હમણાં બૅક ટુ બૅક બે મર્ડર મિસ્ટ્રી મુવીઝ જોઈ. જોતાં જોતાં મને છએક મહિના પહેલાં જોયેલી હંગેરીની એક સિરિયલ કિલિંગ્સ-પોલીસ પ્રોસિજર મુવી યાદ આવી ગઈ. કારણ હતું, ત્રણેયમાં રહેલી લ.સા.અ. જેવી સામ્યતા.

સામાન્ય રીતે સિરિયલ કિલિંગ્સ અને મર્ડર મિસ્ટ્રી પર આધારિત મુવીઝની એક પેટર્ન હોય. એક ક્રાઈમ થયો છે અને પોલીસ-ઈન્વેસ્ટિગેટર્સ ત્યાં પહોંચે છે. એમાં આપણા હીરો-જેન્ડર ન્યુટ્રલ એવી ફિલ્મી લેંગ્વેજમાં કહીએ તો પ્રોટાગનિસ્ટની એન્ટ્રી થાય. એ પોતાના કમ્પ્યુટરથી પણ તેજ અને જિલેટની બ્લેડથી પણ શાર્પ દિમાગનો પરિચય આપે અને મૅગી રંધાઈને રેડી થઈ જાય એનાથીયે ઓછા ટાઈમમાં તો કૅસ સોલ્વ કરી દે. હવે આ કૅસ મૂળ વાર્તાનો (એટલે કે સિરિયલ કિલિંગ્સનો) હિસ્સો પણ હોઈ શકે અથવા તો પ્રોટાગનિસ્ટની કાબેલિયત બતાવવા ખાતર જ મુકાયો હોય એવું પણ બની શકે. ત્યાર પછી સ્ટોરી હીરોની પર્સનલ લાઈફમાં થોડો ટાઈમ સ્પેન્ડ કરીને ફરી પાછી સિરિયલ કિલિંગના ટ્રેક પર આવી શકે, અથવા તો સીધી જ શ્રેણીબદ્ધ ખૂનામરકીની ઘટનાઓ પર આવી જાય, ડિપેન્ડ્સ કે મુવી કઈ ભાષાની છે, હીરો કોણ છે અથવા તો કઈ ઓડિયન્સ માટે બનેલી છે.

પરંતુ હું જે ત્રણ મુવીઝની વાત કરવા જઈ રહ્યો છું, એ ત્રણ મુવીમાં લ.સા.અ.વાળો કોમન થ્રેડ એ છે કે આમાં પ્રોટાગનિસ્ટ-ઈન્વેસ્ટિગેટર પોતે પોતાના ભૂતકાળના કોઈ દર્દનાક પ્રસંગથી સ્ટ્રેસમાં કે ડિપ્રેશનમાં છે. પોતાના જ પાસ્ટની એ ખોફનાક ઘટના અત્યારે પણ એનો પીછો નથી છોડી રહી, અને ફિલ્મની મૂળ વાર્તા-એટલે કે સિરિયલ કિલિંગ્સની ઘટનાઓનો ઊકેલ મેળવતાં મેળવતાં એને પોતાના એ ટ્રેજિક પાસ્ટનું ક્લોઝર મળી જાય છે અને એ આ સ્ટ્રેસમાંથી બહાર આવી જાય છે. આવું આ ઝોનરાની સંખ્યાબંધ ફિલ્મોમાં કરાયું છે, અત્યારે આપણે જોઈએ મુવી વન બાય વન ત્રણ મુવીઝ.
***
જોસેફ (2018)
ભાષાઃ મલયાલમ
અવેલેબલ ઑનઃ એમેઝોન પ્રાઈમ વીડિયો

mv5bmwm1zty2odutzdllyi00ytq5lwi1zdityjg0mdvkowm1nmuwxkeyxkfqcgdeqxvymjkxnzq1ndi40._v1_ql50_જોસેફ રિટાયર્ડ પોલીસમેન છે. લેકિન એનું દિમાગ ચાચા ચૌધરી કરતાંય તેજ છે એટલે ક્રાઈમ સીન ઈન્વેસ્ટિગેશન માટે પોલીસ હજુયે એની મદદ લીધા કરે છે. આવા જ એક કૅસથી મુવીની શરૂઆત થાય છે. મલયાલમ મુવી છે એટલે ફિલ્મ અને એનો ‘હીરો’ બંને જમીન સાથે જોડાયેલા છે. હીરો જેમ્સ બોન્ડ જેવો ફેશનેબલ નથી, બલકે એક સિમ્પલ મિડલ ક્લાસ ઘરમાં રહે છે. એની સવાર દારૂના કોગળાથી પડે છે, બીડીથી એનું ઘેન ખૂલે છે. એના દીદારનાં ઠેકાણાં નથી. ઓબેસિટીની વ્યાખ્યામાં ક્વોલિફાય થવા લાગ્યો છે. જૂનવાણી સ્કૂટર ચલાવે છે. લેકિન દિમાગ હજી બ્રાન્ડ ન્યૂ છે. અને એઝ એક્સપેક્ટેડ, ચુટકિયોં મેં કૅસ સોલ્વ કરી નાખે છે. લેકિન ભાઈ એકલા છે, ડિપ્રેશનમાં છે. પછી ધીમે ધીમે શહેરમાં બનતી એક્સિડેન્ટલ ડેથની ઘટનાઓ અને એની પોતાની લાઈફની એવી જ દુર્ઘટનાઓનું ઈન્વેસ્ટિગેશન એને એક સિનિસ્ટર પ્લોટ સુધી લઈ જાય છે. આ ફિલ્મમાં જોકે થ્રિલની સરખામણીમાં તેમાં રહેલું પીડાનું એલિમેન્ટ હાવી થઈ જાય છે. અને ‘હીરો’ને પોતાની પીડા, પોતાના ગિલ્ટનું ક્લોઝર પણ આપણી ધારણા કરતાં અલગ રીતે મળે છે.
***
હિટઃ ધ ફર્સ્ટ કૅસ (2020)
ભાષાઃ તેલુગુ
અવેલેબલ ઑનઃ એમેઝોન પ્રાઈમ વીડિયો

