Sarabhai Vs Sarabhai : Take-2

maxresdefault1
વેલ, મારી ફેસબુક વૉલ જોતાં લાગે છે કે અત્યાર સુધીમાં લગભગ એકાદ કરોડ લોકોએ તો ‘સારાભાઈ વર્સસ સારાભાઈઃ ટેક-2’નો પહેલો એપિસોડ જોઈ જ નાખ્યો હશે! છેલ્લા બે દાયકામાં ભારતમાં બનેલી સૌથી સ્માર્ટ અને મૅચ્યોર કોમેડી સિરીઝની નવી સિઝનનાં મારાં કેટલાંક ઑબ્ઝર્વેશન્સ…
– છેલ્લા એક દાયકામાં સુમિત રાઘવન સિવાયના કલાકારોની ઉંમર દેખાય છે, પણ થૅન્ક ગોડ, રાઇટર્સની કલમ એક દિવસ પણ એજ નથી થઈ. સતીષ શાહ અને રત્ના પાઠક શાહના અવાજનો રણકાર પણ થોડો ઓછો થયો છે. અગેઇન, થૅન્ક ગોડ, પર્સનાલિટી નહીં. વેલ, ‘ધ માયા સારાભાઈ’ પોતાના વાળ સૉલ્ટ એન્ડ પેપર શા માટે કરાવે? હશે, સરુપાની કોકટેલ પાર્ટીમાં ડિઝાઇનર સુનૈના નથાનીએ કોઈ નવો આઇડિયા આપ્યો હશે!
– માયા સારાભાઈનો વૉર્ડરોબ અગેઇન સૌથી બેસ્ટ છે. લેકિન, માયા નાઇટગાઉનમાં ઘરની બહાર નીકળે? નોવ્વે! ઇટ્સ હાઉસિંગબૉર્ડ વેજિટેબલ બાઇંગ વિમેન ટાઇપ મિડલક્લાસ!
– આઈ રિયલી રિયલી મિસ્ડ ધ ટાઇટલ ટ્રેક. બધું નવું થયું તો (એટલિસ્ટ) પહેલા ઍપિસોડમાં ટાઇટલ ટ્રેક કેમ નહીં?
– ‘હોટસ્ટાર’માં સિરિયલ જોવાનો એક્સપિરિયન્સ તદ્દન બોગસ, કંગાળ, ભંગાર. એ લોકોને પોતાના ઑરિજિનલ કન્ટેન્ટ પ્રત્યે કોઈ જ રિસ્પેક્ટ હોય એવું લાગતું નથી. 24 મિનિટના એપિસોડમાં ગમે ત્યારે ટપકી પડતી ચાર ચાર બ્રેક્સ! કન્ટિન્યુઇટી ગઈ ચૂલામાં. ઉપરથી એકેય ઍડને સ્કિપ કરવાની સગવડ નહીં. જુઓ અને ભુગતો!
– બાય ધ વે, ‘સ્ટાર વન’ પર ટીવીમાં આવતી હતી ત્યારે બરાબર છે કે ૨૨-૨૪ મિનિટનો એક એપિસોડ બનાવવાનું કમ્પલ્ઝન હતું. અત્યારે ઇન્ટરનેટ પર એ લોકો ૪૦-૪૫ મિનિટનો ઍપિસોડ ન બનાવી શકે?!
– સાત વર્ષમાં એટલે કે આમ અગિયાર વર્ષમાં મોનિશાની સોપ ઑપેરા ચૅન્જ થઈ ખરી. અગાઉ ‘ઉસકા પતિ સિર્ફ મેરા હૈ’ જોતી હતી, હવે ‘સાસ બની શૈતાન, બહુ ચલી કબ્રસ્તાન’ જુએ છે.
– અગેઇન સિરિયલનો સેટ અમેઝિંગલી બ્યુટિફુલ છે. કેટેગોરીકલી અપર ક્લાસ! માયાના ઘરમાં અગાઉ પણ મોનાલિસાનું પેઇન્ટિંગ હતું, નવા ઘરમાં પણ છે.
– સિરિયલનું ડિટેલિંગ જુઓ કે મોનિશા એના દીકરા ‘ગુડ્ડુ’ યાને કે ઓર્નોબ સાથે સોફા પર બેસીને સિરિયલ જુએ છે ત્યારે પોપકોર્ન રાખવા માટે કૂકર વાપર્યું છે. ઘરમાં ઓર્નોબની અલગ અલગ ઉંમરની તસવીરો અને વૉર્ડરોબમાં સ્ટીલના ડબ્બા પણ. ઇન્દ્રવદનના જમણા હાથમાં ફિટનેસ ટ્રેકર પણ છે (માયાએ પરાણે પહેરાવ્યું હશે!). ઇન્દ્રવદન આજે પણ શર્ટના કોલરની નીચે સ્કાર્ફ પહેરે છે.
