Paatal Lok

- 'હાઉ ટુ ક્રિએટ અ હાઈપ્ડ ફિલ્મ, વેબ સિરીઝ ઓર એનીથિંગ વિચ ઈઝ ટુ બી સોલ્ડ ટુ પબ્લિક' જેવા વિષય પર એકાદી ડોક્યુમેન્ટરી કે ફિલ્મ કે વ્હોટેવર બનાવવું જોઈએ. જેમાં વાર્તા જેટલું જ મહત્ત્વ તે ‘માલ’ કેવી રીતે વેચશું, કઈ રીતે હાઈપ ક્રિએટ કરીશું તેની ચર્ચા હોય. પ્રોડક્ટ માર્કેટમાં આવે તે પહેલાં જ તેના એકદમ … Continue reading Paatal Lok

Joseph, Hit, X The Exploited

હમણાં બૅક ટુ બૅક બે મર્ડર મિસ્ટ્રી મુવીઝ જોઈ. જોતાં જોતાં મને છએક મહિના પહેલાં જોયેલી હંગેરીની એક સિરિયલ કિલિંગ્સ-પોલીસ પ્રોસિજર મુવી યાદ આવી ગઈ. કારણ હતું, ત્રણેયમાં રહેલી લ.સા.અ. જેવી સામ્યતા. સામાન્ય રીતે સિરિયલ કિલિંગ્સ અને મર્ડર મિસ્ટ્રી પર આધારિત મુવીઝની એક પેટર્ન હોય. એક ક્રાઈમ થયો છે અને પોલીસ-ઈન્વેસ્ટિગેટર્સ ત્યાં પહોંચે છે. એમાં … Continue reading Joseph, Hit, X The Exploited

Insyriated

હું કાયમ માનતો આવ્યો છું કે ફિલ્મો વિશેની વાત કરીએ તો એ ચર્ચા ફિલ્મ સારી કે ખરાબ, જોવી કે ન જોવી એનાથી આગળ વધીને તેનાથી આપણો તે ફિલ્મ (કે ફોર ધેટ મેટર વિઝ્યુઅલ એક્સપ્રેશનનું કોઈપણ મીડિયમ) જોવાનો-માણવાનો અનુભવ ઓર સમૃદ્ધ થવો જોઈએ. એમાં જરૂર પડે તો ટેક્નિકલ ટર્મિનોલોજી પણ વાપરવી પડે (બશર્તે તમે તેને ખાલી … Continue reading Insyriated

Why don’t you just die!

મીડિયાની માલીપા હોવા છતાં ફિઅર મોન્ગરિંગથી દૂર રહીને અમે પણ હળું હળું અમારું કામ કરતા હતા. વચ્ચે અમારું એક લોન્ગ પેન્ડિંગ લેખનકાર્ય જસ્ટ પતાવીને એક વિરાટ અંગડાઈ લીધી છે. ત્યાં જ મોબાઈલ નોટિફિકેશનની જેમ ગયા વર્ષે ફિલ્મ ફેસ્ટિવલમાં જોયેલા એક મુવીનું નામ પિન્ગ થયું. મુવી છે રશિયન (જેવું તેવું અમને પિન્ગ થાય પણ નહીં!). ફિલ્મનું … Continue reading Why don’t you just die!

Thappad

નો મીન્સ નો Spoilers Ahead: ‘થપ્પડ’ ફિલ્મની વાત સ્પોઈલર્સ કહ્યા વિના એટલિસ્ટ મારાથી તો નહીં જ થઈ શકે! ફ્રેન્ક્લી કહું તો અનુભવ સિંહાની તાપસી પન્નુ સ્ટારર ‘થપ્પડ’ જોવા જતી વખતે મને અંદરખાનેથી થોડી બેચેની હતી. ફિલ્મના કેન્દ્રમાં છે એ એ થપ્પડનો સીન આવે તે પહેલાં મને અંદરથી એક અજીબ થડકાર થઈ રહ્યો હતો, જેવું હોરર … Continue reading Thappad

Ghost Stories (Netflix)

