વ્હોટ ઈઝ ધેર ઈન અ નેમ? સ્પોઈલર્સ!

mv5byjzimzizytctndvizi00ownmlwfmn2ytmmi2owjizwvimmy3xkeyxkfqcgdeqxvyntywmza0mtm40._v1_ql50_sy1000_sx750_al_રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

12 ફેબ્રુઆરીએ સુજોય ઘોષની ‘બદલા’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું તેના થોડા કલાકોમાં જ અમારા એક મિત્રે માત્ર ટ્રેલર પરથી ફિલ્મના સસ્પેન્સનું એક્ઝેક્ટ અનુમાન લગાવેલું. ના, એમણે ‘બદલા’ જેના પરથી બની છે તે સ્પેનિશ મિસ્ટ્રી મુવી ‘કોન્ટ્રાટિએમ્પો’ (ધ ઈન્વિઝિબલ ગેસ્ટ) નહોતી જોઈ (કોન્ટ્રાટિએમ્પો એટલે .

હવે કટ ટુ ધ થિયેટર.

સામે સ્ક્રીન પર બદલા ફિલ્મ ચાલી રહી હતી. અમારી બાજુમાં નાનકડાં બેબી સાથે એક કપલ બેઠેલું. ફિલ્મ શરૂ થયાની 27મી મિનિટે (હા, મેં ટાઈમ ચેક કરેલો!) તેમાંના બહેને પણ એક્ઝેક્ટ સસ્પેન્સ કળી બતાવેલું. ના, તેઓ દુનિયાભરની ફિલ્મો જોઈને બેઠેલાં સિરિયસ સિનેફાઈલ લોકો નહોતાં (કેમ કે, એમનો સેલફોન સતત ચાલુ રહેતો હતો).

***

‘બદલા’ના એક ડાયલોગને આ ફિલ્મ માટે જ લાગુ પાડીએ તો કંઈક એવું કહી શકાય કે, ‘દુનિયામાં બે પ્રકારની સસ્પેન્સ ફિલ્મો હોય- એક જે પોતે એવું સમજતી હોય કે તે દર્શકો કરતાં વધુ સ્માર્ટ છે, જ્યારે બીજી ખરેખર સ્માર્ટ હોય.’ બદલા પહેલા પ્રકારની ફિલ્મ છે. શું કામ પહેલા પ્રકારની ફિલ્મ છે તે સાબિત કરતાં બે એક્ઝામ્પલ અહીં ઉપર મૂક્યાં છે. ખરેખરી સ્માર્ટ સસ્પેન્સ-મિસ્ટ્રી ફિલ્મ દર્શક જે વિચારે તેના કરતાં સતત બે ડગલાં આગળ ચાલતી રહે. બદલામાં એવું થતું નથી.

બદલાની સિંગલ લાઈન સ્ટોરી કંઈક એવી છે કે બિઝનેસવુમન નૈના સેઠી (તાપસી પન્નુ) એક મર્ડર કેસમાં ફસાઈ છે. તે બદલ એ હાઉસ અરેસ્ટની સ્થિતિમાં છે (એટલે જ એના પગમાં એન્કલ મોનિટર ફિટ કરાયું છે, જેથી એ નક્કી કરેલી ત્રિજ્યામાંથી બહાર નીકળે તો તરત જ પોલીસને તેની જાણ થઈ જાય). પોતાના બચાવ માટે એ બાદલ ગુપ્તા (અમિતાભ બચ્ચન) નામના બાહોશ સિનિયર વકીલને રોકે છે, જે પોતાની 40 વર્ષની કરિયરમાં ક્યારેય કોઈ કેસ હાર્યા નથી. ત્યારપછીની આખી ફિલ્મ સતત એક પછી એક કહેવાતાં નેરેટિવમાં એટલે કે કોઈના દ્વારા કહેવાતી કથા તરીકે આગળ વધતી રહે છે.

એક ઘટના કઈ રીતે ઘટી તેનાં વ્યક્તિએ વ્યક્તિએ બદલાતાં વર્ઝન્સ. જાણે અકિરા કુરોસાવાની ક્લાસિક ફિલ્મ ‘રશોમોન’ જોઈ લો. અથવા તો ફિલ્મમાં જેનું પોસ્ટર દીવાલ પર જોવા મળે છે તે બાસુ ચેટર્જીની કોર્ટરૂમ (રાધર, જ્યુરી રૂમ) ડ્રામા ફિલ્મ ‘એક રૂકા હુઆ ફૈસલા’ (જે પોતે 1957માં આવેલી હોલિવૂડ ફિલ્મ ‘12 એન્ગ્રી મેન’ની રિમેક હતી) જોઈ લો. અહીં પણ મોટા ભાગની ઘટનાઓ એક રૂમમાં અને બે વ્યક્તિઓનાં મગજમાં આકાર લે છે.

