડી. તે વખતના પોલિટિકલ-સોશ્યલ માહોલને ધ્યાનમાં રાખીને બનાવેલું. ગીત સાંભળીને પછી પૅરોડી વાંચશો તો ઓર મજા આવશે!)

આપ સુનેંગે મેરા પેરોડી ગાના?
સુનિયે ના, સુનિયે ના, સુનિયે ના મેરા ગાના…
ટેં… ટેં… ટેંટેંટેં… (મ્યુઝિક)

હમેં ગોરે નહીં, કાલે નેતા પસંદ હૈ…
ટેં… ટેં… ટેંટેંટેં…  (મ્યુઝિક)
ઐયૈયૈય્યા…ઐયૈય્યો…

ડ્રીમમ વેકપમ, ક્રિટિકલ કંડિશનમ,
અર્થમ તંત્રમ, હિલડુલ સબ શેકપમ…
ફેસ ટુ ફેસમ, ઘોર કલિયુગમ,
ટોપ ટુ બોટમ, સભી ભ્રષ્ટમ,
પ્રાઇઝમ હાઇકમ, એવરી નાવડેય્ઝમ,
વ્હોટ ટુ ઇટમ, થિંકમ વન્ડરમ,
અવર પીએમ, ઓલ્વેઝ મ્યુટમ,
કોમન મેનમ, ઓન્લી પીસમ,
ઉન રંડ મૂન નાલ…
ટેં… ટેં… ટેંટેંટેં… (મ્યુઝિક)

જીડીપી ગ્રોથમ, ઢોલ પીટનમ,
હાઇક મસ્ટ, ડબલ કષ્ટ, બડા ધીટનમ,
પાર્ટીઝ હીટનમ, હોટ ડિબેટમ,
પુલિંગ સપોર્ટ ભી ડીફીટનમ,
ભારત બંધમ, આઇવોશનમ,
સેમ ટુ સેમમ, ઇટ વિલ રિમેઇનમ,
એવરી નેતા વોન્ટ્સ ઇલેક્શનમ…
ઉન રંડ મૂન નાલ…
ટેં… ટેં… ટેંટેંટેં…

કોમનમેનમ, કીપિંગ મમ,
વેઇટિંગ ફોર, ઇલેક્શનમ,
ઓલ ક્લેવરમ, ઓન ફેસબુકમ,
હોલ ડેયમ, બોલ બચ્ચનમ,
ઉન રંડ મૂન નાલ…
ટેં… ટેં… ટેંટેંટેં… (મ્યુઝિક)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

The Note Ban Saga

2000-rs-new-note‘બસ, હવે બહુ થયું.’ હાઉસિંગ બૉર્ડના મકાનની છતમાંથી પોપડા ખરી પડે એવા સ્લૅબભેદી અવાજે અમે ગર્જના કરી.

છેલ્લા એક અઠવાડિયાથી દરેક વાતમાં જેમને કાવતરાની ગંધ આવે છે એવા મૂઢમતિ પત્રકારોનું રિપોર્ટિંગ જોઈ જોઇને અમારો દેશપ્રેમ દો ગઝ ઝમીન કે નીચે જતો રહેલો. પરંતુ થેન્ક્સ ટુ ફેસબુક-વ્હોટ્સએપ, કે જેને પ્રતાપે મને જાણ થઈ કે આ રાષ્ટ્રની ભોમકા હજી દેશભક્તવિહોણી થઈ નથી. સોશ્યલ મીડિયામાં એમણે અપલોડ કરેલા લેખો-સ્ટેટસો વાંચીને અમારા લોહીમાં કામચલાઉ ઊભરો આવી ગયો અને સૅન્ડ માફિયાના ગેરકાયદે ઉત્ખનનથી જેમ રેતીની સાથે દટાયેલા મૃતદેહો બહાર આવે એમ અમારો દેશપ્રેમ પણ બહાર આવી ગયો. ફરી પાછું બે પોપડાનું બલિદાન આપીને અમે ત્રાડ પાડી કે, ‘ન જોઇએ, ઘરમાં 500-1000ની એક પણ નૉટ ન જોઇએ. નાણું તો ઠીક, દાળમાં પણ કંઈ કાળું ન જોઇએ.’