બોરિંગ ‘લોસ્ટ સ્ટોરીઝ’ વર્ષો થયે આપણે એવી હોરર ફિલ્મો જોવા ટેવાયેલા છીએ જેમાં ભૂત-પ્રેત જેવી પારલૌકિક કાળી શક્તિઓનું અસ્તિત્વ હોય અને તે નિર્દોષ માનવીઓને રંજાડતી હોય. ધીમે ધીમે હોરરનો પ્રવાહ પણ બદલાયો અને હવે આપણાં મનમાં જ રહેલા ડર, અસલામતી, અધૂરી ઈચ્છાઓ, દુઃખ, વિષાદ, પીડા, જાતભાતની ગ્રંથિઓ, એકલતા વગેરે નકારાત્મક લાગણીઓનું પ્રમાણ હદ બહાર વધી … Continue reading Ghost Stories (Netflix)

Mardaani 2

કાશ, મર્દાની-2 એ તમિળ ફિલ્મની રિમેક હોત... પાંચ વર્ષ પહેલાં ગોપી પુથરને લખેલી અને (‘પરિણીતા’ ફેમ) પ્રદીપ સરકારે ડિરેક્ટ કરેલી ‘મર્દાની’ આવી ત્યારે તેમાં જે બેઝિક પ્લસ-માઈનસ પોઈન્ટ્સ હતા, તે હવે આવેલી ‘મર્દાની 2’માં પણ છે. અગાઉની જેમ જ રાની મુખર્જી ‘શિવાની શિવાજી રોય’ નામની નો-નોનસેન્સ ટફ પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. આ વખતે પણ ફિલ્મની … Continue reading Mardaani 2

Jallikattu (Malayalam Movie)

અમે આંધી વચ્ચે અંધાધૂંધીના માણસ આપણે એવું માનીએ છીએ કે અત્યારનો યુગ કમ્યુનિકેશનનો છે અને દુનિયાની તમામ માહિતી આપણને એક જ ક્લિકમાં મળી જાય છે. લેકિન આપણા જ દેશમાં અફલાતૂન ફિલ્મો બને છે ને આપણને એની જાણ સુદ્ધાં થતી નથી. દુનિયાભરની ફિલ્મો ‘નેટફ્લિક્સ’, ‘પ્રાઈમ વીડિયો’ જેવી વીડિયો સ્ટ્રીમિંગ સાઈટ્સ થકી આપણા મોબાઈલવગી છે, છતાં આપણે … Continue reading Jallikattu (Malayalam Movie)

Ujda Chaman

બાલ કે આગે જહાં ઔર ભી હૈ! બોલિવૂડની ઘંટી જાડું દળે છે. અને લોકો પણ એ ‘કકરા’ લોટની બનેલી ‘વાનગીઓ’ ઝાપટવા જ ટેવાયેલા છે. અથવા તો લોકોને જાડા લોટની વાનગીઓ જ માફક આવે છે એટલે જ બોલિવૂડિયન પ્રોડક્ટ્સ પણ એવું જ દળે છે. આ વાત દર વર્ષે સૌથી વધુ કમાણી કરતી હિન્દી ફિલ્મોનું લિસ્ટ ચેક … Continue reading Ujda Chaman

Laal Kaptaan

લાલ કપ્તાનઃ સાધુ તો લડતા ભલા સ્ક્રીન પર ક્ષિતિજ સુધી ફેલાયેલો ધૂળિયો વગડાઉ વિસ્તાર દેખાય છે. ટેકરી પર ગોઠવાયેલો કેમેરા શિકારની શોધમાં બેઠેલા કોઈ વાઘની જેમ એકાગ્રતાથી જોઈ રહ્યો છે. કેમેરાની ભાષામાં એક્સ્ટ્રીમ વાઈડ એન્ગલ શોટ પ્રકારના આ દૃશ્યમાં એક ઘોડેસવાર સ્ક્રીનની ડાબી બાજુએથી પ્રવેશે છે. ઘોડાને ધીમે ધીમે હંકારતો એ સ્ક્રીનની વચ્ચે પહોંચે છે. … Continue reading Laal Kaptaan