અર્જુન રેડ્ડી aka કબીર સિંઘઃ એક Jerkની પરીકથા

Spoilers Warning: નીચેના આર્ટિકલમાં કબીર સિંઘ (અર્જુન રેડ્ડી)ની કોઈપણ સ્પોઈલરની સાડાબારી રાખ્યા વિના વાત કરવામાં આવી છે. ફિલ્મ જોયા પછી જ વાંચશો.  અત્યારે એક વરસાદી સાંજે અમો આ લખી રહ્યા છીએ ત્યારે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રિમેક ‘કબીર સિંઘ’ વિશે એટલું બધું કહેવાઈ-લખાઈ ચૂક્યું છે કે હવે કબીર સિંઘની ટીકા … Continue reading અર્જુન રેડ્ડી aka કબીર સિંઘઃ એક Jerkની પરીકથા

‘દો ગઝ ઝમીન કે નીચે’: ભારતની પહેલી ‘હોરર’ ફિલ્મના શૂટિંગમાં કબ્રસ્તાનમાં એક લાશે ક્રૂ મેમ્બરનો પગ ખેંચી લીધેલો!

18 સપ્ટેમ્બરે બીજા ‘નેશનલ ઈન્ટરેસ્ટ’ના સમાચારોની વચ્ચે એક ન્યૂઝ દબાઈને ભુલાઈ ગયા. ભારતમાં પ્રોપર હોરર ફિલ્મોના યુગની શરૂઆત કરનારા ‘રામસે બ્રધર્સ’ના શ્યામ રામસેનું મુંબઈ ખાતે 67 વર્ષની ઉંમરે અવસાન થયું. હોરર યાને કે ભૂત-પ્રેતની ડરામણી ફિલ્મોનો પર્યાય બની ગયેલા ‘રામસે બ્રધર્સ’ને એમના કન્ટેન્ટ અને ખાસ તો ટ્રીટમેન્ટને કારણે ક્યારેય મેઈનસ્ટ્રીમ મેકર્સ ગણવામાં નથી આવ્યા. તેમ … Continue reading ‘દો ગઝ ઝમીન કે નીચે’: ભારતની પહેલી ‘હોરર’ ફિલ્મના શૂટિંગમાં કબ્રસ્તાનમાં એક લાશે ક્રૂ મેમ્બરનો પગ ખેંચી લીધેલો!

છિછોરેઃ ‘જો જીતા વોહી સિકંદર’થી ‘રણમાં હારે તે પણ શૂર’ સુધી

કોઈ ફિલ્મ રિલીઝ થાય અને અખબારો-સોશિયલ મીડિયામાં તેને લઈને ચિંતનાત્મક લેખો કે લાંબાં સ્ટેટસો લખાવા માંડે એટલે સમજી લેવાનું કે તે ફિલ્મ ‘મેસેજ ઓરિએન્ટેડ’ હશે. ડોન્ટ વરી, આ લેખ ‘ચિંતનાત્મક’ નથી! હા, ત્રણેક અઠવાડિયાં પહેલાં રિલીઝ થયેલી ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ ‘છિછોરે’ જોઈને જે થોડા વિચારો આવ્યા તેનું શૅરિંગ માત્ર છે. અગાઉ આમિર ખાન સાથે … Continue reading છિછોરેઃ ‘જો જીતા વોહી સિકંદર’થી ‘રણમાં હારે તે પણ શૂર’ સુધી

ધ ફેમિલી મેનઃ ફર્ઝ અને ફેમિલી વચ્ચે ફસાયેલા જાંબાઝની સ્માર્ટ સ્ટોરી

20 સપ્ટેમ્બરથી ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પર શરૂ થયેલી સ્પાય થ્રિલર વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’માં એક ઈન્ટરેસ્ટિંગ સીન છે. લીડ કેરેક્ટર શ્રીકાંત તિવારી (મનોજ બાજપાયી) પોતાની દીકરીના પરાક્રમ બદલ એની સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં છે. એને દીકરી વતી પ્રિન્સિપાલની ડાંટ સાંભળીને એને સસ્પેન્ડ થતાં બચાવવાની છે. પ્રિન્સિપાલ સાહેબા સંભાષણ આપી રહ્યાં છે કે એક પિતા તરીકે … Continue reading ધ ફેમિલી મેનઃ ફર્ઝ અને ફેમિલી વચ્ચે ફસાયેલા જાંબાઝની સ્માર્ટ સ્ટોરી

Dream Girl

ફોનવાલી ચાચી 420 કો-ઈન્સિડન્સ જુઓ. આયુષ્માન ખુરાના પૂર્વાશ્રમમાં એટલે કે એક્ટર બન્યો એ પહેલાં રેડિયો જોકી હતો. ‘તુમ્હારી સુલુ’માં વિદ્યા બાલન (બીજી વાર) રેડિયો જોકી બનેલી અને લેટનાઈટ શોમાં કૉલ કરતા પુરુષો સાથે લળી લળીને વાતો કરતી. એ ફિલ્મમાં આયુષ્માન ખુરાના (એઝ હિમસેલ્ફ) એન્ટ્રી મારે છે અને સુલુની કાબિલિયતનાં વખાણ કરે છે. હવે ‘ડ્રીમ ગર્લ’માં … Continue reading Dream Girl

Game Over

જિંદગી એક વીડિયો ગેમ ને આપણે સહુ પ્લેયર્સ, રમો ત્યાં સુધી લડો અને જીતો! રેટિંગઃ 3.5* (સાડા ત્રણ સ્ટાર) ફિલ્મ જ્યારે સ્ટાર્સના હાથીછાપ ભારથી મુક્ત હોય ત્યારે ડિરેક્ટરને એક્સપરિમેન્ટ કરવાની હળવાશ મળી જાય છે. એને જે તે સ્ટાર્સના ચોક્કસ ચાહકવર્ગોને ખુશ કરવા માટે સોંગ્સ-આઈટેમ સોંગ્સ-લવ ટ્રેક વગેરે મૂકવાની ગરજ કે ફરજ રહેતી નથી. આવી છૂટ … Continue reading Game Over

De De Pyaar De

દે દે એન્ટરટેનમેન્ટ દે! રેટિંગઃ 2.5* (અઢી સ્ટાર) ‘દે દે પ્યાર દે’નું ટ્રેલર જેણે કાપ્યું હશે એને મળવાની મને તીવ્ર ઈચ્છા થઈ રહી છે. એ મહાનુભાવે ફિલ્મમાંથી મોસ્ટ હિલેરિયસ સીન, ડાયલોગ્સ અને સિચ્યુએશન્સ વીણી વીણીને ટ્રેલરમાં ચોંટાડી દીધાં છે. અને કુલ મિલા કે ફિલ્મમાં એટલી જ કોમેડી છે, ધેટ્સ ઓલ! એ સિવાય જે રહી સહી … Continue reading De De Pyaar De