ત્યાં જ બાલ્કનીમાંથી વાઇફીએ સૂકવવા માટેનો ભીનો ટુવાલ ઝાટકીને સામો અર્નબપોકાર કર્યો, ‘બ્લૅકમની જેટલી તોmaxresdefault તારી આવક જ ક્યે દિ’ હતી? હવે અત્યારે જા અને બૅન્કમાંથી છુટ્ટા લઈ આવ, નહીંતર સાંજથી કાળું તો ઠીક, દાળ ખાવાના પણ વાંધા પડી જશે.’ બસ, અમારું દેશાભિમાન જાગ્રત કરવા માટે આટલું મહેણું પૂરતું હતું. પૂરેપૂરો ચાર્જ કરેલો મોબાઇલ, એમાં નાખેલું ‘જિઓ’નું કાર્ડ, બૅન્કની ચૅકબુક ઇત્યાદિ સરંજામ ચૅક કર્યો અને અમે દેશને ખાતર ફના થવા એટલે કે થોડી કૅશ લેવા નીકળી પડ્યા. મનોમન ગાંધીજી જેવો નિર્ધાર પણ કર્યો કે ‘કાગડા કૂતરાના મોતે મરીશ, પણ આજે તો કૅશ લીધા વિના પાછો નહીં ફરું.’ પત્નીએ વ્હોટ્સએપથી ‘વિજયી ભવઃ’ની શુભેચ્છા પણ પાઠવી.

***

વ્હોટ્સએપ-ફેસબુકની બહારની દુનિયામાં ક્યારેક ફરવા નીકળી પડવાની મજા જ કંઈ ઓર હોય છે! એય ને, સતત પેટ્રોલના ભાવ જેવા અપ-ડાઉનનો આહલાદક અનુભવ કરાવતા રસ્તા પરના રમણિય ખાડા, ફેફસાંને તરબતર કરી દે તેવી વાહનોની ધુમ્રસેરો, આધુનિકતા અને પરંપરાના ઐક્યનો અનુભવ કરાવતા બાજુબાજુમાં સહઅસ્તિત્વ માણતા વાઈફાઈના ટાવર અને હિલોળા લેતા ઉકરડા… બસ, આવા જ ચિંતનાત્મક વિચારો કરતાં અમે બૅન્કની કતાર સુધી પહોંચી ગયા. રાધર કહો કે કતાર અમને આલિંગન આપવા માટે સામેથી આવી રહી હતી. જાણે કહેતી હોય કે ચારેકોર દેશસેવાના યજ્ઞો ચાલી રહ્યા છે, બસ, લાઇનમાં ઊભો અને આહુતિ આપવા માંડો.

ઇશ્વર માટે કહેવાય છે કે એ બધે જ છે, ફક્ત એને જોવાની દૃષ્ટિ હોવી જોઇએ. હવે સમજાયું છે કે દેશભક્તિનું પણ એવું જ છે. ફેસબુક પર આગઝરતાં સ્ટેટસો મૂકવાં, અન્ય દેશભક્તોનાં સ્ટેટસો શૅર કરવાં, કોઈ અલગ અભિપ્રાય વ્યક્ત કરે તો તેને ‘રાષ્ટ્રાસ્ત્ર’થી હણી નાખવો, 2000ની નવી નોટ સાથે સેલ્ફી મૂકવા, સવાલો ન પૂછવા, ફરિયાદો ન કરવી, બધું જ ચૂપચાપ સ્વીકારી લેવું એ તમામ બાબતો દેશભક્તિનાં જ અલગ અલગ પાસાં છે. અગાઉ બસના પાસ કઢાવવા, રેલવેની-મલ્ટિપ્લેક્સની ટિકિટ લેવા, મંદિરમાં દર્શન કરવા, છાપાની કુપનોના બદલામાં પ્લાસ્ટિકનું ડબલું લેવા, મફતિયા સુવિધાઓ આપતાં SIM કાર્ડ લેવાની લાઇનોમાં ઊભા રહેવાનો લાહવો લેતા લોકોને ક્યારેય આવી ‘કિક’નો અનુભવ નથી થયો. હસતા મોઢે કલાકો સુધી લાઇનમાં ઊભા રહીએ એવું દેશભક્તિનું યુઝર ફ્રેન્ડ્લી વર્ઝન બીજું કયું હોઈ શકે?

India Living in Lineઍની વે, વિવિધ ઠેકાણેથી નીકળતી નદીઓ જેવી લાઇનોના સરરિયલ પેઇન્ટિંગ ટાઇપના સિનારિયોમાં અમે અમારી બૅન્કની કતાર શોધીને અને તેનો છેડો શોધીને તેમાં ઊભા રહી ગયા. જ્યાં એક જ લાઇનમાં આગળ એક દા’ડિયો મજૂર ઊભો હોય અને પાછળ મોંઘી કારનો માલિક ઊભો હોય, એનાથી વધુ કેવી સમાનતાની તમે અપેક્ષા રાખો છો, બૉસ?! આદિકાળથી ધનવાનોને ધિક્કારતા આવેલા આપણા દેશમાં અત્યારે ગરીબ હોવાનું પણ ગૌરવ ગણાઈ રહ્યું છે, જેમાં લોકો આંખોમાં ગૌરવનું આંજણ આંજીને કહી રહ્યા છે કે, ‘બકા, છેલ્લા દસ રૂપિયા પડ્યા છે ખિસ્સામાં!’ નિર્ધનતાનો પણ વૈભવ હોય છે તે આ બૅન્કની લાઇનમાં ઊભા પછી સમજાયું.

