paatal-lok-1200

– ‘હાઉ ટુ ક્રિએટ અ હાઈપ્ડ ફિલ્મ, વેબ સિરીઝ ઓર એનીથિંગ વિચ ઈઝ ટુ બી સોલ્ડ ટુ પબ્લિક’ જેવા વિષય પર એકાદી ડોક્યુમેન્ટરી કે ફિલ્મ કે વ્હોટેવર બનાવવું જોઈએ. જેમાં વાર્તા જેટલું જ મહત્ત્વ તે ‘માલ’ કેવી રીતે વેચશું, કઈ રીતે હાઈપ ક્રિએટ કરીશું તેની ચર્ચા હોય. પ્રોડક્ટ માર્કેટમાં આવે તે પહેલાં જ તેના એકદમ રેવ રિવ્યુઝ ખડકાઈ જાય, ઈવન ટ્રેલર પર જ લોકો પોતાનું કાળજું કાઢીને સોશિયલ મીડિયા પર મૂકી દે, એવા એવા લોકો તેનાં સુપરલેટિવથી લઈને અલ્ટ્રા સુપરલેટિવ વખાણ કરે, માસ્ટરપીસ કહી દે, ને જોનાર બિચારો બઘવાઈ જાય કે આટલા બધા લોકો કહેતા હશે તો ગ્રેટ જ હશે ને! ચારેકોર પ્રશંસાનું સુનામી આવી જાય, એક માસ હિસ્ટિરિયા ક્રિએટ થઈ જાય. ઈન શોર્ટ, એવો ખતરનાક FOMO (ફિઅર ઓફ મિસિંગ આઉટ) ક્રિએટ થઈ જાય કે પોપ્યુલર કન્ટેન્ટ કન્ઝ્યુમ કરનારને થઈ આવે કે બસ એક આ જોઈ લઉં પછી ભલે દુનિયામાં પ્રલય આવી જતો! પછી એની જ સ્નો બૉલ ઈફેક્ટ ઊભી થાય, સોશિયલ મીડિયા પર દાવાનળ ફાટી નીકળે, ચારેકોર એવી હવા ઊભી થાય કે
યાર, છે તો જોરદાર હોં બાકી! નો અધર ઓપિનિયન મેટર્સ!
બટ વેઈટ! એ તો ઓલરેડી..?! ઓકે, ફરગેટ ઈટ…

– વેલ, તો વાત કરવાની છે એમેઝોન પ્રાઈમ વીડિયો પર ખાબકેલી નવી ડાર્ક થ્રિલર વેબ સિરીઝ ‘પાતાલલોક’ની. તેને કે અગાઉ રિલીઝ થયેલી અમુક ફિલ્મો-સિરીઝ સાથે ઉપરના પેરેગ્રાફ સાથે લેવાદેવા છે કે કેમ એ વિચારવાનું કામ તમારું. આ તો જોતાં જોતાં વિચાર આવ્યો તો મકું જરાક ઓરી દઈએ!

યસ્સ, તો અત્યાર સુધીમાં ત્રણેય લોકમાં વાત પ્રસરી ચૂકી છે કે અનુષ્કા શર્માએ પ્રોડ્યુસ કરેલી ‘પાતાલલોક’નો બેઝિક આઈડિયા ‘તહલકા’ ફેમ તરુણ તેજપાલની નવલકથા ‘ધ સ્ટોરી ઓફ માય અસાસિન્સ’ પરથી લેવાયો છે. (ખરેખર તો તરુણ તેજપાલની લાઈફ પરથી જ એક અદભુત વેબ સિરીઝ બને તેમ છે!) જોકે તેજપાલનું નામ ક્રેડિટ્સમાં ક્યાંય દેખાયું નહીં. મેં તેજપાલની એ નોવેલ વાંચી નથી, પણ સિનોપ્સિસ વાંચતાં માલુમ પડે છે કે તે વાર્તાના કેન્દ્રમાં પત્રકાર છે, જ્યારે અહીં પત્રકાર (એક્ટર નીરજ કબી)નું પાત્ર સાઈડમાં ધકેલાયું છે અને ઈન્સ્પેક્ટર હાથીરામ ચૌધરી (સુપર્બ જયદીપ અહલાવત) કેન્દ્રમાં છે જે પોતાની જાતને પ્રૂવ કરવા માટે જીવના જોખમે એક અત્યંત હાઈપ્રોફાઈલ કેસ સોલ્વ કરે છે.

