141555-egfqtlhugb-1589794140 (2)આજના આ સ્ટેટસને હું લિટરલી ટેલિશોપિંગની સ્ટાઈલમાં લખી શકું. લાઈક ધિસ…
‘‘પહલે મેરે ઘર પે ડોમેસ્ટિક હેલ્પર ઝાડુ-પોછા કરકે જાતે થે. લેકિન જબસે યે કોરોના કી વજહ સે લૉકડાઉન ડિક્લેર હુઆ, હમારી હાલત બહોત હી ખરાબ હો ગઈ થી. ખાસ કર કે, પોછા લગાતે વક્ત હમારી પીઠ કી હાલત કોરોના કે ટાઈમ પે ઈકોનોમી જૈસી હો જાતી થી.

લેકિન ફિર મુઝે મિલા યે સ્પિન મોપ…!!! (ઢેન ટેણેન..!)
અબ મૈં આસાની સે પૂરે ઘર મેં પોછા લગા સકતા હૂં. ઈસકે લોન્ગ 360 ડિગ્રી એડજસ્ટિબલ હેન્ડલ કી વજહ સે એક બાર ભી નીચે ઝુકને કી ઝરૂરત નહીં પડતી. ઈસકે માઈક્રોફાઈબર્સ કોને કોને સે ડર્ટ ક્લીન કર લેતા હૈ. ઔર ઈસકી સ્ટેનલેસ સ્ટીલ કી સુપર સ્પિન સિસ્ટમ ગંદે પોછે કો વૉશિંગ મશીન કી તરહ ઝટ સે ક્લીન ભી કર દેતી હૈ, વો ભી બિના કિસી ઈલેક્ટ્રિસિટી કે! અબ મૈં બહોત ખુશ હૂં!

થેન્ક યુ ક્લીનિંગ મોપ!’’
***
ટુ બી ફ્રેન્ક, લૉકડાઉન પહેલાં વર્ષોથી ક્યારેય ઘરની ક્લીનિંગ સિસ્ટમને અપગ્રેડ કરવાની જરૂર નહોતી પડી (સિવાય વૉશિંગ મશીન). થેન્ક્સ ટુ અવર કામવાલી સિસ્ટમ. આપણે રહી શેઠિયા પ્રજા, એટલે ઓક્સિજન વિના કદાચ ચાલે, પણ ‘કામવાળી’ વિના નહીં! એમાંય જો મૅડમ (કે મહાશય, અમારે ત્યાં વર્ષો સુધી કચરા-પોતાં-વાસણ માટે‘રામો’ પણ આવતો) અઠવાડિયા-દસ દિવસની રજા પર જાય તો જાણે ઈમર્જન્સી ડિક્લેર થઈ જાય. ગમે ત્યાંથી વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના છૂટકો નહીં. આ વ્યવસ્થા આપણને સૌને કોઠે પણ પડી ગઈ છે. દાયકાઓની આર્થિક-સામાજિક વ્યવસ્થાએ પણ ધ્યાન રાખ્યું છે કે સમાજના અમુક વર્ગ પાસે ક્યારેય પૂરતા પૈસા આવે જ નહીં, જેથી બાકીના વર્ગને ક્યારેય ઘરકામ કરનારાઓની અછત ન પડે! વર્કિંગ કપલ્સ માટે તો ડોમેસ્ટિક હેલ્પર સાક્ષાત્ ભગવાન છે, એમાં જરાય અતિશયોક્તિ નથી.

ડોમેસ્ટિક હેલ્પર્સની રજાઓના દિવસોમાં ક્યારેક વાસણ ઘસવાનો કે કચરા-પોતાં કરવાનો વારો આવે ત્યારે મને ફરી ફરીને રિયલાઈઝ થતું કે આ સાલું કમર અને આખું શરીર તોડી નાખે એવું કામ છે. અને એ જ ક્રમમાં એવું ક્યારેય સમજી શક્યો નથી કે આ ‘કામવાળા’ઓ એવા તે કઈ માટીના બનેલા છે કે એક જ દિવસમાં દસ-દસ ઘરોમાં કચરા-પોતાં-વાસણ-કપડાં કરીને પછી પોતાનાં ઘરનું કામ પણ કરી શકતા હશે?! એ પણ એકેય ‘વીક ઑફ’ લીધા વિના! પણ મને આનું કોઈ સોલ્યૂશન કે આન્સર જડ્યાં નથી, એટલે મગજનું એ ખાનું હમણાં સુધી લગભગ બંધ રાખેલું.

