સુપરહીરો હૈ યે પગલા!

રેટિંગઃ ***1/2 (સાડા ત્રણ સ્ટાર)

 • 5afdb4c667023‘ડેડપૂલ-2’ ‘માર્વેલ’ કોમિક્સની સુપરહીરો મુવીઝના રાઈટરલોગનું ડિટોક્સ છે. કોઈપણ નવી સુપરહીરો મુવી લખતી વખતે તેના રાઈટરલોગ બહુ સ્ટ્રેસમાં રહેતા હશે. કે ક્યા યાર, દર વખતે એનું એ જઃ દરેક કેરેક્ટરની પર્સનાલિટી જાળવી રાખવી, કોમિક્સની મૂળ વાર્તાને વફાદાર રહેવું (એમાં સહેજ ઊંધું-ચત્તું થયું તો દુનિયાભરમાં ફેલાયેલા એમના કરોડો ‘ફૅન બોય્ઝ’ તાત્કાલિક અસરથી રિસામણે બેસી જાય), પાત્રોની વચ્ચેના આડા-ઊભા-ત્રાંસા સંબંધોની સાડાબારી રાખવી, દર વખતે ‘ગુડ વર્સસ ઈવિલ’ની એકની એક વાર્તાનું આંધણ ચૂલે ચડાવવું, છતાં નવો ટેસ્ટ લાવવો… અબ ક્યા કરે, મિયાં? કરોડો રૂપયોં કા ખેલ હૈ, ભાયા!
 • એમાંથી છૂટેલા રાઈટરબાબુઓ ‘ડેડપૂલ’ લખતી વખતે આવી સ્થિતિમાં હશેઃ ‘બૈઠે બૈઠે ક્યા કરે, લિખની હૈ કોઈ ફિલ્મ, શુરુ કરેં ડેડપૂલ લે કર સ્ટેન લી કા નામ!’ કેમ કે, ‘ડેડપૂલ’ સુપરહીરોગીરી અને ફિલ્મમેકિંગના તમામ નિયમોને રોજ સવારે ટોઈલેટ પેપરની જગ્યાએ ઘસીને ફ્લશ કરી દે છે! એ જો જવાં આમિર ખાન હોય તો ‘જો જીતા વોહી સિકંદર’ની જેમ ચાના બગીચાઓ પર સ્લો મોશનમાં ‘ઉડતા હી ફિરું’ ગાતો કૂદતો રહે. ડેડપૂલ એવી ઈલાસ્ટિકવાળી ચડ્ડી છે, જે કોઈપણ કેરેક્ટરની પર્સનાલિટીને ચપોચપ ચોંટી જાય છે! એ બોલ્યાબારો છે, ગમે તેમ બાફતો રહે છે, ગમે તેના પર, રિપીટ, ગમે તેના પર બેફામ કમેન્ટો કરતો રહે છે, ઈવન પોતાના પર પણ!
 • ધારો કે તમે ડેડપૂલ કે સુપરહીરો મુવીઝના ફૅન ન હો, તો આટલું વાંચીને ‘અંદાઝ અપના અપના’ના ‘ક્રાઈમ માસ્ટર ગોગો’ની જેમ કન્ફ્યુઝન થઈ ગઈ હશે કે, ‘યે ડેડપૂલ ડેડપૂલ ક્યા હૈ, યે ડેડપૂલ ડેડપૂલ?!’ તો જનાબ, ‘ડેડપૂલ’ ‘માર્વેલ સિનેમેટિક યુનિવર્સ’નો લાલ કપડાંધારી કૂલ કૂલ સુપરકૂલ સુપરહીરો છે. બે વર્ષ પહેલાં તેની પહેલી ફિલ્મ ‘ડેડપૂલ’ આવેલી, ને અમે એ વખતે એના પર ઓવારી જઈને ત્રણ તાળીના ગરબા ગાયેલા (‘આઈએ પધારીયે ડેડપૂલ સુપરહીરોજી…!). હવે આવી છે તેની સિક્વલ ‘ડેડપૂલ-2’. પહેલી મુવીની વાર્તાનો ક્વિક રિકેપ જોઈને સીધા સિક્વલ પર આવી જઈએ.
 • વેડ વિલ્સન (રાયન રેનોલ્ડ્સ) નામનો એક અમેરિકન સૈનિક છે. ભાઈને એક જીવલેણ બીમારીમાંથી બચાવવા અને એનામાં સુપરહ્યુમન શક્તિઓ પેદા કરવા માટે એના શરીરમાં સુષુપ્ત ‘મ્યુટન્ટ જનીન’ જાગ્રત કરે તેવું રસાયણ ઈન્જેક્ટ કરવામાં આવે છે. એ પછી ‘નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ’ની જેમ વેડ બની જાય છે, ‘ડેડપૂલ’ નામધારી સુપરહીરો. હવે કટ ટુ ધ સિક્વલ.

