અસત્યમેવ જયતે!

રેટિંગઃ *1/2 (દોઢ સ્ટાર)

 • 1547731353_why-cheat-india-cheat-indiaઆપણા સૌની સાથે ક્યારેક ને ક્યારેક એવું થયું જ હશે, કે આપણે શરમે-ધરમે કોઈ દૂરના પરિચિતનાં લગ્ન કે અન્ય સામાજિક પ્રસંગે જવું પડ્યું હોય, અને ત્યાં આપણે એકમાત્ર યજમાન સિવાય કોઈ કહેતા કોઈને ઓળખતા ન હોઈએ. આપણો એકમાત્ર ગોલ હોય કે ક્યારે આ ફંક્શન પતે અને યજમાનને મોં બતાવીને ત્યાંથી છૂટીએ. ડિટ્ટો, આવી જ ફીલિંગ ઈમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ ‘ચીટ ઈન્ડિયા’, સોરી, ‘વ્હાય ચીટ ઈન્ડિયા’ જોતી વખતે આવે છે. એક માત્ર ઈમરાન હાશ્મીને બાદ કરતાં આ ફિલ્મમાં કોઈ કહેતા કોઈ જાણીતો ચહેરો દેખાતો નથી. ઉપરથી ફિલ્મ પણ એવી સ્લો મોશનમાં આગળ વધ્યા કરે છે કે આપણને ટાઢાબોળ એસીમાં પણ કંટાળાની રાતી કીડીઓ ચટકા ભરવા માંડે!
 • આ ફિલ્મના નામ પર સેન્સર બોર્ડે છેલ્લી ઘડીએ વાંધો ઉઠાવ્યો ને એના નામની આગળ ‘Why’નું mv5bnjkyymyzzgetyzkwzs00odk0lthhymitodg1zthjyzfkntzixkeyxkfqcgdeqxvymjuxmty3odm@._v1_ql50_sy1000_cr006911000_al_લટકણિયું ઝુલાવડાવ્યું (ને ‘નકલ મેં હી અકલ હૈ’વાળી ટેગલાઈન પણ દૂર કરાવી). કદાચ એ લોકોને એવું લાગ્યું હશે કે આ ટાઈટલ તો ‘ચીટ કરો ઈન્ડિયા’ એવું કહી રહ્યું છે (અથવા તો સેન્સર બોર્ડને એવું પણ લાગ્યું હોય કે ‘ચીટ ઈન્ડિયા’ ટાઈટલ વર્તમાન સરકારની ‘ક્લીન ઈન્ડિયા’, ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’, ‘ડિજિટલ ઈન્ડિયા’ જેવી સ્કીમ્સને મળતું આવે છે. થેન્ક ગોડ એ લોકોએ ‘ચીટ ઈન ઈન્ડિયા’ એવો ફેરફાર ન સૂચવ્યો, બાકી પાછું એ ‘મેક ઈન ઈન્ડિયા’ જેવું લાગવા માંડ્યું હોત!) હવે ગ્રામેટિકલી જોઈએ તો ‘Why’ ઉમેર્યા પછી આ ફિલ્મનું નામ ‘Why does India cheat?’ એવું હોવું જોઈએ, અથવા તો વચ્ચે અલ્પવિરામ ઉમેરીને ‘Why Cheat, India?’ એવું હોવું જોઈએ. ખેર, જ્યારે ફિલ્મના પોતાના ગ્રામરમાં લોચા હોય ત્યારે ટાઈટલના ગ્રામર પર કેટલું માથું પછાડવું?
 • આ ફિલ્મ જોતી વખતે મને કંગના રણોતની એક હોરિબલ ફિલ્મ ‘રજ્જો’ સતત યાદ આવી રહી હતી (ખુદ કંગના પણ એ ભયાવહ ફિલ્મને યાદ કરવા માગતી નહોતી, એટલે જ એણે પોતે જ પોતાની ફિલ્મની રિલીઝ અટકાવવાનો પ્રયાસ કરેલો! હવે એ પોતાની ‘મણિકર્ણિકા’ની રિલીઝ અટકાવવા નીકળેલી કરણી સેનાનો વિરોધ કરી રહી છે!). એ ફિલ્મ પણ આટલી જ બોરિંગ, અજાણ્યા ચહેરાઓથી ફાટ ફાટ થતી અને અતિશય આઉટડેટેડ લાગે તેવી હતી. એમાં પણ મનોજ કુમારના દીકરા કુનાલ ગોસ્વામીની યાદ અપાવે એવો વેવલા ચહેરાવાળો હીરો હતો, અહીં પણ છે (સ્નિગ્ધદીપ ચેટર્જી). ત્યાં પણ હીરો હાર્મોનિયમ લઈને બેસતો હતો, અહીં પણ ઈમરાન હાશ્મી હાર્મોનિયમ અને પંકજ ઉધાસની જેમ શાલ વીંટીને હાર્મોનિયમ ખખડાવવા બેસી જાય છે. ફરક માત્ર એટલો છે કે અહીં ઈમરાન હાશ્મીને જોવો ગમે છે ને ફિલ્મની સ્ટોરી પોટેન્શિયલી મસાલેદાર છે.
 • ઈમરાન હાશ્મીના સ્વમુખે કહેવાયેલી આ વાર્તા સિમ્પલ છેઃ ભારતના ‘ધ ગ્રેટ એજ્યુકેશન બઝાર’માં રાકેશ સિંઘ ઉર્ફ રૉકી (ઈમરાન હાશ્મી) પૈસાદાર ઠોઠ વિદ્યાર્થીઓના મા-બાપ પાસેથી તોતિંગ પૈસા લઈને એમની એન્ટ્રન્સ એક્ઝામમાં હોશિયાર ગરીબ છોકરાઓને બેસાડી દે છે. ત્રણેય બાજુ વિન-વિન-વિન સિચ્યુએશન્સ. સ્વાભાવિક રીતે જ આમાં પોલીસ, દારૂ, કોલગર્લ્સ, ડ્રગ્સ, ડિપ્રેશન, રોમેન્ટિક ટ્રેક, સોંગ્સ બધાંની એન્ટ્રી થાય અને ફિલ્મ બે કલાકની અંદર સમાવેલા અનંતકાળ સુધી ચાલ્યા કરે!
 • આ ફિલ્મના ડિરેક્ટર છે સૌમિક સેન. જેમણે અગાઉ જુહી-માધુરીને લઈને પણ ‘ગુલાબ ગેંગ’ નામની બોરિંગ ફિલ્મ બનાવવામાં સફળતા મેળવેલી. પરંતુ છેલ્લા એક વર્ષમાં એમના પર ત્રણેક જેટલી સ્ત્રીઓએ ‘Me Too’ મુવમેન્ટ હેઠળ જાતીય સતામણીના આક્ષેપો કર્યા છે, એટલે તેઓ આ ફિલ્મની પબ્લિસિટીથી દૂર રહેલા. એમની રિયલ લાઈફ જેટલું જ આ ફિલ્મનું વાતાવરણ પણ કન્ફ્યુઝિંગ છે. એ કન્ફ્યુઝનમાં કૂદકો મારતાં પહેલાં ફિલ્મમાં મને ગમેલી જૂજ વાતો જોઈ લઈએ.
  What I Liked
 • કોટા (રાજસ્થાન)નાં કોચિંગ કારખાનાં, પ્રવેશ પરીક્ષાઓ અને તેમાં ચાલતી (જો સાચી હોય તો ભયાવહ) ગોબાચારીઓ, એજ્યુકેશનલ ફિલ્ડની ‘સ્પેશિયલ 26’ જેવી કૌભાંડી કાર્ટેલ અને એ બધાની વચ્ચે ચાલતી હાશ્મીની હાટડી. ‘હિન્દી મીડિયમ’ને બાદ કરતાં આપણે ત્યાં એજ્યુકેશનલ ફિલ્ડની શૈતાનીઓ પર ભાગ્યે જ ફિલ્મો બની છે.

