(૨૦૧૬માં થયેલા ઉડી હુમલા પછી ભારતીય સેનાએ અડધી રાત્રે POKમાં ઘૂસીને જે સર્જિકલ સ્ટ્રાઇક કરી, તે પછી દેશભરમાં સર્જાયેલા દેશભક્તિના પૂરમાં મૂકેલી હળવી પોસ્ટ. જેમાં સર્જિકલ સ્ટ્રાઇક સાથેના સિનારિયોને વિવિધ ગુજરાતી ફિલ્મોનાં ટાઇટલો સાથે સાંકળવામાં આવી છે.)
ભારત-પાક દોસ્તીઃ ‘રોમેન્સ કોમ્પ્લિકેટેડ’
ન.મો.ની સરપ્રાઇઝ પાકિસ્તાન મુલાકાતઃ ‘બસ એક ચાન્સ’
દરમ્યાન POKમાં: ‘પોલમપોલ’
અને નવાઝ શરીફઃ ‘લવારી’
ત્રાસવાદીઓનો ઉડી અટૅકઃ ‘ગ્રૅન્ડ હળી’
ફેસબુક બન્યું: ‘દેશબુક’
***
PM-ભારતીય સેનાનેઃ ‘શું કરીશું?’ ‘પાઘડી’નો સવાલ છે!
ભારતીય સેનાઃ (પાકિસ્તાની ત્રાસવાદીઓ માટે) ‘તું તો ગયો’
PM: ‘કેવી રીતે જઇશ?’
ભારતીય સેનાઃ ‘થઈ જશે’
***
(સર્જિકલ સ્ટ્રાઇક પછી)
PM: ‘હાર્દિક અભિનંદન‘
ભારતીય સેનાઃ ‘બેશક’, ‘આપણે તો છીએ બિન્દાસ’
***
(મીનવ્હાઇલ પાકિસ્તાનમાં)
નવાઝ શરીફઃ ‘દાવ થઈ ગ્યો યાર’,
પાકિસ્તાની સેનાઃ ‘લપેટ’ હવે
બચેલા ત્રાસવાદીઓઃ ‘અલ્યા, હવે શું?’
બીજા ત્રાસવાદીઓઃ ‘છેલ્લો દિવસ’
***
(ભારતનો મિજાજ જોયા પછી)
અલગતાવાદીઓઃ ‘નવરી બજાર’
કાશ્મીરીઓઃ ‘ઓલ્વેઝ રહીશું સાથે’
***
તમામ ભારતવાસીઓઃ ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ!’
Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.