જેમ દરેક કિસ્સામાં બને છે તેમ અત્યારે પણ દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. જેણે તાજમહલ જોયો છે અને જેમણે નથી જોયો, જે દેશભક્ત છે (અથવા તો જે માત્ર ભક્ત છે) અને જે દેશદ્રોહી છે, જે દેશપ્રેમી છે અને જે આપટાર્ડ-લિબટાર્ડ-પ્રેસ્ટિટ્યુટ છે, જેની પાસે જૂની 500-1000ની નૉટ છે અને જેની પાસે નથી, જેની પાસે બ્લૅકમની છે અને જેની પાસે નથી, જેણે 2000ની નવી નૉટ સાથે સેલ્ફી અપલોડ કર્યા છે અને જેણે નથી કર્યા, જે કતારમાં ઊભા છે અથવા તો જે નથી ઊભા… લોકોને ઓળખવા માટેનો આનાથી સહેલો લિટમસ ટેસ્ટ બીજો કયો હોઈ શકે?!

લાઇનમાં ઊભાં ઊભાં આવા પચરંગી વિચારો કરવા માટે અમારી પાસે પૂરતો સમય હતો. બાજુમાં સમાંતરે ચાલી રહેલી સિનિયર સિટિઝનની લાઇનમાં અચાનક બે વૃદ્ધો એકબીજાને જોઇને ગદગદિત થઈ ગયા અને ભેટી પડ્યા, ‘અરે, જયવદન ભાઈ તમે? અમેરિકાથી ક્યારે આવ્યા?’ ‘બસ, જો હજી કાલે રાતે જ આવ્યો અને આવીને જૅટલેગ ઉતાર્યા વિના સીધો આ લાઇનમાં લાગી ગયો છું!’ એ જોઇને મને વિચાર આવ્યો કે આ લાઇનો તો મસ્ત ફિલ્મોની સ્ટોરીઓની ખાણ છે. જેમ કે, છોકરો-છોકરી પહેલીવાર બૅન્કની લાઇનમાં મળે, લાઇન આગળ વધે તેમ એમની વચ્ચે દોસ્તી થાય, પ્રેમ થાય અને બૅન્કના દરવાજા પાસે પહોંચતાં સુધીમાં તો છોકરો ઘૂંટણિયે પડીને છોકરીને પ્રપોઝ કરી દે! આ રીતે ‘જબ વી મૅટ’ની સિક્વલ બની શકે, જેમાં ‘ગીત’નો ડાયલોગ હોય, ‘મુઝે ના, બચપન સે હી લાઇન મેં ખડા રહેને કા બડા શૌક થા, બાય ગૉડ!’

આપણા મનમોહન દેસાઈ જીવતા હોત તો પોતાની ‘લૉસ્ટ એન્ડ ફાઉન્ડ’ ફોર્મ્યૂલા પર નવી ફિલ્મ બનાવી શક્યા હોત,sonam-gupta-bewafa-hai જેમાં પાસપાસે ચાલી રહેલી બે બૅન્કોની લાઇનમાં કુંભ કે મેલે મેં બિછડે હુએ દો ભાઈ મળી જાય. વર્ષો પહેલાં એમના બાપાએ બંનેને એકસરખી બે નૉટ આપી રાખી હોય, જેના પર લખેલું હોય, ‘સોનમ ગુપ્તા બેવફા હૈ!’

ઇવન સૂરજ બરજાત્યા પણ પોતાની ‘પ્રેમ રતન ધન પાયો’નું એ જ નામનું નવું વર્ઝન લાવી શકે, જેમાં લાઇનમાં ઊભો રહેલો એક સલમાન આગળની કોઈ બ્લૅક શર્ટ પહેરેલી વ્યક્તિ સાથે મારામારી કરી બેસે. એટલે દેશભક્ત નંબર-1 એવા અનુપમ ખેર સલમાનના જ ડુપ્લિકેટ ડ્રાઇવર એવા પ્રેમ દિલવાલાને ઑરિજિનલ સલમાનની જગ્યાએ પ્લાન્ટ કરી દે. છેલ્લે નિર્દોષ છૂટીને અને 500-1000ની જૂની નૉટો બદલાવીને પાછો આવેલો સલમાન ડાયલોગ ફટકારી દે, ‘મૈં વાપસ આ ગયા!’ અને બૅકગ્રાઉન્ડમાં સોંગ ચાલુ થઈ જાય, ‘પ્રેમ રતન ધન લાયો… લાયો!’