સસ્પેન્સ થ્રિલર ફિલ્મો જોવાની મજા એ છે કે પ્રેક્ષક તરીકે આપણું મગજ સતત ચાલતું રહે. આપણે પણ અજાણપણે એક ડિટેક્ટિવ બનીને સતત ક્લુ શોધતા રહીએ અને ‘હુ ડન ઈટ’નો અથવા તો ‘હાઉ ડન ઈટ’ જવાબ મેળવતા રહીએ. એમાં પાછા ‘અનરિલાયેબલ નેરેટર’ ટાઈપના સ્ટોરીટેલિંગનો ઉમેરો થાય. એટલે આપણને સતત શંકા થતી રહે કે આમાં એક્ઝેક્ટ્લી કોણ અને કેટલું સાચું બોલે છે! એટલે તમારા લેવલ ઓફ ઈન્ટરેસ્ટનો આધાર એ વાત પર રહે કે કોના પોઈન્ટ ઓફ વ્યૂથી ફિલ્મ જુઓ છો!

બદલામાં સુજોય ઘોષને મહાભારતનાં રેફરન્સીસ અને મેલ-ફીમેલ કેરેક્ટર્સના રોલ રિવર્સલ સિવાય ખાસ કોઈ ક્રિએટિવિટી ઉમેરવાની જરૂર હતી નહીં. એટલે જ ફિલ્મ ડિટ્ટો પોતાના ઓરિજિનલ સોર્સની લાઈનદોરી પર જ આગળ વધે છે. બદલાની રિમેક એનાઉન્સ થઈ ત્યારે એવો પણ સવાલ થયેલો કે આ ફિલ્મ ભારતમાં પ્રેક્ટિકલી કઈ રીતે પોસિબલ બની શકે? આ સવાલ સુજોય ઘોષના મનમાં પણ થયો હશે, અને એટલે જ એમણે ઓછી વસ્તી ધરાવતા સ્કોટલેન્ડમાં આખી સ્ટોરી આકાર લે છે તેવું બતાવ્યું.

હા, મેકર્સે દર્શકોની સામે ડિટેઇલ્સ રૂપે ક્લુઝ મૂક્યા છે, જે તમે ધ્યાનથી જુઓ તો ફિલ્મ કઈ દિશામાં ટર્ન લેશે તેનું એક્ઝેક્ટ નિદાન કરી શકો. પરંતુ દર્શક જે વિચારે અને છેવટે એ જ સિક્રેટ નીકળે ત્યારે ખૂલતા રહસ્ય કે છેલ્લે આવતા ટ્વિસ્ટ એન્ડિંગમાં જે ચમત્કૃતિ, જે મોઢું પહોળું રહી ગયાની ‘વાઉ’ ફીલ થવી જોઈએ તે ન થાય (બોલિવૂડમાં છેલ્લે આવી ‘વાઉ’ ફીલિંગ ‘દૃશ્યમ’માં આવી હતી).

બદલા પૂરી થાય ત્યારે જે ‘વાઉ’ ફીલ નથી થતી તેનું સૌથી મોટું કારણ છે, ફિલ્મનું ટાઈટલ, ‘બદલા’. બદલા એટલે રિવેન્જ-પ્રતિશોધ-વેરનાં વળામણાં. જ્યારે સુજોય ઘોષ ‘ધ ઈન્વિઝિબલ ગેસ્ટ’ હિન્દીમાં ‘બદલા’ નામે બનાવી રહ્યા છે એવી જાહેરાત થઈ ત્યારથી જ મનમાં ભારોભાર નિરાશા થયેલી કે આવું ભારોભાર સ્પોઈલરવાળું ટાઈટલ તેઓ કઈ રીતે રાખી શકે? બદલા એ ફિલ્મના મુખ્ય પાત્ર બાદલ ગુપ્તા (અમિતાભ)ના નામના અંગ્રેજી સ્પેલિંગને આડોઅવળો કરીએ તોય બનતું નામ છે. જ્યારે બદલાનો ત્રીજો અર્થ થાય, ચેન્જ. એકને બદલે બીજું. ‘બદલા’ના આ ત્રણેય અર્થથી લઈને ફિલ્મની શરૂઆતમાં થતો લુક એક્સચેન્જ, સ્ટોપ વૉચ, એક પાત્ર દ્વારા અજાણતાં જ બોલાઈ જતું એક નામ કે ઘરની દીવાલ પર દેખાતાં ‘12 એન્ગ્રી મેન’, ‘ટ્વેલ્વ્થ નાઈટ’નાં પોસ્ટર્સ અને ફિલ્મની ટેગલાઈન (‘બદલા લેના હર બાર સહી નહીં હોતા…) સુધી ઘણે બધે ઠેકાણે આપણા માટે ક્લુઝ વેરાયેલા છે. પરંતુ ટ્રેજેડી એ છે કે આ ક્લુઝની મદદ વિના પણ ઓડિયન્સ સસ્પેન્સ કળી જાય છે.