સતત ખંધું સ્મિત વેરતા રહીને અને કહેવાતો પ્રસાદ વહેંચીને લોકોને તાત્કાલિક બાટલીમાં ઉતારી દેવાની ઈમરાન

mv5bzmvjmjfjnjmtodqymc00mzg2ltllodutmmmynznmyjmwowzmxkeyxkfqcgdeqxvynje1otq0nja@._v1_ql50_
શ્રેયા ધન્વંતરિ

હાશ્મીના કેરેક્ટરની ખાસિયત પણ ઈન્ટરેસ્ટિંગ છે. બાકીની ફિલ્મમાં ઈમરાન જે સ્માર્ટનેસ બતાવે છે, (હીરોગીરીવાળી ફાઈટને બદલે) એ સ્માર્ટનેસ જો એના એન્ટ્રી સીનમાં બતાવવામાં આવી હોત તો વધુ એની એન્ટ્રી વધુ દમદાર બની શકી હોત. એમાં એ ‘ગુપ્ત’ જોવા આવેલા પોલિટિકલ ઈન્ફ્લુઅન્સ ધરાવતા ગુંડાઓને ઠમઠોર્યા બાદ એમના કાનમાં ‘ગુપ્ત’નું સસ્પેન્સ કહીને ચાલતી પકડે છે (જેનાં સ્પોઈલર્સ સૌથી વધુ જાહેર થયાં હોય તેવી ભારતીય સિનેમાના ઈતિહાસમાં ‘ગુપ્ત’ એકમાત્ર ફિલ્મ હશે!) ઈમરાન હાશ્મી ઉપરાંત ફિલ્મની ફિમેલ લીડ શ્રેયા ધન્વંતરિ એના માટે લખાયેલા પાત્ર પૂરતી ઈમ્પ્રેસિવ છે. એને બીજા કોઈ સારા લખાયેલા પાત્રમાં જોવી ગમે.