આ બધું જોઇને આપણા ગુજરાતી ફિલ્મમૅકરો થોડા પાછા પડે? એ લોકો પણ આમાંથી નવી ફિલ્મોની પ્રેરણા લઈ શકે. જેમ કે, લાઇનમાં ઊભી ઊભીને સનસ્ટ્રોકથી બેભાન પડેલા મિત્રના દોસ્તારો પોતાના કોલેજનાં તોફાનો યાદ કર્યાં કરે; અમેરિકા જવાનું સપનું જોતો એક અમદાવાદી જુવાનિયો એક NRG યુવતીને 500-1000ની નૉટો બદલી આપવાની ક્વાયતમાં એના પ્રેમમાં પડી જાય; ૫૦ દિવસ સુધીની મહેતલ હોવા છતાં મકાન માલિકણને બતાવી આપવાની ટણીમાં એક યુવાન અબ્બી કે અબ્બી જૂની નૉટોના બદલામાં 2000ની નવી નૉટ લેવા નીકળે; બે કપાતર દીકરા બાપાના કરન્સી નૉટોના કલેક્શનમાંથી ચોક્કસ નંબરવાળી 500-1000ની નૉટની ગેમ કરી નાખે; પોતાના સ્કિનટૉન સાથે મૅચ થાય એવી 2000ની ગુલાબી નૉટોનું કડકડતું બંડલ લઇને બહાર નીકળેલી વિદેશી યુવતીનું પર્સ ચોરાઈ જાય અને કંડક્ટર જેવું પાકિટ લઇને ફરતો એક યુવાન તે પર્સ શોધી આપવા માટે અમદાવાદ ઊલેચી નાખે, જેમાં ખબર પડે કે તે પર્સચોરીમાં દેવદિવાળીએ પણ ગઈ દિવાળીની ફટાકડાની બંદૂકડી લઇને ફરતો એક VRS લીધેલો અને અત્યારે પાર્ટટાઇમમાં એક હેરકટિંગ સલૂનની દુકાનમાં ફોટોશૉપનું કરતો ડૉન સક્રિય છે…

હજી આમાં ‘રિયલ’ ગુજરાતી ફિલ્મો થોડી બાકાત રહી જાય? ગામમાં પોસ્ટરિયાં લાગે ત્યારે ખબર પડે કે ‘છુટ્ટા કરાવે મારો સાયબો’, ‘કૅશિયરિયા તારી રાધા રોકાણી બૅન્કમાં’, ‘કૅશ રે જોયા દાદા ચૅક રે જોયા’, ‘છુટ્ટા કરાવીને આવું છું’, ‘કોણ હલાવે 500ની ને કોણ હલાવે 2000ની’, ‘ગગો કેદા’ડાનો કૅશ બદલું બદલું કરતો’તો’ વગેરે જેવી ફિલ્મો ઑલરેડી ઍનાઉન્સ થઈ ગઈ છે. યુગો યુગો પહેલાં નૉટો બદલવા ગયેલા પોતાના ‘વીરા’ની રાહ જોતી બહેનની વ્યથા પર ‘બેની હું તો બાર બાર વર્ષે આવ્યો’ અને 500-1000ની જૂની નોટો પ્રત્યે બંધાઈ ગયેલી ભવ ભવની પ્રીતની પીડા બયાન કરતી ‘પારકી થાપણ’ જેવી ફિલ્મો એ જ નામે બનશે. ઇવન પોતાનાં ઘરડાં મા-બાપને બૅન્કની લાઇનોમાં મોકલી દેતા નિષ્ઠુર સંતાનોની હૃદયવિદારક વાત કરતી ફિલ્મ ‘વિસામો’ પણ ડિટ્ટો સેઇમ નામે બનશે (ના, એમાં કોઈ રાજકીય ઍન્ગલ નહીં હોય!). ટૂંકમાં આ કતારો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ 2000ની નૉટ જેવી જ ‘તેજી 2.0’ લાવી શકે તેમ છે, જો કોઇને રસ હોય તો!

ત્યાં જ એક જુવાનિયાને અધિકારીઓએ ટિંગાટોળી કરીને બૅન્કની બહાર કાઢ્યો. કાને પડ્યું, ‘અહીંયા ધડ પર માથું નથી, ને આને પાસબુક પ્રિન્ટ કરાવવી છે!’ અમે ‘હરિ હરિ’ બોલીને ફરી પાછી થૉટ સાઇકલનાં પૅડલ મારવા માંડ્યાં.

