મસ્તરામ

સસ્તી વાર્તાઓના સેક્સપિયરની પીડા

***

એંસીના દાયકામાં અશ્લીલ પોકેટબુકનો જમાનો ફરી જીવંત કરતી આ ફિલ્મ એક ઘોસ્ટરાઈટરની વેદના વ્યક્ત કરતી હોવા છતાં એડલ્ટ ઓન્લી જ છે.

***

mastram-poster-2અંગ્રેજીમાં એક જૂની કહેવત છે, ‘સેક્સ ઈઝ ધ ઓલ્ડેસ્ટ સેલેબલ પ્રોડક્ટ ઈન ધ વર્લ્ડ.’ સેક્સના પેકેટમાં પેક કરેલી કોઈપણ વસ્તુ ધડાધડ વેચાઈ જાય. એંસીના દાયકાના ભારતમાં આવી જ એક પ્રોડક્ટ ભારે ચાલી હતી. ગંદાં પાનાં અને નબળા બાઈન્ડિંગ પર છપાયેલી સસ્તી પોર્નોગ્રાફિક વાર્તાઓની ચોપડીઓ. જેના પ્રકાશક કે લેખક વિશે કોઈને કશી જ ખબર ન હોય. લેખક તરીકે માત્ર ‘મસ્તરામ’ એવું ભૂતિયા નામ લખેલું હોય. જાહેરમાં તો આવાં પુસ્તકો વેચવાં ગુનો કહેવાય, પણ અંડરગ્રાઉન્ડ માર્કેટમાં તેની સખત ડિમાન્ડ રહેતી. ધારો કે કોઈ લેખકને પોતાનું ઘર ચલાવવા માટે આવી કથાઓ લખવી પડે તો? ત્યારે સર્જાય ‘મસ્તરામ’ જેવી ફિલ્મ, એડલ્ટ કન્ટેન્ટની ડિશ તરીકે પેશ થઈ હોવા છતાં આશ્ચર્યજનક રીતે લેખકનું દર્દ વ્યક્ત કરતી ફિલ્મ છે.

સસ્તા સાહિત્યનો ભૂતિયા લેખક

એંસીના દાયકાના હિલ સ્ટેશન મનાલીની વાત છે. એક સામાન્ય બેન્ક કારકુન રાજારામ વૈષ્ણવ (રાહુલ બગ્ગા) ખ્યાતનામ લેખક બનવાનાં સપનાં જુએ છે. આ સપનાને વશ થઈને એ નોકરી દરમિયાન પણ સાહિત્ય સર્જન કરતો રહે છે. હવે એ મહાશય કંઈ ચેતન ભગત તો હતો નહીં, કે બેન્કની નોકરીમાં વાર્તા લખે અને રાતોરાત ફેમસ થઈ જાય. એને તો બોસ ચાર માણસની વચ્ચે ખખડાવી નાખે છે અને એની સાહિત્યિક રચનાનો કરે છે ઘા. એ ઘા સીધો રાજારામના હૈયે વાગે છે અને એ નોકરીને લાત મારીને ઘરભેગો થઈ જાય છે. એની પત્ની રેણુ (તારા-આલિશા બેરી) બિચારી સારી છે કે એને એના લેખક બનવાના સપનામાં સાથ આપે છે. પણ આ ભાઈની વેવલી સાહિત્યિક ભાષાવાળી નવલકથા છાપવામાં કોઈને રસ નથી. તો હવે કલમના ખોળે માથું રાખીને ઘર ચલાવવું કેવી રીતે?

