‘રપ્પન રપ્પી રાપ… અંધેરી રાતોં મેં સુનસાન રાહોં પર…’

maxresdefaultજ્યારથી વાસન બાલાની ફિલ્મ ‘મર્દ કો દર્દ નહીં હોતા’નું પહેલું ટીઝર આવ્યું ત્યારથી અને હવે તો સાઉન્ડટ્રેક બહાર પડ્યો એટલે છેલ્લા બે દિવસથી આ સોંગ દિમાગની અંદર અને દિમાગની બહાર સતત લૂપમાં ચાલી રહ્યું છે! આમેય આ ફિલ્મના પ્રેઝન્ટેશન, સ્ટાઈલ, સેલ્ફ અવેર/મેટા હ્યુમર, ભારોભાર નોસ્ટેલ્જિયા અને સુપર્બ માર્કેટિંગ કેમ્પેઇન (પોસ્ટર્સ, ટ્રેલર)થી હું ફિલ્મનો ઓલરેડી ફેન થઈ ગયો છું.

એનું આ સોંગ ‘રપ્પન રપ્પી રાપ’ 80 અને 90ના દાયકાઓનાં અઢળક પોપ કલ્ચર રેફરન્સીસથી ફાટ ફાટ થાય છે. ગીતકાર ગરિમા ઓબ્રાએ જે અનોખા-જિબરિશ-પન્ક સ્ટાઈલે તેના શબ્દો લખ્યા છે અને કરન કુલકર્ણીએ 90ના સાઉન્ડ્સ વાપરીને જે મ્યુઝિક બનાવ્યું છે, દિમાગમાં ચ્યુઇંગ ગમની જેમ ચોંટી જાય એવું બન્યું છે. ઉપરથી બેની દયાલનો અવાજ. આમેય બેની દયાલને તો અગાઉ ‘બદતમીઝ દિલ’ જેવું જિબરિશ શબ્દોવાળું ફાસ્ટ સોંગ ગાવાનો એક્સપિરિયન્સ છે જ. રાત્રે સાંભળતાં સાંભળતાં આ સોંગમાં રહેલાં પોપ કલ્ચર રેફરન્સીસનું લિસ્ટ બનાવતો ગયો, તો ખાસ્સું લાંબું થયું. હજુ સત્તાવાર રીતે આ ગીતના શબ્દો ઉપલબ્ધ નથી થયા, લેકિન સોંગને પૉઝ-સ્લો કરી કરીને સાંભળીને લખ્યા ને એના રેફરન્સીસ ટપકાવ્યા (કેટલી મહેનત, બોલો!).
***

1
‘મર્દ કો દર્દ નહીં હોતા’માં અભિમન્યુ દસાનીનો પોઝ જુઓ અને બાજુમાં ‘એન્ટર ધ ડ્રેગન’ના બ્રુસ લીને જુઓ!