– ટેણિયો ‘ઓર્નોબ’ (ઓહ નો, નોટ અગેઇન!) બહુ જ ક્યુટ છે અને એની એક્ટિંગ પણ એકદમ નૅચરલ છે. {મને તો પેલો ‘ગુડનાઇટ’ની ઍડમાં આવે છે એ ‘ડોન્ટ અન્ડરએસ્ટિમેટ ગોલુ’વાળો ટેણિયો કબીર સાજિદ પણ બહુ ગમે છે. ‘વાય ફિલ્મ્સ’ની ‘સેક્સ ચૅટ વિથ પપ્પુ ઔર પાપા’માં એની એક્ટિંગ જોઈ લેજો! એ પણ અહીં ગુડ્ડુના રોલમાં જામત.}
– ઐશ્વર્યા સખુજા તરીકે, આઈ થિંક ત્રીજી વાર સારાભાઈમાં સોન્યા ચૅન્જ થઈ! વેલ, આઇ ડોન્ટ કમ્પ્લેઇન વિથ ધિસ વન! 😉
– આ વખતે કદાચ ફર્સ્ટ ટાઇમ સારાભાઈમાં બિલો ધ બૅલ્કટ જોક આવી. એક જ એપિસોડમાં બે વખત. (નેક્સ્ટ વીકમાં પણ છે. એ તો ખતરનાક છે!) કદાચ વેબ સિરીઝ છે એટલે?!
– સારાભાઈનું રાઇટિંગ, ઍક્ટિંગ, ઍક્ઝિક્યુશન, બધાનું કોમિક ટાઇમિંગ જેટલું સુપર્બ છે, અહેડ ઑફ ઇટ્સ ટાઇમ છે, એટલું જ ક્રિએટિવ એનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ છે. સંતોષ છે કે જૂનું યથાવત્ રાખ્યું છે. અને એમાંય સૅક્સોફોનનો સાઉન્ડ, ઉફ્ફ યુમ્મા!
– હવામાં ઝૂલતી બસનો આઇડિયા જૂનો છે. માત્ર ‘વેલકમ’માં જ નહીં, બલકે છેક ઈ.સ. 1977માં આવેલી અંગ્રેજી ડિઝાસ્ટર-પૅરડી ફિલ્મ ‘ધ બિગ બસ’માં પણ હતો. પરંતુ અહીં સ્પેશ્યલ ઇફેક્ટ્સ મને ગમી ગઈ.
– ઑલ સેઇડ એન્ડ ડન, આ સિરિયલ હજીયે એટલી જ કરકરી ને તાજી છે. દરવર્ષે એટલિસ્ટ પચ્ચીસ-ત્રીસ ઍપિસોડ્સની એક એવી દસેક સિઝન તો આવવી જ જોઇએ! આવું થાય એની મન્નત હું ‘મટકાધર બાબા’ પાસે માગું છું કે, હે બાબા, જો એવું થાય તો તમારી સમાધિ પર પગપાળા ચાલીને આવશે, કપિલ મિશ્રા!
‘સારાભાઈ વર્સસ સારાભાઈઃ ટેક-2’નો પહેલો ઍપિસોડ જોવા માટેની લિંકઃ
‘સારાભાઈ’ સિરિયલના કલાકારો અને મૅકર્સ વચ્ચે ઑફસ્ક્રીન પણ ગજ્જબ કેમિસ્ટ્રી છે. થોડા સમય અગાઉ ‘મિસ માલિની.કોમ’ વેબસાઇટે રત્ના પાઠક શાહ (માયા સારાભાઈ), સુમિત રાઘવન (સાહિલ) અને રાજેશ કુમાર (રોશેસ)ની નિરાંતે મુલાકાત લીધેલી. એ ત્રણેય મુલાકાતો સારાભાઈ ફૅન્સ માટે મસ્ટ મસ્ટ વૉચ છે. સુનીલ ગ્રોવરની વિદાય પછી કપિલ શર્માના શૉની ટાંય ટાંય ફિસ્સ હાલત શા માટે થઈ તેનો જવાબ આ ઘટનાના મહિનાઓ અગાઉ લેવાયેલી રોશેસની મુલાકાતમાંથી મળશે. ખાસ્સા સમય પહેલાં સુમિત રાઘવનના હોસ્ટિંગવાળો એક વેબ શૉ નામે ‘જયહિંદ’ આવતો. ડૅવિડ લેટરમેન કે જૅ લિનો કે પછી આપણા ‘મુવર્સ એન્ડ શૅકર્સ’ સ્ટાઇલના એ શૉમાં પણ સારાભાઈના કલાકારો આવેલા. આ ચારેય એપિસોડ્સની લિંક પણ આ રહીઃ
– રત્ના પાઠક શાહ (https://www.youtube.com/watch?v=ixy7dULJ8-g)
– સુમિત રાઘવન (https://www.youtube.com/watch?v=Fol0MrQA6Cc)
– રાજેશ કુમાર (https://www.youtube.com/watch?v=DD6drvgYrdk)
– સારાભાઈ રિયુનિયનવાળો ‘જયહિંદ’ વેબ શૉનો એપિસોડઃ
Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.
Advertisements

