શોર્ટ સર્કિટઃ કરંટ તો છે, બોસ!

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર્સ) ગૂગલ પર ‘ઈન્ડિયન સાયન્સ ફિક્શન મુવીઝ’ લખીને સર્ચ મારીએ તેમાં ગણીગાંઠી હિન્દી અને મેજોરિટી સાઉથ ઈન્ડિયન ફિલ્મોની યાદી હાજર થાય. તેને ચાળીને હિન્દી ફિલ્મોનું લિસ્ટ બનાવીએ તો કિશોર કુમારની ‘મિસ્ટર X ઈન બોમ્બે’થી લઈને હમણાં આવેલી ‘2.0’ને પણ સામેલ કરીએ તો ખ્યાલ આવે કે આપણી સાયન્સ ફિક્શન ફિલ્મોમાં સાયન્સ ઓછું અને … Continue reading શોર્ટ સર્કિટઃ કરંટ તો છે, બોસ!

Advertisements

વિટામિન શી

‘રોમ-કોમ’ કહેતા રોમેન્ટિક કોમેડી ફિલ્મોનું એક સ્ટાન્ડર્ડ ટેમ્પલેટ હોય છે. છોકરો છોકરીને મળે, લવ એટ ફર્સ્ટ સાઇટ થાય, છતાં બંને વચ્ચે ટપાટપી-નોંકઝોક થાય, પણ પછી બંનેનાં દિલમાં પ્રેમનું ઘાસ ફૂટી જ નીકળે, બંને એકબીજાના પ્રેમમાં એવા માથાબોળ ડૂબે કે ઘરના લોકો-દોસ્તારો વગેરે બધા જ સંજવારી કાઢી હોય એમ સાઇડમાં ધકેલાઈ જાય, બધું રોઝી રોઝી લાગવા … Continue reading વિટામિન શી