અર્જુન રેડ્ડી aka કબીર સિંઘઃ એક Jerkની પરીકથા

Spoilers Warning: નીચેના આર્ટિકલમાં કબીર સિંઘ (અર્જુન રેડ્ડી)ની કોઈપણ સ્પોઈલરની સાડાબારી રાખ્યા વિના વાત કરવામાં આવી છે. ફિલ્મ જોયા પછી જ વાંચશો.  અત્યારે એક વરસાદી સાંજે અમો આ લખી રહ્યા છીએ ત્યારે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રિમેક ‘કબીર સિંઘ’ વિશે એટલું બધું કહેવાઈ-લખાઈ ચૂક્યું છે કે હવે કબીર સિંઘની ટીકા … Continue reading અર્જુન રેડ્ડી aka કબીર સિંઘઃ એક Jerkની પરીકથા

‘દો ગઝ ઝમીન કે નીચે’: ભારતની પહેલી ‘હોરર’ ફિલ્મના શૂટિંગમાં કબ્રસ્તાનમાં એક લાશે ક્રૂ મેમ્બરનો પગ ખેંચી લીધેલો!

18 સપ્ટેમ્બરે બીજા ‘નેશનલ ઈન્ટરેસ્ટ’ના સમાચારોની વચ્ચે એક ન્યૂઝ દબાઈને ભુલાઈ ગયા. ભારતમાં પ્રોપર હોરર ફિલ્મોના યુગની શરૂઆત કરનારા ‘રામસે બ્રધર્સ’ના શ્યામ રામસેનું મુંબઈ ખાતે 67 વર્ષની ઉંમરે અવસાન થયું. હોરર યાને કે ભૂત-પ્રેતની ડરામણી ફિલ્મોનો પર્યાય બની ગયેલા ‘રામસે બ્રધર્સ’ને એમના કન્ટેન્ટ અને ખાસ તો ટ્રીટમેન્ટને કારણે ક્યારેય મેઈનસ્ટ્રીમ મેકર્સ ગણવામાં નથી આવ્યા. તેમ … Continue reading ‘દો ગઝ ઝમીન કે નીચે’: ભારતની પહેલી ‘હોરર’ ફિલ્મના શૂટિંગમાં કબ્રસ્તાનમાં એક લાશે ક્રૂ મેમ્બરનો પગ ખેંચી લીધેલો!

છિછોરેઃ ‘જો જીતા વોહી સિકંદર’થી ‘રણમાં હારે તે પણ શૂર’ સુધી

કોઈ ફિલ્મ રિલીઝ થાય અને અખબારો-સોશિયલ મીડિયામાં તેને લઈને ચિંતનાત્મક લેખો કે લાંબાં સ્ટેટસો લખાવા માંડે એટલે સમજી લેવાનું કે તે ફિલ્મ ‘મેસેજ ઓરિએન્ટેડ’ હશે. ડોન્ટ વરી, આ લેખ ‘ચિંતનાત્મક’ નથી! હા, ત્રણેક અઠવાડિયાં પહેલાં રિલીઝ થયેલી ડિરેક્ટર નિતેશ તિવારીની ફિલ્મ ‘છિછોરે’ જોઈને જે થોડા વિચારો આવ્યા તેનું શૅરિંગ માત્ર છે. અગાઉ આમિર ખાન સાથે … Continue reading છિછોરેઃ ‘જો જીતા વોહી સિકંદર’થી ‘રણમાં હારે તે પણ શૂર’ સુધી

