વિજુ ખોટેઃ ચરિત્ર અભિનેતાઓ પાછળના માણસોને આપણે ઓળખવાનો પ્રયાસ ક્યારે કરીશું?

પોતાની મનપસંદ ટેલિવિઝન ચેનલ તરીકે કોઈ ‘રાજ્યસભા’ ટીવીનું નામ ન લે તે સમજી શકાય તેવું છે. પરંતુ તેની પાંત્રીસ લાખ કરતાં પણ વધુ ફોલોઅર્સ ધરાવતી યુટ્યૂબ ચેનલને કારણે આ ચેનલનો એક પ્રોગ્રામ શોખીનોમાં ખાસ્સો લોકપ્રિય થયો છે. પ્રોગ્રામનું નામ છે, ‘ગુફ્તગૂ’. નામ જ કહી આપે છે તેમ આ પ્રોગ્રામ મોટે ભાગે ફિલ્મી હસ્તીઓના ઈન્ટરવ્યૂઝનો કાર્યક્રમ … Continue reading વિજુ ખોટેઃ ચરિત્ર અભિનેતાઓ પાછળના માણસોને આપણે ઓળખવાનો પ્રયાસ ક્યારે કરીશું?

અલવિદા મૃણાલ સેનઃ મુવીઝ, માટી, માનુષના મેગા મુવીસર્જકની વિદાય

ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘રોકસ્ટાર’ને કારણે જાણીતો થયેલો 13મી સદીના શાયર રુમીનો એક ક્વોટ છેઃ ‘યહાં સે બહોત દૂર, ગલત ઔર સહી કે પાર એક મૈદાન હૈ, મૈં વહાં મિલુંગા તુઝે.’ આ ક્વોટને સિનેમા માટે લાગુ પાડીએ તો કંઈક આવું કહી શકાયઃ ‘યહાં સે બહોત દૂર, હિટ-ફ્લોપ 100 કરોડ ક્લબ કે પાર એક મૈદાન હૈ, મૈં … Continue reading અલવિદા મૃણાલ સેનઃ મુવીઝ, માટી, માનુષના મેગા મુવીસર્જકની વિદાય

બક્ષી વિનાનાં બાર વર્ષ…

સમયઃ 2004ના વર્ષની એક સાંજ સ્થળઃ અમદાવાદનો ભાઈકાકા હૉલ   હું અને મારા ચારેક મિત્રો એક સ્પીચ સાંભળવા ગયેલા. અમને હતું જ કે હૉલ ભરાઈ જશે, એટલે સમય કરતાં થોડા વહેલા પહોંચી ગયેલા. થોડી વારમાં તો હૉલ પૅક. એટલે સુધી કે હૉલની બહાર પરસાળમાં પણ ઊભા રહેવાની જગ્યા નહીં. એ વક્તાએ નક્કી કરેલા સમયે સ્ટેજ … Continue reading બક્ષી વિનાનાં બાર વર્ષ…

અલવિદા શ્રીદેવીઃ યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ કરેંગે

કોઇનેય વિશ્વાસ નથી આવતો કે અકાળે શ્રીદેવીની શ્રદ્ધાંજલિ લખવાનો વારો પણ આવશે! *** શ્રીદેવી નથી રહી, ખરેખર? ઑબિચ્યુઅરી લખવી આમેય અઘરું કામ છે. એમાંય તમે જેને જોઈ જોઇને મોટા થયા હો તેની શ્રદ્ધાંજલિ લખવાનું આવે ત્યારે મગજ સુન્ન થઈ જાય અને કમ્પ્યુટરનો બ્લૅન્ક સ્ક્રીન ખાવા દોડે. 25મી ફેબ્રુઆરી, 2018, રવિવારની સવાર આવા જ એક મનહૂસ … Continue reading અલવિદા શ્રીદેવીઃ યે લમ્હેં, યે પલ હમ બરસોં યાદ કરેંગે

બસ ને મહેતા સાહેબ, આવી કિટ્ટા કરી દેવાની?

‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના સર્જક તારક મહેતાને શ્રદ્ધાંજલિ *** ઇન્ટ્રોવર્ટ બાળકોનું એક લક્ષણ હોય, એમને સાચુકલા મિત્રો ઓછા ને કાલ્પનિક મિત્રો વધારે હોય. મારુંય એવું જ હતું. પણ મારે કાલ્પનિક મિત્રો બનાવવા માટે કલ્પના કરવાની જરૂર નહોતી. કેમકે મારા માટે તારકભાઈએ કલ્પના કરીને આખેઆખી સૃષ્ટિ ખડી કરી દીધેલી. એ જ મારાં મિત્રો અને એ જ મારું … Continue reading બસ ને મહેતા સાહેબ, આવી કિટ્ટા કરી દેવાની?

Ved Prakash Sharma: Obituary

મને યાદ છે, 1993નું વર્ષ હતું. પાંચમા ધોરણથી અમને સ્કૂલમાં હિન્દી ભણાવવાની જસ્ટ શરૂઆત થઈ હતી. મને રોમાંચ થતો કે આ તો એ જ ભાષા છે જે ટીવીમાં ને પિક્ચરોમાં બોલે છે. એ જ વખતે જૂનાગઢમાં મારા કાકા ક્યાંકથી થેલો ભરીને ચોપડીઓ લઈ આવેલા. થેલો એટલે લિટરલી વિદેશ જવા માટે લોકો જેવડી સૂટકેસો લાવે છે … Continue reading Ved Prakash Sharma: Obituary

P. K. Nair – Obituary

એક દિવસ અમને ત્યાં ‘સેલ્યુલોઇડ મેન’ નામની ડૉક્યુમેન્ટરી ફિલ્મ બતાવાઈ. અઢી કલાકની એ ડૉક્યુમેન્ટરી પી. કે. નાયર નામના ભાઈ વિશે હતી અને એ ભાઈ મારી આગળની રૉમાં ક્રોસમાં આવેલી સીટ પર બેસીને તદ્દન નિર્લેપ ભાવે પોતાના પરની જ એ ફિલ્મ જોતાં બેઠા હતા! એ પી. કે. નાયર એટલે પુણેની ‘NFAI’ના સ્થાપક-ગૉડફાધર. જેમના લોહીમાં ફિલ્મોનું ઝનૂન … Continue reading P. K. Nair – Obituary