Arts, Inner Voice & Passion

‘હલો જયેશભાઈ, ડિસ્ટર્બ તો નહીં કિયા ના?’ આજે વહેલી સવારે અમારા કૂકે ફોન પર બાંગ પોકારી અને બે ઘડી તો મને ‘એક્ઝોર્સિસ્ટ’ જોતો હોઉં એવી ફાળ પડી ગઈ, કે આજ ફિર ગાપચી મારને કી તમન્ના હૈ, ક્યા? પરંતુ મામલો જુદો હતો. મને કહે કે, ‘મારી દીકરીનું દસમાનું રિઝલ્ટ આવ્યું છે, પણ કેવી રીતે જોવું તે … Continue reading Arts, Inner Voice & Passion

Advertisements

Breakfast Longing

આજકાલ કરતાં અમદાવાદમાં બાર વર્ષ થયાં (ના, આ કોન્ગ્રેચ્યુલેશન્સ ઉઘરાવવાની પોસ્ટ નથી!). વાળમાં ચોંટેલી ચ્યુઇંગગમની જેમ ચીપકી ગયેલા આ શહેર સાથે મારો લવહેટનો વહેવાર ચાલતો રહે છે. આ શહેરની મને ન ગમતી એકાદ કરોડ બાબતો પૈકીની બે એટલે અહીંનું એક્સ્ટ્રીમ વેધર અને શહેરનો ADHDના પેશન્ટ જેવો રેસ્ટલેસ સ્વભાવ. સવારના સાતેક વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી … Continue reading Breakfast Longing

Good Bye Rhythm House

ગઈ કાલે મુંબઈના લેજન્ડરી મ્યુઝિક સ્ટોર ‘રિધમ હાઉસ’નો છેલ્લો દિવસ હતો. ગયા વર્ષે ‘કેફે સમોવર’ બંધ થયા પછી સાઉથ બોમ્બેના વારસા પર પડેલો આ બીજો મરણતોલ ઘા છે. રિધમ હાઉસની વિદાય એ ડિજિટલ રિવોલ્યૂશનની બહુ પેઇનફુલ સાઇડ ઇફેક્ટ છે. સાત દાયકા કરતાં પણ વધારે જૂનો આ સ્ટોર કેવો ગ્રૅન્ડ ભૂતકાળ ધરાવતો હશે તેની એ વાત … Continue reading Good Bye Rhythm House

International Film Festival Of India (IFFI), 2015

મને આળસ આવી જાય અને સાવ રહી જાય તે પહેલાં આ વખતના IFFI એટલે કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનાં મારાં ઑબ્ઝર્વેશન્સ અને મેં જોયેલી કેટલીક ફિલ્મોની વાત. - આ વખતે ડેલિગેટ ફી ૩૦૦ રૂપિયાથી વધારીને સીધી ૧૦૦૦ કરી દેવાઈ. કદાચ તેને લીધે પણ ત્યાં આવેલા ડેલિગેટ્સની સંખ્યા પણ થોડી ઓછી દેખાતી હતી. - ખાનગી … Continue reading International Film Festival Of India (IFFI), 2015

અમારી રક્ષાબંધન

હલ્લો સિસ્ટર, ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ, તુમ હોતી તો ઐસા હોતા તુમ હોતી તો વૈસા હોતા...’ અમિતાભ બચ્ચનને આ વિચાર ભલે રેખા માટે આવ્યો હોય, પણ મને ક્યારેક તારા વિશે એટલે કે મારી લાઇફમાં ક્યારેય ન આવેલી બહેન વિશે પણ આવે છે. આમ તો આપણા મગજમાં એવી સિસ્ટમ ગોઠવેલી છે કે … Continue reading અમારી રક્ષાબંધન