Baby Driver

જસ્ટ ઇમેજિન, તમે એક મોટો કાંડ કરીને ભાગ્યા છો. પોલીસ તમારી પાછળ શિકારી કૂતરાની જેમ પડી છે. હવે જરા સરખું પણ મોડું થયું તો થોડી વાર પછી તમારું બૉડી મૅડિકલ સ્ટુડન્ટ્સને હ્યુમન એનાટોમી ભણાવવા માટે ઉપયોગમાં લેવાતું હશે. દોડતાં દોડતાં તમે એક કારમાં ઘૂસો છો. અગાઉ શીખેલી કળા વાપરીને કાર સ્ટાર્ટ પણ કરી દો છો. … Continue reading Baby Driver

Advertisements

ટ્યુબલાઇટ

લૉ વોલ્ટેજ *** સલમાનની પ્રામાણિક મહેનત છતાં નબળું રાઇટિંગ અને ઑવર સિમ્પ્લિસ્ટિક ટ્રીટમેન્ટને કારણે ‘ટ્યુબલાઇટ’માં જોઇએ તેટલો સ્પાર્ક નથી. *** આપણે ત્યાં બાળકોની ફિલ્મો શા માટે બનતી નથી? જવાબ છે, તેને બદલે સલમાનભાઈની એમને મેન-ચાઇલ્ડ તરીકે પેશ કરતી ફિલ્મો બને છે એટલે. દુનિયાની કોઇપણ ફિલ્મનું ‘સલમાનીફિકેશન’ કરો એટલે તેનો હીરો આપોઆપ ‘પ્યોર મેન વિથ ગોલ્ડન … Continue reading ટ્યુબલાઇટ

Wonder Woman

ગયા વર્ષે ‘બૅટમેન વર્સસ સુપરમેન’ જોતી વખતે ક્લાઇમેક્સમાં જ્યારે બૅટમેનની ગાડી ખોટકાયેલી અને એની બરાબરની વાટ લાગેલી ત્યારે આકાશમાંથી વીજળી પડે એમ એક બાનુની એન્ટ્રી થઈ હતી. એને જોઇને ઑડિયન્સે જાણે ‘બાહુબલિકા’ પાછી મળી હોય એમ ચિચિયારીઓ બોલાવેલી. ‘બાહુબલિ બાહુબલિ’ની જેમ ‘વન્ડર વુમન’ના પોકારો પણ થયેલા. ત્યારે થયેલું કે મારી બેટી છે તો જોરદાર બાકી! … Continue reading Wonder Woman

Baywatch

ડૉન્ટ વૉચ *** આ ફિલ્મ જોવા કરતાં દુઃખતી દાઢ પડાવી આવો, ફાયદામાં રહેશો. *** નેવુંના દાયકાની શરૂઆતમાં આપણે ત્યાં સેટેલાઇટ ચેનલોનું નવું નવું આગમન થયેલું. તેમાં ‘બેવૉચ’ નામની સિરિયલે શોખીન વડીલો અને જુવાનિયાંવને બરાબરનો ચસ્કો લગાડેલો. તેમાં ટેલિવિઝન સ્ક્રીન પર લાલ બિકિની પહેરીને દોડતી ચાર-પાંચ કમનીય સુંદરીઓને જોવા માટે કેટલાય લોકો ઉજાગરા કરતા. તે સિરિયલના … Continue reading Baywatch

Life

ગ્રેટ ફિલ્મમૅકર સત્યજિત રાયે દાયકાઓ પહેલાં એક વાર્તા લખેલી. બંગાળીમાં તેનું નામ હતું, ‘બૃહચ્ચંચુ’. વાર્તા એવી કે કથાના નાયક દંડકારણ્યમાંથી એક નાનકડું ક્યુટ પંખીડું પોતાની સાથે પોતાના ઘરે લેતા આવે છે. પરંતુ એ પંખીડું લિટરલી દિવસે ન વધે એટલું રાત્રે વધવા લાગ્યું. ઉપરથી એણે આસપાસનાં પ્રાણી-પંખીઓનો શિકાર કરવાનું પણ શરૂ કરી દીધું. કેમ કે, નાયક … Continue reading Life

Kong: Skull Island

મોન્સ્ટર ફિલ્મોની એક સૅટ ફોર્મ્યુલા હોય છે, કે આ પૃથ્વી કુદરતની પ્રયોગશાળા છે અને તેનો ઉત્ક્રાંતિ નામનો જાયન્ટ એક્સપરિમેન્ટ સતત ચાલતો રહે છે. એમાં તમે એના જ એક ક્રિએશન થઇને એની વચ્ચે ખણખોદિયું સ્ટાર્ટઅપ શરૂ કરો તો તમારી વાટ લાગવાની એ નક્કી વાત છે. ‘જુરાસિક પાર્ક’ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ‘કોંગઃ સ્કલ આઇલૅન્ડ’ પણ ઓલમોસ્ટ … Continue reading Kong: Skull Island

Arrival

દર થોડાં વર્ષે ‘અરાઇવલ’ જેવી એક ફિલ્મ આવે, જેને જોતી વખતે આપણું મોં આઈ-મૅક્સના સ્ક્રીન જેવું પહોળું રહી જાય. બે-એક કલાકની અંદર તો તે આપણા દિમાગનો એવો કબ્જો લઈ લે કે ફિલ્મ જોઇને બહાર નીકળો તે પછી ફિલ્મમાં ઉઠાવેલી વાતો જ ચાલ્યા કરે. કેટલીયે વસ્તુઓ સમજાય નહીં, જેને જાણવા માટે તમે દોસ્તો સાથે અનલિમિટેડ કપ … Continue reading Arrival