Merry Christmas-2: ધારો કે એક સાંજ આપણે મળ્યાં…

‘મેરી ક્રિસ્મસ’નું કાસ્ટિંગ ઓડ પેર છે. ઝટ કોઇને વિચારી ન આવે કે ચલો, સાઉથનો એક્ટર અને બોલિવૂડની ગ્લેમરસ હિરોઇનને એકસાથે કાસ્ટ કરીએ. એનો સૌથી મોટો ફાયદો એ થયો કે બંને કોઇ જાતનાં બેગેજ સાથે ન આવે. ઓકે, ‘સારાભાઇ’ના ‘દુષ્યંત’ની જેમ કહું તો, ‘આઇ’લ એક્સપ્લેન’. ત્રણ વર્ષ પહેલાં સુજોય ઘોષે ‘બદલા’ બનાવેલી. 2016ની સ્પેનિશ ફિલ્મ ‘ધ … Continue reading Merry Christmas-2: ધારો કે એક સાંજ આપણે મળ્યાં…

Merry Christmas-1

વેલકમ ટુ ધ વર્લ્ડ ઑફ શ્રીરામ રાઘવન. ઘણા ફિલ્મમેકર્સ હોય, જે આપણને આપણું બ્રેઇન ઘરે મૂકીને આવવાનું કહે. પણ કોઇક ફિલ્મમેકર્સ એવા હોય, જેની ફિલ્મો જોવા માટે આપણે દિમાગ માત્ર લઇને જ નહીં, એનું બરાબર સર્વિસિંગ, ઓઇલિંગ કરીને જવું પડે. નઝર હટી કે કોઇ મસ્ત ઇન્ફર્મેશન, મેટાફર, સિનેમેટિક મોમેન્ટ છૂટી. હમણાંથી મારે થિયેટરની સાથે દિવસો … Continue reading Merry Christmas-1

ચાલો, ‘માનવભક્ષી’ વાઘ જોવા: પશ્ચિમ બંગાળનું સુંદરવન, દરિયાની વચ્ચે દિલધડક જંગલ સફારી

યે ઉન દિનોં કી બાત હૈ, જ્યારે ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીનાં નગારાં વાગવાની શરૂઆત નહોતી થઈ. લોકો પહેલી કોરોના ફ્રી દિવાળી ઉજવવાની તૈયારીમાં વ્યસ્ત હતા. ત્યારે અમારા મિત્રોના વ્હોટ્સએપ ગ્રૂપમાં એક મેસેજ ટપક્યોઃ ‘સુંદરવન આવવાની કોને ઇચ્છા છે?’ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની માલીપા પણ ‘સુંદરવન’ નામનો એક નાનકડો નેચર પાર્ક છે. પરંતુ ત્યાં જવાનો વિધિવત્ ખરડો … Continue reading ચાલો, ‘માનવભક્ષી’ વાઘ જોવા: પશ્ચિમ બંગાળનું સુંદરવન, દરિયાની વચ્ચે દિલધડક જંગલ સફારી

VICE મેગેઝિનમાં મારા ક્વોટ સાથેની સ્ટોરી

કેનેડિયન-અમેરિકન કલ્ચરલ મેગેઝિન ‘VICE’એ થોડા સમય પહેલાં ગુજરાતી સિનેમા વિશે એક વિગતવાર સ્ટોરી કરી હતી. એક્ચ્યુઅલી, જ્યારે પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘ધ લાસ્ટ શૉ’ ભારત તરફથી ઓસ્કરની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદગી થઈ, ત્યારે સૌને સ્વાભાવિક રીતે જ કુતૂહલ થયું કે ગુજરાતી સિનેમામાં એવું તે શું છે? એવું તે શું થઈ રહ્યું છે કે ઓસ્કર માટે … Continue reading VICE મેગેઝિનમાં મારા ક્વોટ સાથેની સ્ટોરી

Bhoothkalam (Malayalam Movie)

કેવી હોરર ફિલ્મ સૌથી વધુ ડરામણી હોય? પુરાની હવેલી, અંધારી રાત, કબ્રસ્તાનમાં ફરતી પ્રેતાત્માઓવાળી? મેકઅપનાં થપેડાં કરીને સંતાકૂકડી રમતા ભૂતડાવાળી? અચાનક ક્યાંકથી આવીને ડરાવી દે તેવા જમ્પસ્કેર ધરાવતી? ના. સૌથી ડરામણું હોરર પ્રગટે છે રિયાલિટીમાંથી. પડદા પર ચાલતી કાળમુખી વાસ્તવિકા સાથે જ્યારે આપણે રિલેટ કરવા માંડીએ તે હોય છે ખરેખરું હોરર. આવી જ એક હોરર … Continue reading Bhoothkalam (Malayalam Movie)

