The Legend Of Tarzan

cvzoijwuaaaefkb– કોઈ મસ્ત વાનગી ભંગાર જગ્યાએ ખાઈ લીધી હોય અને કાયમ માટે ‘અબખે પડી જાય’ એવું જ મારા કિસ્સામાં ‘ટારઝન’નું છે. જ્યારે ‘ટારઝન’નું નામ પડે કે મને વડવાનલ જેવો હેમંત બિરજે જ યાદ આવે. એ ટારઝન અને એની સસ્તી જૅન (કિમી કાટકર) મળીને એવાં કામાં કરે કે જાણે શહેર જઇને તો કોઈ ભળતી મુવીમાં જ કામ કરવાનાં હોય. ઉપરથી આપણા એ ટારઝનની જૂની કબજિયાતના દર્દી જેવી ત્રાડ. પણ પહેલીવાર જ્યારે (‘હૅરી પોટર’ ફૅમ) ડેવિડ યૅટ્સની ‘ધ લેજન્ડ ઑફ ટારઝન’નું ટ્રેલર જોયેલું ત્યારે જ એનું ૧૯મી સદીનું સૅટઅપ ગમી ગયેલું. ત્યારથી એટલું તો નક્કી હતું કે આ ટારઝનને જોવો છે. પછી ભલે સપનામાં હેમંત બિરજે આવતો! લાઇફમાં એટલું જોખમ તો લેવું જ પડે ને!

– હૉલિવૂડિયા ફિલ્મમૅકરોને એટલી તો દાદ આપવી પડે કે બાળવાર્તાઓ કે પરીકથાઓમાં પણ મસ્ત ફિલોસોફી અથવા તો સોશિયો-પોલિટિકલ થીમ ભેળવવામાં એમની માસ્ટરી છે. આપણા ‘અડુકિયો-દડુકિયો’ કે ‘મિયાં ફુસકી’ પર એ લોકો ફિલ્મ બનાવે તોય હળવેકથી એવો મૅચ્યોર ટ્વિસ્ટ આપી દે કે પહલાજ નિહલાણી અંકે ૧૦૧ કટ્સ આપી દે (જો એમને સમજાય તો)! મેં ટારઝનના સર્જક ઍડગર રાઇસ બરોસની ‘ટારઝન ઑફ ધ ઍપ્સ’ વાંચી નથી. એટલે એમાં પોલિટિકલ ઍન્ગલ કેટલો છે એ ખબર નથી. પરંતુ આ ‘ધ લૅજન્ડ ઑફ ટારઝન’માં ઇમ્પિરિયાલિઝમ (સામ્રાજ્યવાદ), રેસિઝમ, ગુલામી પ્રથા અને સ્વાર્થ માટે સ્થાનિક લોકો-જંગલ-પ્રાણીઓનું નિકંદન કાઢી નાખવાના ઍન્ગલ એકદમ ભરચક છે. અમેરિકામાં સ્થાનિક રેડ ઇન્ડિયનોનું કેવું નિકંદન કાઢી નાખવામાં આવેલું એ વિશે આ ફિલ્મ છાપરે ચડીને પોકારે છે. જોકે એક વ્હાઇટ મૅન આવીને બ્લૅક લોકોને ગુલામ બનાવતો હોય અને બીજો એક વ્હાઇટ મૅન એ બ્લૅક લોકોને છોડાવતો હોય, ઍન્ડ બધા જ બ્લૅક લોકો પાછા ટિપિકલ આદિવાસી પ્રજાતિના જ હોય, એ બધું જોઇને એક પ્રશ્ન તો થયેલો કે, વેઇટ, ક્યાંક અજાણતાં જ રંગભેદનું સળગતું હાથમાં નથી પકડાઈ ગયું ને? અહીંયા હીરાની લાલચમાં કોંગોને ગુલામ બનાવવા નીકળેલા બૅલ્જિયમના કિંગ લિયોપોલ્ડ, કૅપ્ટન લ્યોન રોમ અને સૈનિક-પત્રકાર જ્યૉર્જ વૉશિંગ્ટન વિલિયમ્સનાં પાત્રો છે. કેવી જબ્બર ખૂબીથી આ ત્રણેય રિયલ લાઇફ પાત્રોને ફિક્શનલ સ્ટોરીમાં પરોવી લેવાયાં છે!

– TLOTની સ્ટાર્ટિંગની સિક્વન્સ ખરેખર હૉન્ટિંગ છે. ક્રિસ્ટોફ વૉલ્ટ્ઝ હથિયારબંધ સૈનિકો સાથે કોંગોમાં ઊતરી પડે છે અને ત્યારે ધુમ્મસની વચ્ચે પાણીમાં ખોડાયેલાં વાંસડાઓ પર જે જોવા મળે છે તે ઑલમોસ્ટ ‘ધ બ્લૅરવિચ પ્રોજેક્ટ’ની જ યાદ અપાવે તેવું છે. જાયન્ટ ગોરિલા સાથેની ટારઝનની ફાઇટ, ગોરિલાના એક્સ્ટ્રીમ ક્લોઝઅપ સાથેની ત્રાડ, ચૅઝ સિક્વન્સ, ક્લાઇમૅક્સમાં (‘જંગલ બુક’ ટાઇપની) હજારો વાઇલ્ડ બીસ્ટ તથા અન્ય પ્રાણીઓનું આક્રમણ, ક્લિફ જમ્પિંગ, એકથી બીજી વડવાઇઓ પરનું આઇકનિક સ્વિંગિંગ એ બધું ખરેખર દિલધડક છે. અને સતત હવામાં તરતો હોય તેવો કેમેરા, જસ્ટ અમેઝિંગ! પરંતુ પ્રોબ્લેમ એ બધાની વચ્ચે છે. લગભગ ૧૧૦ મિનિટની આ ફિલ્મ સરકારી ફાઇલની જેમ ધીમે ધીમે ચાલે છે. વચ્ચે કોઈ જ કારણ વિના એવા બોરિંગ સીન આવ્યા કરે છે કે ઑડિયન્સમાં બેઠેલા અધૂરિયાઓનો ગણગણાટ શરૂ થવા માંડે છે.