છેવટે એક પ્રકાશક કહે છે કે તારી વાર્તામાં ‘મસાલો’ ભભરાવ તો કંઈક લોકો ખરીદે. ‘મસાલો’ એટલે કે સસ્તી પોર્નોગ્રાફિક સામગ્રી એવું સમજી ગયેલો રાજારામ મસાલાની આખી બરણી જ ઠાલવી દે છે. પ્રકાશકને પણ લાગે છે કે આ વાર્તા વેચાય એવી તો છે પણ ખુલ્લેઆમ વેચીશું તો પસ્તાળ પડશે. એટલે સસ્તી પોકેટબુક તરીકે આ વાર્તા છપાય છે અને લેખકના નામ તરીકે આવે છે, ‘મસ્તરામ’. રાજારામ પોતાની આસપાસના જ લોકોને પોર્નોગ્રાફિક વાર્તાનાં પાત્રો તરીકે કલ્પીને અશ્લીલતાની ચરમસીમા જેવી કથાઓ ઢસડવા માંડે છે. માર્કેટમાં પણ લોકો ‘વો વાલી કિતાબ દેના’ કહીને ચપોચપ ખરીદવા માંડે છે.

હવે રાજારામની સ્થિતિ એવી થાય છે કે એનું પુસ્તક વેચાતું હોવા છતાં એ કોઈને કહી શકે એમ નથી કે આ પુસ્તકનો લેખક પોતે છે! પરંતુ એક દિવસ આવીને ઊભો રહે છે કે રાજારામ વૈષ્ણવ જ મસ્તરામ છે. હવે?

રોટી માટે બોટી વેચવાનો ખેલ

જ્યારે ઈન્ટરનેટ-મોબાઈલ ફોન નહોતાં અને પોર્ન સામગ્રી આટલી સુલભ નહોતી, ત્યારે સેક્સનાં રસપ્રચૂર વર્ણનો કરતી સસ્તી પોકેટબુક્સનો જમાનો હતો (અત્યારે મસ્તરામનું સ્થાન ‘સવિતાભાભી’એ લીધું છે). ગલગલિયાં કરાવે અને ‘જી લલચાયે રહા ન જાયે’ ટાઈપની આવી બુક્સ ન્યૂઝ સ્ટેન્ડ્સ પર કાઉન્ટરની નીચેથી ચોરીછૂપે વેચાતી. હોસ્ટેલથી લઈને આર્મીના જવાનો અને શોખીનો પોતાના બાથરૂમમાં પુરાઈને તે વાંચતા. પરંતુ આવી વાર્તા લખવા પાછળ એક લેખકને પોતાનું ઘર ચલાવવાની મજબૂરી પણ હોઈ શકે એવી કલ્પના ડિરેક્ટર અખિલેશ જયસ્વાલની ફિલ્મ ‘મસ્તરામ’માં કરાઈ છે. અખિલેશ અગાઉ અનુરાગ કશ્યપની ‘ગેંગ્સ ઓફ વસેપુર’ માટે સંવાદો લખી ચૂક્યા છે. મસ્તરામમાં એક પણ જાણીતો કલાકાર નથી, છતાં ફિલ્મનાં પાત્રો, એમનાં સંવાદો અને મનાલીનાં લોકેશન્સ જબરદસ્ત વાસ્તવિક લાગે છે.

ગ્લોસી ઝાકઝમાળવાળા માહોલમાં કોઈ યુવાનને લેખક બનવું હોય એવી વાર્તા આપણે હમણાં જ ‘ટુ સ્ટેટ્સ’માં જોઈ, પરંતુ એક નાનકડા હિલ સ્ટેશનમાં લેખક બનવાની મહત્ત્વાકાંક્ષા સેવતા યુવાને કેવી કેવી મુશ્કેલીમાંથી પસાર થવું પડે તેનું આબેહુબ ચિત્રણ આ ફિલ્મમાં કરાયું છે. સાથોસાથ એ કડવી વાસ્તવિકતા પણ ખરી કે યુગ કોઈપણ હોય, લોકોને શિષ્ટ કરતાં અશિષ્ટ સાહિત્ય જ વધારે આકર્ષે છે.