દરેક મોટી ઘટના દેશમાં નવા સાહિત્યના સર્જનનું ટ્રિગર દબાવે છે. એ જ ક્રમમાં મહાન સાહિત્યકાર ચેતન ભગત પણ પોતાની નવી નવલકથાઓ લઇને માર્કેટમાં આવી જશે. જેનાં નામો કંઇક આવાં હશે, ‘વન ડૅ ઍટ ધ બૅન્ક’, ‘500 રૂપીઝ (ટુ) સમવન’, ‘Two Notes’, ‘હાફ હાર્ટેડ દેશભક્તિ’ (અમને ખાનગીમાં ખબર પડી છે કે તેમાં બંધ પડેલાં ATMની પાછળ અને બૅન્કોનાં લૉકર રૂમની અંદર CCTV કેમેરા બંધ કરીને હીરો-હિરોઇન દ્વારા કરાતા 2000ની નવી નોટ જેવા ગરમાગરમ દૃશ્યો પણ હશે!).

દશેરાએ ખવાતી ફાફડા-જલેબીની પ્લેટોની ગણતરી રાખતા પત્રકારો કંઇક આવી અનોખી સ્ટોરીઝ લઈ આવશેઃ ‘બૅન્કોની લાઇનોમાં ૯,૩૬,૧૬૭ પાણીની બૉટલો પીવાઈ ગઈ’, ‘1-1 રૂપિયામાં ID પ્રૂફની ઝેરોક્સ કરી આપનારે દસ દિવસમાં નવી કાર છોડાવી’, ‘યંગસ્ટર્સમાં બૅન્કોની લાઇનમાં ઊભાં ઊભાં પોકેમોન પકડવાનો ક્રેઝ, જિઓનાં નવા કાર્ડ ખરીદવામાં નવેસરથી ધસારો’…

કતારમાં આવા મસાલેદાર વિચારો કરતા હતા ત્યાં જ અમારા કાને બૅન્કના કર્મચારીના શબ્દો પડ્યા, ‘અરે, સાંજે છ વાગ્યે ખાવા ભેગા થઇએ છીએ. ઘણા તો ત્રણ દિવસથી ઘરે પણ નથી ગયા.’ એ સાંભળીને થયું કે હમણાં કોઈ ચિંતક લખશે કે, ‘બૅન્કમાં કામ કરતા હોય એને ત્યાં દીકરી ન અપાય!’ ‘મિત્રો, આજકાલનો પ્રેમ 500-1000ની નૉટો જેવો થઈ ગયો છે, આજે છે કાલે નથી’ જેવા ચિંતનિયા લેખો પણ આપણા માથે મારવામાં આવશે.

જો આ કતારો લાંબી ચાલશે તો મનોચિકિત્સકો પાસે એવા પણ કૅસ આવશે જેમાં સ્ત્રીઓ ફરિયાદ કરતી હશે કે, ‘અમારા ઈ નૉટું બદલવાના નામે ઘરેથી નીકળે છે ને પછી ક્યાંક ભળતે જ ઠેકાણે જાય છે…’ 500-1000ની કે નવી 2000ની નૉટો જોઇને પૅનિક અટેકનો ભોગ બનતા લોકો માટે ‘કરન્સીફોબિઆ’ અને ‘પિંકફોબિઆ’ જેવા નવા રોગ માર્કેટમાં આવી જાય એવુંય બની શકે! બૅન્કોની કતારમાં ઊભા રહીને 2000ની નવી પિંક નૉટ મેળવવાના નામે બૉસને ગોળી પીવડાવીને ઑફિસમાંથી ગુલ્લી મારતા લોકોને એમના બૉસ ‘પિંક સ્લિપ’ પકડાવી દે એવા બનાવો પણ નોંધાશે, જોજો!

***

selfie-2000ત્યાં જ સાક્ષાત્ ચમત્કારના ભાગરૂપે અમારો વારો આવી ગયો અને કૅશિયરે અમારા અકાઉન્ટમાં પૉસિબલ હતી એટલી તમામ 2000ની ગુલાબી નોટો અમારા હાથમાં પકડાવી દીધી. અમેય તે ભૂમિતિમાં અને રામ ગોપાલ વર્માની ફિલ્મોમાં હોય તેવા તમામ ઍન્ગલેથી તેની સાથેના સૅલ્ફી લીધા. સ્લો મોશનમાં દોડતાં દોડતાં ઘર તરફ પ્રયાણ કર્યું. આશા હતી કે ઘરે માતુશ્રી જયા બચ્ચન સ્ટાઇલમાં હાથમાં થાળી લઇને સ્વાગત માટે ઊભાં હશે.

