વઝીર

ચૅકમેટ *** થોડાં ગાબડાં છતાં સરસ પરફોર્મન્સ અને મ્યુઝિકને કારણે આ ફિલ્મ એક ટાઇમપાસ ક્વિક થ્રિલર બની રહી છે. *** સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બનાવવી એ પાકિસ્તાન સાથે દોસ્તી કરવા જેવું જોખમી કામ છે. એક તો છેક છેલ્લા સીન સુધી સસ્પેન્સનું તત્ત્વ અને લોકોની ઉત્કંઠા બરકરાર રાખવાં અઘરાં છે. બીજું, સોડાવૉટરની જેમ સસ્પેન્સ ફિલ્મોની મજા એનું … Continue reading વઝીર

Advertisements

Amitabh Bachchan – A Fountain Of Youth

Boss, I like this man. I'd like to grow old just like THIS man. એમના નવા શરૂ થઈ રહેલા શૉ 'આજ કી રાત હૈ ઝિંદગી'ના પ્રોમો જેટલી વાર જોઉં છું એટલી વાર હું આ 72 વર્ષના માણસને ડાન્સ કરતા જોઉં છું, અને બસ, જોતો જ રહું છું. શું એનર્જી છે યાર એમની! શું મસ્ત યુથફુલ … Continue reading Amitabh Bachchan – A Fountain Of Youth

પિકુ

ટોઇલેટ હ્યુમર *** માતાપિતા પ્રત્યેનો પ્રેમ, એમની બીમારીની આસપાસ વણાઈ જતી જિંદગી, તીવ્ર અતીતરાગ, વતન સાથે જોડાયેલાં આપણાં મૂળિયાં અને ત્યાંથી ઊખડ્યાં પછી ચીડિયો થઈ જતો સ્વભાવ અને હા, કબજિયાત... આવી તો કેટલીયે વાતો આ પારેવાની પાંખ જેવી હળવી ફિલ્મમાં અફલાતૂન રીતે પરોવી લેવાઈ છે. *** આપણા હાસ્યકારો કાયમ ‘હાસ્ય તો ઓબ્જરવેસનમાંથી મળે’ એવી એકની … Continue reading પિકુ

શમિતાભ

મેરી આવાઝ હી પહચાન હૈ, હંય! *** એકદમ ઝક્કાસ અને અત્યંત બોરિંગની વચ્ચે ઝોલાં ખાતી આ ફિલ્મ સિનેમા પ્રત્યેના પ્રેમ અને અમિતાભ બચ્ચનના અવાજનું સેલિબ્રેશન છે. *** જો અત્યારે ભારતીય સિનેમાના કોઈ બ્રૅન્ડ એમ્બેસેડર બનાવવાના હોય, તો તે માટે એક જ નામ સૂઝે અમિતાભ બચ્ચન. માત્ર આપણે જ નહીં, દિગ્દર્શક આર. બાલ્કી પણ અમિતાભના સુપર … Continue reading શમિતાભ

ભૂતનાથ રિટર્ન્સ

અબ કી બાર, ભૂત કી સરકાર? *** ધારો કે, મિસ્ટર ઈન્ડિયા ભૂતનાથ બનીને ચૂંટણી લડે, તો 'ભૂતનાથ રિટર્ન્સ'' બને અને બાવાનાં બેય બગડે!  *** છેલ્લા કેટલાય સમયથી શેખર કપૂરની સુપરહીટ ફિલ્મ 'મિ. ઈન્ડિયા'ની સિક્વલ બનાવવાની વાતો ચાલે છે, પણ સરકારી ફાઈલની જેમ હજુ સુધી એ આગળ વધી નથી. પરંતુ 2008ની ફિલ્મ 'ભૂતનાથ'ની સિક્વલના નામે કંઈક અંશે … Continue reading ભૂતનાથ રિટર્ન્સ

મહાભારત (એનિમેટેડ મુવી)

આના કરતાં ચૌદ વર્ષનો વનવાસ સારો! *** મહાભારત જેવી શાશ્વત કથા પરથી કેવી એનિમેટેડ ફિલ્મ ન બનાવવી જોઇએ તેનું પરફેક્ટ ઉદાહરણ છે આ ફિલ્મ. *** મહાભારત, ધ ગ્રેટેસ્ટ સ્ટોરી એવર ટોલ્ડ. સંખ્યાબંધ પાત્રો, દરેક પાત્રની બેકસ્ટોરી અને અત્યારના સંદર્ભમાં ચકાસવા બેસો તો તેનું જ્યોગ્રાફિકલ અનુસંધાન પણ મળી આવે. તેના વિશે સાચું જ કહેવાયું છે કે … Continue reading મહાભારત (એનિમેટેડ મુવી)

સત્યાગ્રહ

સત્યાગ્રહની સાઇડ ઇફેક્ટ્સ *** પ્રકાશ ઝાના ચાહકોને ગમે એવી અને અન્નાના ચાહકોને કદાચ ન ગમે એવી છતાં વિચારવા પ્રેરે એવી ફિલ્મ. *** 2011માં જ્યારે અન્ના હઝારેએ જનલોકપાલ બિલ લાવવા માટે ‘ગાંધી ચીંધ્યા માર્ગે’ આંદોલન કરેલું, ત્યારે એવી હવા હતી કે જો તમે અન્ના હઝારે આંદોલનની સાથે નથી, તો એમની વિરોધમાં છો. વાસ્તવિકતાની ધરતી પર પગ … Continue reading સત્યાગ્રહ