– સરેરાશ પોણો કલાકનો એક એવા નવ એપિસોડમાં પથરાયેલી આ વેબ સિરીઝ જોયા પછી પહેલો સંતોષ તો એ થયો કે મેકર્સે વાર્તાને એક પ્રોપર લોજિકલ એન્ડ સુધી પહોંચાડી છે. યાને કે નવ એપિસોડમાંથી બહાર નીકળ્યા પછી આપણને નવી સીઝનની રાહમાં અડધે ભાણે ઊભા કરી દીધા હોય એવી ફીલ આવતી નથી. (જોકે મનમાં એવી ગણતરી તો થઈ જ ગઈ કે આટલા સમયમાં હું ચારેક ફિલ્મો જોઈ શક્યો હોત!)

– ચાર ક્રિમિનલ્સ કોઈકની હત્યા કરવાના પ્રયાસમાં અધવચ્ચે જ પકડાય છે. ઈન્વેસ્ટિગેશન એક એવા ઈન્સ્પેક્ટરને સોંપાય છે જેણે પોતાની કરિયરમાં એકેય મોટો કેસ સોલ્વ તો છોડો, હેન્ડલ પણ નથી કર્યો. ટાર્ગેટ તરીકે જેનું નામ આવે છે તે જોઈને તાત્કાલિક અસરથી કેસ હાઈપ્રોફાઈલ બની જાય છે. સ્વાભાવિકપણે જ તેની પાછળ મોટી કોન્સ્પિરસી હોવાની. બસ, ત્યાંથી શરૂ થાય તે પોલીસમેનની તે કેસ સોલ્વ કરવાની સાથોસાથ પોતાની જાતને પ્રૂવ કરવાની જદ્દોજહદ, ચારેય મારાઓની બેકસ્ટોરી, ટાર્ગેટની પોતાની સ્ટોરી અને આ બધાં જ પાત્રો સમાજના પિરામિડના જે અલગ અલગ ખાનામાંથી આવે છે તેની એટલે કે ત્રણેય લોક-સ્વર્ગલોક, પૃથ્વીલોક અને પાતાળલોક-ની સ્ટોરી.

maxresdefault

– પર્સનલી એવું લાગ્યું કે પાતાલલોકમાં ઈન્વેસ્ટિગેટિવ થ્રિલર વાર્તા માત્ર ઉપરની સપાટી પર જ છે, ખરેખર તો તે આપણી સમાજવ્યવસ્થાના અધઃપતન પર કમેન્ટરી છે. ધર્મ, જાત-પાત, જેન્ડર બાયસ, એજ્યુકેશન, પેરેન્ટિંગ, વિચારધારા, ટોળાશાહી, વાયોલન્સ અગેન્સ્ટ વિમેન, મીડિયા, પૈસા, કરપ્શન, કરપ્શન બાય પાવર, પોલિટિક્સ, હોમોફોબિયા… જેવા સંખ્યાબંધ મુદ્દા રાઈટર સુદીપ શર્માએ આવરી લીધા છે, જે દેખીતી રીતે જ મુખ્ય વાર્તા પર હાવી છે. નાનકડા ગામડાથી લઈને દેશની ઉચ્ચ એજન્સીઓમાં ઊંચા હોદ્દે બિરાજતા લોકોમાં પણ અમુક ધર્મ-કમ્યુનિટી પ્રત્યે ઘર કરી ગયેલા પૂર્વગ્રહો સામે પણ બોલ્ડ થઈને આંગળી ચીંધાઈ છે.

