Kaala Karikaalan

કાલા રે, સૈંયા કાલા રે… રેટિંગઃ *** (ત્રણ સ્ટાર) કાળમીંઢના પથ્થરો પર શિલાલેખની જેમ કોતરી નાખવા જેવી વાત છે કે રજનીકાંત જેવી સ્ટાઈલ અને સ્વૅગરથી ચાલવાની આ દુનિયામાં કોઈની તાકાત નથી. એના ચાલવામાં, હાથ ઊંચો કરવામાં, ચપટી વગાડવામાં, ફાઈટ કરવામાં, હસવામાં, ગોગલ્સ-પહેરવા કાઢવામાં, આંખોથી ઈશારા કરવામાં, ડાયલોગ બોલવામાં, ડાન્સ કરવામાં કે સિમ્પ્લી ખુરશી નાખીને બેસવામાં … Continue reading Kaala Karikaalan

Advertisements

પરમાણુઃ ધ સ્ટોરી ઑફ પોખરણ

યે ધમાકા પૂરા ફિલ્મી હૈ! રેટિંગઃ **½ (અઢી સ્ટાર) મસાલા હિન્દી ફિલ્મોના દર્શક તરીકે આપણને (અને એટલે જ આપણા ફિલ્મમેકર્સને) ઝીણું કાંતવું ખાસ ગમતું નથી. ફિલ્મનો હીરો દેશના દુશ્મનોની સામે પડ્યો હોય, તો દેશના દુશ્મનોને સિમ્પ્લિફાય કરીને ‘મોગેમ્બો’ જેવા એકાદ માણસમાં આરોપિત કરવા પડે. જેથી ફિલ્મને અંતે એ માણસના ફુરચા ઊડે એટલે આપણને ‘દેશ કે … Continue reading પરમાણુઃ ધ સ્ટોરી ઑફ પોખરણ

Deadpool 2

સુપરહીરો હૈ યે પગલા! રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર) ‘ડેડપૂલ-2’ ‘માર્વેલ’ કોમિક્સની સુપરહીરો મુવીઝના રાઈટરલોગનું ડિટોક્સ છે. કોઈપણ નવી સુપરહીરો મુવી લખતી વખતે તેના રાઈટરલોગ બહુ સ્ટ્રેસમાં રહેતા હશે. કે ક્યા યાર, દર વખતે એનું એ જઃ દરેક કેરેક્ટરની પર્સનાલિટી જાળવી રાખવી, કોમિક્સની મૂળ વાર્તાને વફાદાર રહેવું (એમાં સહેજ ઊંધું-ચત્તું થયું તો દુનિયાભરમાં ફેલાયેલા એમના … Continue reading Deadpool 2

રાઝી

‘ગાઝી’ની પ્રિક્વલ ‘રાઝી’* રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર) મેઘના ગુલઝારે પોતાની છેલ્લી ફિલ્મને બહુ સ્માર્ટલી ‘તલવાર’ નામ આપેલું, જેથી ફિલ્મ આરુષિ તલવાર હત્યા કેસ સાથે જોડાયેલી છે તે કહ્યા વિના પણ સાબિત થઈ જાય. એ જ રીતે હવે એણે પોતાની લેટેસ્ટ ફિલ્મનું પણ સ્માર્ટલી નામકરણ કર્યું છે. સ્ટોરી પાકિસ્તાનમાં રહીને ભારત માટે જાસૂસી કરનારી મહિલા … Continue reading રાઝી

102 નોટ આઉટ

બુઢ્ઢા હોગા તેરા બાપ! રેટિંગઃ **½ (અઢી સ્ટાર)   એક બાપ ઊઠીને દીકરાને વૃદ્ધાશ્રમમાં મોકલે તો? નાટ્યકાર સૌમ્ય જોશીએ ક્યારેય ખૂલીને ફોડ પાડ્યો નથી, પણ બની શકે કે એમનું સુપરહિટ નાટક ‘102 નોટ આઉટ’ એમને આ એક સિંગલ લાઈન થોટમાંથી સૂઝ્યું હોઈ શકે. જે હોય તે, પણ આપણી ભાષાની કોઈ કૃતિ પરથી મલ્ટિસ્ટારર ફિલ્મ બને … Continue reading 102 નોટ આઉટ

Avengers: Infinity War

કોમિક્સનું કુરુક્ષેત્ર રેટિંગઃ *** (ત્રણ સ્ટાર) આ શુક્રવારે રિલીઝ થયેલી હોલિવૂડની સુપરહીરો મુવી ‘એવેન્જર્સઃ ઈન્ફિનિટી વોર’માં પડદા પર ધબાધબી બોલી રહી હતી, ઑડિયન્સમાં બેઠેલા જુવાનિયાંવ ચિચિયારીઓ કરીને પાગલ થઈ રહ્યા હતા અને મને આપણું ‘મહાભારત’ યાદ આવી રહ્યું હતું. દર શુક્રવારે હિન્દી ફિલ્મોની વાત કરતાં કરતાં આપણે અચાનક હોલિવૂડ પર ક્યાં ચડી ગયા અને એમાં … Continue reading Avengers: Infinity War

Bharat Ane Nenu (Telugu Movie)

નાયક 2.0 રેટિંગઃ **½ (અઢી સ્ટાર) જે રીતે તમિલનાડુમાં રજનીકાંતનું સ્ટારડમ સેલિબ્રેટ થાય એ રીતે આંધ્રપ્રદેશમાં મહેશ બાબુનું ઊજવણું થાય. આંધ્રથી દૂર અહીં અમદાવાદમાં બેઠાં બેઠાં પણ એના સ્ટારડમનો અંદાજ એ વાતે આવી જાય કે ટાઈટલ ક્રેડિટ્સમાં થિયેટરનો આખો ફુલ સાઈઝનો સ્ક્રીન પણ નાનો પડે એટલા મોટા અક્ષરમાં લખાયેલું આવે, ‘સુપરસ્ટાર મહેશ’, અને અહીંયા પણ … Continue reading Bharat Ane Nenu (Telugu Movie)