  દુનિયા કા મસીહા બનીને ફરતો ‘ડેડપૂલ’ અત્યારે એક પર્સનલ ટ્રોમામાંથી પસાર થઈ રહ્યો છે ને એના ગિલ્ટના દરિયામાં દેવદાસ બનીને સૂ સૂ કરતો તરી રહ્યો છે (લિટરલી!). ત્યાં ભવિષ્યમાંથી ‘કેબલ’ નામનો જડભરત જેવો બાયોનિક મેન વર્તમાનમાં એન્ટ્રી મારે છે (અડધો માણસ ને અડધો મશીન, અત્યારના રાજકારણીઓ જેવો!). એ એક જાડિયા ટીનએજર કે ખૂન કા પ્યાસા છે. એ ટીનએજરને બચાવવાની સુપારી છે આપણા ડેડપૂલ પાસે. લેકિન એક ડઝન MLAને ખરીદી શકાય એટલા રૂપિયાનો સવાલ એ છે કે ફ્યુચરના એ કેબલને વર્તમાનના જાડિયા ટીનએજર સામે શો વાંધો પડ્યો? ક્યા ડેડપૂલ ઉસે બચાને મેં કામિયાબ હોગા? વૈસે યે જાડિયા હૈ કૌન? ઈસ કામ મેં કૌન કરેગા ડેડપૂલ કી મદદ? ઔર કૈસે? યહ સબ મુવી મેં દેખેંગે, આપ લોગ!

 • અગેઈન, ‘ડેડપૂલ’ પણ છે તો અચ્છાઈ વર્સસ બુરાઈનો જંગ. આ સિરીઝની ફિલ્મોની મોસ્ટ મજા છે તેના રાઈટિંગમાં. જૂની-નવી કોઈપણ ફિલ્મ, ખુદ ‘માર્વેલ’ની અને તેની હરીફ એવી ‘DC’ કોમિક્સની ફિલ્મો, બીજા સુપરહીરોલોગ, રિયલ લાઈફના કલાકારો… કોઈપણનો રેફરન્સ ડેડપૂલમાં આવતો રહે છે. પોતે સુપરહીરો થઈને પોતાની અને બીજા સુપરહીરોની પણ ખિલ્લી ઉડાવે ને એવી ફિલ્મોના મેકિંગની પણ મશ્કરી કરે. ચાલુ ફિલ્મે પાછો આપણી એટલે કે ઑડિયન્સની સાથે પણ વાત કરવા માંડે, ટેક્નિકલ ભાષામાં કહીએ તો કલાકારો અને ઑડિયન્સની વચ્ચે અદૃશ્ય એવી ‘ફોર્થ વૉલ બ્રેક’ કરે.

ફિલ્મ જોતાં જોતાં તમે જેટલા રેફરન્સિસ પકડી પાડો એટલી તમારી મજા વધતી જાય. અને બિલીવ મી, આ ફિલ્મમાં લિટરલી દર બીજી મિનિટે આવો એકાદો રેફરન્સ આવતો રહે છે. બધા રેફરન્સની વાત કરવી તો ઈમ્પોસિબલ છે અને એવું કરવા જતાં આ રિવ્યુ ‘સ્પોઈલર ટૉક’ બની જાય. પરંતુ ચપટીકની વાત તો થઈ જ શકે. જેમ કે,