hit-2020-et00125346-31-01-2020-12-58-09પોલીસ ઈન્વેસ્ટિગેશન-મર્ડર મિસ્ટ્રી થ્રિલર ટાઈપના મસાલાથી ભરપુર છે. સિંગલ લાઈન સ્ટોરી એવી છે કે શહેરના એક્સપ્રેસ હાઈવે પરથી યુવતી ગાયબ થાય છે અને આપણા ‘પ્રોટાગનિસ્ટ’ને તેને શોધી કાઢવાની છે. પછી તો એક બીજી યુવતી પણ ગાયબ થાય છે, જેને શોધવાની જવાબદારી પણ ઓબ્વિયસલી આપણા હીરોના માથે છે. અહીં પણ શરૂઆતમાં હીરોના દિમાગની તેજ ધારનાં ગુણગાન ગાવા માટે એક આખો ક્રાઈમ સીન મુકાયો છે. અહીં પણ હીરોના ભૂતકાળ સાથે જોડાયેલી એક અતિશય હોરિફિક ઘટનાથી હીરોને દર થોડા સમયાંતરે પૅનિક અટેક આવે છે. આમ જુઓ તો એ ક્લિનિકલી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવવા માટે મેન્ટલી ફિટ નથી, લેકિન યુ નૉ, જેમ્સ બોન્ડ ફિટ ન હોય તોય કામ કરી શકે, આ આપણા હીરોબાબુ શા માટે નહીં?! અહીં પણ આ કૅસ સોલ્વ કરતાં કરતાં હીરોને પોતાના દૂઝતા ઘાનો મલમ મળે છે અને એ પાસ્ટની પીડામાંથી મુક્ત થાય છે. એ ઘટના એકદમ સટલ રીતે અને માત્ર કેમેરાના એન્ગલથી અને ચહેરાના હાવભાવથી જ દર્શાવાઈ છે.

ટેક્નિકલી જુઓ તો આ ફિલ્મ ‘સિરિયલ કિલર’ની કેટેગરીમાં બેસે તેવી નથી. પરંતુ તેના સ્ક્રીનપ્લેને ધ્યાનથી જુઓ તો તમને તે મેન્યુફેક્ચર્ડ લાગ્યા વિના ન રહે. એક શાર્પ માઈન્ડેડ હીરો લો, એક ક્રાઈમ લો, તેનું કનેક્શન કોઈક રીતે હીરો સાથે જોડો… જેમ જેમ ઈન્વેસ્ટિગેશન આગળ વધતું જાય, તેમ તેમ એકથી વધુ સસ્પેક્ટ્સ ઉમેરતા જાઓ. થોડી પ્રેક્ટિસ હોય તો સહેલાઈથી ખબર પડી જાય કે આ બધા જ આપણને ગેરમાર્ગે દોરવા માટે મુકાયેલાં પાત્રો છે. વચ્ચે હીરો કેસ સોલ્વ કરવાની અણી પર આવી જાય, ત્યાં ખબર પડે કે આ તો મૂળ ક્રિમિનલ સુધી પહોંચવાની એક કડી માત્ર છે અથવા તો કમ્પ્લિટલી રોન્ગ ડિરેક્શન છે. આ દરમિયાન મુખ્ય કલ્પ્રિટ આપણી સામે હોય અથવા તો આપણી સામે આવીને જતો રહ્યો હોય અને તે વખતે આપણું ધ્યાન જાદુગરના ખેલની જેમ બીજી બાજુ દોરી દેવાયું હોય, જેથી આપણે તેના પર ધ્યાન આપીએ નહીં. અને એટલે જ જ્યારે સિક્રેટ છત્તું થાય ત્યારે આપણી પ્રિપેર્ડનેસની માત્રા અનુસાર આપણને આંચકો લાગે.