માત્ર સોંગ જ નહીં, આ ફિલ્મના પોસ્ટર્સ અને સ્ટિલ્સમાં પણ બ્રુસ લી, કરાટે કિડ (1986), ઈન્ડિયાના જોન્સ, સુપરહીરો ‘હી મેન’ વગેરેનાં રેફરન્સીસ એકદમ ક્લિયર્લી જોઈ શકાય છે. આ સ્ટેટસ સાથે તે સિમિલારિટીઝનાં કોલાજ પણ અટેચ કર્યાં છે. ફિલ્મનાં પોસ્ટર્સમાં પાછો છૂટથી VHSને ‘ગિરફ્તાર’ મુવી વગેરેનો પણ ઉપયોગ!
***
‘રપ્પન રપ્પી રાપ’ સોંગના મ્યુઝિકમાં પણ તમને ‘મારિયો’ અને ‘બેકસ્ટ્રીટ બોય્ઝ’ વગેરેની છાંટ સંભળાય. એની વે, તમે આ ગીતના શબ્દો અને એમાં વણી લેવાયેલા પોપ-કલ્ચર રેફરન્સીસનો લુત્ફ ઉઠાવો. (Btw, એક-બે ઠેકાણે શબ્દોમાં થોડું કન્ફ્યુઝન છે. કોઈને સમજાય તો પ્લીઝ હેલ્પ.) આ ઉપરાંત બીજાં પોપ કલ્ચર રેફરન્સીસ તમે પકડી પાડ્યા હોય તો ઓલ્વેઝ વેલકમ હી વેલકમ! આખા ગીતની યુટ્યૂબ લિંક પહેલી કમેન્ટમાં પેસ્ટ કરી છે.
***
અ આ ઇ ઈ ઉ ઊ એ, ઓ એ ઈ આ હોતા તે (સોંગ, મુવીઃ રાજાબાબુ, )
ઈસમેં એક હી ગોલી થી બે, થાકી થીકી થાકી થીકી (મુવીઃ અંદાઝ અપના અપના)
ડરતા તો મૈં શેર સે ભી નહીં રે, પર કોક્રોચ કે આગે ક્યા કરેં
હિલેડુલે માત્મા ફૂલે બોલે, તૂ મિસ્ટર ઈન્ડિયા નહીં નહીં (પર્સનાલિટીઃ મહાત્મા ફુલે, મુવીઃ મિ. ઈન્ડિયા)
ઉડે ઉડે ચલે ચલે
ટુ અ ગેલેક્સી ફાર ફાર અવે (મુવીઃ સ્ટાર વૉર્સ)
આજા મેરી સ્પેસશિપ મેં બૈઠ જા રે (મુવીઃ મિસ 420, સોંગઃ આજા મેરી ગાડી મેં બૈઠ જા, સ્ટારઃ બાબા સેહગલ)
બેક ટુ ધ ફ્યુચર ઉ આ એ (મુવીઃ બેક ટુ ધ ફ્યુચર)
ઉડે ઉડે ચલે ચલે
ઉન દોસ ત્રેસ હેય (સોંગ, આર્ટિસ્ટઃ રિકી માર્ટિન)

 

રપ્પન રપ્પી રાપ
અંધેરી રાતોં મેં સુનસાન રાહોં પર (મુવીઃ શહેનશાહ)
રપ્પન રપ્પી રાપ
યુ બી રેડી વિથ આખોં કા લેસર (રેફરન્સઃ સુપરમેન)
રપ્પન રપ્પી રાપ
અપને ફ્રિજ મેં તૂ ડ્રેગન્સ જમા કર
રપ્પન રપ્પી રાપ
યે બંધન તો હૈ પ્યાર કા બંધન રે (મુવીઃ કરન અર્જુન)

પાપ કો જલા જલા કે રાખ કર દૂંગા (મુવીઃ પાપ કો જલાકર રાખ કર દૂંગા)
તીસ કો ખિલા ખિલા કે સાઠ કર દૂંગા
તીસ કભી સીધા સાઠ સાઠ નહીં હોતા
થર્ટી ફોર્ટી ફિફ્ટી સિક્સ્ટી
ગિબડ બાબડ બૂબડ… (જિબરિશ) (સોંગઃ હમ્મા હમ્મા ઓરિજિનલ, સિંગરઃ રેમો ફર્નાન્ડિઝ)
બિગ ટ્રબલ લિટલ લિટલ ચાઈના કરાટે ચોપ (મુવીઃ બિગ ટ્રબલ ઈન લિટલ ચાઈના)
એન્ટર ધ ડ્રેગન ફોર અ ફ્યૂ ડૉલર્સ મોર (મુવીઝઃ એન્ટર ધ ડ્રેગન, ફોર અ ફ્યૂ ડૉલર્સ મોર)
મેરે પાસ છુટ્ટા નહીં નહીં નહીં…