Man’s World – A Web Series

યશરાજ ફિલ્મ્સની યૂથ સબસિડિયરી ‘વાય ફિલ્મ્સ’ની આ નવી વેબ સિરીઝ ‘મૅન્સ વર્લ્ડ’ જોઈ? પહેલી સિઝનના બે એપિસોડ રિલીઝ થઈ ગયા છે. આફરીન થઈ જઇએ એવી ગ્રેટ નથી, પણ બકવાસ તો જરાય નથી. જેન્ડર ઇક્વાલિટીનો ઇશ્યૂ, પ્લસ ‘વ્હોટ ઇફ’વાળી એક મસ્ત કલ્પના, શાર્પ ઑબ્ઝર્વેશન્સ સાથે એનું યૂથફુલ એક્ઝિક્યુશન અને ઢગલાબંધ કેમિયો. થોડી વાર પછી રિપીટેટિવ થઈ જાય છે, પણ બોરિંગ? જરાય નહીં.

જુઓ, સમજો અને ફોલો કરો.

થેંક ગોડ, યુટ્યૂબમાં યૂથફુલ અને મૅચ્યોર કન્ટેન્ટ જનરેટ થવા લાગ્યું છે! જોઈ નાખો બંને એપિસોડ, ટોટલ અડધા કલાકનું જ કામ છે.

P.S. જોકે સિઝન-1ના છેલ્લા બે એપિસોડ જોયા પછી લાગ્યું કે રોલ રિવર્સલ સિવાય એમાં બીજી કશી નવીનતા રહી નહીં. બટ યેસ, જેન્ડર ઇક્વાલિટી પરનો એનો મેસેજ જરાય ડાયલ્યુટ થતો નથી.

આ રહી બંને એપિસોડની લિંકઃ
Episode-1
https://www.youtube.com/watch?v=8NgvxN9RJSg

Episode-2
https://www.youtube.com/watch?v=8MOFxlynwqw

Episode-3

Episode-4 (Finale)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.