Amazon Prime Video: Must Watch Movies-1

GSTના જોક્સનો સ્ટોક ખલાસ થઈ ગયો છે, બહાર મસ્ત વરસાદ પડી રહ્યો છે, વાતાવરણમાં રોમેન્ટિક ઠંડક પ્રસરી ગઈ છે અને ચકાચક વીકએન્ડ સામે પડ્યો છે. રાહ શેની જુઓ છો? ચા-કૉફી-દાળવડાં-ભજિયાં કે પછી તમારા પ્રેફરન્સનાં કોઇપણ પીણાંનો બંદોબસ્ત કરો અને ‘એમેઝોન પ્રાઇમ’માં લોગઇન કરો. કેમ કે, વર્લ્ડ સિનેમાની ત્રણ અફલાતૂન ફિલ્મો ‘એમેઝોન પ્રાઇમ’ પર આવી ગઈ છે. માંડ દોઢ-બે કલાકની આ ફિલ્મો જોશો એટલે ખ્યાલ આવશે કે ફિલ્મોના નામે અત્યાર સુધી આપણને કેવો એંઠવાડ જ રિસાઇકલ કરીને પિરસવામાં આવતો રહ્યો છે! એ ત્રણ ફિલ્મોની ક્વિક માહિતી આ રહી (તેમાંથી બે ફિલ્મોના ડિટેઇલ્ડ રિવ્યુઝની લિંક્સ પહેલી કમેન્ટમાં છે).

mustang_xlg– Mustang:

2015ના IFFIમાંથી આવ્યા બાદ મેં લખેલું કે આ ટર્કિશ-ફ્રેન્ચ ફિલ્મ આખા ફેસ્ટિવલની બેસ્ટ ફિલ્મ હતી. તેમાં પાંચ ટીનએજ અનાથ બહેનો એના કાકા-દાદી સાથે રહે છે. રૂઢિચુસ્તતાની દીવાલો ધીમે ધીમે એમની સ્વતંત્રતાની પાંખો કાપતી રહે છે, પણ આ બહેનો પોતાનો ‘મસ્ટેન્ગ’ એટલે કે ઉન્મુક્ત અશ્વ જેવો મિજાજ છોડતી નથી. વાત વિષાદમય થાય, એ છોકરીઓ પર હિંસા થાય, છતાં ફિલ્મ ક્યાંય પોતાનો હળવો ટોન ગુમાવતી નથી. IFFI, ગોવામાં આ ફિલ્મ પૂરી થઈ ત્યારે લોકોએ લિટરલી ઊભા થઇને મિનિટો સુધી તાળીઓ-સીટીઓથી આખું ઑડિટોરિયમ ગજાવી મૂકેલું. ફિલ્મો જોવાના ગમે તેટલા ઔરંગઝેબ હો, અજાણી વિદેશી ભાષાથી અકળામણ થતી હોય, છતાં આ ફિલ્મ ચૂકવા જેવી નથી.

IFFI (International Film Festival Of India), 2015, Goaમાં મેં કેવી કેવી ફિલ્મો જોઈ તેની પોસ્ટ આ રહીઃ https://goo.gl/4qUKZh

***

– The Salesman:

પ્યોર ઇરાનિયન ડ્રામા. ‘ડેથ ઑફ અ સેલ્સમેન’ નામના સ્ટેજ પ્લેમાં કામ કરી રહેલા યંગ એક્ટર દંપતીને પડું પડું forushande_ver2_xlgથઈ રહેલી ઇમારત ખાલી કરીને રાતોરાત ભાડે રહેવા જવું પડે છે. એ નવા ઘરમાં અગાઉ રહેતા ભાડુઆતને કારણે એક વણનોતર્યો ‘મહેમાન’ ઘરે આવી ચડે છે. પરિણામે પત્ની-પત્નીના સંસારનાં શાંત પાણીમાં જબરદસ્ત વમળ સર્જાય છે અને ફિલ્મ હળવેકથી ડ્રામામાંથી ડાર્ક થ્રિલરમાં કન્વર્ટ થઈ જાય છે. ડિરેક્ટર અસગર ફરહાદીની આ ફિલ્મમાં જાતભાતના મૅટાફર, વર્તમાન સોસાયટી પર કટાક્ષ, મેલ ઇગો, ઇન્સિક્યોરિટી, કોણ હીરો-કોણ વિલન એ નક્કી ન કરી શકીએ એવી સ્થિતિ, માનવ સ્વભાવનાં ડીપ-ડાર્ક સિક્રેટ્સ, એકદમ મૅચ્યોર ફિલ્મમૅકિંગ, અફલાતૂન એડિટિંગ, ફરહાદીની ટ્રેડમાર્ક સ્ટાઇલ પ્રમાણે બૅકગ્રાઉન્ડ વિનાનું ઓલમોસ્ટ રિયલ સ્ટોરી ટેલિંગ, પ્યોર એક્ટિંગ… આ બધાનો સરવાળો એટલે આ ઇરાનિયન ફિલ્મ ‘ધ સેલ્સમેન’. આ ફિલ્મને આ વર્ષે બેસ્ટ ફોરેન ફિલ્મનો ઑસ્કર મળેલો એ જસ્ટ જનરલ નોલેજ માટે.

આ રહ્યો ડિટેઇલ્ડ રિવ્યુઃ https://goo.gl/DX1yUp

***

first-poster-of-konkona-sen-sharma-s-directorial-venture-a-death-in-the-gunj_base– A Death In The Gunj:

ટેલેન્ટેડ એક્ટર, રાઇટર અને હવે ડિરેક્ટર એવી કોંકણા સેન શર્માનું ડિરેક્ટર તરીકે દમદાર ડેબ્યુ. ઈ.સ. ૧૯૬૯માં મૅકક્લુસ્કીગંજ નામના ડુંગરાળ ગામમાં આકાર લેતી નખશિખ થ્રિલર કથા. ડઝનેક કલાકારો હોવા છતાં કોંકણાએ જે ખૂબસૂરતીથી તમામ પાત્રો, દરેકની આગવી પર્સનાલિટી, ફિલ્મની સાથે સતત ચાલતો એક ભયનો માહોલ અને અબોવ ઑલ યંગ એક્ટર વિક્રાંત મૅસીના દિમાગમાં ચાલતો વલોપાત બધું જે ક્રાફ્ટમેનશિપથી બતાવ્યું છે તે જોઇને બિનધાસ્ત એવી આગાહી કરવાનું મન થાય કે જતે દહાડે કોંકણા ભારતને ઑસ્કર અપાવવાની. લિખ કે લે લો!

આ રહ્યો ડિટેઇલ્ડ રિવ્યુઃ https://goo.gl/KMMMrt

***

આમ તો આ ‘એમેઝોન પ્રાઇમ વીડિયો’ની ‘વગર-મફત’ની એડવર્ટાઇઝમેન્ટ કરવા જેવું થશે તેમ છતાં આ સર્વિસ photoવિશે ઘણા લોકોને ખબર નહીં હોય એમ માનીને તેનો એકદમ ક્વિક પરિચયઃ ‘એમેઝોન પ્રાઇમ વીડિયો’ એ ‘નેટફ્લિક્સ’ ‘હોટસ્ટાર’ જેવી ઓનલાઇન વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ છે. તેના પર અઢળક ફિલ્મો, TV-વેબ સિરીઝ, શોઝ (સબટાઇટલ્સ સાથે) જોઈ શકાય છે. તેમાં એક વર્ષ માટે 500 રૂપિયા ભાડું ચૂકવવાથી આ સર્વિસની મજા માણી શકાય છે. આ 500 રૂપિયામાં એમેઝોનમાંથી ખરીદેલી વસ્તુઓ પરના ડિલિવરી ચાર્જનો પણ છેદ ઊડી જાય છે. જો મસ્ત સ્પીડવાળું અનલિમિટેડ ઇન્ટરનેટ હોય તો આ સર્વિસનો ખરેખર લાભ ઉઠાવવા જેવું છે.

લિંકઃ www.primevideo.com

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s