Dev Anand, Jafar Panahi & Censorship

(‘ઉડતા પંજાબ’ ફિલ્મને સેન્સર બૉર્ડે જબરદસ્ત કટ્સ સૂચવ્યા અને જે વિરાટ કોન્ટ્રોવર્સી સર્જાયેલી, તે વખતે દેવ આનંદની ‘સેન્સર’ ફિલ્મ અને ઇરાનિયન ફિલ્મ મૅકર જાફર પનાહીને સાંકળીને આ સ્ટેટસ સર્જાયેલું.)

censorposter– એક ફિલ્મમૅકરે ફિલ્મ બનાવી. સેન્સર બૉર્ડે કહ્યું, ‘છી છી, આવી ગંદી ફિલ્મ હોય? આટલા સીન તો કાપવા જ પડશે.’ ફિલ્મમૅકરે દુઃખી થઇને સૅન્સર બૉર્ડની હાયર ઑથોરિટીમાં ફરિયાદ કરી. ત્યાં તો વળી ઓર વધુ સીન કાપવાનું ફરમાન આવ્યું. હવે ગુસ્સે ભરાયેલા ફિલ્મમૅકરે કૉર્ટમાં ધા નાખી.

બોલો, શેની વાત ચાલી રહી છે?

– તમે કહેશો, ‘અમાં યાર, આ ઉડતા પંજાબની બબાલ સાંભળી સાંભળીને તો થાક્યા હવે. કંઇક નવી વાત કરો!’ લેકિન ફ્રેન્ડ્સ, ઘટનાક્રમ ભલે ‘ઉડતા પંજાબ’નો હોય, પણ આ સ્ટોરી આજથી દોઢ દાયકા પહેલાં આવેલી દેવ આનંદની ફિલ્મ ‘સેન્સર’ની છે! પાછલાં વર્ષોમાં જેવી ઢંગધડા વિનાની ફિલ્મો બનાવવા માટે દેવસા’બની મજાક ઉડાવવામાં આવતી હતી એમાંની જ એક ફિલ્મ.

– મૅકિંગની દૃષ્ટિએ ફિલ્મ તો તદ્દન હાસ્યાસ્પદ છે. કન્ફ્યુઝિંગ સ્ટોરી ટેલિંગ, કંગાળ પ્રોડક્શન, ગંદા કટ્સ, હસી હસીને બેવડા વળી જઇએ એવી એક્ટિંગ અને થર્ડ ક્લાસ ગીતો. લેકિન એક વાતનો ઇન્કાર થઈ શકે તેમ નથી, અને તે છે ફિલ્મનો મેસેજ, એમાં કહેવાયેલી વાત. જે રીતે પંદર વર્ષ પહેલાંની એ ફિલ્મની સ્ટોરી જ અત્યારે રિયલ લાઇફમાં ભજવાઈ રહી છે, એ જોતાં એટલું તો માનવું પડે કે હી વૉઝ રિયલી અ મૅન અહેડ ઓફ હિઝ ટાઇમ.

– ફિલ્મ ‘સેન્સર’માં દેવ આનંદ બન્યા છે ફિલ્મમેકર વિક્રમજીત ઉર્ફ વિકી. એમની ફિલ્મ ‘આનેવાલા કલ’નો સેન્સર બૉર્ડે બંટાધાર કરી દીધો. એટલે વિકીબાબુ જંગે ચડ્યા. એમણે સેન્સર બૉર્ડના સભ્યોનો દંભ છત્તો કર્યો. ઉપરથી તેઓ આખો મામલો કોર્ટમાં પણ લઈ ગયા. બીજી બાજુ એમણે ફિલ્મને ઇન્ડિયાથી સ્મગલ કરાવીને અમેરિકામાં રિલીઝ કરાવી. અને ગેસ વ્હોટ? એમની ફિલ્મ ‘ઑસ્કર અવૉર્ડ’ પણ જીતી લાવી, એ પણ બબ્બે!

