Glut (Documentary)

the-ultimate-finalસોશિયલ ઇશ્યુઝ પર બનેલી ફિલ્મો જોઈને આપણે ત્યાં ઓવારી જવાનો રિવાજ છે. ફિલ્મ થોડી સારી બની હોય ને ઉપરથી મોટા સ્ટાર હોય, એટલે ખાસ તો મીડિયા કાલું કાલું થવા માંડે, “આમિરભૈ આમિરભૈ, અમને ડિસ્લેક્સીયા વિશે વાત કલો ને!” જાણે જે તે ઇશ્યુની શોધ એ ફિલ્મથી જ થઈ હોય. એ સ્ટાર પણ રાતોરાત એક્સપર્ટના રોલમાં આવી જાય. 17 જૂને ‘ઉડતા પંજાબ’ આવશે એટલે એકાએક સૌને પંજાબના ડ્રગ્સ પ્રોબ્લેમની (ઉપરછલ્લી) ચિંતા થઈ આવશે અને પછી ફિલ્મની સાથે જ એ ચિંતા ગાયબ પણ થઈ જશે. અલબત્ત, અભિષેક ચૌબે એન્ડ કંપનીએ જે સબ્જેક્ટ પકડ્યો છે એ માટે માન છે, શંકા ટ્રીટમેન્ટ વિશે છે.

ઉડતા પંજાબમાં ‘માં દી’ અને ‘પૈણ દી’ની વચ્ચે ડ્રગ અબ્યુઝની રિયલ વાતો કેટલી હશે એ તો નિવડ્યે વખાણ, પણ જો પંજાબ+હરિયાણામાં ખરેખર કેવી સ્થિતિ છે એ જાણવામાં રસ હોય, તો પાંચ વર્ષ પહેલાં આવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ગ્લટ-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ પંજાબ’ એઝ સૂન એઝ પોસિબલ જોઈ કાઢો.

32 મિનિટની આ ફિલ્મમાં એ જોઇને આંખો પહોળી થઈ જશે કે જે રાજ્ય પાકિસ્તાન સાથે ફુલ્લી લિટ ઇલેકટ્રીફાઇડ બોર્ડર શેર કરતું હોય, જ્યાં આર્મી-BSF-ઇન્ટેલિજન્સ-નાર્કોટિક્સ જેવી તમામ મોટી એજન્સીઓ મોજુદ હોય, ત્યાં રીતસર બેડમિંટન રમતા હોય એ રીતે શટલકોકની જેમ પાકિસ્તાનથી ડ્રગ્સ આપણા દેશમાં ઘૂસે છે, ડ્રગ્સમાં વપરાય તેવી દવાઓ વેચતી ઇલ્લીગલ દવાની દુકાનો બેરોકટોક ધમધમે છે, ઇન્જેક્ટિબલ ડ્રગ્સને લીધે HIVનું પ્રમાણ અનેકગણું છે, બાળકો-યુવાનો ડ્રગ્સનાં બંધાણી થઈ ચૂક્યાં છે, અમૃતસર જેવા શહેરમાં ડ્રગ્સ વિધવાઓના આખા મહોલ્લા છે, દારૂના સેવનનો દર આખી દુનિયામાં હાઇએસ્ટ છે અને ટ્યુશન ક્લાસિસની જેમ ડીએડિક્શન સેન્ટરોનો ધંધો ચાલે છે. સૌથી આઘાતજનક એ છે કે રાજકારણીઓ અને નેશનલ મીડિયાને આ મુદ્દે કશી પડી જ નથી.

રાહુલ બોઝે નેરેટ કરેલી આ ડોક્યુમેન્ટરીમાં ‘તહેલકા’ના ફોર્મર એડિટર વિજય સિંહા કેમેરા સામે કબૂલે છે કે એ ડ્રગ એડિક્ટ હતા અને ડિટેલમાં સમજાવે છે કે આખું નેક્સસ કેવી રીતે ચાલે છે. જબરદસ્ત બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથેની આ ફિલ્મ ‘ડોક્યુમેન્ટરીઓ તો બોરિંગ હોય’ એ માન્યતાનો ભાંગીને ભુક્કો કરી નાખે છે. ઇવન ઉડતા પંજાબનો ઇંસ્પિરેશન સોર્સ આ ડોક્યુમેન્ટરી હશે તો પણ મને નવાઈ નહીં લાગે (પોસ્ટર તો એવી જ ફીલ આપે છે).

આઈ નૉ, આટલી લાંબી પીંજણ વાંચવાની પણ તસ્દી ન લેતા લોકો પહેલી કમેન્ટમાં આપેલી લિંક ખોલીને ફિલ્મ જોવામાં પોતાનો કીમતી સમય નહીં જ બગાડે. પણ મસાલા ફિલ્મ જોઇને વાસ્તવિક સ્થિતિ વિશે અભિપ્રાય બાંધતાં પહેલાં આ ફિલ્મ જોશો તો વગર કહ્યે એ પણ ક્લિયર થઈ જશે કે પઠાણકોટમાં આટલી સહેલાઈથી આતંકવાદીઓ કેવી રીતે ઘૂસી ગયા હશે! આમેય ત્યાંની વાસ્તવિક સ્થિતિ એવી ગંભીર છે કે એને યથાતથ બતાવવા જાય તો સેન્સરને (સરકારોને) મરચાં લાગી જાય એવું છે (ઇવન એ ડોક્યુમેન્ટરી પર પ્રૉપેગન્ડાનો આરોપ તો લાગી જ ચૂક્યો છે). નોલેજ માટે નહીં તો એન્ટરટેન્મેન્ટ માટે પણ જોજો ખરા આ ડોક્યુમેન્ટરી.

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

આ રહી એ ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘ગ્લટ’:

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s