ફિલ્મનો મોટો લોચો એ છે કે સસ્તું સાહિત્ય લખતો લેખક એક્ઝેક્ટ્લી શું લખતો હશે એ બતાવવા માટે ફિલ્મમેકર પોતે જ ગલગલિયાંની ગલીમાં ઘૂસી ગયા છે. મસ્તરામની અશ્લીલ વાર્તાઓનાં પાનાં અહીં હિન્દી કોમેન્ટ્રી સાથે સીધાં જ પડદા પર રમતાં કરી દેવાયાં છે. એટલે ઓડિયન્સમાંથી વલ્ગર કમેન્ટ્સનો જાણે વરસાદ થાય છે. ઉપરથી ફિલ્મમેકરે ફિલ્મના પોસ્ટરથી લઈને ઢગલાબંધ દૃશ્યોમાં સજેસ્ટિવ ચાળાનો સહારો લીધો છે, જે જોઈને અગેઈન ઓડિયન્સમાંથી અશ્લીલતાસૂચક સીટીઓ વાગે છે. જાણે પડદા પર જ કોઈ સસ્તી પોકેટબુક આકાર લેતી હોય એવું લાગે છે.

મસ્તરામ બનતા એક્ટર રાહુલ બગ્ગાના ચહેરા પર ખાસ એક્સપ્રેશન્સ આવતા નથી, પણ નાસીપાસ લેખક તરીકે તે ઘણે અંશે કન્વિન્સિંગ લાગે છે. નવોદિત હિરોઈન તારા-આલિશા બેરી ભારે ક્યૂટ દેખાય છે, પણ બિચારીના ભાગે એક સ્કિન શોવાળા ગીતને બાદ કરતાં ખાસ મહેનત કરવી પડે એવું કોઈ કામ નથી. પરંતુ સૌથી વધુ જલસો કરાવે છે પ્રકાશક જીજા-સાલા બનતા બંને કલાકાર. એમની એક્ટિંગ અને એમના મોઢે બોલાયેલા સંવાદો આખી ફિલ્મનું સૌથી સ્ટ્રોંગ પાસું છે. ડિરેક્ટર અખિલેશ જયસ્વાલ અને રાઈટર ગુંજન સક્સેનાએ સશક્ત વાર્તા સર્જી હોવા છતાં તે એક નાનકડા ગામના એક લેખકની વાર્તા બનીને રહી જાય છે. આવી સસ્તી પોકેટબુક્સના આખા ઈન્ડિયામાં ફેલાયેલા ફિનોમેનને સમજાવવાના સ્તર સુધી પહોંચવાનો પ્રયત્ન પણ અહીં નથી કરાયો.

મસ્તરામ મસ્ટ વૉચ ખરી?

જો તમે અઢાર વર્ષથી ઉપરની ઉંમરના હો, અશ્લીલતા જોવા-સાંભળવાનો ભયંકર છોછ ન હોય અને કોઈ જમાનામાં તમે પણ ભલે કુતૂહલવશ, પણ આવી કોઈ સસ્તી પોકેટબુક વાંચી હોય, તો આ ફિલ્મ એક વાર જોવા જેવી ખરી. હા, ફેમિલી ઓડિયન્સે તો આ ફિલ્મથી સલામત અંતર રાખવું.

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

P.S. ‘મસ્તરામ’નાં પોસ્ટર્સ પણ ભારે ક્રિએટિવ હતાં, જેમાં સજેસ્ટિવ ન્યુડિટી અને ક્રિએટિવિટીનું કમાલ કોમ્બિનેશન હતું. સોશ્યલ મીડિયામાં પણ આ પોસ્ટર્સ વાઇરલ થયેલાં. હેવ અ લુક…

mastram_650_050914013622mastram-poster-81

 

 

 

1210557_wallpaper2

mastram-poster-4first-look-of-mastram-unravels220px-mastram_poster
mastram-poster_139902208870

screen20shot202014-02-2320at205-40-3420pm

screen20shot202014-03-0520at201-02-0120pm

blink_mastram2_jpg_1871994gmastram-movie-poster-3mastram-movie-poster-2

 

 

 

 

 

 

 

(Published in Gujarati Mid Day)

Copyright © Jayesh Adhyaru. Please do not copy, reproduce this article without my permission. However, you are free to share this URL or the article with due credits.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s