 • ફિલ્મના વિલન ‘કેબલ’ યાને કે અદાકાર જોશ બ્રોલિનને ‘થેનોસ’ કહીને બોલાવે છે. કેમ કે, થોડા દિવસો પહેલાં આવેલી ‘એવેન્જર્સઃ ઈન્ફિનિટી વૉર’માં જોશ બ્રોલિન જ થેનોસ બનેલો.
 • ફિલ્મના એક ફિમેલ પાત્ર ‘ડોમિનો’ને એ ‘બ્લેક બ્લેક વિડો’ કહે છે. (બ્લેક વિડો aka નતાશા રોમાનોફ યાને કે અદાકારા સ્કાર્લેટ જોહાનસન પણ એવેન્જર્સનું મહત્ત્વનું પાત્ર છે.)
 • એક ડાયલોગમાં ડેડપૂલ વિલનને કહે છે, ‘સો ડાર્ક, યુ શ્યોર યુ આર નોટ ફ્રોમ DC યુનિવર્સ?’ (કેમ કે, DC યુનિવર્સની છેલ્લી અમુક ફિલ્મો પર ભયંકર ડાર્ક થઈ ગઈ હોવાનાં માછલાં ધોવાયાં હતાં. અને માર્વેલ વર્સસ DC એટલે BJP વર્સસ કોંગ્રેસ!)
 • વિલન ડેડપૂલને પૂછે, ‘હૂ આર યુ?’ જવાબમાં ડેડપૂલ કહે, ‘આઈ એમ બેટમેન.’ બેટમેનની જ સ્ટાઈલમાં ને એવા જ ઘોઘરા અવાજમાં.
 • એક સીનમાં પોતાની તમામ શક્તિઓ હણાઈ જતાં ડેડપૂલ કહે છે, ‘મારી પાસે હવે કોઈ સુપરપાવર બચ્યા નથી. હવે મને તીર-કામઠું આપી દો, હૉક આઈની જેમ.’ ‘એવેન્જર્સ’ અને માર્વેલની અન્ય ફિલ્મોમાં અભિનેતા જેરેમી રેનર ‘હૉક આઈ’નું પાત્ર ભજવે છે, જે સાવ ગુડ ફોર નથિંગ બની ગયું છે.
 • આ ઉપરાંત ફિલ્મમાં રોબોકોપ, સ્ટાર વૉર્સ, બામ્બી, ધ લાયન કિંગ, ધ પૅશન ઑફ ધ ક્રાઈસ્ટ, હ્યુમન સેન્ટિપેડ, લોગન, સે એનીથિંગ, ધ ટાઈમ ટ્રાવેલર્સ વાઈફ, વિની ધ પૂ વગેરે ઢગલાબંધ ફિલ્મોના પણ રેફરન્સીસ આવે છે.
 • એક ફાઈટમાં જાડિયો ટીનેજર બીજી એક ફિમેલ સુપરહીરોઈન (વધુ સ્પેસિફિક ભાષામાં કહીએ તો ‘મ્યુટન્ટ’)ને એની હેરસ્ટાઈલને લીધે ‘જસ્ટિન બીબર’ કહીને બોલાવે છે.

આવા બધા રેફરન્સીસ ઊકેલવા માટે ફિલ્મની DVD લઈને પૉઝ કરતાં કરતાં ફિલ્મ જોવી પડે. અમુક ખાંખતિયા વેબસાઈટોએ એટલિસ્ટ પાંચ-છ ડઝન સંદર્ભો શોધી કાઢ્યા છે. ફિલ્મો, મ્યુઝિક, કોમિક્સની આવી ઈન્ટરેસ્ટિંગ ખીચડીને ‘પોપ્યુલર (પોપ) કલ્ચર’ કહે છે.