પહેલા વિશ્વયુદ્ધના ભારતીય શહીદોનાં દુર્લભ ઓડિયો રેકોર્ડિંગ

1989-90ના અરસામાં અમે પહેલીવાર દિલ્હી બાજુ ફરવા ગયેલાં ત્યારે ‘દિલ્હીદર્શન’ના ભાગરૂપે પહેલીવાર ઇન્ડિયા ગેટ જોયેલો. મમ્મી-પપ્પાએ આંગળી ચીંધીને બતાવેલું કે જો આના પર બધા શહીદોનાં નામ લખ્યાં છે. એના માનમાં જ નીચે અમર જવાન અખંડ જ્યોતિ અને અજાણ્યા સૈનિકનાં ગન-હેલમેટ પણ છે. અફ કોર્સ, એ વાતો સમજવાની કે ફીલ કરવાની ત્યારે ઉંમર નહોતી. હવે આટલાં … Continue reading પહેલા વિશ્વયુદ્ધના ભારતીય શહીદોનાં દુર્લભ ઓડિયો રેકોર્ડિંગ

Shark Tank India

ધારો કે, ‘શાર્ક ટેન્ક ઇન્ડિયા’માં અત્યારે જે શાર્ક બનીને શાર્પ કમેન્ટ્સ પાસ કરે છે, એ કોન્ટેસ્ટન્ટ છે, અને ‘રોડીઝ’ ફેમ રઘુ-રાજીવ ટાંટિયા લાંબા કરીને બેઠેલા ‘ઓરિજિનલ શાર્ક’ છે. શૉના હોસ્ટ તરીકે રણવિજય તો છે જઃ કોન્ટેસ્ટન્ટ-1(બૅકગ્રાઉન્ડમાં ‘સબસે બડા રૂપૈયા’ સોંગ વાગે છે અને રૂપિયાનો વરસાદ થાય છે. દરવાજો ખૂલે છે અને ચશ્માંવાળા અશનીર ગ્રોવરની શાર્ક … Continue reading Shark Tank India

Callerwali – Death Of A Tigress

મધ્યપ્રદેશના પેંચ ટાઇગર રિઝર્વની ખ્યાતનામ વાઘણ T-15 અથવા તો ‘કૉલરવાલી’નું 16 વર્ષની વયે અવસાન થયું છે. આ વાઘણનો જંગલ ક્વીન તરીકેનો કેવો જાજરમાન દબદબો હશે તેની એ વાત પરથી જ કલ્પના કરી શકાય છે કે આ કૉલરવાલીના વિધિવત્ રીતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. ફોરેસ્ટ અધિકારીઓ અને સ્થાનિક લોકોએ ભીની આંખે પોતાની આ પ્રિય વાઘણને આખરી … Continue reading Callerwali – Death Of A Tigress

Indian Cinema & Slippers: Pushpa, Minnal Murali, Dhanush, Irrfan Khan and Others…

હમણાં થોડા દિવસ પહેલાં નેટફ્લિક્સ પર મલયાલમ સુપરહીરો મુવી ‘મિન્નલ મુરલી’ જોતો હતો. તમિળ અને મલયાલમમાં ‘મિન્નલ’ એટલે વીજળી. ફિલ્મ જોતાં જોતાં એક સીનમાં અચાનક વીજળીની જેમ જ વિચાર ઝબકી ગયો, કે હાઇલા, આમાં તો સુપરહીરો પણ સ્લિપર પહેરીને હીરોગીરી કરે છે, ને સુપરવિલન પણ સ્લિપરમાં જ વિલનવેડા કરે છે! એ પછી તેલુગુ ‘પુષ્પા’ હાથમાં … Continue reading Indian Cinema & Slippers: Pushpa, Minnal Murali, Dhanush, Irrfan Khan and Others…

Potata – Bangladeshi Potato Biscuits

કાળમુખો કોરોના ત્રાટક્યો એના મહિનાઓ પહેલાં હું એક નાસ્તાની એર કન્ડિશન્ડ દુકાનમાં ગયેલો. દુકાનનો ત્રીજી પેઢીનો જુવાનિયો મને ઇંગ્લિશમાં ગુજરાતી નાસ્તાઓ વિશે એ રીતે સમજાવી રહ્યો હતો, જાણે ડી બીઅર્સનો એક્ઝિક્યુટિવ અલગ અલગ ડાયમંડ જ્વેલરીની ખાસિયતો જણાવતો હોય. એ દુકાનમાં ખાખરા પણ જ્વેલરીની પેઠે પૅક કરવામાં આવેલા (પૅકિંગ એવું હતું કે ઇલોન મસ્કના રોકેટમાં મૂકીને … Continue reading Potata – Bangladeshi Potato Biscuits