કોચિંગ ક્લાસ, તેની જાહેરખબરો, પ્રવેશ પરીક્ષાઓ એ બધાનું ડિટેલિંગ પણ ખાસ્સી મહેનતથી કરાયું છે. ક્લાસરૂમનો માહોલ, પરીક્ષાર્થીઓનું બિહેવિયર, બહાર રાહ જોતાં માતાપિતાઓ, રિઝલ્ટની બેચેની, એ પછી તેનો લાભ ખાટવા આવી પડતા રાજકારણીઓ-ક્લાસીસવાળા વગેરે.
છૂટાછવાયાં વેરાયેલાં વનલાઈનર્સ પણ સરસ છે. ‘ઉપરવાલા દુઆ કુબૂલ કરતા હૈ, મૈં સિર્ફ કૅશ લેતા હૂં’, ‘મેહનત અચ્છે સેલેરીડ લોગ કરતે હૈ, બડે લોગ સ્કેમ કરતે હૈ’, ‘મુઝે હીરો બનને કી બિલકુલ ઈચ્છા નહીં હૈ, વિલન બનને કા ટાઈમ નહીં હૈ, ખિલાડી હૂં ખેલ રહા હૂં’, ‘અકલમંદ… નકલમંદ…’ એટ સેટરા.

What I didn’t like

 • ઈમરાન હાશ્મી આ ફિલ્મનો એક પ્રોડ્યુસર પણ છે, એટલે હોય કે ગમે તેમ, પણ એના કેરેક્ટરને લઈને આ ફિલ્મના રાઈટરલોગ અને ડિરેક્ટર મહા-કન્ફ્યુઝ્ડ છે. એ ચીટિંગ કરીને ઠોઠ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યુટ્સમાં ઘુસાડે છે, લોકોના લાખ્ખો-લાખ્ખો રૂપિયાનું વિજય માલ્યા કરી નાખે છે, સતત ફોનનાં SIM કાર્ડ બદલીને અનરિચેબલ રહે છે, પોતાના પોલિટિકલ ઈન્ફ્લુઅન્સનો ઉપયોગ કરે છે, છતાં પોતાના પ્રેમમાં પડતી યુવતીનો ક્યારેય ગેરલાભ નથી ઉઠાવતો અને નખશિખ પારિવારિક સજ્જન બની રહે છે… યાને કે ‘શોલે’ના વીરુની જેમ એનામાં હજાર એબ છે, છતાં આપણને એના પ્રત્યે સતત સિમ્પથી થતી રહે તેનું ધ્યાન રખાયું છે. જેમ કે, આપણને થાય કે હાયલા, આ તો એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે છે, ત્યાં જ ડિરેક્ટર કહે છે કે એની પત્ની સાથે એનું જબરદસ્તી સગપણ કરાવી દેવાયેલું ને જુઓ ને, એ કેટલી કચકચિયણ-બોરિંગ છે. આપણને થાય કે હાયલા, એણે એક સીધા છોકરાની લાઈફની વાટ લગાવી દીધી, ત્યાં ડિરેક્ટર કહે કે જુઓ, એની કરિયર પણ સેટ કરી આપી, બસ?! આપણને થાય કે યાર, આ હીરો તો એક નંબરનો ફ્રોડસ્ટર છે, ત્યાં ડિરેક્ટર સાહેબ કહી દે કે રિલેક્સ, એ બિચારાએ મજબૂરીમાં આ કામ ઉપાડવું પડ્યું છે. અને એય તે પોતાના બાપથી જ દબાયેલો છે. ‘રૉકી’ ગમે તેટલો અનૈતિક હોય, પણ નખશિખ ફેમિલી મેન. બહેનની શાદીમાં સમય કાઢીને હાજરી આપે, કામ કરે, હસતું મોં રાખે ને હાર્મોનિયમ લઈને ગઝલસંધ્યાનો પ્રોગ્રામ પણ આપે! રાઈટર્સ-ડિરેક્ટરના આ જ હીરોપ્રેમને કારણે હીરો ગમે તેવી મુશ્કેલીઓમાં સપડાય, તરત જ એને બહાર કાઢી લેવામાં આવે. પરિણામે આપણને કોઈ જાતની થ્રિલ અનુભવાય નહીં. દિલ્હી બાજુ ‘તૂ જાનતા હૈ મેરા બાપ કૌન હૈ?’ ટાઈપની દમદાટી આપવાની ફેશન છે. અહીં જાણે ઈમરાનનું કેરેક્ટર કહે છે, ‘તૂ જાનતા હૈ, ઈસ ફિલ્મ કા ડિરેક્ટર મેરા દોસ્ત હૈ, ઔર મૈં પ્રોડ્યુસર!’
