ટોટલ ધમાલ

‘ક્યા ભીડુ, પિક્ચર દેખને કા, સવાલ નહીં પૂછને કા!’ રેટિંગઃ ** (બે સ્ટાર) લોકેશનઃ ડિરેક્ટર ઈન્દ્ર કુમારની ઓફિસ ઈન્દ્ર કુમારઃ ‘મને એક સોલ્લિડ ક્રિએટિવ આઈડિયા આવ્યો છે. આપણે આપણી ‘ધમાલ-1’ની જ રિમેક બનાવીએ તો?’ રાઈટર/આસિસ્ટન્ટ લોગઃ ‘બ્રિલિયન્ટ આઈડિયા, સર! લેકિન એ તો હજી 12 વર્ષ પહેલાં જ આવેલી…’ IK: ‘અબ્બે ઢક્કન, લોકો દસ-પંદર વર્ષ પહેલાંનાં … Continue reading ટોટલ ધમાલ

ગોલમાલ અગેઇન

કુછ ભી ચલેગા *** આ બાલિશ ફિલ્મમાં પણ હસવું જ હોય તો તમને કોણ રોકી શકવાનું છે?! *** રેટિંગઃ ** (બે સ્ટાર) *** દિવાળીના દિવસોમાં આપણે ત્યાં ફૂડ સેફ્ટી ખાતું અચાનક હાઇપર એક્ટિવ મોડમાં આવી જાય છે. મીઠાઇની દુકાનો અને રેસ્ટોરાંમાં દરોડા પડે, ભેળસેળિયા વાનગીઓનાં સેમ્પલ એકઠા કરવામાં આવે અને અખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવે. … Continue reading ગોલમાલ અગેઇન

ન્યુટન

ન્યુટન જોવાનાં 5 કારણો *** ન્યુટનને ઑસ્કર મળે કે ન મળે, જોયા વિના ચાલે તેમ નથી. *** રેટિંગઃ ***1/2 *** પરમાણુ શસ્ત્રો-ન્યુક્લિયર રિએક્ટરમાં બળતણ તરીકે વપરાતાં યુરેનિયમ-પ્લુટોનિયમ જેવાં તત્ત્વો ‘રેડિયોએક્ટિવ’ કહેવાય છે. કોઇને જરૂર હોય કે ન હોય, પણ ટપકતા નળની જેમ આવાં રેડિયોએક્ટિવ તત્ત્વોમાંથી સતત વિકિરણો-ઍનર્જીનું ઉત્સર્જન થતું રહે છે. કેટલીક ફિલ્મો પણ રેડિયોએક્ટિવ … Continue reading ન્યુટન

બાદશાહો

બાદબાકી દિમાગની *** મિલન લુથરિયાની ‘બાદશાહો’ પોપકોર્ન ખાધા પછીના ખાલી ખોખાની જેમ ભૂલી જવા જેવી જ છે. *** રેટિંગઃ ** (બે સ્ટાર) *** આજથી બે દાયકા પહેલાં મિલન લુથરિયાએ ‘કચ્ચે ધાગે’ બનાવી ત્યારે અમે બે વાતોનું અનુમાન કરેલું. એક તો એમને હૉલિવૂડની કાઉબૉય ટાઇપની ‘સ્પઘેટી વેસ્ટર્ન મુવીઝ’ ગમતી હશે અને બીજું, અમારી જેમ એમનેય તે … Continue reading બાદશાહો

ગેસ્ટ ઇન લંડન

- ક્યારેક તમારી પાસે ક્યાંકથી પાસ આવ્યા હશે, ક્યારેક તમે કોઈ સોશ્યલ ક્લબના મેમ્બર હોવાને નાતે ગયા હશો અથવા તો સૌથી ખરાબ સ્થિતિમાં તમે બસ્સો-પાંચસો રૂપિયાની ટિકિટ ખરીદીને જોવા ગયા હશો. વાત થઈ રહી છે એવા ફુવડ કોમેડી નાટકોની જે હસાવી હસાવીને આપણાં તમામ આંતરિક અંગો બહાર લાવી દેવાની ગૅરન્ટી આપે છે અથવા તો ‘સોશ્યલ … Continue reading ગેસ્ટ ઇન લંડન

જોલી LLB-2

વકીલોં કા ખિલાડી *** સ્ટારકાસ્ટ, રાઇટિંગ, ઍક્ટિંગ બધા મામલે સરસ હોવા છતાં આ કોર્ટરૂમ ડ્રામાની સિક્વલ નવીનતાના અભાવે તેના અગાઉના વર્ઝનની સરખામણીએ થોડી ફિક્કી લાગે છે. *** મજબૂત રાઇટિંગ અને ખમતીધર એક્ટિંગ એક એવરેજ ફિલ્મને પણ કેવી રીતે ઊંચકી શકે છે તેનું પર્ફેક્ટ ઉદાહરણ એટલે રાઇટર ડિરેક્ટર સુભાષ કપૂરની સિક્વલ ફિલ્મ ‘(ધ સ્ટેટ વર્સસ) જોલી … Continue reading જોલી LLB-2

મિસ ટનકપુર હાઝિર હો

સમાજમાં બનતી વાહિયાત ઘટનાઓ સટાયર એટલે કે કટાક્ષના ચાબખા મારવામાં જો ધ્યાન ન રહે, તો તેને ફારસમાં પલટાતા વાર નથી લાગતી. આ ‘મિસ ટનકપુર હાઝિર હો’ સાથે એવું જ થયું છે. કરવા ગયા કંસાર ને થઈ ગયું થૂલું. પોતાના ઘરની કહેવાતી આબરુ ઢાંકવા માટે એક નિર્દોષ યુવાન પર ખોટો આરોપ મૂકી દેવામાં આવે, કે એણે … Continue reading મિસ ટનકપુર હાઝિર હો

દમ લગા કે હૈશા

શુદ્ધ દેસી રોમાન્સ *** એકદમ ફ્રેશ રાઇટિંગ, પાવરફુલ પરફોર્મન્સ અને જેન્યુઇન કોમેડીના પાયા પર ઊભી રહેલી આ નાનકડી મીઠડી ફિલ્મ જરાય ચૂકવા જેવી નથી. *** આપણી ફિલ્મોની વર્ષોથી ફિલોસોફી રહી છે કે હીરો ભલે દસમી ફેલ હોય, પણ હિરોઇન તો એને જુહી ચાવલા જેવી જ જોઇએ. પરંતુ એવું ન થાય તો? ખરેખરા દસમી ફેલ હીરોને … Continue reading દમ લગા કે હૈશા

કિક

ભાઈનો જય હો! *** સલમાનભાઈના ફેન્સને તો આ ફિલ્મથી ‘કિક’ વાગશે જ, પરંતુ જેમને સલમાનની ધડમાથા વિનાની ફિલ્મો ગમતી ન હોય એ લોકો પણ આ ફિલ્મથી ખાસ દુઃખી નહીં થાય. *** આમ તો સલમાન ખાનની ફિલ્મ હોય એટલે એમાં ઝાઝું વિચારવાનું હોતું નથી. સ્ટોરી, સ્ક્રીનપ્લે, સહકલાકારો કે ઈવન હિરોઇન સુદ્ધાં ફોર્માલિટી ખાતર જ હોય છે. … Continue reading કિક