 • કોઈ સાઉથ કોરિયન ફિલ્મની જેમ સમુરાઈ તલવારથી કાપાકાપી થતી હોય એ રીતે સ્ટાર્ટ થતી ‘ડેડપૂલ 2’ની સ્ટોરી આમ તો ‘ટર્મિનેટર 2’ જેવી જ છે (ને એનીયે મજાક આ ફિલ્મ પોતે જ કરે છે!). તેનાં ટાઈટલ ક્રેડિટ્સ પણ મસ્ત જેમ્સ બોન્ડ ફિલ્મોની સ્ટાઈલમાં આવે. અગાઉ ‘ડેડપૂલ-1’ના રિવ્યુમાં પણ મેં લખેલું કે ‘ડેડપૂલ’ની તોફાની પર્સનાલિટી જિમ કેરી સ્ટારર મુવી ‘ધ માસ્ક’ જેવી છે. ધ્યાનથી જુઓ તો લાઈટ થશે કે હાઈલા, આમાં તો આપણા ફિલ્મમેકર મનમોહન દેસાઈની સુપરહીટ ફિલ્મ ‘પરવરિશ’નો પણ એક રેફરન્સ છે!
 • ‘ડેડપૂલ’ સિરીઝની બીજી એક મજા એ છે કે તે સેલ્ફ અવૅર છે. મીન્સ કે ‘ડેડપૂલ’ સુપરહીરો છે ને પોતે મુવીમાં એક્ટિંગ કરી રહ્યો છે, એની એને પણ ખબર છે. એટલે જ એ જમ્પ મારે ને પછી બોલે કે ‘ટેલ મી, આ લોકોએ (એટલે કે મૅકર્સે) આ શૉટ સ્લો મોશનમાં લીધો છે!’ કોઈક ફાલતુ વનલાઈનર મારે ને પછી પોતે જ કેમેરા સામે જોઈને (એટલે કે ‘ફોર્થ વૉલ બ્રેક’ કરીને) બોલે, ‘આ એકદમ લૅઝી રાઇટિંગ હતું!’ ટાઈટલ ક્રેડિટ્સમાં મેકર્સ પોતે પોતાના પર જોક કરે. જેમ કે, ટાઈટલ્સમાં લખાઈને આવે, ‘ફ્રોમ ધ સ્ટુડિયો ધેટ કિલ્ડ વુલ્વરિન’. ‘ફ્રોમ ધ ડિરેક્ટર હૂ કિલ્ડ ધ ડોગ ઈન જ્હોન વિક’. આવું સુપર રેફરન્સફુલ અને છતાં હિલેરિયસ રાઈટિંગ કરવા માટે ફિલ્મના સ્ક્રીનપ્લેના કેટલા ડ્રાફ્ટ કરવા પડ્યા હશે એ તો રાઈટરલોગ જ જાણતા હશે.
 • ડેડપૂલની સેક્સ્યુઆલિટી પણ કર્ણાટકના પોલિટિક્સની જેમ ભેદી છે. નોર્મલ સંજોગોમાં એ પોતાની ફિયૉન્સેને વફાદાર છે, પણ બીજા એક પુરુષ મ્યુટન્ટ સુપરહીરો કલોસસને પણ ચોક્કસ જગ્યાએ હાથ ફેરવીને સજેસ્ટિવ ચાળા કરતો રહે છે (આમેય ડેડપૂલ એક નંબરનો વલ્ગર માણસ છે એ તો પહેલો પાર્ટ જુઓ એટલે બરાબર સમજાઈ જાય!). ‘વિકિપીડિયા’નોંધે છે કે ડેડપૂલની સેક્સ્યુઆલિટી જે તે મોમેન્ટ પર ડિપેન્ડ કરે છે. બાય ધ વે, આ ફિલ્મમાં એક સજાતીય કપલનો એન્ગલ પણ છે! બહુ નોર્મલી અને પ્રાઉડલી પેશ થયેલા એ એન્ગલની આંતરરાષ્ટ્રીય સ્તરે તારીફ પણ થઈ છે. જરાય સિરિયસ ન લાગતી આ ફિલ્મમાં પીડોફિલિયા અને ચાઈલ્ડ અબ્યુઝની વિરુદ્ધ એક સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ પણ છે. અને આવી ફેન્ટેસી ટાઈપ હળવી ફિલ્મમાં પણ સેક્સિઝમ વિરુદ્ધ વાત હોઈ શકે એવી કલ્પના પણ આવે ખરી? ફિલ્મમાં ‘X-મેન’ને સેક્સિસ્ટ ગણાવીને ‘X-ફોર્સ’ રચવાની વાત આવે છે.
 • ‘ડેડપૂલ-2’ સખત વાયોલન્ટ છે. કોઈકના માથા પર આખો કબાટ પડે ને માથું કપાઈને ધડથી છૂટું પડી જાય, આખા શરીરના બે ટુકડા થઈ જાય (એ આખી સિક્વન્સ સુપર હિલેરિયસ છે ને એમાંય રિયલ લાઈફનો રેફરન્સ છે!), છરો પેટમાં ભોંકાઈ જાય, ગોળી હાથની આરપાર થઈ જાય ને હાથમાં બાકોરું પડી જાય, કોઈક કેરેક્ટર જાયન્ટ ક્રશરમાં ફસાઈ જાય ને એના શરીરની હાલત મિક્સરમાં ફેરવેલી ચટણી જેવી થઈ જાય… આટલું ગ્રાફિક-ગ્રૂસમ વાયોલન્સ હોવા છતાં ફિલ્મ ક્યાંય સિરિયસ નથી બનતી. રાધર ફિલ્મી વાયોલન્સ જોવા ટેવાયેલા દર્શકો માટે તો આ ખૂનામરકી એક મસ્ત USP છે!