 • ‘વ્હાય ચીટ ઈન્ડિયા’ને અંતે મેકર્સ આપણને હિન્દી અને ઈંગ્લિશમાં દેશમાં અપેક્ષાઓના ભાર હેઠળ દબાઈને આપઘાત કરતા વિદ્યાર્થીઓ, નકલી યુનિવર્સિટીઓ અને એજ્યુકેશનના કારોબારના સ્રોત સાથેના આંકડા આપે છે. નો ડાઉટ, આંકડા શોકિંગ છે. લેકિન ફિલ્મમાં બતાવાયેલું એકેએક પાત્ર નૈતિક રીતે ભ્રષ્ટ છે. પૈસા આપીને ડમી વિદ્યાર્થી બેસાડવા, પેપરો ફોડવા, ફૂટેલાં પેપરના આન્સર ખરીદવા, એક બાજુ ભણતરના મહત્ત્વની વાતો કરવી ને બીજી બાજુ બોગસ ડિગ્રી-ડમી વિદ્યાર્થી બનીને કમાયેલા પૈસાને સ્વીકૃતિ આપવી, ઈવન નૈતિકતાની વાતો કરતો પોલીસ અધિકારીની નૈતિકતા પણ દિલ્હીના ઓડ-ઈવન પ્લાનની જેમ સતત ઓન-ઓફ થતી રહે છે. ઈવન ક્લાઈમેક્સમાં પણ ‘હમ હોંગે કામિયાબ’ના ઢાળમાં સેડ સોંગ મૂકીને આપણને અહેસાસ કરાવવામાં આવે કે અંતે તો સત્યનો જ વિજય થાય છે. લેકિન નો, કહાની મેં ટ્વિસ્ટ, હીરો વર્શિપ ઝિંદાબાદ અને એજ્યુકેશન કા ધંધા અમર રહે! સરવાળે, ફિલ્મ પણ આ જ મેસેજ આપે છે.
 • ઉપરથી અસહ્ય છે ફિલ્મની અલ્ટ્રા સ્લો સ્પીડ અને એનર્જીનો તદ્દન અભાવ. આપણને રીતસર મહેસૂસ થાય કે આ ફિલ્મ ઈન્ઝમામ ઉલ હકની રનિંગ બિટવિન ધ વિકેટની જેમ ધીમી ધીમી ચાલી રહી છે. તેને કારણે આપણે વાર્તામાંથી ઊખડીને જાતભાતની વસ્તુઓ ઓબ્ઝર્વ કરતા રહીએ. જેમ કે, આ ફિલ્મમેકર કેટકેટલી સેકન્ડ્સના અંતરાલમાં એક ટોપ એન્ગલ-એરિયલ શોટ લે છે? ડાબી બાજુના ખૂણામાં કુલ કેટલાં શહેરોનાં નામ આવે છે? કુલ કેટલી વખત સ્ક્રીન એકથી વધુ સ્ક્રીન્સમાં સ્લ્પિટ થાય છે? ઈમરાન હાશ્મીનાં ચશ્માંની ફ્રેમ કેટલી વાર બદલે છે? ઈમરાન કુલ કેટલી વાર લોકોને પ્રસાદ વહેંચે છે? ફિલ્મમાં કેટલી વાર ખોટા સમયે ગીત ટપકી પડે છે? ફિલ્મમાં ‘સત્યેન્દ્ર દુબે’ના (રિયલ લાઈફના સત્યેન્દ્ર દુબેને પણ કપાળ કૂટવાનું મન થાય એવું આ પાત્ર છે) પિતા શું કામ વીરેન્દ્ર સક્સેના જેવા લાગે છે?!
 • ટેક્નોલોજીના અભાવે ચીટિંગ-એડમિટ કાર્ડ વગેરેમાં મેનિપ્યુલેશન ઈઝી થઈ પડે એટલા માટે ફિલ્મમાં નેવુંનો સમયગાળો બતાવાયો છે. તે કારણ હોય કે પછી ફિલ્મનું ટિપિકલ બોલિવૂડિયા પ્લોટ ડિવાઈસનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલો સ્ક્રીનપ્લે જવાબદાર હોય, યા તો ફિર છ-છ સંગીતકારોએ ‘સોલ્જરી’ કરીને બનાવેલાં આ ફિલ્મનાં કંગાળ ગીતો હોય, આ ફિલ્મ સતત આઉટડેટેડ ફીલ આપ્યા કરે છે. અત્યારના સસ્તા ટ્રેન્ડ પ્રમાણે અહીં પણ એક રિમિક્સ છે. 1987માં આવેલી વિનોદ ખન્ના સ્ટારર ફિલ્મ ‘સત્યમેવ જયતે’નું ‘દિલ મેં હો તુમ’નું રિમિક્સ અહીં ઘુસાડવામાં આવ્યું છે. અરમાન મલિકના અવાજમાં તે સાંભળવું ગમે, પણ ફરી પાછું બપ્પીદાનું વર્ઝન સાંભળીએ તો લાગે કે અત્યારના સો કોલ્ડ મ્યુઝિક ડિરેક્ટર્સને ઢંગનાં રિમિક્સ કરતાં પણ નથી આવડતું.
 • cheat india jana aranya
  ‘વ્હાય ચીટ ઈન્ડિયા’ના એક દૃશ્યના બેકગ્રાઉન્ડમાં દેખાતું સત્યજિત રાયની ફિલ્મ ‘જન અરણ્ય’નું પોસ્ટર (ઉપર) અને તેનું ઓરિજિનલ પોસ્ટર (જમણે)