– અદભુત રીતે લખાઈ અને એક્ટ થઈ હોવા છતાં મારા માટે આ સિરીઝ માઈલ્ડ એન્ટરટેનર બની રહી. મુખ્યવાર્તા ઉપરાંત ચાર હુમલાખોરોના સબપ્લોટ્સ, ઈન્સ્પેક્ટરની પોતાની બેકસ્ટોરી, એના ઘરની સ્ટોરી, સિનિયર પત્રકાર (નીરજ કબી)ની પર્સનલ સ્ટોરી, આ ઉપરાંત બીજાં અડધો ડઝન પાત્રો અને એમની સ્ટોરીઝ… ઓબ્વિયસલી, આ કોઈ નવલકથા વાંચતા હોઈએ એવો જ અનુભવ બની રહ્યો.

સૌથી વધુ નિરાશા સિરીઝના ક્લાઈમેક્સથી થઈ, જે ખાસ્સો અન્ડરવેલ્મિંગ લાગ્યો. નવ એપિસોડની મશક્કતને અંતે જે સિક્રેટ છત્તું થાય છે તે જોઈને એક જ સવાલ થાય કે આટલું બધું માત્ર આટલા માટે?

– સિરીઝના પહેલા જ એપિસોડથી આપણને પાતાળલોકનો પરિચય કરાવાય છે, જેમાં પેશ થયેલી બારીકીઓ નોંધવાલાયક છે. એક તો સિરીઝનું નામ ગ્રાફિકલી જે રીતે ડિઝાઈન થયું છે, તેમાં હિન્દીની શિરોરેખાને ધરતી તરીકે બતાવીને ‘પાતાલલોક’ને જમીનની નીચે બતાવાયું છે. મસ્ત!

લગભગ પહેલા જ સીનમાં જયદીપ અહલાવતનું કેરેક્ટર સિરીઝનું નામ ‘પાતાલલોક’ પોતાના નવાસવા જોઈન થયેલા કલીગ અન્સારીને સમજાવે છે. ને પછી કહે છે, ‘શાસ્ત્રો મેં લિખા હૈ, મૈંને વ્હોટ્સએપ પે પઢા હૈ!’ (આ લાઈન તો ઓલરેડી વાઈરલ છે!) બાય ધ વે, આ સિરીઝ તમામ ડિસ્ટોપિયા વચ્ચે આકાર લેતી હોવા છતાં હિન્દુ-મુસ્લિમ ફ્રેન્ડશિપની મસ્ત બડ્ડી કોપ સ્ટોરી પણ છે.

ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ચાલતાં ચાલતાં જયદીપનો પગ ગંદામાં પડી જાય છે અને એ સાફ કરતાં કરતાં ચાલે છે. એ વખતે બેકડ્રોપમાં ઉપરથી મેટ્રો ટ્રેન પસાર થાય છે (અસંતુલિત વિકાસ). બેકગ્રાઉન્ડમાં લોકોનાં ઘરોમાંથી ટીવી પર ફાયરિંગ, મારપીટના અવાજો સંભળાય છે.

ત્યાં જ એક દારૂડિયો પોતાની પત્નીને ઢીબી રહ્યો છે. પોલીસ છોડાવા જાય અને પતિને બે ધોલ મારે તો પત્ની સામી પોલીસને જ વડચકાં ભરવા માંડે! અને એ દરમિયાન જયદીપ ‘આ જ પાતાળલોક છે’ એવા હાવભાવ સાથે આખો ખેલ જોયા કરે.

જયદીપ અહલાવતને એ હાઈપ્રોફાઈલ કેસ સોંપાય છે ત્યારે એના ચહેરા પરના હાવભાવ કહી આપે છે કે એને પહેલીવાર આટલો મોટો કેસ મળ્યો છે!