ધ ફેમિલી મેનઃ ફર્ઝ અને ફેમિલી વચ્ચે ફસાયેલા જાંબાઝની સ્માર્ટ સ્ટોરી

20 સપ્ટેમ્બરથી ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પર શરૂ થયેલી સ્પાય થ્રિલર વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’માં એક ઈન્ટરેસ્ટિંગ સીન છે. લીડ કેરેક્ટર શ્રીકાંત તિવારી (મનોજ બાજપાયી) પોતાની દીકરીના પરાક્રમ બદલ એની સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં છે. એને દીકરી વતી પ્રિન્સિપાલની ડાંટ સાંભળીને એને સસ્પેન્ડ થતાં બચાવવાની છે. પ્રિન્સિપાલ સાહેબા સંભાષણ આપી રહ્યાં છે કે એક પિતા તરીકે … Continue reading ધ ફેમિલી મેનઃ ફર્ઝ અને ફેમિલી વચ્ચે ફસાયેલા જાંબાઝની સ્માર્ટ સ્ટોરી

દૂરદર્શન@60: જ્યારે દૂરદર્શન પર આરોપ લાગ્યો કે તે પોર્નોગ્રાફિક ફિલ્મો બતાવે છે!

છેલ્લા બે આર્ટિકલથી ‘સોશિયલ સ્ક્રોલ’ની માલીપા આપણે દૂરદર્શનનાં 60 વર્ષ પૂરાં થવા નિમિત્તે ભાસ્કર ઘોષના પુસ્તક ‘દૂરદર્શન ડેય્ઝ’નું આચમન કરી રહ્યા છીએ. ભાસ્કર ઘોષ ઈ.સ. 1986-88 દરમિયાન દૂરદર્શનના ડિરેક્ટર જનરલ હતા. પોતાના આ સંસ્મરણાત્મક પુસ્તકમાં એમણે દૂરદર્શનના ભારે રસપ્રદ પ્રસંગો વાગોળ્યા છે.  ‘રૂકાવટ કે લિયે ખેદ હૈ’ ભાસ્કર ઘોષ લખે છેઃ હું જોડાયો ત્યારે દૂરદર્શન … Continue reading દૂરદર્શન@60: જ્યારે દૂરદર્શન પર આરોપ લાગ્યો કે તે પોર્નોગ્રાફિક ફિલ્મો બતાવે છે!

દૂરદર્શન @ 60: રામાયણના હપ્તા જ્યારે પ્રસારિત થયા પહેલાં જ પાછા મોકલવામાં આવેલા

દૂરદર્શનને 60 વર્ષ પૂરાં થવાં નિમિત્તે DDના જ ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ રહી ચૂકેલા ભાસ્કર ઘોષના સંસ્મરણાત્મક પુસ્તક ‘દૂરદર્શન ડેય્ઝ’માંથી ચૂંટેલા રસપ્રદ પ્રસંગોનું આચમન આપણે કરી રહ્યા હતા. ભાસ્કર ઘોષ ઈ.સ. 1986-88ના સમયગાળામાં DDના DG હતા. દૂરદર્શનનો પર્યાય બની ગયેલી ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવી આઈકોનિક સિરિયલો પણ ભાસ્કર ઘોષના કાર્યકાળમાં જ આવેલી. ઘોષ લખે છેઃ  સોશિયલ … Continue reading દૂરદર્શન @ 60: રામાયણના હપ્તા જ્યારે પ્રસારિત થયા પહેલાં જ પાછા મોકલવામાં આવેલા

દૂરદર્શન @ 60

ડીડીના DGને જ્યારે ખુદ કેન્દ્રિય મંત્રીએ સિરિયલ લંબાવવાનું દબાણ કર્યું આજથી ત્રણ દિવસ પહેલાં યાને કે 15 સપ્ટેમ્બરે ‘દૂરદર્શન’ને 60 વર્ષ પૂરાં થયાં. જો આ વાક્ય વાંચીને તમારા શરીરના એકેય અંગમાં જરા સરખી પણ ઝણઝણાટી ન થઈ હોય કે ‘સો વ્હોટ?’ જેવો સવાલ થઈ આવ્યો હોય તો સમજો કે દૂરદર્શનના સુવર્ણ કાળ સાથે તમારે ક્યારેય … Continue reading દૂરદર્શન @ 60