પરંતુ થયું કે એ પહેલાં જરાક 2000ની કડકડતી નૉટથી એક કડક ચા પીએ. પણ ઘોર કળિયુગ, ચાવાળાએ તેના છુટ્ટા આપવાની ધરાર ના પાડી દીધી. પાનવાળાએ પણ ડચકારો બોલાવ્યો. પેટ્રોલપમ્પવાળો કહે કે કાર્ડ લાવો. આ સ્થિતિમાં ઘરે પહોંચીશું તો શી સ્થિતિ થશે એ વિચારે અમારી સ્થિતિ બ્લૅક મની ધારક જેવી કફોડી થઈ ગઈ. ન છૂટકે અમે મનોમન ‘જંગ જીત્યો રે મારો કાણિયો, 2000ના છુટ્ટા મિલે તબ જાણિયો’ બોલીને નવેસરથી બૅન્કની બહાર લાઇનમાં લાગી ગયા.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Surgical Strike & Gujarati Films

(૨૦૧૬માં થયેલા ઉડી હુમલા પછી ભારતીય સેનાએ અડધી રાત્રે POKમાં ઘૂસીને જે સર્જિકલ સ્ટ્રાઇક કરી, તે પછી દેશભરમાં સર્જાયેલા દેશભક્તિના પૂરમાં મૂકેલી હળવી પોસ્ટ. જેમાં સર્જિકલ સ્ટ્રાઇક સાથેના સિનારિયોને વિવિધ ગુજરાતી ફિલ્મોનાં ટાઇટલો સાથે સાંકળવામાં આવી છે.)

ભારત-પાક દોસ્તીઃ રોમેન્સ કોમ્પ્લિકેટેડ

ન.મો.ની સરપ્રાઇઝ પાકિસ્તાન મુલાકાતઃ બસ એક ચાન્સ

દરમ્યાન POKમાં: પોલમપોલ

અને નવાઝ શરીફઃ લવારી

ત્રાસવાદીઓનો ઉડી અટૅકઃ ગ્રૅન્ડ હળી

ફેસબુક બન્યું: દેશબુક

***

PM-ભારતીય સેનાનેઃ શું કરીશું?’ ‘પાઘડીનો સવાલ છે!

ભારતીય સેનાઃ (પાકિસ્તાની ત્રાસવાદીઓ માટે) તું તો ગયો

PM: ‘કેવી રીતે જઇશ?’                  

ભારતીય સેનાઃ થઈ જશે’                                                 

***

(સર્જિકલ સ્ટ્રાઇક પછી)

PM: ‘હાર્દિક અભિનંદન

ભારતીય સેનાઃ બેશક’, ‘આપણે તો છીએ બિન્દાસ

***

(મીનવ્હાઇલ પાકિસ્તાનમાં)

નવાઝ શરીફઃ દાવ થઈ ગ્યો યાર’,

પાકિસ્તાની સેનાઃ લપેટહવે

બચેલા ત્રાસવાદીઓઃ અલ્યા, હવે શું?’

બીજા ત્રાસવાદીઓઃ છેલ્લો દિવસ

***

(ભારતનો મિજાજ જોયા પછી)

અલગતાવાદીઓઃ નવરી બજાર

કાશ્મીરીઓઃ ઓલ્વેઝ રહીશું સાથે

***

તમામ ભારતવાસીઓઃ ગુજ્જુભાઈ ધ ગ્રેટ!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Sarabhai Vs Sarabhai

(૨૯ જૂન, ૨૦૧૬ની રાત્રે પ્રોડ્યુસર-એક્ટર જે. ડી. મજેઠિયાએ અછડતો અણસાર આપ્યો કે કલ્ટ કોમેડી સિરિયલ ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ (મોટે ભાગે વેબ સિરીઝ તરીકે) ફરી પાછી આવી રહી છે. એ સમાચારથી ખુશ થઇને સર્જેલું ‘ફૅન ફિક્શન’.)

sarabhai-vs-sarabhaiગઈ કાલે રાત્રે ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ના પ્રોડ્યુસર જે.ડી. મજેઠિયાએ આ ફોટો અને સાથે ‘ગુડ ન્યુઝ’નાં વધામણાં મૂકીને મારા જેવા લાખો ‘સારાભાઈ’ ફેન્સને ક્લાઉડ નાઇન પર પહોંચાડી દીધા. પણ મીનવ્હાઇલ મેં ‘સારાભાઈ રેસિડેન્સ’માં ડોકિયું કાઢ્યું તો…

સોન્યા: શીશશશશ… આઈ કેન સી… ધ ન્યૂ સીઝન ઇઝ કમિંગ, બહોત જલ્દ!

રોસેશ: વૂઊઊઊપીઈઈઈ! આઈ લવ યુ, મૉમા! ઇસ પર મૈંને એક કવિતા લિખી હૈ, ‘ટનટન ટનટન ટનટન ટનટન, આઈ નયી હમારી સીઝન…’

ઇન્દ્રવદન: ઈસ સીઝન મેં જે.ડી. સે કેહ કે રોસેશ કો ગૂંગા બના દૂંગા! કમ સે કમ ઇસકી ઘટિયા કવિતાઓં સે તો પીછા છૂટે! કૌવા કહીં કા!

મધુસૂદન ફૂફા: હેં?
ના ના, મેરે લિયે ભી બનારસી પાન, સાદા!