સોશિયલ પિરામિડમાં નીચે રહેલા વેઈટરના પગ નીચે પણ એક કોક્રોચ કચડાઈ જાય (હૂ ઈઝ કોક્રોચ એક્ચ્યુઅલી?). એવો જ વેઈટર કેન્સલ થયેલા ઓર્ડરના પૈસા માગે અને ગ્રાહક ના પાડે ત્યારે મોં બંધ કરવા માટે મળેલા ટિપના પૈસા ખિસ્સામાં મૂકીને બોલે, ‘ભિખમંગા સાલા!’ (પૅરાડોક્સ!)

કશુંક જાણતા સિનિયર મીડિયા પર્સનને કાઢી મૂકવાની વાત ચાલી રહી છે, એ જ વખતે હુમલાખોરોની ધરપકડના ન્યૂઝ બ્રેક થાય છે અને એન્કર બોલે છે, ‘ઈટ્સ એન અટેક ઓન ધ ફ્રીડમ ઑફ ધ પ્રેસ…’ (આયરની!)

– પરંતુ આવી સ્માર્ટનેસ બીજા એપિસોડથી સીધી પાતાળલોક તરફ ગતિ કરવા માંડે છે. પછી અમુક સ્માર્ટ મૅચકટ્સને બાદ કરતાં સ્ટોરીટેલિંગ જસ્ટ અનધર પોલીસ પ્રોસિજર થ્રિલરની દિશામાં જ આગળ વધવા માંડે છે.
હા, અમુક સીન ખરેખર ડિલાઈટફુલ બન્યા છે. જેમ કે, પોલીસકર્મીઓની ઈસ્લામોફોબિક વાત સાંભળી જતાં અહલાવત પોતાના એ જ મુસ્લિમ સાથીદારને પ્રેમપૂર્વકના હક્કથી ‘ચલ ભાઈ અન્સારી’ કહીને બૂમ મારે છે અને બકવાસ કરતા પોલીસકર્મીની સામે ઊભા વેતરી નાખે તેવી નજરે જુએ છે! શુભાનઅલ્લાહ!

એ જ બંને જણા પછીના સીનમાં એક મોટા બિલ્ડરની ઓફિસે જાય છે અને ત્યાંના ઠંડાગાર વાતાવરણમાં ‘છત્રીવાળા’ ગ્લાસમાં વેલકમ ડ્રિંક પીને ખુરશીમાં જ ઘોંટાઈ જાય છે! ત્યાંના પ્રાચીન રોમન થીમનાં કપડાંમાં ફરતા કર્મચારીઓ ‘સહારા પ્રણામ’ની સ્ટાઈલમાં ‘તલરેજા પ્રણામ’ કરે છે!

– સિરિયલમાં ‘હથોડા ત્યાગી’ બનતા અભિષેક બેનર્જી આમ તો ‘કાસ્ટિંગ બૅ’ નામની કાસ્ટિંગ એજન્સી ચલાવે છે, પણ મને લાગે છે કે સારા સારા રોલ તો એ પોતે પોતાના માટે જ રિઝર્વ રાખી લેતા હશે! અહીં પણ મિનિમમ શબ્દોમાં મેક્સિમમ એક્સપ્રેસ કરતો એનો રોલ ખરેખર ચિલિંગ છે. હા, એ વાત અલગ છે કે અમુક સીનને બાદ કરતાં એના ભાગે ખાસ કશું કરવાનું આવ્યું નથી. એક્ટર તરીકે અભિષેક બેનર્જીની રેન્જ બફૂનરી (‘સ્ત્રી’)થી લઈને સાઈકોટિક વિલન (‘પાતાલલોક’) સુધીની વિશાળ છે.

– અહલાવતના ઘરની સ્ટોરી ઓલમોસ્ટ ‘ફેમિલી મેન’ના મનોજ બાજપાયી જેવી જ છે. પત્ની (ગુલ પનાગ)ને પતિની કરિયરથી સંતોષ નથી. ટીનએજ દીકરો અવળી લાઈને ચડી રહ્યો છે. ને અધૂરામાં પૂરું જેઠાલાલના સાળા સુંદરલાલ જેવો એક ‘કરુ’ સાળો પણ મળ્યો છે! દીકરા અને પત્નીના સબપ્લોટ્સ પણ ખાસ્સો સમય ખાઈ જાય છે. શરૂઆતથી જ ખ્યાલ આવી જાય છે કે દીકરાની નજરમાં પિતાની ઈમેજ સુધારવા માટેનો એક સ્ટ્રોંગ સીન હશે જ.

