અલવિદા મૃણાલ સેનઃ મુવીઝ, માટી, માનુષના મેગા મુવીસર્જકની વિદાય

ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘રોકસ્ટાર’ને કારણે જાણીતો થયેલો 13મી સદીના શાયર રુમીનો એક ક્વોટ છેઃ ‘યહાં સે બહોત દૂર, ગલત ઔર સહી કે પાર એક મૈદાન હૈ, મૈં વહાં મિલુંગા તુઝે.’ આ ક્વોટને સિનેમા માટે લાગુ પાડીએ તો કંઈક આવું કહી શકાયઃ ‘યહાં સે બહોત દૂર, હિટ-ફ્લોપ 100 કરોડ ક્લબ કે પાર એક મૈદાન હૈ, મૈં … Continue reading અલવિદા મૃણાલ સેનઃ મુવીઝ, માટી, માનુષના મેગા મુવીસર્જકની વિદાય

Advertisements

હવાઈઝાદા

ઈશકઝાદા *** જો સંજય લીલા ભણસાલીના ‘સાંવરિયા’એ પ્રેમ કરવા સિવાયનો ટાઇમપાસ કરવા માટે પ્લેન બનાવ્યું હોત તો એ આ ‘હવાઈઝાદા’ કરતાં જરાય જુદો ન હોત. *** બાયોપિક બનાવવી એ વાઘની સવારી કરવા જેવું અઘરું કામ છે. એક તો જે હસ્તી પર ફિલ્મ બનાવી રહ્યા છે તેની આભાને નુકસાન ન પહોંચે તે ધ્યાન રાખવાનું અને સાથોસાથ … Continue reading હવાઈઝાદા

એન્ટરટેનમેન્ટ

એન્ટરટેનમેન્ટ કે લિયે કુછ ભી કરેગા! ***  જો દિમાગને ડીપ ફ્રીજમાં મૂકવાનો વાંધો ન હોય, તો આ ફિલ્મ ટાઇમપાસ ફેમિલી વીક એન્ડ એન્ટરટેનમેન્ટ બની શકે તેવી છે. *** એવી એક સનાતન (અને વાજબી) ફરિયાદ છે કે આપણે ત્યાં બાળકોની ફિલ્મો બનતી નથી. એક્ચ્યુઅલી, આપણે ભારતીયો કરકસરિયા સ્વભાવના છીએ એટલે બાળકો માટે સ્પેશિયલી અલાયદી ફિલ્મો બનાવવાને … Continue reading એન્ટરટેનમેન્ટ

કિક

ભાઈનો જય હો! *** સલમાનભાઈના ફેન્સને તો આ ફિલ્મથી ‘કિક’ વાગશે જ, પરંતુ જેમને સલમાનની ધડમાથા વિનાની ફિલ્મો ગમતી ન હોય એ લોકો પણ આ ફિલ્મથી ખાસ દુઃખી નહીં થાય. *** આમ તો સલમાન ખાનની ફિલ્મ હોય એટલે એમાં ઝાઝું વિચારવાનું હોતું નથી. સ્ટોરી, સ્ક્રીનપ્લે, સહકલાકારો કે ઈવન હિરોઇન સુદ્ધાં ફોર્માલિટી ખાતર જ હોય છે. … Continue reading કિક

કાંચી

શો મેનનો વધુ એક ફ્લોપ શો *** એક જમાનાના ‘શો મેન’ સુભાષ ઘઈની ઘાઈ ઘાઈમાં બની હોય તેવી લાગતી આ ફિલ્મ એમની જ ફિલ્મ ‘તાલ’ના અતિ નબળા અલ્ટરનેટ વર્ઝન જેવી છે. *** એક હતા સુભાષ ઘઈ. એ એટલી એન્ટરટેનિંગ ફિલ્મો બનાવતા કે અનેક વાર જોયા પછીયે આજે પણ ટીવી પર ચાલતી હોય તો ચેનલ ફેરવવાનું … Continue reading કાંચી

બોસ

બોસ, કરે છે બોર! *** આર્ટ ફિલ્મેં તો યૂં હી બદનામ હૈ, તકલીફ તો (બોસ જૈસી) કમર્શિયલ મુવીઝ દેતી હૈ! *** માત્ર સ્ટાર પાવરને વટાવી ખાવા અને એક જ વીકએન્ડમાં થાય એટલો વકરો ઉસેટી લેવા માટે બનાવાયેલી વધુ એક માઇન્ડલેસ, સો કોલ્ડ મસાલા મુવી. રોનિત રોયની સરપ્રાઇઝ સુપર્બ એક્ટિંગને બાદ કરતાં આ બોરિંગ અને પ્રીડિક્ટેબલ … Continue reading બોસ