The Nice Guys

nice_guys_ver2– મકું આવું હારું મુવી જોઇને બેઠા હોઇએ ને આંગળી ચીંધ્યાનું ‘પૂઇન’ ન લઇએ તો ગબ્બરનો આત્મા આવીને ‘ધિક્કાર હૈ’ બોલતો આજુ બાજુ રાહડા લ્યે!

– ક્રાઇમ થ્રિલર કહો, કોમિક થ્રિલર કહો, સસ્પેન્સ થ્રિલર કહો, બડ્ડી મુવી કહો કે પછી નિઓ નુઆર કહો, જે કહો તે પણ આ ફિલ્મમાં એ બધાય મસાલા છે.

– જોવા ગયો ત્યારે મને આ હદનો જલસો પડશે એવી અપેક્ષા નહોતી. જેનાં વળતાં પાણી ચાલે છે, પણ જેને છાંટોપાણી વગર નથી ચાલતું એવો એક પ્રાઇવેટ ડિટેક્ટિવ અને આપણા મુન્નાભાઈ જેવો એક એન્ફોર્સર, બોલે તો ગુંડા, જો કામ સિર્ફ પૈસો કે લિયે કરતા હૈ. સામસામેના છેડેથી એક જ કૅસ સોલ્વ કરતાં કરતાં સાથે કામ કરવા માંડે અને પછી વન બાય વન ક્લ્યુ મેળવતાં મેળવતાં આખી મિસ્ટરી સોલ્વ કરે. આ વાંચવામાં જેટલું બોરિંગ લાગે છે એનાથી એકદમ અપોઝિટ આ ફિલ્મ સુપર હિલેરિયસ છે.

– ‘પિંક પેન્થર’ કે ‘એરપ્લેન’ જેવી ફિલ્મોની જેમ જ ભાગ્યે જ અહીં કોઈ સીન છે જ્યાં બૅકગ્રાઉન્ડમાં કોમેડી ન ચાલતી હોય. ઇવન ફિલ્મનાં પાત્રોને ખબર ન હોય, અને માત્ર આપણને-ઓડિયન્સને જ ખબર હોય એવી વિઝ્યુઅલ હ્યુમર પણ પાર વિનાની છે. એ કોમેડીયે ક્યાંક સ્લૅપસ્ટિક હોય, તો ક્યાંક એકદમ ક્રુર (કોઇકને ભડાકે દેવાની, હાડકાં તોડવાની) હોય, પણ સતત અનઅપોલોજેટિકલી આ ફિલ્મ પેટમાં દુખાડી દે એટલું હસાવતી આગળ વધતી રહે છે. સ્લેપસ્ટિક હોય તોય ક્યાંય ફિલ્મ બાલિશ ન બને, કે ઇવન આપણને હસાવવા માટે ધમપછાડા કરતાં હોય એવુંય જરાય નહીં.

– એનો ઓનસ્ક્રીન પૂરેપૂરો શ્રેય ફિલ્મની લીડ પેર મહા ડૅશિંગ રાયન ગોસ્લિંગ અને સુપર હેન્ડસમ રસેલ ક્રોવને જાય છે. એ

the-nice-guys-angourie-rice
અંગુરી રાઇસ

બંનેની કેમેસ્ટ્રી જાણે હાઇડ્રોજન અને ઑક્સિજન. પર્ફેક્ટ વૉટરી કોમ્બિનેશન. (ખબર નહીં કેમ, પણ મને જાડિયા થયેલા રસેલ ક્રોવમાં મલયાલમ એક્ટર મોહનલાલ જ યાદ આવતા હતા.) અનએક્સપેક્ટેડ સરપ્રાઇઝ તરીકે ફિલ્મમાં ગોસ્લિંગની દીકરી બનતી સુપર ક્યુટ ટીનએજર અંગુરી રાઇસ (હા, અંગુરી રાઇસ!) પણ ફેન્ટાસ્ટિકલી કોન્ફિડન્ટ છે. અ રિયલ ટ્રીટ!

– આખી ફિલ્મ 1977ના લોસ એન્જલસમાં છે એટલે એ વખતની ટાઇમ ટ્રાવેલ પણ ખરી. ઉપરથી ચિત્રવિચિત્ર પાર્ટીઓ, વિચિત્ર કેરેક્ટર્સ, અન્ડરવર્લ્ડ, કોન્સ્પિરસી… કહ્યું ને બધા જ મસાલા આમાં છે. સેન્સર કૃપાથી અમુક ‘જોવા જેવા’ સીન પણ કપાઈ ગયા છે (શીશ… ક્યાંકથી અનસેન્સર્ડ વર્ઝન મેળવી લો! કિસ્સી કો પતા નહીં ચલેગા!).

– ધ હોલ થિંગ ઇઝ ધેટ કે ભૈયા, એકદમ બડે લોગ કા માફિક પલ્પ ફિક્શન ટાઇપની એન્ટરટેનિંગ ફિલ્મ જોવી હોય, તો ‘ધ નાઇસ ગાય્ઝ’ બિલકુલ મતલબ બિલકુલ ચૂકવા જેવી નથી.

– ઐસા લગ રિયા હૈ કિ આની સિક્વલ આવશે ને કદાચ સિરીઝેય થશે. લગ ગઈ પોપટ, તને લાખ રૂપયે કી લોટરી લગ ગઈ!

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s