Star Best Sellers Collageવાત છે, 1999-2000ના અરસાની. એ વખતે ટીવી પર જોવા જેવું ઘણું બધું આવતું. એમાંનું એક એટલે સ્ટાર પ્લસ પર આવતો ‘સ્ટાર બેસ્ટસેલર્સ’. આ અદભુત સિરિયલમાં અનુરાગ કશ્યપ, તિગ્માંશુ ધુલિયા, હંસલ મહેતા, રજિત કપૂર જેવા ભારતના દિગ્ગજ સર્જકોએ બનાવેલી એક એક એપિસોડની વાર્તા પ્રસારિત થતી હતી.

હવે આવે છે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ. આ સિરીઝમાં તિગ્માંશુ ધુલિયાએ બક્ષીબાબુની આ વાર્તા પરથી ‘એક શામ કી મુલાકાત’ નામનો એપિસોડ તૈયાર કરેલો. તેમાં મુખ્ય ભૂમિકામાં તેમણે ઈરફાન ખાનને કાસ્ટ કરેલા. તેમની સાથે ટિસ્કા ચોપરા, હિમાની શિવપુરી રઘુબીર યાદવ અને આપણા ગુજરાતી કલાકાર એવા સંજય ગોરડિયાએ અભિનય કરેલો. બક્ષીબાબુની આ નવલિકા તેમના 1961માં પ્રકાશિત થયેલા વાર્તાસંગ્રહ ‘એક સાંજની મુલાકાત’માં પ્રકાશિત થઈ હતી.

એક સાંજની મુલાકાત વાર્તા બક્ષીબાબુની ઘણી વાર્તાઓની જેમ ફર્સ્ટ પર્સનમાં લખાઈ છે. તેમાં વાર્તાને અંતે આવતા જબરદસ્ત ટ્વિસ્ટને કારણે આ વાર્તા આજે પણ ચાહકોની પસંદ બની રહી છે. આ ટ્વિસ્ટ ઓ હેનરી અને રોઆલ્ડ ડાલ જેવા સર્જકોની યાદ અપાવે છે.

કોલકાતાની પૃષ્ઠભૂમાં આકાર લેતી તે વાર્તામાં એક યુવાન દંપતી એક નવા મકાનમાં ભાડે રહેવા આવે છે. તે મકાનમાં પાડોશમાં તેમના મકાનમાલિકનો પરિવાર પણ રહે છે. મકાનમાલિકની પત્ની શોભા પ્રત્યે નાયકને અદમ્ય આકર્ષણ થાય છે. ધીમે ધીમે આ આકર્ષણ વધતું જાય છે. એક વખત નાયકની પત્નીની ગેરહાજરીમાં મકાનમાલિકની પત્ની શોભા નાયકને મળવા તેના ઘરમાં આવે છે. નાયકના મનમાં ઉદભવેલા રોમેન્ટિક ખ્યાલોની વચ્ચે શોભા નાયકને એક એવી વાત કહે છે જેનાથી આખી વાર્તા અપસાઈડ ડાઉન એટલે કે ઊંધે માથે ફરી જાય છે.

તિગ્માંશુ ધુલિયાએ આ વાર્તાને યથાતથ રીતે ટેલિવિઝન માટે અડેપ્ટ કરી હતી. તેમાં નાયકની મુખ્ય ભૂમિકા ઈરફાન ખાનને આપી હતી. નાયકની પત્નીની ભૂમિકા અભિનેત્રી ટિસ્કા ચોપરાને અપાઈ હતી. મકાન માલિકની પત્નીની ભૂમિકામાં હિમાની શિવપુરીને લેવાયાં હતાં. જ્યારે તેના સિમ્પલ અને ઓછું બોલતા પતિ તરીકે રઘુબીર યાદવને કાસ્ટ કરવામાં આવ્યા હતા. આ એપિસોડમાં નાયકનું તેની મકાન માલિકણ પ્રત્યે થતું અગમ્ય આકર્ષણ અને સંભવિત અનૈતિક સંબંધને ઈરફાને બખૂબી અને અત્યંત બારીકાઈથી વ્યક્ત કર્યું હતું.

આ એપિસોડ યુટ્યૂબ પર અને ‘ડિઝની+ હોટસ્ટાર’ પર જોઈ શકાય છે.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

One thought on “એક સાંજની મુલાકાત: ઈરફાન ખાન, ચંદ્રકાંત બક્ષી અને તિગ્માંશુ ધુલિયા-લાજવાબ કોમ્બિનેશન!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s