M S Dhoni – The Untold Story

હૅલિકોપ્ટર શૉટ, ફૅન ફિલ્મ *** નીરજ પાંડેના ખંતીલા ડિરેક્શનથી સજેલી આ લાંબી ફિલ્મ એક બાયોપિક કરતાં ફૅન ફિલ્મ વધારે લાગે છે. *** ‘બાયોપિક’ પ્રકારની ફિલ્મનું કામકાજ આત્મકથા લખવા જેવું છે. જો જરાય શેહશરમ રાખ્યા વિના ઉઘાડેછોગ બધું જ આત્મકથામાં લખી નાખવામાં આવે તો વિવાદના મધપૂડાને કચકચાવીને લાત મારવા જેવું થાય. પરંતુ ફિલ્મ જો મહેન્દ્ર સિંહ … Continue reading M S Dhoni – The Untold Story

Advertisements

રુસ્તમ

બેદાગ હીરોપન *** અક્ષય કુમારનું ડિપેન્ડેબલ પર્ફોર્મન્સ પણ આ ફિલ્મને હાસ્યાસ્પદ બનતાં રોકી શક્યું નથી. *** હમણાંથી આપણે ત્યાં રિયલ લાઇફ સ્ટોરીમાં ફિલ્મી મસાલા ભભરાવીને તેને કાલ્પનિક કથા તરીકે પધરાવી દેવાનો સીઝનલ ધંધો શરૂ થયો છે. ડર તો એ છે કે અત્યારે કોઈ ગાંધીજીની બાયોપિક બનાવે તોય એનેય ફિક્શનમાં ઠઠાડી દેવામાં આવે. એવા ફિલ્મી રોગચાળામાં … Continue reading રુસ્તમ

વીરપ્પન

હેડિંગઃ આહ આહ રામજી ઇન્ટ્રોઃ આ ફિલ્મમાં ખૂંખાર વિલન છે, ભયંકર ક્રૂરતા છે, અવળચંડા કેમેરા ઍન્ગલ છે. બસ એક અસલી રામ ગોપાલ વર્મા જ નથી. છેલ્લા એક દાયકાથી ઑડિયન્સે રામ ગોપાલ વર્માના નામનું નાહી નાખેલું. પોતાની જ સ્ટાઇલની મિમિક્રી જેવી એકથી એક ભંગાર ફિલ્મોને ગંભીરતાથી લેવાનું પણ બંધ થઈ ગયેલું. પરંતુ જ્યારથી એની કન્નડ ફિલ્મ … Continue reading વીરપ્પન

સરબજિત

હેડિંગઃ ટ્રેજિક કહાની, ફિલ્મી ઝુબાની ઇન્ટ્રોઃ ફિલ્મી રોનાધોના, ડાયલોગબાજી, ગીતોના ભાર હેઠળ અસલી સરબજિત સિંઘની ટ્રેજિક દાસ્તાનની ઇમ્પેક્ટ દબાઈ ગઈ છે અને ફિલ્મ દલબીર કૌરની બનીને રહી ગઈ છે. કોઈ મુદ્દો મીડિયામાં અતિશય ચર્ચાયેલો હોય, છતાં તેના પરથી ફિલ્મ બનાવવાનું સળગતું હાથમાં લો, ત્યારે દર્શક તરીકે આપણી અપેક્ષા હોય કે ચલો કંઇક નવી વાત જાણવા … Continue reading સરબજિત

અઝહર

  હેડિંગઃ હિટ વિકેટ *** ઇન્ટ્રોઃ આ ફિલ્મ એટલે બાયોપિકના નામે એ જ ટિપિકલ ફિલ્મી મસાલો અને વધુ એક રસપ્રદ સ્ટોરીનો વેડફાટ. *** આપણે ત્યાં પાપારાઝી કલ્ચર લગભગ નથી અને ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ પણ મરી પરવાર્યું છે. એટલે જ ફિલ્મસ્ટારો હોય કે રાજકારણીઓ કે પછી સ્પોર્ટ્સપર્સન, એમના પર ખણખોદ કરીને ચારેકોર હાહાકાર મચી જાય એવાં પુસ્તકો … Continue reading અઝહર

મૈં ઔર ચાર્લ્સ

ચોર, પોલીસ અને વાયડાઈ *** આ ફિલ્મ કરતાં ચાર્લ્સ શોભરાજનું વિકિપીડિયા પેજ વધારે થ્રિલિંગ છે. *** ડિરેક્ટર પ્રવાલ રામનની ‘મૈં ઔર ચાર્લ્સ’નાં એક દૃશ્યમાં જેલમાં જેલની અંદર બાકાયદા પાર્ટી ચાલી રહી છે. આખી જેલ કોઈ નાઇટ ક્લબમાં કન્વર્ટ થઈ ગઈ છે અને ડફોળ જેલર એક માદક યુવતીને ગૌરવભેર કહે છે, ‘આ મારી ચૅમ્બર છે, યુ … Continue reading મૈં ઔર ચાર્લ્સ

શાનદાર

શાનદાર હથોડો *** શાહિદ-આલિયાની ક્યુટનેસને બાદ કરી નાખો તો આ ફિલ્મ એક ભયંકર ઍબ્સર્ડ અનુભવથી વિશેષ કશું જ નથી. *** શુદ્ધ સોનાનો ઢોળ ચડાવેલા ચાંદીના વાડકામાં બે ચમચી પાંઉભાજી, ચાર ચમચી શ્રીખંડ, એક ટેબલસ્પૂન ખાટું અથાણું, સાડાચાર ટીપાં કઢી નાખીને તેને બરાબર મિક્સ કરો અને તેના પર કોથમીર, ચાંદીના વરખ અને ડુંગળીની કતરણથી ગાર્નિશ કરો … Continue reading શાનદાર