સાહિલ: ન્યુ સીઝન? હેય, ધેટ્સ રિયલી ગ્રેટ!

મોનિશા: હાઇલા! સચ સાહિલ?! તો ક્યા દો સીઝન કા કોન્ટ્રાક્ટ એક સાથ કરેં તો ઝ્યાદા પેમેન્ટ મિલેગા?

માયા: મોનિશા બેટા, ‘હાઇલા’ ઇઝ ‘ટપોરીકલી’ મિડલક્લાસ! ઔર યે ‘ગેમ ઓફ થ્રોન્સ’, ‘બિગ બેંગ થિયરી’ ટાઇપ ટી.વી. શૉ કા સીઝન હૈ, કોઈ ભૂલેશ્વર કી સાડિયોં કા ઓફ સીઝન સેલ નહીં હૈ, જહાં ડિફેક્ટિવ સાડિયાં…

દુષ્યંત: ક્યા? કિસીને ડિફેક્ટિવ કહા? અબ તો મૈં જબ તક ડિફેક્ટ ઢૂંઢ ન લૂં તબ તક યહીં રુકુંગા. ઔર હાં, ‘જ્હૉનસન્સ’ કંપની કે રોડ રોલર કભી મત ખરીદના, ઉસકા ક્રેન્ક શાફ્ટ ટૂટ જાતા હૈ!

અનિરુદ્ધ મહેતા ઉર્ફ ‘કચ્ચા કેલા’: વેરી દેજા વુ મોમેન્ટ! આઈ એમ સોરી માયા, મૈં તો રો પડા! જસ્ટ એક્સકયુઝ મી…!
————————————————————–
Note: It’s a ‘fan fiction’ created by © Jayesh Adhyaru. Share with due credits please!

Dear Monsoon

(૨૦૧૬ના ચોમાસામાં અમદાવાદમાં વરસાદ ખેંચાયો હતો. તેના પરથી એક સવારે સર્જેલું આ હળવું સ્ટેટસ, એટલે વરસાદને નામ પત્ર. ફેસબુક પર મૂકેલું આ સ્ટેટસ પ્રચંડ હદે વાઇરલ થયું, દિવસો સુધી દેશ-દુનિયાના ગુજરાતીઓમાં ફરતું રહ્યું અને લિટરલી હજારો લોકોએ પોતાના નામે ચડાવ્યું હતું. તમારા ફોનમાં પણ ક્યાંકથી ફરતું ફરતું આવ્યું હોય, તો અમને યાદ કરજો, કેમકે અમે એક આખી સવાર ખર્ચીને સર્જ્યું હતું.)

ડિયર મોન્સૂન,
કેરળ-તમિલનાડુથી ગુજરાત સુધી પહોંચતાં આટલી બધી વાર?
તારી પહેલાં તો અમારી છુક છુક ગાડીઓ પહોંચી જાય છે!
જલ્દી આય ભાઈ, અહીંયા એસીનાં બિલો વધે છે.

કોર્પોરેશનના નવા બનેલા રસ્તાઓ ધોવાઈ જવા માટે બેબાકળા બન્યા છે. કોન્ટ્રાક્ટરોનાં છોકરાં નવી ગાડી માટે કજિયો કરે છે, ને એના પપ્પાઓ ‘એક વરસાદ પડી જવા દે’ એવા વાયદાઓ કરે છે.
ઘણા બધાને સ્વિમિંગ શીખવું છે, પણ તું આવે, રસ્તા કેડ સમાં પાણીથી છલકાય એની રાહમાં છે.

‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ હેઠળ કેટલાય જુવાનિયાઓએ પલળેલી ગાડીઓ સ્ટાર્ટ કરવાના ક્રેશ કોર્સ કરી રાખ્યા છે. હાડકાંના ડૉક્ટરોની પણ કેટલીયે પ્રોપર્ટીની ખરીદી-ફોરેન ટ્રિપો અટકેલી પડી છે.
રેઇનકોટ-છત્રીઓ માર્કેટમાં ખડકાઈ ગયાં છે, પણ તારા અભાવે વકરો શરુ થવાને વાર છે, ને એમાં જ ચીનનો જીડીપી ઘટી રહ્યો છે (એટલે જ એ NSGમાં કનડે છે).
દાળવડાં-ભજિયાં વગર લોકોની આંતરડી કકળે છે. ફેસબુક પર સેલ્ફીઓ પણ સાવ નપાણિયા થઈ ગયા છે.
ટિટોડીનાં ઈંડાંમાંથી બચ્ચા પણ આવી ગયાં ને સૂકવેલા ગોટલાના મુખવાસ પણ બની ગયા.