– આખી ફિલ્મમાં કલાકારોનો કાફલો જુઓ તો આંખો પહોળી થઈ જાયઃ રેખા, હેમા માલિની, જેકી શ્રોફ, અમરીશ પુરી, આયેશા ઝુલ્કા, મમતા કુલકર્ણી, શમ્મી કપૂર, રાજ બબ્બર, રજિત કપૂર, રીમા લાગુ, અરુણા ઇરાની, જ્હોની લીવર, (‘સરદારી બેગમ’ ફેમ) સ્મૃતિ મિશ્રા, અર્ચના પુરણ સિંઘ, સ્મિતા જયકર, શિવાજી સાટમ અને અબોવ ઑલ દેવ આનંદ હિમસેલ્ફ. અને હા, લટકામાં ગોવિંદાનું એક આઇટેમ સોંગ પણ ખરું. (બિલીવ મી, મેં આખી ફિલ્મ જોઈ છે!) અહીં દેવ આનંદ એમના ભવ્ય ભૂતકાળના પડછાયા જેવા જ લાગે છે. એમની ઇચ્છા છતાં કદાચ ઉંમરને કારણે સારી ફિલ્મ ન બની શકી હોય એ શક્ય છે. પરંતુ આપણે એમાં ન પડીએ.

– મુદ્દે વાત એ છે કે દેવ આનંદે ફિલ્મમાં સોય ઝાટકીને જજ શમ્મી કપૂરના મોઢે બોલાવડાવેલું છે કે, ‘ખરેખર આ દેશને સેન્સર બૉર્ડની જરૂર જે ખરી? આ વાતની એક નેશનવાઇડ ડિબેટ થવી જોઇએ.’ ફિલ્મમાં ડિરેક્ટર વિક્કી સાહબ પોતાની ફિલ્મનું એક સ્ક્રીનિંગ દેશના સામાન્ય લોકો માટે રાખે છે અને પછી એમના પ્રતિભાવો એક રજિસ્ટરમાં નોંધે છે. એમનો મુદ્દો સ્ટ્રેઇટ છે, લોકોને શું જોવું છે એ લોકોને જ નક્કી કરવા દોને. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત એમણે કહી છે કે, ‘આપણા સેન્સર બોર્ડના ચીફ પણ જબરા છે. આખો દિવસ ખુરશી પર બેસી રહે છે. ઉપરવાળાઓ (રુલિંગ પાર્ટીના મંત્રીઓ)ના ઑર્ડર લે છે અને નીચેવાળાઓ પાસે તેનું પાલન કરાવે છે.’ (એની ગેસીસ?!)

– દોઢ દાયકા પછી એ ફિલ્મમાં એમણે કરેલી એકેએક વાત જે રીતે સાચી સાબિત થઈ રહી છે, એ મારા માટે જબરદસ્તthis-is-not-a-film સરપ્રાઇઝિંગ રિવીલેશન હતું. બીજી પણ એક વાતમાં દેવસા’બ અહેડ ઑફ હિઝ ટાઇમ સાબિત થયા છે. ‘સેન્સર’માં એમણે પોતાની ફિલ્મને દેશમાંથી સ્મગલ કરાવીને બહારથી રેકગ્નિશન મેળવ્યું. હવે કટ ટુ ઇરાન. ત્યાંના મશહૂર ફિલ્મમેકર જાફર પનાહીને ત્યાંની સરકારે પોતાની મરજી વિરુદ્ધની ફિલ્મો બનાવવા બદલ જાતભાતના પ્રતિબંધોમાં જકડી રાખ્યા છે. જેલની સજા, લાખો રૂપિયાનો દંડ, નજરકેદ, ફિલ્મો નહીં બનાવવાની, દેશ નહીં છોડવાનો, ઇન્ટરવ્યૂ નહીં આપવાના અને ઇવન સ્ક્રીનપ્લે પણ નહીં લખવાના. તેમ છતાં એમણે પોતાના ઘરમાં કેદ રહીને પણ એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ શૂટ કરી ‘ધિસ ઇઝ નૉટ અ ફિલ્મ.’ આ ફિલ્મને પેનડ્રાઇવમાં બર્થડે કૅકની અંદર છુપાવીને ઇરાનની બહાર સ્મગલ કરવામાં આવી અને એ વર્ષના ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં સરપ્રાઇઝ ઍન્ટ્રી તરીકે સામેલ કરવામાં આવેલી. એ ફિલ્મને મળેલા જરબદસ્ત ઇન્ટરનેશનલ રેકગ્નિશનને લીધે ઇરાન સરકાર પર પણ પ્રચંડ પ્રેશર આવેલું.
***
પેલી ક્લિશે લાઇન છે ને, ફિલ્મો એ સમાજનો આયનો છે. પણ જ્યારે કોઈ ફિલ્મમૅકરની ફિલ્મ આવનારા ભવિષ્યની રિયલ લાઇફનો આયનો બની જાય તો?!

હૅટ્સ ઑફ ટુ યુ, દેવસા’બ!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s