 • આ ફિલ્મ સિરીઝમાં ભારતીય ટેક્સી ડ્રાઈવરનું પણ એક કેરેક્ટર છે, જેને ‘ડોપિન્દર’ જેવું તોફાની નામ અપાયું છે (દીપિન્દર નહીં, Dope+Inder=Dopinder). હિન્દી વર્ઝનમાં એને સાવ કાર્ટૂનિશ ગુજરાતી બનાવી દેવાયો છે. જોકે બૅકગ્રાઉન્ડમાં આપણાં હિન્દી સોંગ વગાડીને બંને ફિલ્મોમાં બૉલિવૂડને ટ્રિબ્યુટ પણ અપાઈ છે ખરી.
 • ranveer-singh8હિન્દીની વાત નીકળી છે તો ચંદ વાતો એની તારીફમાં પણ. આ વખતે ફિલ્મ વેચવા માટે અને તેની માસ અપીલ વધારવા માટે એક માર્કેટિંગ ગિમિક તરીકે ડેડપૂલને રણવીર સિંહનો અવાજ અપાયો છે. જે ખાસ ભળતો નથી એવી વાઈડસ્પ્રેડ ફીલિંગ આવી છે. પરંતુ ડેડપૂલની મજા તેના રાઈટિંગમાં અને જેન્યુઈન પોપ કલ્ચર રેફરન્સીસમાં છે. ફિલ્મની વધુ લોકભોગ્ય બનાવવાની લાલચમાં ‘એક્સ ફોર્સ તો કોન્ડોમ જૈસા નામ લગ રહા હૈ’ અને ‘તુમ્હારા પપ્પુ દિખ રહા હૈ’ જેવી લાઈન્સ નાખીને તેને સ્માર્ટમાંથી સસ્તું બનાવી દેવાયું છે. એટલે જ ફિલ્મ બને ત્યાં સુધી ઈંગ્લિશ સબટાઈટલ્સ સાથે આવેલા ઑરિજિનલ ઈંગ્લિશ વર્ઝનમાં જ જોવી જોઈએ.
 • આ ફિલ્મમાં હૉલિવૂડના એક નહીં પણ બબ્બે સ્ટાર્સના ક્વિક કેમિયો છે. સહેજ પણ આજુબાજુ ડાફરિયાં માર્યાં કે જતા રહે એવા ક્વિક કેમિયો પકડવા માટે નજર શાર્પ કરીને સતત સ્ક્રીન સાથે ચોંટાડેલી રાખવી પડે. હા, માર્વેલના આદ્યપિતા સ્ટૅન લી પણ એક ચેઝ સિક્વન્સમાં દીવાલ પર ચીતરેલા જાયન્ટ મ્યુરાલ સ્વરૂપે દેખાય છે. એ પકડો તોય તમને ફુલ માર્ક્સ.
 • ‘માર્વેલ’ની ફિલ્મ હોય એટલે મિડ અને પોસ્ટ ક્રેડિટ્સ સીન પણ હોય જ. ટાઈમ ટ્રાવેલના કન્સેપ્ટની સાથે ડેડપૂલે અને એક એક્ટર તરીકે રાયન રેનોલ્ડ્સે તેમાં પોતાના પર પણ જે મજાકો કરી છે એવું માત્ર આ મુવી ફ્રેન્ચાઈઝમાં જ સંભવી શકે!
 • આ સિરીઝમાં ‘ડેડપૂલ’ બનતો એક્ટર રાયન રેનોલ્ડ્સ આ સિરીઝનો પ્રોડ્યુસર અને રાઈટર પણ છે. અને pri_49748203-e1502955914770આખી સિરીઝની બાકાયદા કરોડરજ્જુ છે. સિરિયસમાંથી સિલીમાં સ્વિચ ઑવર થવાની એની સ્પીડ અને સ્ટાઈલ આ સિરીઝનું એકદમ સ્ટ્રોંગ પાસું છે.
 • ‘ડેડપૂલ’ અને ‘ડેડપૂલ-2’ હાડોહાડ મુવી અને પોપ્યુલર કલ્ચરના રસિયાઓ માટેની ફિલ્મો છે. જો આ રેફરન્સીસમાં રસ ન હોય તો ‘ડેડપૂલ 1 & 2’ પણ જસ્ટ અનધર સુપરહીરો ફિલ્મો લાગી શકે (જ્યારે એવું છે નહીં)! લેકિન આ ફિલ્મોને જોવાની પણ એક સુપર પદ્ધતિ છે. પહેલીવાર ઑરિજિનલ ઈંગ્લિશમાં ઈંગ્લિશમાં જુઓ, જલસો માણો, શક્ય હોય તેટલા વધુ રેફરન્સીસ પકડો, પછી ઘરે આવીને ઈન્ટરનેટ પર તમે કયા કયા રેફરન્સીસ મિસ કર્યા તેનું R&D કરો. ફરી પાછી ફિલ્મને શક્ય હોય તો DVD પ્રિન્ટમાં જુઓ અને પૉઝ કરતાં કરતાં એકેએક રેફરન્સ પકડો. તબ જા કે જો મજા આવેગા, ઉસસે ઉ સસુર કા નાતી ડેડપૂલવા ખુસ્સ હોગા!
 • બાય ધ વે, ‘ડેડપૂલ’ને ‘મોહેંજો ડેરો’ અર્થાત્ ‘મરેલાનો ટેકરો’ કહી શકાય?!