ઉડે ઉડે ચલે ચલે
મોગલી કો શેરખાન સે બચાને (ટીવી સિરીઝઃ જંગલ બુક)
ડ્રેગન સ્ટેજ મેં હરા કે દિખા બે (વીડિયો ગેમઃ કોન્ટ્રા)
ઉડે ઉડે ચલે ચલે
આયે બડે કીડે પેકમેન કો ખાને (વીડિયો ગેમઃ પેકમેન)
ઉડે ઉડે ચલે ચલે
હેમા રેખા જયા સુષમા (ટીવી એડઃ નિરમા)

રપ્પન રપ્પી રાપ
અંધેરી રાતોં મેં સુનસાન રાહોં પે
યુ બી રેડી વિથ આંખો કા લેસર
અપને ફ્રિજ મેં તુ ગોબ્લિન્સ જમા કર (કોમિક્સ/ગેમઃ ગોબ્લિન્સ)
રપ્પન રપ્પી રાપ
યે બંધન તો હૈ પ્યાર કા બંધન હેય

ક્રાઈમ માસ્ટર ગોગો દેખો ગોટિયાં ખેલ રહે (મુવીઃ અંદાઝ અપના અપના)
છોટા ચેતન થ્રીડી મેં દેખના રે (મુવીઃ છોટા ચેતન થ્રીડી)
વર્ટિ કેલા ટાઈગર ને,
લુકિંગ કશાલા રાધા ને
બુરી નઝરવાલે તેરે ખાતે મેં ગટર
તૂ જા કે કિસ મેરે બાટા કો કર (બ્રાન્ડઃ બાટા)
મેરી બાતેં સૂનકર હસના નહીં, ઉસે ઝૂઠ માનકર તો… નહીં નહીં… (સોંગઃ મેરી મરઝી, મુવીઃ ગેમ્બલર, ગીતકારઃ વિનય દવે, ગાયકઃ દેવાંગ પટેલ)

ઉડે ઉડે ચલે ચલે
ચકલી ખા કે બ્રુસ લી બને (સ્ટારઃ બ્રુસ લી)
ઉડે ઉડે ચલે ચલે
ઓરગેઝમ ઓલ એટ વન્સ રે
ઈટર્નિયા સે ઈગતપુરે (ઈટર્નિયા= હી મેનમાં આવતા પ્લેનેટનું નામ)
ઉડે ઉડે ચલે ચલે
એવરીબડી રોક યોર બોડી (બૅન્ડઃ બૅકસ્ટ્રીટ બોય્ઝ)

રપ્પન રપ્પી રાપ
અંધેરી રાતોં મેં સુમસાન રાહોં પર
રપ્પન રપ્પી રાપ
યુ બી રેડી વિથ આંખો કા લેસર
અપને ફ્રિજ મેં તૂ ડ્રેગન્સ જમા કર
યે બંધન તો હૈ પ્યાર કા બંધન હેય

MKDNH-Big Trouble
‘મર્દ કો દર્દ નહીં હોતા’નું અને કર્ટ રસેલ સ્ટારર હોલિવૂડ ફિલ્મ ‘બિગ ટ્રબલ ઈન લિટલ ચાઈના’ (1986)નું પોસ્ટર સરખાવો. MKDNHમાં અભિમન્યુની હેરસ્ટાઈલ પણ આ અંગ્રેજી ફિલ્મના કર્ટ રસેલ જેવી જ રખાયેલી.
3
‘મર્ક કો દર્દ નહીં હોતા’ વર્સસ ‘ધ કરાટે કિડ’ (1986)નાં પોસ્ટર્સ!
4
‘હી મેન એન્ડ ધ માસ્ટર્સ ઓફ ધ યુનિવર્સ’માં હી મેનનો સિગ્નેચર પોઝ અને ‘મર્દ કો દર્દ નહીં હોતા’માં અભિમન્યુનો પોઝ!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s