Inferno

‘ધ બિગ બૅંગ થિયરી’ના એક ઍપિસોડમાં ગીક ઍમી શૅલ્ડન કૂપર સામે એક બોમ્બ ફોડે છે, જેની અસરથી બાકીની નર્ડમંડળી ઘાયલ થઈ જાય છે. બોમ્બ એવો કે, ‘ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ રેઇડર્સ ઑફ ધ લૉસ્ટ આર્કમાં ઇન્ડિયાના જોન્સનો કોઈ ફાળો હતો જ નહીં. જો એ ન હોત તોય નાઝીઓ આર્ક શોધી જ લેવાના હતા.’ રૉન હૉવાર્ડની … Continue reading Inferno

Advertisements

બોમ્બે વેલ્વેટ

જરકસી પૅકિંગ, કંતાનનું સ્ટફિંગ *** અનુરાગ કશ્યપની મહત્ત્વાકાંક્ષી કહેવાતી ‘બોમ્બે વેલ્વેટ’ બન્યા પહેલાં અને રિલીઝ થયા પછી કંઇક આવાં દૃશ્યો સર્જાયાં હશે. *** દૃશ્ય-૧ સ્થળઃ અનુરાગ કશ્યપની ઑફિસ પાત્રોઃ અનુરાગ કશ્યપ અને એમનો કોઈ દેઢ શાણો આસિસ્ટન્ટ. ધુમાડાનાં વાદળ વચ્ચે કેમેરા ઝૂમ ઇન થઇને સળગી રહેલી સિગારેટ પર ફોકસ થાય છે. મિલના ભૂંગળાની જેમ બે … Continue reading બોમ્બે વેલ્વેટ

કુછ કુછ લોચા હૈ

ગુજ્જુભાઈએ ત્રાસ વર્તાવ્યો *** ‘લગે રહો ગુજ્જુભાઈ’ નાટકની મોટા પડદાની આવૃત્તિ જેવી આ ત્રાસદાયક ફિલ્મને સની લિયોનીનાં શરીરનાં વળાંકો પણ સહ્ય બનાવી શકે તેમ નથી. *** તમે રામ કપૂર જેવો ટેલેન્ટેડ એક્ટર લો, લોકોને ગલગલિયાં કરાવવા માટે સની લિયોનીને લો ઉપરથી ડબલ મીનિંગ-વલ્ગર જોક્સ ભભરાવો, પણ જો આમાંથી એકેય ચીજમાં કશો ભલીવાર ન હોય, તો … Continue reading કુછ કુછ લોચા હૈ

ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી

કુછ તો ગડબડ હૈ, બક્ષીબાબુ *** સ્ટાઇલ, સેટિંગ ઇન્ટરેસ્ટિંગ. ફિલ્મ? બોરિંગ. *** ‘બ્યોમકેશ બક્ષી’ નામ પડે એટલે જાસૂસી વાર્તાશોખીનોના કાન સરવા થઈ જાય. કેમ કે, નેવુંના દાયકામાં બાસુ ચેટર્જીએ રજિત કપૂરને લઇને જે ટેલિવિઝન સિરીઝ બનાવેલી તે આજે યુટ્યૂબ પર પણ એટલી જ પોપ્યુલર છે. શરદિંદુ બંદોપાધ્યાય નામના બંગાળી લેખકે આર્થર કોનન ડોયલના ‘શેરલોક હોમ્સ’ … Continue reading ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી

બદલાપુર

વેદનાનું ઘોડાપુર *** શ્રીરામ રાઘવનની ‘બદલાપુર’ સીધો સવાલ પૂછે છે કે જો ગુનો ક્યારેય ફળતો ન હોય, તો બદલો-વેર ક્યારેય ફળે ખરું? *** ‘બદલાપુર’ ફિલ્મની સ્ટોરી ઇટાલિયન ક્રાઇમ કથાઓના લેખક માસિમો કાર્લોત્તોની એક વાર્તા પરથી લેવામાં આવી છે. આ લેખકે એક મુલાકાતમાં કહ્યું છે કે, ‘(વાર્તાને અંતે) સારાં પાત્રો જીતે ને ખરાબ પાત્રો હારે જ … Continue reading બદલાપુર

હૈદર

ન શમે વેર વેરથી *** શેક્સપિયરની કૃતિને કાશ્મીરના વાઘા પહેરાવીને રજૂ કરાયેલી આ ફિલ્મ ક્લાસિક સિનેમાનું ઝળહળતું ઉદાહરણ છે. *** બહુ ઓછી એવી ફિલ્મો બનતી હોય છે જે સિનેમાની દૃષ્ટિએ એટલી સમૃદ્ધ હોય કે એક બાજુ બત્રીસે કોઠે આનંદ આપી જાય, તો સાથોસાથ આપણા મનને ખળભળાવી મૂકે, વિચારતા કરી મૂકે. વિશાલ ભારદ્વાજની શેક્સપિયરના નાટક ‘હેમલેટ’નું … Continue reading હૈદર

2 સ્ટેટ્સ

લોચા-એ-ટ્રાન્ઝિશન  હો ગયા! *** નવલકથા કરતાં કશુંક નવું આપવાના ડિપાર્ટમેન્ટમાં નિષ્ફળ નીવડેલી આ ફિલ્મ  એન્ટરટેઇનિંગ  હોવા છતાં માંડ 'ફાઈવ પોઈન્ટ સમવન' માર્ક્સ જ મેળવે છે. *** આપણે ત્યાં કહેવત છે કે પારકી મા જ કાન વીંધે. જો ચેતન ભગતને આ કહેવતની ખબર હોત તો એ પોતાની નોવેલ પરથી બનનારી ફિલ્મનો સ્ક્રીનપ્લે જાતે ક્યારેય ન લખત. એમની સૌથી … Continue reading 2 સ્ટેટ્સ