P.S.-1 ‘ડેડપૂલ-1’નો રિવ્યુ વાંચવા માટે ક્લિક કરો અહીં.

P.S.-2 ‘ડેડપૂલ-2’માં આવેલા પોપ કલ્ચર રેફરન્સીસ માણવા માટે ક્લિક કરો અહીં.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

4 thoughts on “Deadpool 2

 1. khub mast majano,saras rite lakhayelo,reasearch karelo manva layak lekh,film na badhaj pahelu saars rite samjay aevi rite lakhela chhe etle vadhare vanchavni maja pade chhe by the way,english maj hollywood ni badhi movie jov etle aa film thodik boring bani gay ti pan have badhaj references ukelay gaya,through your artical without “parvarish”

  Like

 2. khub mast majano,saras rite lakhayelo,reasearch karelo manva layak lekh,film na badhaj pahelu saars rite samjay aevi rite lakhela chhe etle vadhare vanchavni maja pade chhe by the way,english maj hollywood ni badhi movie jov etle aa film thodik boring bani gay ti pan have badhaj references ukelay gaya,through your artical without “parvarish”.

  Like

 3. khub mast majano,saras rite lakhayelo,reasearch karelo manva layak lekh,film na badhaj pahelu saars rite samjay aevi rite lakhela chhe etle vadhare vanchavni maja pade chhe by the way,english maj hollywood ni badhi movie jov etle aa film ma amuk na samjay eva reference hata, pan have badhaj references ukelay gaya,through your artical without “parvarish”..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s