લેકિન બબ્બે મહિનાના લૉકડાઉને ભલભલી સેલિબ્રિટીઝને પોતાના નખના શૅઇપની કે ‘મૅની-પેડી’ની ચિંતા કર્યા વિના વાસણ ઘસતી અને પોતાં મારતી કરી દીધી, તો હમ કિસ ખેત કી કકડી હૈ?! ફોર્ચ્યુનેટલી, આપણામાંના મોટા ભાગના લોકો એવા આર્થિક સેગમેન્ટમાંથી આવે છે જેમના ઘરમાં ચોવીસે કલાક રનિંગ વૉટર મળી રહે છે. એટલે વાસણ તમે સિંકમાં ઊભાં ઊભાં ઘસી કાઢો. કપડાં વૉશિંગ મશીનને હવાલે કરી દો. કચરો પણ સ્ટાર વૉર્સની લાઈટ સૅબર ઘુમાવતા હો એ રીતે કાઢી નાખો, લેકિન પોતાંનું શું કરવું? વર્ષોથી જૂનાં ટીશર્ટ્સને એ માટે ‘જમીનદોસ્ત’ થતાં જોયાં છે, લેકિન એને આખા ઘરના સંપૂર્ણ ‘કાર્પેટ એરિયા’માં ઘસવું, વચ્ચે વચ્ચે પાણીમાં બોળીને-નિચોવીને ફરી ફરીને ઘસવું… ‘યે જવાની હૈ દીવાની’ની સ્ટાઈલમાં કહીએ તો, ‘નિચોવીએ છીએ પોતું, પણ નિચોવાઈ આપણે જઈએ છીએ!’

આ લાંબા લૉકડાઉનમાં શૂજિત સરકાર, કેટરિના કૈફ, કવિતા કૌશિકની પોસ્ટ્સ જોઈ ત્યારે થયું કે સાલું, આ કંઈક મસ્ત પ્રોડક્ટ લાગે છે. કેમ કે, આ સેલેબ્સ લિટરલી એના રાજ-સિમરન જેવા પ્રેમમાં હતાં. એટલે દિમાગનું એ દાયકાઓથી બંધ ખાનું ખૂલ્યું, ક્વિક R&D કર્યું તો ખબર પડી કે, અઈસ્સાલા… આનું નામ તો ‘સ્પિન મોપ’ છે. આજુબાજુમાં તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે આ સ્પિન મોપની ક્રાંતિ મારી આસપાસ પહોંચી ગઈ હતી, હું જ બાકાત હતો! લેકિન લોચો એ થયો કે લૉકડાઉનમાં એ મળે ક્યાંથી? એટલે શરૂઆતનો એકાદ મહિનો તો મેં અને મારાં મધર ઈન્ડિયાએ ‘દુનિયા મેં હમ આયેં હૈં તો જીના હી પડેગા…’ ગાતાં ગાતાં ટીશર્ટોને ફર્શ સાથે ઘસવાનું ચાલુ રાખ્યું. આપણા ગર્દાબાદમાં કોરોના તો હમણાં આવ્યો, ધૂળ તો છેક શાહજહાંના જમાનાથી ઊડે છે. કોરોનાથી વિપરિત એ તો પાછી ‘એરબોર્ન’ પણ છે, યાને કે હવાથી ફેલાય છે! ને મને મીડિયોક્રિટી કરતાંય વધારે એલર્જી ધૂળની છે, એટલે ‘જીવન હૈ અગર પોછા, તો લગાના હી પડેગા…’ ગાતાં ગાતાં થોડા દિવસો કાઢી નાખ્યા…

ત્યાં ગુજરાત સરકારે દુકાનો ખોલવાનો આદેશ આપીને છ કલાકમાં યુ ટર્ન માર્યો એની વચ્ચેની સાંકડી બારીમાં મેં આ સ્પિન મોપનો ખેલ પાડી દીધો! અને યાર એકદમ ઝક્કાસ કામ થઈ ગયું! હૃષિકેશ મુખર્જીના ‘ગોલમાલ’માં ભવાની શંકર (ઉત્પલ દત્ત) પોતાના મેનેજર બડે બાબુ (યુનુસ પરવેઝ)ને પૂછે છે, ‘આપને કભી અસલી હીરા દેખા હૈ?… યે હૈ અસલી હીરા…’ એ જ તર્જમાં હું પણ કહું છું કે, ‘યે સ્પિન મોપ હૈ અસલી હીરા!’