જો સિરિયલ કિલરની વાર્તા હોય તો કિલિંગ્સની-ભોગ બનનારાઓની એક પેટર્ન આપી દેવાની. જેમ કે, ટીનએજર યુવતીઓ, પ્રોસ્ટિટ્યુટ્સ, ડ્રગ એડિક્ટ્સ, કોઈ ચોક્કસ કેસ સાથે સંકળાયેલી વ્યક્તિઓ વગેરે. વિલનને પણ ઈવિલ કે મિસગાઈડેડ જિનિયસ કે સાઈકોપેથ બતાવી શકાય. કાં તો એ પોતાનો કોઈ પર્સનલ રિવેન્જ લેતો હોય, અથવા તો એ એવું માનતો હોય કે એ ચોક્કસ પ્રકારના લોકોની હત્યાઓ કરીને સમાજનું કંઈક ભલું કરી રહ્યો છે (જેમ કે, ધારો કે કમલ હાસનની ‘હિન્દુસ્તાની’ ફિલ્મને મિસ્ટ્રીની ટ્રીટમેન્ટ અપાઈ હોત તો એ કરપ્ટ લોકોની હત્યા કરતો સિરિયલ કિલર બની શક્યો હોત). અથવા તો પછી એને ભારતીય શાસ્ત્રો, કે અગમ નિગમનો અભ્યાસી દર્શાવીને તે પ્રમાણે હત્યાઓ કરતો બતાવી શકાય. જેમ કે, ‘રાચાસન’ (Ratsasan, તમિળ, 2018)નો સ્ક્રીનપ્લે મેન્યુફેક્ચર્ડ હોવા છતાં અદભુત રીતે એકબીજામાં બ્લેન્ડ થઈ ગયેલો, જ્યારે ‘અસુર’ વેબ સિરીઝમાં ઈલ્લોજિકલ ઢીલીઢસ ખિચડી થઈ ગઈ. એટલે આ બધાં જ એલિમેન્ટ બરાબર જેલ ન થયાં હોય તો આ સ્ક્રીનપ્લે-આ વાર્તા ચાઈનીઝ માલની જેમ મેન્યુફેક્ચર્ડ છે તે ખબર પડી જ જાય. વાર્તામાં જેટલાં વધુ લૅયર્સ, સરસ રીતે એકબીજામાં ભળી ગયાં હોય એટલી જ વધુ મજા આવે. આ ઉપરાંત, આપણે જે સિક્રેટને ચેઝ કરી રહ્યા હોઈએ તે રિવીલ થયા પછી એક નવું જ અનએક્સપેક્ટેડ સિક્રેટ આપણી સામે આવે અને એ સાથે ફિલ્મ પૂરી થાય એના જેવો જલસો એકેય નહીં.
***
X – ધ એક્સપ્લોઈટેડ (2018)
ભાષાઃ હંગેરિયન
અવેલેબલ ઑનઃ ટોરેન્ટ!

x_the_exploited-thumb-430xauto-73153કોઈપણ મોટા શહેરની જેમ બુડાપેસ્ટ શહેરમાં પણ રોજ સંખ્યાબંધ લોકો મરે છે. પોલીસ ડિપાર્ટમેન્ટની એક અતિશય શાર્પ મહિલા ઈન્વેસ્ટિગેટરને તેમાંની અમુક હત્યાઓમાં કોઈ પૅટર્ન દેખાય છે. આત્મહત્યા ગણાવીને ક્લોઝ કરી દેવાયેલા અમુક કૅસમાં તેને હત્યાના એન્ગલ દેખાય છે. પરંતુ તેની વાત પર એના જ ડિપાર્ટમેન્ટમાં કોઈ વિશ્વાસ ન કરે તેવી સ્થિતિ છે. કારણ એ છે કે છેલ્લા એક દાયકા કરતાં પણ વધુ સમયથી એ ગંભીર પ્રકારના પૅનિક ડિસઑર્ડરથી પીડાઈ રહી છે. ક્રાઈમ સીન પર જવા માત્રથી એને ભયંકર પૅનિક અટેક આવે છે. તેમ છતાં એની શાર્પનેસ એટલી ગજબની છે કે તે ક્રાઈમસીનના ફોટોગ્રાફ્સ જોવા માત્રથી દાળમાં રહેલી કાળી વસ્તુઓ પારખી લે છે. એના આ પૅનિક અટેક્સનું કારણ પણ એની પર્સનલ લાઈફમાં બનેલી દર્દનાક ઘટના સાથે જોડાયેલું છે. અને એમાં જ એની ટીનએજર દીકરી બળવાખોર બની ગઈ છે. હવે સવાલ એ છે કે તે કહે છે એમ ખરેખર શહેરમાં કોઈ સિરિયલ કિલિંગ્સની ઘટનાઓ બની રહી છે? જો એવું હોય તો એ વિક્ટિમ્સ વચ્ચેનું, વિક્ટિમ્સ અને ગુનેગાર વચ્ચેનું કનેક્શન શું છે? ગુનેગાર કોણ છે? શા માટે હત્યાઓ થઈ રહી છે? અને આ હત્યાઓનું તેની પોતાની પર્સનલ લાઈફ સાથે કોઈ કનેક્શન છે ખરું, જે એને પોતાના પૅનિક અટેક્સમાંથી, પોતાના દર્દનાક પાસ્ટમાંથી મુક્તિ અપાવી શકે?

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s