પરંતુ ગુલ પનાગના ભાગે એનોયિંગ નેગિંગ વાઈફની ઠાલી ભૂમિકા ભજવવા સિવાય ખાસ કશું નક્કર કરવાનું આવ્યું નથી. એનો રોલ ‘મનોરમા સિક્સ ફીટ અન્ડર’માં એણે જ ભજવેલા રોલની પુનરાવૃત્તિ માત્ર છે. એ ફિલ્મના ડિરેક્ટર નવદીપ સિંહ હતા, જે અહીં ‘પાતાલલોક’ના સ્ક્રિપ્ટ કન્સલ્ટન્ટ છે, જે જરાય કો-ઈન્સિડન્સ નથી. (એક એપિસોડમાં આલ્બમના ફોટો તરીકે નવદીપ સિંહ અને આપણા ગુજરાતી ભાઉ એવા કમલેશ ઉદાસી પણ દેખાય છે!)

નીરજ કબી ઓછું બોલીને પોતે બહુ બધું જાણે છે તેવું બતાવવાની એક્ટિંગ ગેમમાં પાવરધા છે. શરૂઆતમાં (રવીશ કુમારની યાદ અપાવે તેવા) જાંબાઝ અને સાચું બોલવાની સજા મેળવી રહેલા પત્રકાર તરીકેથી શરૂ કરીને સ્વર્ગ લોકથી એમનું અધઃપતન એમણે પણ બખુબી રિફ્લેક્ટ કર્યું છે.

– કોણ કયા ‘લોક’માં એટલે કે કયા સોશિયલ-ઈકોનોમિકલ ક્લાસમાં જન્મશે તે કોઈના હાથમાં નથી, પણ દરેક પોતાના ‘લોક’માંથી ઉપલા લોકમાં જવાની મથામણ કર્યા કરે છે. જયદીપનું હાથીરામનું કેરેક્ટર હોય, ગુલ પનાગનું કેરેક્ટર હોય, અન્સારીનું કેરેક્ટર હોય કે ‘ચીની’ કે ‘કબીર’નું પાત્ર હોય. પ્લસ, ડૉલી મહેરા (સ્વસ્તિકા મુખર્જી)નું કેરેક્ટર પોતાના સંતાનપ્રાપ્તિના ખાલીપાને સ્ટ્રીટ ડૉગને અડોપ્ટ કરીને પૂરવાનો પ્રયાસ કરે છે. ઈવન, પતિના સ્ખલનને પણ પોતાની સ્ત્રી તરીકેની નિષ્ફળતા ગણે છે એ દૃશ્ય હાર્ટબ્રેકિંગ છે.

– મારા માટે માઈલ્ડ એન્ટરટેનિંગ, અન્ડરવેલ્મિંગ સસ્પેન્સ સાથેની અને મૂળ વાર્તાને કોરાણે મૂકીને હાવી થઈ જતા સબ પ્લોટ્સવાળી હોવા છતાં દમદાર પર્ફોર્મન્સ અને સરસ રાઈટિંગ સાથેની આ સિરીઝ ‘ફેમિલી મેન’ (માઈનસ ક્લાઈમેક્સ) કરતાં થોડીક ઊણી ઊતરતી સાબિત થઈ. જોકે એક વાર્તાને સંતોષકારક લોજિકલ એન્ડ સુધી પહોંચાડવાને લીધે આના કરતાં ચાર ફિલ્મો જોઈ હોત તો વધુ સારું થાત એવો ચચરાટ ન થયો!

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર્સ)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

One thought on “Paatal Lok

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s