The Note Ban Saga

‘બસ, હવે બહુ થયું.’ હાઉસિંગ બૉર્ડના મકાનની છતમાંથી પોપડા ખરી પડે એવા સ્લૅબભેદી અવાજે અમે ગર્જના કરી. છેલ્લા એક અઠવાડિયાથી દરેક વાતમાં જેમને કાવતરાની ગંધ આવે છે એવા મૂઢમતિ પત્રકારોનું રિપોર્ટિંગ જોઈ જોઇને અમારો દેશપ્રેમ દો ગઝ ઝમીન કે નીચે જતો રહેલો. પરંતુ થેન્ક્સ ટુ ફેસબુક-વ્હોટ્સએપ, કે જેને પ્રતાપે મને જાણ થઈ કે આ રાષ્ટ્રની … Continue reading The Note Ban Saga

Advertisements

Surgical Strike & Gujarati Films

(૨૦૧૬માં થયેલા ઉડી હુમલા પછી ભારતીય સેનાએ અડધી રાત્રે POKમાં ઘૂસીને જે સર્જિકલ સ્ટ્રાઇક કરી, તે પછી દેશભરમાં સર્જાયેલા દેશભક્તિના પૂરમાં મૂકેલી હળવી પોસ્ટ. જેમાં સર્જિકલ સ્ટ્રાઇક સાથેના સિનારિયોને વિવિધ ગુજરાતી ફિલ્મોનાં ટાઇટલો સાથે સાંકળવામાં આવી છે.) ભારત-પાક દોસ્તીઃ ‘રોમેન્સ કોમ્પ્લિકેટેડ’ ન.મો.ની સરપ્રાઇઝ પાકિસ્તાન મુલાકાતઃ ‘બસ એક ચાન્સ’ દરમ્યાન POKમાં: ‘પોલમપોલ’ અને નવાઝ શરીફઃ ‘લવારી’ … Continue reading Surgical Strike & Gujarati Films

Dear Monsoon

(૨૦૧૬ના ચોમાસામાં અમદાવાદમાં વરસાદ ખેંચાયો હતો. તેના પરથી એક સવારે સર્જેલું આ હળવું સ્ટેટસ, એટલે વરસાદને નામ પત્ર. ફેસબુક પર મૂકેલું આ સ્ટેટસ પ્રચંડ હદે વાઇરલ થયું, દિવસો સુધી દેશ-દુનિયાના ગુજરાતીઓમાં ફરતું રહ્યું અને લિટરલી હજારો લોકોએ પોતાના નામે ચડાવ્યું હતું. તમારા ફોનમાં પણ ક્યાંકથી ફરતું ફરતું આવ્યું હોય, તો અમને યાદ કરજો, કેમકે અમે … Continue reading Dear Monsoon

બૅંગિસ્તાન

મેસેજ મસ્ત, ફિલ્મ પસ્ત *** ધડાધડ કટાક્ષનાં બાણ ચલાવ્યા બાદ આ ફિલ્મ અચાનક મેસેજ મોડમાં જતી રહે છે અને આપણાં બગાસાંનો સિલસિલો શરૂ થાય છે. *** આતંકવાદ અને ધર્માંધતા જેવા અસૂરોનો વિરોધ બે રીતે થઈ શકે, એક તો તેની સામે કાળો કકળાટ કાઢો અને જીવ બાળો, અથવા તો પછી તેના પર કટાક્ષનાં બાણ ચલાવીને તેને … Continue reading બૅંગિસ્તાન

મિસ ટનકપુર હાઝિર હો

સમાજમાં બનતી વાહિયાત ઘટનાઓ સટાયર એટલે કે કટાક્ષના ચાબખા મારવામાં જો ધ્યાન ન રહે, તો તેને ફારસમાં પલટાતા વાર નથી લાગતી. આ ‘મિસ ટનકપુર હાઝિર હો’ સાથે એવું જ થયું છે. કરવા ગયા કંસાર ને થઈ ગયું થૂલું. પોતાના ઘરની કહેવાતી આબરુ ઢાંકવા માટે એક નિર્દોષ યુવાન પર ખોટો આરોપ મૂકી દેવામાં આવે, કે એણે … Continue reading મિસ ટનકપુર હાઝિર હો

ઇક્કીસ તોપોં કી સલામી

વી ધ (કોમન) પીપલ ઑફ ઇન્ડિયા  *** અતિશય લાંબી અને નક્કામી ચરબીથી ભરેલી હોવા છતાં આ ફિલ્મ ભારતની વર્તમાન સ્થિતિ પર મીઠાના પાણીમાં બોળેલા ચાબખા મારે છે. *** રાજકારણીઓ પગથી માથા સુધી ભ્રષ્ટાચારના ખાબોચિયામાં ગરકાવ હોય અને મીડિયા ન્યૂઝને નામે કદરૂપું મનોરંજન પીરસતું હોય ત્યારે એક સામાન્ય માણસ ગરીબ રહેવા છતાં પ્રામાણિક રહી શકે? અને … Continue reading ઇક્કીસ તોપોં કી સલામી

વૉર… છોડ ના યાર

સુપર્બ છે, યાર! *** ભારતની પહેલી ‘વૉર કોમેડી’ તરીકે આવેલી આ ફિલ્મ ધારી અસર નિપજાવવામાં સફળ રહી છે. *** એક જૂની વાત છે કે જે વસ્તુ અતિશય ઘૃણાસ્પદ હોય, એના પર ગમે તેટલો ગુસ્સો કરો છતાં એનો કોઇ અર્થ સરે એમ ન હોય, તો પછી એ વાતને હસી કાઢવી એ વધારે સારો રસ્તો છે. ભારત-પાકિસ્તાનનો … Continue reading વૉર… છોડ ના યાર