  ‘વ્હાય ચીટ ઈન્ડિયા’ના એક દૃશ્યમાં લપ્પુ ટીનેજર સત્યેન્દ્ર દુબે ઉર્ફ સત્તુની વાટ લાગેલી છે. હોશિયાર હોવા

  mv5bmtawmjjlntgtzdc4mc00owjkltk0mtmtztdmngi4oty1zmizxkeyxkfqcgdeqxvymta2odmzmdu@._v1_ql50_sy1000_cr007441000_al_

  છતાં એણે ક્વિક મનીની લાલચમાં ફ્રોડ ગલી પકડી છે. એ વખતે એના બેકગ્રાઉન્ડમાં આવેલી દીવાલ પર સત્યજિત રાયની 1976માં આવેલી ફિલ્મ ‘જન અરણ્ય’નું પોસ્ટર લાગેલું છે. એમાં પણ એક તેજસ્વી ગ્રેજ્યુએટ યુવાન પૈસા કમાવા માટે વચેટિયો બને છે અને નૈતિકતાને નેવે મૂકે છે. યાને કે એ વખતે ‘વ્હાય ચીટ ઈન્ડિયા’ અને ‘જન અરણ્ય’ બંનેનાં પાત્રોની માનસિક સ્થિતિ એકસરખી છે. ડિરેક્ટર સૌમિક સેને એ પોસ્ટર થકી દિગ્ગજ ફિલ્મમેકર સત્યજિત રાયને અંજલિ પણ આપી છે. ગુડ! (પણ સત્યજિત રાય જીવતા હોત તો આ ફિલ્મમાંથી એમણે પોતે જ પોતાની ફિલ્મનું પોસ્ટર ઊતરાવી લીધું હોત, ચૂલામાં ગઈ અંજલિ!)

  અફસોસ, કે એમણે સત્યજિત રાયને અંજલિ આપવા ઉપરાંત એમની ફિલ્મો જેવું એન્ગેજિંગ સ્ટોરીટેલિંગ પણ અપનાવ્યું હોત!

  P.S. કોટાની ટ્યુશન ફેક્ટરીઓમાં મા-બાપની અપેક્ષાઓ તળે પીસાતા ટીનેજરની વાત કહેતી મસ્ત-ડાર્ક વેબ સિરીઝ ‘લાખોં મેં એક’ ગયા વર્ષે ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પર આવેલી. સ્ટેન્ડ અપ કોમેડિયન બિસ્વા કલ્યાણ રથે ક્રિએટ કરેલી એ સિરીઝ જોવા જેવી છે. કોટાની કોચિંગ ફેક્ટરીઓથી શરૂ કરીને કોલેજનો ધંધો માંડવા સુધીની સફર કહેતી ચેતન ભગતની નોવેલ ‘રિવોલ્યુશન 2020’ પણ રસ ધરાવતા લોકો (પોતાના જોખમે!) વાંચી શકે છે.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s