Tarak Mehta & The Lunchbox

મારા મોસ્ટ ફેવરિટ લેખક તારક મહેતાના જન્મ દિવસે એમના ‘લંચબૉક્સ’ ફિલ્મના કનેક્શનની ઝક્કાસ વાત!

તારકભાઈનો અને એમના ક્લાસિક સર્જન ‘દુનિયાને ઊંધાં ચશ્માં’નો હું કટ્ટર એટલે કટ્ટર એટલે ડાઇહાર્ડ ફૅન. એના એકેએક કેરેક્ટર વિશે કલાકો સુધી વાતો કરીને બોર કરી શકું (કર્યાં પણ છે અને ‘વિક્ટિમ’ મોટે ભાગે મારાં ‘શ્રીમતીજી’ જ હોય!). એમના લેખોમાં બીજા કોઇએ કશુંક ઉમેર્યું હોય કે કોઇએ એમની સ્ટાઇલમાં કશુંક લખ્યું હોય તોય કહી દઉં એવા એ મારા લોહીમાં ભળી ગયા છે. વર્ષોથી ‘ચિત્રલેખા’માં પબ્લિશ થતી એમની આ સિરીઝ મારા ડિપ્રેશનનું પર્મેનન્ટ અને રામબાણ ટોનિક રહી છે. ગ્લુમી ફીલ થાય એટલે મારા કલેક્શનમાંથી રેન્ડમલી એમનો કોઈ લેખ કાઢીને વાંચી જાઉં એટલે મૂડ ફ્રેશ!

હમણાં ગયા વર્ષે એમનાં જૂનાં પુસ્તકો મારા પપ્પા માટે લાઇબ્રેરીમાંથી વન બાય વન મંગાવ્યાં હતાં (ભેગો હુંય ચટાકો કરતો જાઉં!). એક દિવસ એમનું ‘સધ્ધર સસરા, અધ્ધર જમાઈ’ પુસ્તક મંગાવ્યું. એમાં ‘છોડને એ બધી વાત’ પ્રકરણ વાંચ્યું તો મારા કાન સસલાની જેમ ઊંચા થઈ ગયા. ૨૦૦૩ના અરસામાં લખાયેલા એ લેખમાં તારકભાઇએ લગ્ન પછી મુંબઈમાં સંસાર શરૂ કર્યો એ વખતની વાત કરેલી.

એમણે લખ્યું છે કે શ્રીમતીજી રોજ તારકભાઇને ડબ્બાવાળાઓ મારફતે ટિફિન મોકલે. ક્યારેક ક્યાંક જવાનો પ્રોગ્રામ હોય, તો ટિફિનના ડબ્બામાં નામ વિનાની ચિઠ્ઠી પણ મોકલે. એક વખત ટિફિનમાંથી જુદા જ અક્ષરોમાં લખાયેલી ચિઠ્ઠી નીકળી, જેમાં કોઇ બહેને સાંજે પ્રમોદરાયને ત્યાં મળવાની વાત લખેલી. કેળાનાં પકોડાંવાળી એ થોડી તીખી રસોઈ ખાતાં એમને ચિંતા થઈ કે ધારો કે એમના ડબ્બામાં પણ શ્રીમતીજીએ આવી જ કોઈ ચિઠ્ઠી મૂકી હોય અને એ મળવા માટે એમની રાહ જોતાં રહે તો? આ વિચાર પરથી તારકભાઇને એક વાર્તા સ્ફૂરી અને એમણે આ લેખમાં ઉતારી છે. વાર્તાની સ્ટોરી કંઇક આવી છેઃ પુરસ્કાર પરીખ નામના અકાઉન્ટન્ટને ડબ્બાવાળા કોઈ ભળતું જ ટિફિન ડિલિવર કરી દે છે. ટિફિનબૉક્સમાંથી ચિઠ્ઠી નીકળી, જેમાં લખ્યું છે કે સાંજે ઇરોસ સિનેમાની બહાર મળજો, દીકરી મીતુએ જિદ્દ લીધી છે કે ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ જોવું છે. પછી તો પુરસ્કારભાઈ એ બહેનના પતિનો મેસેજ આપવા ઇરોસ પહોંચે છે અને એ બહેનને મળે છે. ત્યાં જ કહાની મેં ટ્વિસ્ટ…

તારકભાઈની વર્ષો પહેલાં લખેલી એ વાર્તા અને ૨૦૧૩માં આવેલી ‘લંચબૉક્સ’ની સ્ટોરીમાં ગજ્જબની સિમિલારિટી છે. બંનેના હીરો ચીવટવાળા છે, એક પત્ની રોજેરોજ ટિફિનમાં એકસરખી રસોઈ પિરસે છે, જેનાથી કંટાળેલા પતિ માટે પત્ની નવી રસોઈ શીખે છે અને બનાવીને મોકલે છે, બંનેમાં ટિફિનમાં ચિઠ્ઠીઓની આપ-લે થાય છે અને ટિફિન બદલાઇ જતાં ક્રોસ મેસેજિંગ થાય છે, (સ્પોઇલર) બંનેમાં પતિનું એક્સ્ટ્રા મેરિટલ અફેર છે! અને અને અને, તારકભાઈની એ વાર્તાનું શીર્ષક છે, ‘ટિફિન’!!!

‘લંચબૉક્સ’વાળા રિતેશ બત્રાને આ વાર્તા કોઇએ કહી હશે કે કેમ એ તો ખબર નથી, પણ આ યોગાનુયોગે મને સેરેન્ડિપિટીમાં માનતો કરી દીધો. અને તારકભાઈ માટેનું માન અનેક ગુણાકારમાં વધી ગયું. ‘લંચબૉક્સ’ ઑસ્કરમાં ગયું હોત તો જીત્યું હોત કે કેમ એ ખબર નથી પણ મારા તરફથી બેસ્ટ ઑરિજિનલ સ્ટોરીનો ઑસ્કર ગોઝ ટુ ધ વન એન્ડ ઓન્લી તારકભાઈ!

તારકભાઈ, ખૂબ ખૂબ લાંબું, સ્વસ્થ જીવો અને મારી લાઇફની અસંખ્ય નિરાશ પળોને હાર્ટવૉર્મિંગ આનંદથી ભરી દેવા બદલ ટનબંધ થેન્ક યુ!

tarak-mehta

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s