અમિતાભ બચ્ચન એઝ ઓલ્વેઝ સુપર્બ ફોર્મમાં છે. તાપસી પન્નુ પણ કોમ્પિટન્ટ પર્ફોર્મન્સ આપે છે. પરંતુ એક અનિવાર્ય સત્ય એવું છે કે કલાકારો પોતાની સાથે પોતાના પાસ્ટ પર્ફોર્મન્સીસનું બેગેજ લઈને ફરતા હોય છે. યાને કે અમિતાભ વગેરે સ્ટાર્સને આપણે અમુક ચોક્કસ પ્રકારની ભૂમિકાઓમાં જોવા ટેવાયેલા હોઈએ. બોલિવૂડ જેવી સ્ટાર વર્શિપિંગ ફિલ્મ ઈન્ડસ્ટ્રી કલાકારોને જે પ્રકારની ભૂમિકાઓ આપતી રહેતી હોય અને કલાકારો પણ જેવી ભૂમિકાઓ કરતા રહેતા હોય, તેને લીધે અમુક પ્રકારની શક્યતાઓનો સીધો જ છેદ ઊડી જાય છે. એટલે જ બચ્ચન મોશાય પ્રત્યે ભારોભાર આદર અને પ્રેમ છતાં જો ખરેખરી થ્રિલ અનુભવવી હોય તો ‘બદલા’ની ઓરિજિનલ ફિલ્મ ‘ધ ઈન્વિઝિબલ ગેસ્ટ’ જોવી જોઈએ. કેમ કે, તેના એક પણ કલાકારને આપણે ઓળખતા નથી હોતા. અને એટલે જ તેમની સાથે કોઈ બેગેજ નથી હોતું અને તેઓ કઈ પરિસ્થિતિમાં કઈ રીતે વર્તશે અથવા તો સ્ટોરીમાં અમુક પ્રકારનાં કામ તેઓ કરી શકે કે કેમ તેનો આપણને કોઈ જ અંદાજ નથી હોતો. આપણે એકદમ કોરી સ્લેટ લઈને જ ફિલ્મની સાથે તણાતા જઈએ છીએ. આથી છેવટે એક પછી એક ખૂલતાં બંને સિક્રેટ કે ટ્વિસ્ટ આપણા માટે ઈક્વલી સરપ્રાઈઝિંગ હોય છે. હા, બીજું સિક્રેટ ખૂલે ત્યારે આપણા મનના કોઈ ખૂણે એક નાનકડો સવાલ તો જરૂર સળવળી ઊઠે કે, ‘જાવ જાવ, આવું તે કંઈ થતું હશે?!’

હા, આ ફિલ્મનું એડિટિંગ સરસ છે. બે કલાકની અને એક પણ ગીત વિનાની ફિલ્મ હોવા છતાં ફટાફટ બદલાતાં દૃશ્યો અને એક પછી એક આવતી જતી સિક્વન્સીસને કારણે આપણને ક્યાંય કંટાળવાનો મોકો મળતો નથી. એક સીનમાં અમિતાભ બચ્ચન વર્તમાનમાં તાપસીને પાછળથી બોલાવે છે અને તાપસીનું પાત્ર ભૂતકાળમાં પાછું વળીને જુએ છે એડિટિંગની એ ટ્રિક ખરેખર ઈન્ટરેસ્ટિંગ છે.

અમૃતા સિંઘ અને માનવ કૌલની નાની પણ ઈન્ટરેસ્ટિંગ ભૂમિકાઓ છે. અમૃતા સિંઘનું કેરેક્ટર ફિલ્મમાં ખૂટતું ઈમોશનલ એલિમેન્ટ ઉમેરે છે, પરંતુ લોકોને અપીલ કરવા માટે તેની હજુ થોડી વધુ જરૂર હતી.

ઓરિજિનલ ફિલ્મ ‘ધ ઈન્વિઝિબલ ગેસ્ટ’ જોઈ હોય કે નહીં, પરંતુ ‘બદલા’ જોઈને નીકળીએ ત્યારે ઘણા પ્રશ્નો આપણા મગજમાં તરવરતા રહે. ઘણા લોજિકલ લૂપહોલ્સ પણ પકડમાં આવે. એટલે જો ‘બદલા’ ન જોઈ હોય અને સ્ટારને બદલે સિનેમાના રસિયા હો તો ‘નેટફ્લિક્સ’ કે ટોરેન્ટ પર અવેલેબલ એવી મૂળ ફિલ્મ જ જોવાની સલાહ છે.

P.S. 1 ‘ધ ઈન્વિઝિબલ ગેસ્ટ’ના ડિરેક્ટર ઓરિઓલ પૉલોની 2012માં આવેલી બીજી એક ફિલ્મ ‘ધ બોડી’ પરથી (ઓરિજિનલ મલયાલમ ‘દૃશ્યમ’ના ડિરેક્ટર) જીતુ જોસેફ રિશિ કપૂર અને ઈમરાન હાશ્મીને લઈને હિન્દી રિમેક બનાવી રહ્યા છે. ‘ધ બોડી’ અને હવે ‘બદલા’ જોયા પછી કહી શકાય કે એ બીજી રિમેકનું નામ ‘બદલા-2’ રાખવું જોઈએ!

P.S. 2 ‘દૃશ્યમ’નો રિવ્યુ વાંચવા માટે ક્લિક કરો આ લિંકઃ https://bit.ly/2Wd9UzJ

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s