તારા વગર ‘અમીછાંટણાં’, ‘ધડાકાભેર’, ‘મેઘસવારી’, ‘સર્વત્ર શ્રીકાર’, ‘નવી આવક’, ‘જળબંબાકાર’, ‘સાંબેલાધાર’, ‘ઓવરફ્લો’, ‘ખતરાના નિશાનથી ઉપર’, ‘ઉપરવાસમાં’, ‘નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ’, ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટના દાવા પોકળ’, ‘પ્રિમોન્સૂન પ્લાન ધોવાયો’, ‘ઠેર ઠેર ભૂવા પડ્યા’ જેવા મેઘધનુષી શબ્દપ્રયોગો વિના ગુજરાતી ભાષા નાભિએથી ઑક્સિજન લેવા માંડી છે. હજારો દેડકાઓ અને કરોડો કવિઓ પણ તારા વિના ટળવળે છે. તારા વિના ‘પલળેલાં ભીનાં બદન’નાં વર્ણનોવાળા લેખો સૂકાભઠ ચિંતનાત્મક થઈ ગયાં છે. તું મોડું કરીશ અને અમારી ભાષા મરી પરવારશે તો અમારે પૈસાની ભાષાથી જ ચલાવી લેવું પડશે એનું તને કંઈ ભાન છે?!

અમે તો ઠીક છે કે ‘અચ્છે દિન’ ને ’15 લાખ’ની આશામાં કપિલના શૉ જોતાં જોતાં દા’ડા કાઢી નાખીશું, પણ તું અકોણાઈ કરીશ તો તારા પર ‘દેશદ્રોહી’, ‘રાષ્ટ્રવિરોધી’, ‘માતૃભાષાવિરોધી’, ‘માનવતાવિરોધી’, ‘વિકાસવિરોધી’, ‘ખેડૂતવિરોધી’નાં લેબલો લાગી જશે! ‘સિડીશન’ના ચાર્જિસ લાગશે તો તારા જામીન આપવા કોઈ કાલિદાસ નહીં આવે. અને તું વરસમાં એકવાર આવવામાં પણ તારીખ સાચવતો નથી, કોર્ટની તારીખો કેવી રીતે સાચવીશ? કેજરીવાલ તારી પાસે વરસવાની ડિગ્રી માગશે કે સુબ્રહ્મણ્યમ સ્વામી તારી ભારતીયતા પર સવાલ ઉઠાવશે તો તારી પાસે તો ભારતનો વિઝા પણ નથી.
એટલે ભાઈ, તને પણ વિજય માલ્યાની જેમ ભાગેડુ જાહેર કરાય એ પહેલાં આવી જા.

આ ઝાપટા જેટલું લખ્યું છે, હેલી જેટલું સમજીને વાંચજે.

લિખિતંગ,
ટુવાલથી પરસેવા લૂછતો એક કોરોધાકોર ગુજરાતી.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Cricket Blues

(૨૦૧૬ના T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં ભારત બહાર ફેંકાઈ ગયું, એ વખતે ભારતને ફાઇનલ મૅચમાં જોવાથી સૂઝેલી હળવી પૅરડી.)

Every Indian fan right now:

मैं और मेरी तन्हाई आज ये बातें करतें हैं,
इंडिया फ़ाइनल में होती तो कैसा होता,
पार्टी शार्टी का प्रोग्राम बनाते,
नो बॉल पे गालियाँ देते,
हर विकेट-छक्के पे गला फाड़ते,
कोहली फिर से इंग्लॅण्ड की वाट लगाता,
धोनी फिर से विनिंग शॉट लगाता,
नेहरा की एडवाइस पे जोक बनाते,
अनुष्का पे फिर से विराट की डाँट खाते,
हम फ़ाइनल में होते तो ऐसा होता,
हम फ़ाइनल में होते तो वैसा होता।

ये फाइनल है, या बोरिंग IPL लगी हुई है,
है सन्डे फिर भी मुर्दा खामोशी छाई हुई है,
ये सोचता हूँ, मैं कबसे गुमसुम,
के जबके मुझको भी ये खबर है, कि इंडिया फ़ाइनल में नहीं है, कहीं नहीं है,
मगर ये दिल कह रहा है, कि हम हैं, यहीं कहीं है!

फ़ाइनल देखने की फॉर्मेलिटी के हालात इधर भी है, उधर भी,
बोरियत की ये रात इधर भी है उधर भी,
भड़ास निकालने को बहोत कुछ है, मगर अब कैसे कहें हम,
स्टेटस पेलते रहें हम, और सेहते रहो तुम,
दिल करता है की दुनिया की हर टीवी टपका दे,
4G और विमल की जो एड है, उसको भी चुप करा दे,
क्यों दिल में सुलगते रहें, फेसबुक पे बता दे,
हाँ, हमको मोहब्बत है, इंडिया से, मोहब्बत
हर किसी के दिल में यही बात, इधर भी है उधर भी।

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.