– ટારઝન બનતો એલેક્ઝાન્ડર સ્કાર્સગાર્દ આપણા હેમંત બિરજેનો એક્સ્ટ્રીમ અપોઝિટ છે. દેખાવે મસ્ત, ‘સુલ્તાન’ પાછો જિમમાં ભરાઈ જાય એવું ચિઝલ્ડ બૉડી અને સરસ હ્યુમૅન ઍક્ટિંગ. એના ચહેરા પર ખાસ ઍક્સપ્રેશન્સ નથી દેખાતા, પણ એનું મૌન ભારે બોલકું છે.

– જ્યારે જ્યારે હું ‘સુસાઇડ સ્ક્વૉડ’નું ટ્રેલર જોઉં છું, એક્ટ્રેસ માર્ગો રોબી જ મારી નજર બાંધી રાખે છે. ટ્રેલરમાં જ્યારે એ

margot-robbie-harley-1
માર્ગો રોબી ‘સ્યુસાઇડ સ્ક્વૉડ’માં

આજુબાજુ જોઇને પૂછે છે, ‘વ્હોટ?’ ત્યારે બાય ગૉડ, મને પણ એવું જ લાગે કે એ મારું જ નાક કાપે છે! એ ક્રેઝી સુપરવિલનને અહીં નમણી-કુમળી જૅનના રોલમાં જોઇએ ત્યારે એવું જ થાય કે ઓલી કિમી કાટકરને કાન પકડીને બતાવીએ કે જૅન આવી હોય, યુ ઠરકી જંગલ ક્વીન!

 

– ફની, સપોર્ટિવ સાઇડકિકનો રોલ કરવો સૅમ્યુઅલ એલ. જૅક્સન માટે નિક ફ્યુરીની જમણી આંખનો ખેલ છે (સૉરી, બૅડ જોક!). આપણા પ્રકાશ રાજની જેમ ખંધા વિલન તરીકે ક્રિસ્ટોફ વૉલ્ટ્ઝ હવે ટાઇપકાસ્ટ થતા જાય છે. રિયલ લાઇફમાં કૅપ્ટન લ્યોન રોમ ક્યાંય વધુ ક્રૂર હતો. આ ક્રિસ્ટોફ વૉલ્ટ્ઝ ‘ઇન્ગ્લોરિયસ બાસ્ટર્ડ’માં જે ઠંડા, ક્રૂર અને હૃદય બીકનું માર્યું છાતી ફાડીને બહાર આવી જાય એવા ખોફનાક લાગેલા, એવા અહીં જરાય નથી લાગતા.

– સો, બધાનો સરવાળો એવો થાય છે કે આ TLOT કશું જ નવું કે એક્સ્ટ્રાઑર્ડિનરી પેશ નથી કરતી. છતાં તદ્દન ચપ્પટ બોરિંગ પણ નથી. બલકે તમે બોર થવાનું વિચારી રહ્યા હો, ત્યાં તો ફિલ્મ પૂરી થઈ જાય છે. મતલબ કે ફિલ્મ ડેફિનેટલી વન ટાઇમ વૉચ છે. ઇંગ્લિશ વર્ઝનમાં સબટાઇટલ્સ પણ છે, એટલે ઑરિજિનલ વર્ઝન જોવામાં પણ વાંધો નથી. અહીં ‘જંગલ બુક’ની જેમ જ હાથી, ગોરિલા, સિંહ, વાઇલ્ડ બીસ્ટ, શાહમૃગ, હિપોપોટેમસ જેવાં પ્રાણીઓ છે, પણ એકેય ‘ક્યુટ’ નથી. બલકે એના ઑરિજિનલ મિજાજમાં છે. એટલે બચ્ચાંલોગ જરા ડરી જાય એવું બને. પ્લસ, ‘સંસ્કારી’ લોકો (જાહેરમાં) ન કરે એવા બે-ચાર કિસિંગ સીન પણ ખરા. એટલેસ્તો પહેલાજ સરે U/A સર્ટિફિકેટ આપ્યું છે! એક વાત નક્કી કે આ ફિલ્મનાં ગીચ, લીલાંછમ, ધોધમાર વરસાદ, ધુમ્મસ, પહાડો અને પ્રાણીઓથી ભરચક જંગલ જોઇને તમને આવતા વેકેશનમાં આવા જ કોઈ જંગલમાં જવાની ઇચ્છા થઈ આવશે. બાય ધ વે, આ વર્ષના માત્ર છ જ મહિનામાં આપણા દેશમાં ૭૪ વાઘ મૃત્યુ પામ્યા છે અથવા તો મારી નાખવામાં આવ્યા છે, એ જસ્ટ જાણ સારુ.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s