Rock On 2

પુરાની જિન્સ ઔર ગિટાર *** આ ફેઇથફુલ મ્યુઝિકલ સિક્વલ સાથે આઠ વર્ષ જૂનું બૅન્ડ તો રિયુનાઇટ થયું છે, પણ તેમાં અગાઉના જેવો ‘મૅજિક’ નથી. *** દક્ષિણ કોરિયાની ‘ધ હૅપી લાઇફ’ પરથી પોસ્ટર સહિત ઇન્સ્પાયર થઇને અભિષેક કપૂરે આઠ વર્ષ પહેલાં ‘રૉક ઑન’ બનાવેલી. ઑફ બીટ સ્ટોરી અને સ્ટારકાસ્ટ, રિયલ બૅન્ડની ફીલ, ખરેખરી મ્યુઝિકલ મુવી અને … Continue reading Rock On 2

ઘાયલ વન્સ અગેઇન

ફની દેઓલ વર્સસ બિગબ્રધર *** ઢાઈ કિલો કા હાથને કાટ ચડ્યો છે અને ફિલ્મમાં પેશ થયેલું બાકીનું બધું જ હવે એક્સપાયરી ડેટ વટાવી ચૂક્યું છે. *** રાજકુમાર સંતોષીની ‘ઘાયલ’નો સની દેઓલ આપણો નવો એન્ગ્રી યંગ મેન હતો, સ્વદેશી ‘રેમ્બો’ હતો. એણે કાયદાના નામનું નાહી નાખેલું, એટલે પોતે જ કાયદો હાથમાં લઈને ન્યાય તોળી નાખતો. ૧૯૯૦ના … Continue reading ઘાયલ વન્સ અગેઇન

પ્યાર કા પંચનામા-2

લડકોંવાલી ફિલ્મ *** માત્ર બોય્ઝના ઍન્ગલથી જ પેશ થઈ હોવા છતાં આ ફિલ્મ મસ્ત ટાઇમપાસ છે. *** જુઓ, જેવી રીતે લૅડિઝ-જેન્ટ્સ ટોઇલેટ, ટ્રાયલરૂમ, ટિકિટની લાઇન, દર્શન કરવાની લાઇન આદિ ઇત્યાદિ અલગ અલગ હોય છે. અમુક ફિલ્મોનું પણ એવું જ હોય છે. ગઇકાલે રિલીઝ થયેલી સિક્વલ ‘પ્યાર કા પંચનામા-૨’ આવી જ એક ‘બૉય્ઝ ઑન્લી’ ફિલ્મ છે. … Continue reading પ્યાર કા પંચનામા-2

વેલકમ બૅક

પ્લીઝ, ગો બૅક *** છુટાછવાયાં વનલાઇનર્સને બાદ કરતાં આ ચ્યુઇંગમછાપ ફિલ્મ અઢી કલાકના ભવાડાથી વિશેષ કશું જ નથી. *** આ વર્ષે ‘MSG’, ‘મિસ્ટર એક્સ’ અને ‘કુછ કુછ લોચા હૈ’ જેવી ફિલ્મો આવી ત્યારે થયેલું કે હવે આ વર્ષનો ક્વોટા પૂરો. આનાથી વધારે બાલિશ અને રેઢિયાળ ફિલ્મ થોડી આવવાની? પણ ના. આપણા બૉલીવુડે જાયન્ટ સાઇઝનો હથોડો … Continue reading વેલકમ બૅક

તનુ વેડ્સ મનુ રિટર્ન્સ

સુપરહીટ ક્રેઝી શાદી *** લોજિકના મામલે ઊણી ઊતરતી હોવા છતાં આ ફિલ્મ હિન્દી સિનેમાએ જોયેલી સૌથી પાવરફુલ સિક્વલોમાંની એક છે. *** સામાન્ય રીતે આપણે ત્યાં હિટ ફિલ્મને બોઘરણાં ભરીને દૂધ આપતી ગાયની જેમ ટ્રીટ કરવામાં આવે છે, જ્યાં સુધી દૂધ આપતી રહે, ત્યાં સુધી દોહ્યા કરો. નવું કશું કહેવાનું હોય કે નહીં, પૈસા બોલતા હૈ … Continue reading તનુ વેડ્સ મનુ રિટર્ન્સ

Avengers Age Of Ultron

ચાલો, દુનિયાને બચાવવા *** એક ટિકિટમાં એક ડઝન સુપરહીરોનો જલસો કરાવતી આ ફિલ્મ પરફેક્ટ વેકેશન એન્ટરટેનર છે. *** હૉલીવુડના એકદમ કસાયેલા સર્જકોને નવા નવા સુપરહીરો સર્જવામાં અને કોમિક્સમાંથી એમને ફિલ્મના પડદે લાવવામાં જબરદસ્ત માસ્ટરી છે. એમાંય ‘માર્વેલ કોમિક્સ’ પાસે તો સુપરહીરોની ખાણ છે. તેમાંથી છ જેટલા સુપરહીરોને ત્રણ વર્ષ અગાઉ આવેલી ફિલ્મ ‘એવેન્જર્સ’માં ભેગા કરેલા. … Continue reading Avengers Age Of Ultron

અબ તક છપ્પન-2

હવામાં ગોળીબાર *** રામ ગોપાલ વર્માનું ભૂત આવીને પિરસી ગયું હોય એવી આ વાસી ફિલ્મમાં એક્ટિંગના છૂટક ચમકારા સિવાય કશો ભલીવાર નથી. *** એક દાયકા પહેલાં આપણી ફિલ્મોમાં એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટનો કન્સેપ્ટ નવો હતો. સમાજની ગંદકી સાફ કરવા સુપર કોપ નાના પાટેકર ઠંડા કલેજે ગુનેગારોને ઠાર કરતા અને પછી ઘરે ફોન કરીને ખાવામાં શું બનાવ્યું છે … Continue reading અબ તક છપ્પન-2