હમણાં બેએક દિવસ પહેલાં ‘સ્ક્રોલ’માં પણ રિપોર્ટ વાંચ્યો કે આ લૉકડાઉન દરમિયાન સ્પિન મોપના વેચાણમાં જબરદસ્ત ઉછાળ આવ્યો છે. મતલબ કે આ ક્લીનિંગ ‘ટેક્નોલોજી’માં પહેલી વાર ‘અપગ્રેડ’ થનારા મારા જેવા બીજા હજ્જારો લોકો છે!

થોડું વધારે વાંચ્યું તો હેરી પોટરના જાદુઈ ઝાડુ જેવા આ મેજિક સ્પિન મોપ પાછળ પણ મસ્ત સક્સેસ સ્ટોરી મળી

home-cleaning-mangano
જોય મેન્ગાનો પોતાના ‘મિરેકલ મોપ’ સાથે

આવી. 1990માં જોય મેન્ગાનો નામની અમેરિકન સિંગલ મધરે ‘મિરેકલ મોપ’ નામનું એક ચકાચક પોતું ઈન્વેન્ટ કરેલું. એક લાકડીને છેડે મેક્સિમમ પાણી ચૂસી લે તેવું કોટનના 300 ફીટ જેટલા લાંબા દોરાઓનું ઝૂમખું બેસાડ્યું. લાકડીમાં એવું મિકેનિઝમ ગોઠવ્યું કે પોતું કરનારી વ્યક્તિ ‘લાકડી મરડી’ને જ પોતું નિચોવી શકે, જેથી ઝૂકવાની કે હાથ બગાડવાની જરૂર નહીં. ઘરગથ્થુ વપરાશની આ સિમ્પલ શોધ કરીને જોય મેન્ગાનો કઈ રીતે બિલ્યનેર બની તેની મસ્ત રેગ્સ ટુ રિચિઝ દાસ્તાન ‘જોય’ (2015) મુવીમાં દર્શાવાઈ છે. તેમાં જોય મેન્ગાનોની ભૂમિકા જૅનિફર લૉરેન્સે ભજવેલી, જેના માટે એને ઓસ્કર નોમિનેશન અને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ પણ મળેલો. મુવીમાં તો રૉબર્ટ ડી નિરો અને બ્રેડલી કૂપર જેવા સ્ટાર્સ પણ હતા.

અલબત્ત, આપણે ત્યાં મળતું સ્પિન મોપ જોય મેન્ગાનોના મિરેકલ મોપ કરતાંય વધારે ઈઝી છે, કેમ કે તેને જરાય મહેનત વગર માત્ર સ્પિન કરવાથી જ કેન્દ્રત્યાગી બળની પદ્ધતિથી વૉશિંગ મશીનના સ્પિન ડ્રાયરની જેમ બધું પાણી નીતરી જાય છે. આપણે ત્યાંની આ બકેટ-સ્પિન ડ્રાયરવાળી ડિઝાઈનના શોધક કોણ છે એ જાણવા નથી મળ્યું.
***
આ વાંચનારા ઘણા મિત્રોના ઘરમાં ઓલરેડી આ જાદુઈ છડી મોજુદ હશે, યા તો તેમણે પણ કદાચ મારી જેમ લૉકડાઉનમાં વસાવી હશે. જો કોઈ આ વસાવવું કે કેમ તેની દ્વિધામાં હોય તો બિલીવ મી, લઈ લો, માનવજાતને મળેલી અદભુત શોધોમાંની એક છે આ! અને મજાની વાત એ છે કે આ મોપ વાપરવાથી આપણી કમર ઉપરાંત આપણા ‘મેલ ઈગો’ને પણ કોઈ તકલીફ નથી પહોંચતી, સાચ્ચે!

હવે આશા એ જ છે કે કાલે ઊઠીને આપણી લાઈફ નોર્મલ થઈ જાય, કોરોના નામનો સુપર વિલન વિદાય લે, અને આપણે ત્યાં ‘કામવાળા યુગ’ ફરી પાછો સ્થપાઈ જાય, ત્યારે એમને પણ આ મોપથી જ ઘરમાં પોતાં મારવાનું કહીએ, જેથી એટલિસ્ટ એક ઘરમાં તો એની મહેનત ઓછી થાય. શું કહો છો?!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s